Home >> Daxin Gujarat >> Navsari District >> Chikhli
 • માણેકપોર ગામે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય
  માણેકપોરગામે ધારાસભ્યની ગ્રાંટમાંથી પેવરબ્લોકનું કામ હાથ ધરવામા આવતા વાંસદા-ચીખલીના ધારાસભ્ય છનાભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવી હતી. માણેકપોર ગામે પેવરબ્લોકનું કામ ધારાસભ્ય છનાભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવતા પ્રસંગે ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન દેશમુખ, ડેપ્યુટી સરપંચ મકસુદભાઈ લહેર, સઈદભાઈ હજાત તથા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય છનાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ઘણાં લાંબા સમયથી ગ્રામજનોની બ્લોક પેવરવાળા રસ્તાની માંગણી હતી અને સ્થાનિક આગેવાનોની રજૂઆત...
  24 mins ago
 • ચીખલી |ઉનાળાની ગરમીમાં રાહદારીઓની તરસ છીપાવવા માટે સતત બીજા વર્ષે
  ચીખલી |ઉનાળાની ગરમીમાં રાહદારીઓની તરસ છીપાવવા માટે સતત બીજા વર્ષે એસટી ડેપો પાસે શારદા ફાઉન્ડેશનના સ્થાપક દર્શનભાઈ દેસાઈ ઉપરાંત મંત્રી રોનિશ શાહ, મનોજભાઈ જૈન, અગ્રણી અરવિંદભાઈ દેસાઈ, સુવર્ણાબેન દેસાઈ, સોનલ દેસાઈ સહિત ઉપસ્થિતિમાં પાણીની પરબનું ઉદઘાટન કરાયું હતું. પ્રસંગે અરવિંદભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પાણીની પરબથી ગરીબ લોકોએ બોટલ કે પાઉચ માટે પૈસા ખર્ચવા પડશે નહીં. ચીખલી બસડેપોમાં પાણીની પરબ શરૂ કરવામાં આવી
  24 mins ago
 • ખેરગામમાંસરસ્યા તાળ ફળિયામાં રહેતા સરેશભાઇ મગનભાઇ રાત્રે ચાલવા નીકળ્યા હતાં તે દરમિયાન કોઇ અજાણ્યા બાઇકચાલકે તેમને ખેરગામથી ચીખલી જતા રોડ ઉપર કાસ્યા ફળિયા સર્વિસ સ્ટેશન પાસે ટક્કર મારતા સુરેશભાઇને ગંભરી ઇજા પહોચી હતી. ઘટનાને પગલે સુરેશભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. તેઓ સારવાર અર્થે ખસેડાયા હતા પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પોલીસને તેની જાણ થતાં પોલીસ ઘટનાની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.
  April 26, 03:40 AM
 • ચીખલી | વાણિયાતળાવ પ્રાથમિક શાળા,વંકાલ તા.ચીખલીમાં તા.23-4-2017 ને રવિવારના દિને વંકાલ ગામના સરપંચ વાસંતીબેન પટેલનાં અધ્યક્ષપણા હેઠળ ધો.5 નાં વિદ્યાર્થીઓનાં વિદાય,ઇનામ વિતરણ,દાતા તથા ભૂતપૂર્વ શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.મહેમાનોનાં હસ્તે ધો.5નાં બાળકોને વિદાય,વિવિધ પરિક્ષા તથા રમતગમત ક્ષેત્રે ઉતીર્ણ થયેલ બાળકોને ઇનામ વિતરણ,શાળામાં દાન આપનાર દાતાઓનું તથા શાળામાં શરૂઆતથી ફરજ બજાવેલ ભૂતપૂર્વ શિક્ષકોનું શાલ ઓઢાડી સન્માન થયું હતું. વંકાલ શાળામાં વિદાય અને સન્માન સમારંભ યોજાયો
  April 25, 03:05 AM
 • ચીખલીતાલુકાના આલીપોર ગામની મદ્રેસામાં રહી અભ્યાસ કરતી મુંબઈની 21 વર્ષીય યુવતીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ આલીપોરના ખાંભીયા ફળિયા સ્થિત મદ્રેસામાં રહીને અભ્યાસ કરતી હુજેફા ઈફત્તેખારખાન શેખ (ઉ.વ. 21, મૂળરહે. એ-302, મંદિર લોઢા, મીરારોડ, ઈસ્ટ મુંબઈ)એ આજે મદ્રેસામાંથી રજા લઈ બીજા માળે જઈ કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અંગેની જાણ મહેબૂબખાન મહમદખાન પઠાણ (રહે. આલીપોર, તા. ચીખલી)એ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની...
