Home >> Daxin Gujarat >> Navsari District >> Kharel
 • એંધલ નજીક હાઇવે પાસે કન્ટેનરનું ટાયર ફાટતાં ટેમ્પો સાથે અકસ્માત
  24કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં.8 ઉપર એંધલ નજીક એક કન્ટેનર અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પો ડ્રાઈવરને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. વાપીથી સુરત જતો ટેમ્પો (નં. જીજે-05-યુયુ-7024) રાત્રે 2 કલાકે એંધલ હાઇવેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે આગળ ચાલતા કન્ટેનરનું ટાયર ફાટતા આઈસર ટેમ્પો ચાલક ભોલેનાથે ટેમ્પો ઉપરનો કાબુ ગુમાવી સીધું કન્ટેનરમાં અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ભોલેનાથને ઈજા પહોંચી હતી. જેને આલીપોરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ...
  07:15 AM
 • ખારેલ |ગણદેવી તાલુકાના દુવાડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં એક શ્રદ્ધાંજલી
  ખારેલ |ગણદેવી તાલુકાના દુવાડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં એક શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. એંધલ ગામના વાંગરી ફળિયાના ડો.લલ્લુભાઈ પટેલના ધર્મપત્ની સ્વ.સવિતાબેન એલ.પટેલની પાંચમી પુણ્યતિથિએ કાર્યક્રમ યોજાયો હતો. સ્વ. સવિતાબેનની આત્માને શાંતિ મળે માટે એક પ્રાર્થના કરવામાં આવી હતી. પ્રસંગે ડો.લલ્લુભાઈ પટેલે બાળકોને ખુબ ભણી જીવનમાં આગળ આવવાની પ્રેરણા આપી હતી, ત્યારબાદ તેમના તરફથી ધો.1થી 8ના બાળકોને પેડ અને બોલપેનની સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી અને બાળકોને અલ્પાહાર અપાયો હતો. દુવાડા...
  07:15 AM
 • ગણદેવીતાલુકાના એંધલ થી પસાર થતા ને.હા.ન.૮ ઉપર આવેલ એક હોટલ ઉપરથી એક ટ્રક ડ્રાઈવરના રૂપિયા 12,000/- અને મોબાઈલ ચોરાય જતાં ચકચાર મચી ગઈ હતી બનાવની વિગત એવી છે કે એંધલ હાઇવે ઉપર આવેલ એક હોટલ ઉપર મુંબઈથી અમદાવાદ જતી ટ્રકનાં ડ્રાઈવર આરામ કરવા રોકાયો હતો,જ્યાં તે ટ્રક ડ્રાઇવર આરામ કર્યા બાદ હોટલનાં કમ્પાઉન્ડમાં આવેલ પાણીનાં હોજ પાસે સ્નાન કરવા ગયો હતો, તેમનો પેન્ટ જેમાં 12000 રૂપિયા અને મોબાઈલ ફોન હોજની પાળી ઉપર મુક્યા હતાં, જેને કોઈ ચોર ઇસમ ઉઠાવી જતા ચકચાર મચી ગઈ હતી. ત્યાર બાદ હોટલનાં સી.સી.ફૂટેજ ચકાસતા...
