ને.હા.નં. ૮ ઉપર ગણેશ સિસોદ્રા ગામની હદમાંથી પોતાની મોટરસાઈકલ ઉપર પસાર થઈ રહેલા સાતેમના સુમનભાઈની મોટરસાઈકલને અજાણ્યા ટ્રક ચાલકે કટારિયા શો રૂમ સામે અડફેટે લેતા સુમનભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક મુલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી ઓરેંજ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવાયા હતા. બાદમાં તેમને રજા આપી દેવાતા તેમનું બપોરના સમયે મોત નપિજયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ૩૧મી જાન્યુઆરી ૨૦૧૨ના રોજ સવારે ૯.૩૦થી ૧૦.૩૦ કલાકના સમયગાળા દરમિયાન અકસ્માત થયો હતો....
આણંદ. ખંભાત તાલુકાના પોપટપુરા ગામે રહેતા અને ખેતમજુર તરીકે કામ કરતાં રાજેશભાઈ બાબુભાઈ પટેલના લગ્ન કોમલબેન પટેલ (ઉ.વ.૨૩) સાથે થયાં હતાં. આ લગ્ન જીવન દરમિયાન ત્રણેક વર્ષ પહેલાં તેમને જોડીયા બે પુત્ર કાવ્ય અને ક્રિસનો જન્મ પણ થયો હતો. દરમિયાનમાં તા.૧૪મીના રોજ કોમલબેનને ઉંદેલ બેનના ઘરે જવાનું કહી ઘરેથી નીકળ્યાં હતાં. આ સમયે તેઓ કાવ્ય (ઉ.વ.૩)ને પણ...
મરોલી કાંઠા વિસ્તારના કરાંખટ ગામની પ્રા.શાળાનો વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ કાર્યક્રમ સરપંચના અધ્યક્ષપદે યોજાયો હતો. આ પ્રસંગે ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગામના સરપંચ રંજનબેન રાઠોડ, મુખ્ય મહેમાનો બળવંત પટેલ, હરકીશન પટેલ, જશમતભાઈ પટેલ, જયનાબેન, સંગીતાબેન ઉપસ્થિત રહ્યા હતા. ગામની આંગણવાડીના કાર્યકર તેમજ...
આગામી તા.૨૦/૨/૧૨ના રોજ મહાશિવરાત્રિના તહેવાર દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે.કુમારે જાહેરનામા દ્વારા સમગ્ર નવસારી જિલ્લામાં તાત્કાલિક અસરથી તા.૦૧/૦૩/૧૨ સુધી શસ્ત્રો, દંડા, તલવાર જેવા હિઁસા પહોચાડી શકે તેવી ચીજવસ્તુઓ, સ્ફોટક પદાર્થો લાવવા લઇ જવા તેમજ સુરૂચિનો ભંગ થાય...