  April 25, 03:05 AM
 • ચીખલીમાં ટી 20 ક્રિકેટ ટુર્ના.નો પ્રારંભ
  ચીખલીકોલેજના લીલાછમ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મોહનલાલ દેસાઇ મેગા ટી-20 ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોહનલાલ દેસાઇ ક્રિકેટ એકેડમીના કર્તાહર્તા દર્શનભાઇ દેસાઇ છેલ્લા પાંચેક વર્ષથી સીઝન બોલની ડે-નાઇટ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહયા છે.શનિવારની રાત્રિએ અરવિંદભાઇ દેસાઇ, સુવર્ણાબેન દેસાઇ,દર્શનભાઇ દેસાઇ, સોનલબેન દેસાઇ સહિતના હસ્તે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના કન્વીનર રવિન્દ્ર દલવીજી,પ્રદેશ એસસી સેલના પ્રમુખ નૌશાદ સોલંકી,ભરૂચ જિલ્લા ક્રિકેટ...
  April 24, 03:45 AM
 • ખેરગામ |ખેરગામ-ચીખલી રોડ ઉપર સરસીયા ફળિયા ખાતે આવેલા આરાસુરી માતાના
  ખેરગામ |ખેરગામ-ચીખલી રોડ ઉપર સરસીયા ફળિયા ખાતે આવેલા આરાસુરી માતાના મંદિરનો છઠ્ઠો પાટોત્સવ રંગેચંગે સંપન્ન કરવામાં આવ્યો હતો.અંબુભાઈ ભગતજી દ્વારા સંચાલિત અંબે માં ના મંદિરના પાટોત્સવ નિમિત્તે ધ્વજારોહણ અને યજ્ઞથી મહોત્સવનો આરંભ કરાયો હતો.દક્ષીણ ગુજરાતમાં પ્રસિદ્ધ પામેલા ધામે અનેક માતાજીના ભકતો પૂજન અને દર્શન માટે આવતા હોય છે.મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.બપોરે મહાપ્રસાદ તેમજ સાંજે નવચંડી યજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવી હતી.યજ્ઞમાં શ્રીફળની આહુતિ...
  April 24, 03:45 AM
 • ચીખલીકોર્ટના ન્યાયાધીશ મિતેશચંદ્ર પટેલ દ્વારા 2016ના વર્ષમાં આલીપોર ગામમાં થયેલા અકસ્માતના કેસની ટ્રાયલ દરમિયાન બહાર આવેલી હકીકતના આધારે સરકારી વકીલ કે.એમ. પટેલની અરજી ગ્રાહ્ય રાખી ફરિયાદીને આરોપી તરીકે જોડવાનો હુકમ કરવામાં આવતા એક ઐતિહાસિક હુકમ બહાર પડાતા ચકચાર મચી છે. વર્ષ 2016ના 20 માર્ચના રોડ રાત્રે સાડા આઠેક વાગ્યાના સમયગાળામાં મારૂત ફ્રંટી કાર (નં. જીજે-05-સીડી-805) તથા વર્ના ગાડી (નં. જીજે-21-એમ-9936) વચ્ચે થયેલા અકસ્માતમાં બાજુના પાર્ક કરવામાં આવેલી હોન્ડા સિટી કાર (નં. જીજે-21-એમ-6500) સાથે પણ...