  March 21, 02:55 AM
 • થરાદ | થરાદ-સાંચોર હાઇ-વે પર બુઢનપુર પાસે સોમવારે બપોરે જીજે-18-જે-6184 નંબરનું બાઇક સ્લીપ ખાતા બે બાઇક સવારોને ઇજા થવા પામી હતી. જેથી તેમને 108 ના પાયલોટ પ્રભુભાઇ ચૌધરી અને ઇએમટી હિનાબેન સિપાઇએ થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમની સારવાર હાથ ધરાઇ હતી
  March 21, 02:55 AM
 • ખારેલ |ગણદેવીનાં દેસાડ ગામે એક મોરને વીજકરંટ લગતા ઈજાગ્રસ્ત બન્યો
  ખારેલ |ગણદેવીનાં દેસાડ ગામે એક મોરને વીજકરંટ લગતા ઈજાગ્રસ્ત બન્યો હતો.આ ઇજાને લઈને બંને પગમાં ઈજાઓ પહોંચતા ચાલી શકવાની સ્થિતિ હોય જેની જાણ ફ્રેન્ડસ ઓફ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટના હેમલ મહેતા (પીન્ટુ)ને કરતા તેઓ તેમના સાથીદારો સાથે ઘટનાસ્થળે જઈ ઘાયલ મોરનો કબ્જો લઇ એંધલ જંગલ ખાતામાં લઇ આવ્યા હતાં.ત્યાંથી મોરને ખડસુપા દવાખાને સારવાર માટે લઇ જવાશે એમ જાણવા મળ્યું છે. ગણદેવીના દેસાડ ગામે વીજ કરંટ લાગતાં મોરને ઈજા
  March 20, 02:40 AM
 • ગણદેવી તાલુકાના એંધલ ગામે વિવિધ સ્થળેથી 3 સાપ પકડાયા
  ગણદેવીતાલુકાના એંધલ ગામે વિવિધ સ્થળેથી ત્રણ પ્રજાતિના સાપ પકડાયા હતા.પ્રથમ જંગલખાતાની ઓફીસની બાજુમાંથી લાકડાના ઢગ આગળથી એનિમલ સેવિંગ ગ્રુપના મોહસીન ખલીફાએ દુર્લભ પ્રજાતિની ચાકરણ પકડી હતી.ત્યારબાદ એંધલ દેસાઈવાડનાં ટેકરીફળિયા આગળ આર.સી.પટેલના ઘરના કમ્પાઉન્ડમાં એક ક્રોબ્રા સાપ દેખાતા ભારે અફડાતફડી મચી ગઈ હતી,જેને પણ એનિમલ સેવિંગ ગ્રુપના મોહસીન ખલીફાએ ખુબજ સાવચેતીથી પકડી લઇ લોકોને ભયમુક્ત કર્યા હતા.ત્યાર બાદ તા.૧૯/૩/૧૭નાં રોજ સવારે એંધલના કેતન નાયકના શેરડીના ખેતરમાં ખાતર નાખવાનું...
  March 20, 02:40 AM
 • મટવાડથી 2 વર્ષનો દીપડો પાંજરે પુરાયો
  ગણદેવીતાલુકાના મટવાડ ગામે એક દીપડો પાંજરે પુરતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી મટવાડનાં ઈશ્વરભાઈ ભાણાભાઈ પટેલના ઘરઆંગણે બાંધેલ બકરાં ઉપર હિંસક હુમલો કરી દીપડાએ શિકાર કર્યો હતો,જેને લઈને મટવાડ પહાડ ફળીયામાં ભારે ફફડાટ પશુપાલકોમાં ફેલાયો હતો. ઘટનાની જાણ સરપંચે ગણદેવી વનવિભાગને કરતા વન વિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળે જઈ પાંજરુ મુક્યું હતું,જેમાં મરણ તરીકે શિકાર કરેલ બકરાને મુક્યો હતો,દીપડા બાબતે એવું કહેવાય છે કે એણે જે શિકાર કર્યો હોય તેને ખાવા માટે બીજા દિવસે આવે છે,એટલે પાંજરામાં મૃત...
  March 20, 02:40 AM
 • ખારેલ ચોકડી પાસે થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તે હાથ ગુમાવવાનો વારો આવ્યો
  ખારેલગામે ચોકડી પાસે હાઈવા ચાલકે ગણદેવી સુંદરવાડીના યુવાનને અડફેટે લેતા યુવાને હાથ ગુમાવ્યો હતો. ગણદેવી તાલુકાના ખારેલ ચોકડી પાસે 10મી માર્ચે ગણદેવી સુંદરવાડી ખાતે રહેતા કિશનભાઈ છગનભાઈ નાયકા પટેલ (ઉ.વ. 40)ને એક હાઈવા ચાલકે અડફટે ચઢાવ્યા હતા. તેમના ડાબા હાથ ઉપરથી હાઈવાનું પાછલું વ્હિલ ફરી જતા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. જેને પ્રથમ ખારેલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા, ત્યાંથી ઈજા ગંભીર જણાતા સુરતની એપલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં ઘનિષ્ટ સારવાર બાદ પણ ડોકટરો તેમનો...
