જિલ્લા રોજગાર કચેરી નવસારી દ્વારા જણાવવામાં આવે છે કે, ગુજરાતના યુવાનોના શારિરીક બાંધા સંરક્ષણ સેવા, પેરા મિલીટ્રી ફોર્સીસ તથા પોલીસ ફોર્સ વગેરેમાં જોડાવાની ઇચ્છાનો અભાવ તેમજ ભરતી થયા બાદ મળતી સગવડો વિશે અજ્ઞાનતા હોવાના કારણે ગુજરાતમાં ઘણી જગ્યાઓ ખાલી રહે છે. આર્મી/એરફોર્સ/નેવી/અર્ધ લશ્કરી દળો તથા પોલીસ ફોર્સ વગિેરેમાં જોડાવા માટે ઉમેદવારોને ભરતી પૂર્વે તાલીમ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. બેરોજગાર ઉમેદવારો જેઓએ એસ.એસ.સી.પાસ કે તેથી વધુ, ઉંચાઇ ૧૬૭ સે.મી. તથા વજન ૫૦ કિ.ગ્રા....
નવસારીની અંગ્રેજી માધ્યમની શાળા ભકતાશ્રમનો વાર્ષિક મહોત્સવ, ઈનામ વિતરણ સમારોહ અને વાલીદિન કાર્યક્રમનું આયોજન થયું હતું.
વાર્ષિક મહોત્સવના પ્રથમ દિને શાળાના પ્રાથમિક વિભાગના વાલીદિન અને ઈનામ વિતરણ યોજાયું હતું. મુખ્ય મહેમાનપદે જિલ્લા શિક્ષણાધિકારી કે.એન. જાની હતા. અતિથિવિશેષ પ્રદીપભાઈ જૈન, ભરતભાઈ સુખડીયાએ ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક...
નવસારી જિલ્લાના મોટાભાગના માર્ગોના નવિનીકરણ થઈ ગયા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮ અને નવસારી-ગણદેવી-આલીપોર રાજ્ય ધોરીમાર્ગનું નવિનીકરણ અને વિસ્તૃતિકરણનું કામ પૂર્ણ થઈ ગયું છે. પરંતુ હજુ સુધી ગણદેવીથી ખારેલ રાજ્ય ધોરીમાર્ગનું મજબૂતીકરણ અને નવિનીકરણ કરવામાં આવ્યું નથી. આ માર્ગ માટે આ વિભાગના આગેવાનોની વારંવારની માંગણી વાંઝણી પૂરવાર થઈ છે....
૩૧મી જાન્યુઆરીના રોજ ગાંધી નિવૉણ દિન અંતર્ગત લાયોનેસ કલબ નવસારી મેઈન, ડી.ડી. લો કોલેજ તથા રેડક્રોસના સંયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લાયો. પ્રેસિડન્ટ મીના અજમેરા, સેક્રેટરી સોનિયા પટેલ તથા પ્રોજેકટ ચેરમેન રાજશ્રી ખરાદીએ બ્લડ આપી કોલેજના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓને...
ગણદેવી તાલુકાના ગડત ખાતે આવેલી ધી અંબિકા હાઈસ્કૂલના ઈનામ વિતરણ સમારંભ અને આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાન સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે શાળાકીય તેમજ હાંસલ કરેલી સિદ્ધિઓને બિરદાવામાં આવી હતી.
ધી અંબિકા હાઈસ્કૂલ ગડતના ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ નરેન્દ્ર એન. નાયકના વડપણમાં સમારંભ...