  April 23, 03:05 AM
 • દોણજા ગામે દીપડી પાંજરે પુરાતાં રાહત
  દોણજાગામેથી ખેતીવાડીની સીમમાંથી ત્રણ વર્ષીય દીપડી પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા કબજો લઈ સારવાર કરાવી જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હજુ પણ વિસ્તારમાં દીપડા ફરતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે અને ખેતીવાડીમાં જતા ખેડૂતો અને ખેતમજૂરો ભય અનુભવી રહ્યા છે. ચીખલી તાલુકાના દોણજા ગામના કણબીવાડમાં રહેતા ખેડૂત ખાતેદાર ઉદીતકુમાર વિનોદભાઈ પટેલના ખેતરમાં વન વિભાગ દ્વારા પાંચેક દિવસ અગાઉ પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. પાંજરામાં ગતરાત્રે ત્રણ વર્ષીય દીપડી પાંજરે પુરાતા સ્થાનિકો...
  April 23, 03:00 AM
 • મિત્રની બર્થ ડે પાર્ટીમાંથી પરત ફરી રહેલા યુવકનું અકસ્માતમાં મોત
  ચીખલીનજીકના આલીપોરમાં નેશનલ હાઇવે ઉપર રાત્રિ દરમિયાન કન્ટેનરે ટક્કર મારતા મોટર સાયકલ સવાર એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તને સારવાર આપવામાં આવી રહી છે. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત ગુરૂવારની રાત્રિએ ફરિયાદી હિતભાઇ હરેશભાઇ ચપલા (રહે.જલારામનગર તા.ચીખલી) નો મિત્ર પેલેસનો જન્મદિવસ હોય અન્ય મિત્ર સાવન સાથે આલીપોરની હોટલમાં પાર્ટી પતાવી ત્યાંથી જીજે-21-એકે-2922 ઉપર સાવન અને આયુષ સામે નીકળ્યા હતા.આ દરમિયાન આલીપોર ગામની હદમાં નેશનલ હાઇવે ઉપર અજાણ્યા કન્ટેનરનાં...
  April 22, 02:50 AM
 • બીલીમોરામાંચીખલી રોડ ઉપર એલએમપી સ્કુલની સામે એક યુવાનને ક્રિકેટ રમવા બાબતની જુની અદાવતમાં ટોળાએ જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનની હાલ સારવાર હેઠળ છે .જ્યારે પોલીસે માર મારનાર સામે પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી પાંચની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીલીમોરા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બીલીમોરા બાંગીયા ફળિયામાં રહેતો પરિમલ સુમન નાયકા સાથે ક્રિકેટ રમવા બાબતે સામી ટીમ સાથે બોલાચાલી ઝઘડો થયો હતો, જે બાબતે બંને પક્ષો વચ્ચે પાછળથી સમધાન કરાયું હોવાનું પણ...
  April 22, 02:50 AM
 • વાંસદાહનુમાનબારીના વેપારીની દુકાનમાં જઇ ધમકાવનાર અને ઉપાડી જઇ જાનથી મારી નાખવાની ધમકી આપનાર કથિત ગૌરક્ષક મહેન્દ્રસિંહ પુરોહિત સામે રાજસ્થાનીઓએ બાયો ચઢાવી છે, ગૌરક્ષકની ધમકીના સમાજના આગેવાનોએ તેને તડીપાર કરવા અને પાસાની કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર સુપ્રત કર્યુ હતુ. વાંસદાના રાજસ્થાની સમાજના આગેવાનો દ્વારા આજે મહામહિમ રાજ્યપાલને સંબોધીને મામલતદારને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે મૂળ રાજસ્થાનના વતની અને હાલ ચીખલી તાલુકાના સારવણી ગામે રહેતા ગૌરક્ષક...