  March 19, 03:15 AM
 • ગ્રામસેવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ખારેલ ખાતે કોકીલાબેન તથા સુરેશભાઈ સી.પટેલ ઝેરવાવરા અને જીલ્લા અંધત્વ નિવારણ સોસાયટીનાં દ્રષ્ટિ કાર્યક્રમ હેઠળ આંખના રોગના દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન તથા શસ્ત્રક્રિયા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ખારેલ હોસ્પીટલનાં નેત્ર રોગના નિષ્ણાંત રોટરી આઈ.હોસ્પિટલ નવસારીની ટીમ કેમ્પમાં સેવા આપશે.આ શિબિર તા.18 માર્ચને શનિવારે સવારે 9 થી 1 કલાક સુધી ખારેલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે.દર્દીઓને તપાસીને યોગ્ય સારવાર તથા સલાહ આપવામાં આવશે અને...
  March 17, 03:05 AM
 • ખારેલ |ગણદેવી તાલુકાના ખારેલ હાઇસ્કુલમાં એસ.એસ.સીની પરીક્ષા શાંતિમય વાતાવરણમાં શરૂ
  ખારેલ |ગણદેવી તાલુકાના ખારેલ હાઇસ્કુલમાં એસ.એસ.સીની પરીક્ષા શાંતિમય વાતાવરણમાં શરૂ થઇ હતી. સવારથી પરીક્ષા કેન્દ્ર ઉપર મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહી બાળકોનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા. બુધવારે ગુજરાતીનું પેપર હોવાથી વિદ્યાર્થીઓ ખુશ ખુશાલ મુદ્રામાં પેપર આપી નીકળતા જોવા મળ્યા હતાં. ખારેલ હાઇસ્કુલનાં પરીક્ષા કેન્દ્રમાં કુલ 446 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા,પરંતુ 7 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 439 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.પરીક્ષા આપતા પહેલા શિક્ષકોએ દરેક વિદ્યાર્થીઓને આવકારી...
  March 16, 03:35 AM
 • એંધલ પંથકમાં ગેસ સિલિન્ડરની ચોરી વધી
  ગણદેવીતાલુકાનાં એંધલ ગામે છેલ્લાં કેટલાક મહિનાથી ગેસ સીલીન્ડર ચોર ગેંગ સક્રિય બનતા અને અત્યાર સુધી ૪થી વધુ ગેસ સીલીન્ડરની ચોરીના બનાવો બનતા ગ્રામજનોમાં ભય અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.એંધલ ગામે વિવિધ ગેસ એજન્સી દ્રારા સોમ,બુધ અને શુક્રવારે બીલીમોરા અને ગણદેવીથી ગેસસીલીન્ડરની ડીલીવરી આપવા ગેસ એજન્સીનાં ટેમ્પા આવતા હોય છે,એટલે સીલીન્ડર ગ્રાહકો ગેસ સીલીન્ડરને બહાર ઓટલા ઉપર મુકતા હોય છે એટલે એજન્સીના માણસોને ડીલીવરી આપવામાં સરળતા રહે પરંતુ આવા સીલીન્ડરની ઉઠાંતરી કરતી ટોળકી એંધલ...
  March 13, 04:25 AM
 • ખારેલ ચોકડી પાસે ટ્રકે એક ઈસમને અડફેટે લેતાં ગંભીર ઈજા
  ગણદેવીતાલુકાના ખારેલ ચોકડી પાસે એક હાઈવા ચાલકે એક ઈસમને અડફેટે ચઢાવતા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. ગણદેવી સુંદરવાડીમાં રહેતા કિશનભાઈ છગનભાઈ નાયકા પટેલ (ઉ.વ. 40) ખારેલ ચોકડી ઉપર બાઈકનું ગેરેજ ધરાવે છે. જેઓ બપોરે 3 કલાકની આસપાસ રોડની બાજુમાં લ્યુના રિપેર કરી રહ્યા હતા. દરમિયાન ગણદેવી તરફથી હાઈવા (નં. જીજે-15-એટી-0520)ના ચાલકે લ્યુનાને અડફેટે ચઢાવતા કિશનભાઈ એક નાના છોકરાને ખસેડી લઈ બચાવી લીધો હતો પરંતુ તેઓ અડફેટે ચઢતા તેમના હાથ ઉપરથી હાઈવા ફરી જતા ગંભીર ઈજાગ્રસ્ત બન્યા હતા. તેમને પ્રથમ ખારેલ...
