ભાસ્કર ન્યૂઝ. પાલનપુર
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે સાર્વત્રિક કમોસમી વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડતાં બટાટા સહિતનો ખેતીના પાકનો સોથ વળી ગયો છે. દરમિયાન બટાટાના પાકમાં થયેલું કરોડો રૂપિયાના નુકસાનનું વળતર ચૂકવવા માટે મંગળવારે પોટેટો ગ્રોવર્સ સોસાયટી અને ઉત્તર ગુજરાત કિસાન પરિવાર દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
૧૫ દિવસ આગાઉ પૂર્વ અને પશ્ચિમ અરબી સમુદ્રમાં ઉઠેલી લો પ્રેશર સિસ્ટમથી બનાસકાંઠા જિલ્લાના અનેક...