  April 21, 04:00 AM
 • વાંસદા તાલુકામાં બોરવેલ માટે માગણી કરતા લોકો
  ચીખલીપાણી પુરવઠા વિભાગની કચેરીમાં વાંસદાના ધારાસભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ વગેરેએ વાંસદા તાલુકામાં બોરવેલ કરી આપવા માંગણી કરવામાં આવી હતી. પાણી પુરવઠાના યાંત્રિક વિભાગની ચીખલી સ્થિત કચેરીએ વાંસદાના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી, વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ અનંતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા બારૂકભાઈ ચૌધરી સહિત આગેવાનો મોટી સંખ્યામાં ધસી આવી વાંસદા તાલુકાના વિવિધ ગામોમાં બોરવેલ કરી આપવા રજૂઆત કરાઈ હતી. વાંસદા તાલુકાના કેટલાક ગામોમાં એકથી બે કિલોમીટર દૂરથી પીવાનું પાણી...
  April 21, 04:00 AM
 • ચીખલીતાલુકાના ઘેજ અને ચરી ગામમાં બે જેટલી ઉદવહન સિંચાઇ યોજનાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મંગુભાઇ પટેલના હસ્તે ખેડૂતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ઘેજ ગામના પંચમુખી હનુમાનજીના મંદિર વિસ્તારમાં ખરેરા નદી આધારિત 4.85 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી ઉદવહન સિંચાઇ યોજનાનું ખાતમુર્હત ધારાસભ્ય મંગુભાઇ પટેલ બાંધકામ અધ્યક્ષ ડો.અમીતાબેન પટેલ સરપંચ પદમાબેન પટેલ તાલુકા ભાજપ પ્રમુખ ડો.અશ્વિન પટેલ માજી સરપંચ વિનોદભાઇ પટેલ ભરડાના ડી.બી.પટેલ સહિતના મહાનુભવોના હસ્તે શ્રીફળ વધેરી કામનો પ્રારંભ...
  April 20, 03:40 AM
 • નવસારીમાં પ્રશંસનીય કામગીરી કરનારા અધિકારીઓનું બહુમાન
  સુરતનારેંજ આઈજી ડો. શમશેરસિંહે રેંજ કક્ષાએ સિટીઝન કોપ ઓફ મંથ અને બેસ્ટ કોપ ઓફ મંથ યોજના અમલમાં મુકી છે. જેમાં પસંદગી પામનારા પોલીસ અધિકારી, કર્મચારીઓ અને નાગરિક કે સંસ્થાના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવે છે. જેમાં રેંજ આઈજી દ્વારા 14મી એપ્રિલે સાત જેટલા પોલીસકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું છે. ધાડ-લૂંટ, મર્ડર, ચોરી તથા પ્રોહિબિશનના અનડિટેકટ ગુના ડિટેકટ કરવામાં તેમજ વિશિષ્ટ પ્રકારની કામગીરી કરવા બદલ તેઓને પ્રમાણપત્ર તથા મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું. બહુમાન મેળવવામાં નવસારીના...
  April 19, 02:45 AM
 • શિવારીમાળ નજીક કાંદા અને પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકનો અકસ્માત થતાં પલટી
  ડાંગજિલ્લામાંથી પસાર થતા વઘઇ સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ ઉપર ચીખલી અને શિવારીમાળ વચ્ચેના ભયજનક વણાંકમાં અકસ્માતમાં બંને ચાલકોને ઇજા થવા સાથે ટ્રકમાનો માલસામાન વેરવિખેર થઇ જવા સાથે મોટુ નુકશાન થવા પામ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્યને જોડતા વઘઇ-સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ ઉપર ચીખલી અને શિવારીમાળ વચ્ચેના ભયજનક વળાંકમાં કાંદા ભરીને મહારાષ્ટ્રના સંગમનેરથી દિલ્હી જઇ રહેલ ટ્રક એચ.આર-74-1558 અને જામનગરથી નાશીક પ્લાસ્ટીકના દાણા ભરીને જઇ રહેલ ટ્રક જીજે-03-બીવાય-2904 વચ્ચે અકસ્માત સર્જાતા કાંદા ભરેલ ટ્રક...