  March 11, 02:40 AM
 • બોરીયાચ ગામમાંથી પસાર થતાં વાહનચાલકોને ગ્રામજનોએ અટકાવ્યા
  નેશનલહાઇવે નં.8 ઉપર બોરીયાચ ખાતે ટોલનાકુ આવેલું છે. અહી ઘણાં સમયથી વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જેને લઈને કારચાલકો બોરીયાચ ગામમાંથી ટોલનાકા પછી નીકળતા રસ્તે નીકળે છે જેને લઈને બોરીયાચ ગામમાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તો કેટલીકવાર દારૂના ખેપિયા રસ્તે કાર લઈને પૂરઝડપે નીકળે છે જેને લઈને કોઈ ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા રહેલી છે. વારંવાર પેદા થતી સમસ્યાથી પરેશાન ગ્રામજનોએ 8મી માર્ચે ગામમાંથી જતા કારચાલકોને રોકતા લાઈન લાગી જતા મામલો ગરમ બન્યો હતો. ...અનુસંધાન પાના નં.2...
  March 10, 02:30 AM
 • એંધલ હાઈવે પર રાત્રે કારમાં આગ લાગી
  24કલાક વાહનવ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં. 8 ઉપર એંધલ અને દુવાડા પાટીયાની વચ્ચે એક ફિયાટ પુન્ટો કારમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. કાર બળીને ખાખ થઈ ગઈ હતી. બનાવની વિગત એવી છે કે હાઈવે ઉપર એંધલ અને દુવાડા ફાંટા નજીક વલસાડથી અમદાવાદ તરફ જતી લાઈનમાં રાત્રે 10 કલાકની આસપાસ કોઈ કારમાં આગ લાગેલી જોતા 108 પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરતા બધા દોડતા થઈ ગયા હતા. પોલીસ અને 108 તરફ આવી ગઈ હતી. જ્યારે ફાયરબ્રિગેડ બીલીમોરાથી 20 મિનિટ બાદ આવતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટના રાત્રે 10 કલાકની આસપાસ બની હતી પરંતુ કાર...
  March 9, 03:00 AM
 • અમલસાડ | ગ્રામસેવાટ્રસ્ટ ખારેલ અંતર્ગત તા.8-3-2017 ને બુધવારે ખારેલ હોસ્પિટલ કેમ્પસમાં આંતરરાષ્ટ્રિય મહિલા દિનની ઉજવણી કરવામાં આવશે. કૌટુંબિક અને સામાજિક વિકાશમાં શિક્ષણની અગત્યતા વિષય ઉપર સામાજિક કાર્યકર અને ટ્રસ્ટી સર્વોદય પરિવાર ટ્રસ્ટ પિંડવળ, ખડકી ધરમપુરથી સુજાતા શાહ ઉપસ્થિત રહી મુખ્ય વક્તા તરીકે પ્રવચન આપશે. ગરીબ આદિવાસીઓના લોક કલ્યાણને પોતાનો જીવનમંત્ર બનાવી સ્વનો વિચાર કર્યા સિવાય આર્થિક રીતે પછાત કુટુંબના બાળકોમાં જીવન મુલ્યોનું ઘડતર અને વિકાસમાં મહત્વનું યોગદાન આપી ખડકી...
  March 7, 03:00 AM
 • ચીખલીતાલુકાના ટાંકલ ગામની સીમમાં ટ્રક સાથેના અકસ્માતમાં કારમાં સવાર મહારાષ્ટ્રીય યુવકનું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત એકને સારવાર અર્થે સુરત ખસેડાયો હતો. સોમવારે બપોરના સમયે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ડિંડોરીથી ફેકટરીના કામ અર્થે સુરત જઈ રહેલી ટાટા સુમો (નં. એમએચ-09-બીબી-0187) અને સામેથી આવી રહેલી ટ્રક (નં. જીજે-16-વી-5164) વચ્ચે રાનકુવા-ખારેલ માર્ગ ઉપર ટાંકલ ચાર રસ્તા નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સુમોમાં સવાર કિરણ વસનભાઈ ભાલેરાવ (ઉ.વ. 28, ડિંડોરી, નાસિક)ને ગંભીર હાલતમાં ટાંકલ પીએચસીમાં...
