વજિલપોરના શહેરીજનોને હવે મફત સરકારી તબીબી સેવા અને દવાનો લાભ શહેરમાં જ મળશે. શહેરમાં એક અર્બન હેલ્થ સેન્ટર અને બે અર્બન સબ સેન્ટરો શરૂ થશે.
વજિલપોર સને ૧૯૯૪થી ગામડુ મટી શહેર બની ગયું હતું અને અહીં નગરપાલિકા અસ્તિત્વમાં આવી હતી. આજે તો શહેરની વસતિ ૮૦ હજારના આંકને પણ વટાવી ગઈ છે. આમ છતાં શહેરમાં આજદિન સુધી એકપણ સરકારી દવાખાનુ યા હેલ્થ સેન્ટર શરૂ થયું ન હતું, જયાં લોકોને મફત તબીબી સેવા મળી શકે.
જોકે હવે આગામી દિવસોમાં શહેરીજનોને મફત તબીબી સેવાનો લાભ શહેરમાં જ મળશે. વજિલપોર શહેરમાં આગામી...
નવસારી જિલ્લા કોંગ્રેસ સેવાદળની કાર્યશાળા ટ્રાન્સવાલ કોળી હિતવર્ધક મંડળ લુન્સીકૂઈ, નવસારી મુકામે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાનપદે ગુજરાત પ્રદેશ સેવાદળના અધ્યક્ષ મંગલસિંહ સોલંકી તથા મહિલા સંગઠન મંત્રી મિનલબેન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. બૌિદ્ધક વર્ગોમાં ડો. બાબાસાહેબ...