  March 7, 03:00 AM
 • એંધલમાં પંચર બનાવતી દુકાનમાં આગ લાગતાં સામાન બળીને ખાક
  એંધલગામે ટાયર પંચરની દુકાનમાં આગ લાગતા કેબિન અને અંદરનો માલસામન બળીને ખાખ થઈ ગયો હતો. ગણદેવી તાલુકાના એંધલ હાઈવે ઉપર આવેલા સુન્ધામાતા હોટલના કંપાઉન્ડમાં એક ટાયર પંચરની કેબીન આવેલી છે. જેના બાજુના શેરડીના ખેતરની કાપણી ગણદેવી સુગરના માણસો દ્વારા કરનાર હોય મજૂરોએ શેરડી સળગાવતા જેનો તણખો પંચર કેબીનમાં પડતા કેબીન પણ આગની ચપેટમાં આવી જતા અફડાતફડી મચી ગઈ હતી. મજૂરોએ પાણીથી આગ ઓલવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોતજોતામાં કેબીન અને અંદરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. નજીક ખેતરમા મજૂરોએ શેરડી...
  March 7, 03:00 AM
 • 7-8માર્ચે 300 એસટી બસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમારંભમાં સુરત-વલસાડ વિભાગની 300 એસટી બસ જશે એટલે મુસાફરોને રઝળવાનો વારો આવશે. ભરૂચના ઝાડેશ્વર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગની ભરચક અવરજવરને સરળ કરવા બનાવેલા કેબલ બ્રિજનું 7મી માર્ચે સાંજે 5 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. દહેજ ખાતેના ઓપેલ પ્લાન્ટની મુલાકાત લઈ પ્રધાનમંત્રી જનમેદનીને સંબોધશે. જેના માટે સુરત-વલસાડ વિભાગમાંથી 100 એસટી બસ 7મી માર્ચે દ.ગુજરાતના લોકોને સભામાં લઈ જવાશે. એજ રીતે 8મી માર્ચે સોમનાથ દર્શન બાદ પ્રધાનમંત્રી...
  March 7, 03:00 AM
 • નવસારીજિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને 23મી ફેબ્રુઆરીએ આધારકાર્ડ સંબંધે એક મિટિંગ મળી હતી. જેના ભાગરૂપે ગણદેવી તાલુકામાં 6થી 15 માર્ચ અને 16થી 31 માર્ચ સુધી તાલુકાના તમામ ગામોમાં આધારકાર્ડની કામગીરી કરવામાં આવશે. આધારકાર્ડની કામગીરી ખારેલ વિસ્તારના પીપલધરા-ખાપરીયા ગામે 9મી માર્ચના રોજ, ગણદેવા-મટવાડ ખાતે 10મી માર્ચે કરાશે. જ્યારે એંધલ ખાતે 8મી માર્ચે સવારે 9 કલાકે કાકાભાઈ વશનજી મલ્ટીપરપઝ હોલ ખાતે કરવામાં આવશે એમ એંધલ ગામના તલાટી કમ મંત્રી અરૂણભાઈ ચૌહાણે જણાવ્યું છે. ગણદેવી તાલુકામાં જેમના...
  March 4, 04:10 AM
 • ખારેલ |ગણદેવી તાલુકાના એંધલ ગામે બરોડા ગુજરાત બેંકની શાખા આવેલી
  ખારેલ |ગણદેવી તાલુકાના એંધલ ગામે બરોડા ગુજરાત બેંકની શાખા આવેલી છે. બેંકની વિવિધ યોજના, બેંકમાં મળતી સગવડ અને ખાતેદારોમાં જાગૃતિ માટે બેંકના મેનેજર કાનજીભાઈ પટેલે કલામંચ સંસ્થા રાજકોટના કલાકારો દ્વારા એક રમૂજી અને અનોખુ નાટક બેંકની માહિતી આપવા માટે 1લી માર્ચે સાંજે 6 કલાકે આયોજન કરાયું હતું. નાટક દ્વારા ખાતેદારોમાં બેંકના નિયમની જાગૃતિ લાવવા, બચતની ભાવના વધારવા અને બેંકની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી વિશે નાટક દ્વારા સમજાવવાનો સરસ પ્રયાસ કરાયો હતો. બેંકની યોજનાની માહિતી નાટક...
  March 3, 03:15 AM