  April 19, 02:45 AM
 • વાંસદાનાહનુમાનબારી ખાતે હાર્ડવેરના વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ગૌરક્ષક કાયદાના સાણસામાં ભેરવાયો છે. વલસાડના વેપારીના ઉઘરાણીનું ઉપરાણુ લઈ વેપારીને ધમકી આપી કડક ઉઘરાણી કરતો હતો. જોકે આખરે વેપારી માથાભારે શખ્સથી કંટાળી ફરિયાદ કરતા પોલીસે ગૌરક્ષક વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વાંસદાના હનુમાનબારી ખાતે સાંઈ એવન્યુ કોમ્પલેક્સમાં માંતેશ્વરી એલ્યુમિનિયમ એન્ડ હાર્ડવેર નામની દુકાન ચલાવતા વિક્રમ રાજુભાઈ...
  April 19, 02:45 AM
 • કૂવામાંથી બહાર કાઢ્યા બાદ સુવરનો સ્થાનિક પર હુમલો
  ચીખલીતાલુકાના છેવાડાના માંડવખડક ગામે જંગલી સુવરોનું સાત જેટલાનુ ટોળુ અંધારામાં સિંગલ ફળિયા વિસ્તારમાં કૂવામાં ખાબક્યું હતું અને સ્થાનિકો દ્વારા વન વિભાગના સહયોગથી તમામ સુવરોને સહીસલામત કૂવામાંથી બહાર કઢાયા હતા. દરમિયાન સુવરે ખેડૂત પર હુમલો કરતા નાસભાગ મચી હતી. તાલુકાના છેવાડાના અને જંગલ વિસ્તારથી ઘેરાયેલા માંડવખડક ગામમા છેલ્લા કેટલાક દિવસોથી જંગલી સુવરના ટોળા આતંક મચાવી રહ્યા છે. ખેડૂતોના મગફળી,જુવાર, ડાંગર જેવા પાકને નુકસાન કરવાનું યથાવત રાખી આજરોજ માનવજાત પર પણ હુમલો કરાતા...
  April 18, 03:35 AM
 • વાંસદા | ચીખલીતાલુકામાં રૂમલા ગામે વેણીલાલભાઈ મનુભાઈ ગાવિતના ઘર નજીક
  વાંસદા | ચીખલીતાલુકામાં રૂમલા ગામે વેણીલાલભાઈ મનુભાઈ ગાવિતના ઘર નજીક મોટો નાગ નજરે પડતા ઘરવાળાએ ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલફેરના સભ્ય જીત પટેલને ફોન કરી જાણ કરી હતી. તેઓ તાત્કાલિક રૂમલા પહોંચી જઈ ઝેરી નાગને પકડી જંગલમાં મુક્ત કર્યો હતો અને લોકોને ભયમુક્ત કર્યા હતા. તસવીર-તુલસીદાસ વૈષ્ણવ ચીખલીના રૂમલા ગામમાં ઘર નજીકથી નાગ પકડાયો
  April 18, 03:35 AM
 • એક્સપ્રેસ વે મુદ્દે ખેડૂતો તંત્રને હાઇકોર્ટમાં પડકારશે
  ચીખલીએપીએમસીમાં નવસારી-વલસાડ જિલ્લાના ખેડૂતોની યોજાયેલી બેઠકમાં વડોદરા મુંબઇ એક્ષપ્રેસ વે-નો વિરોધ યથાવત રાખવા સાથે રાજ્યની વડી અદાલતના દ્વાર ખખડાવી સરકારની અન્યાય ભરેલ જાતિ સામે લડત આપવાનો મક્કમ નિર્ધાર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. એપીએમસીમાં ચેરમેન કિશોરભાઇ પટેલ ખૂધ પોંકડાના ભાણાભાઇ દેગામના પરિમલ દેસાઇ ગણદેવાના ચેતન દેસાઇ વલસાડ અટગામના ધીરૂભાઇ ફણસવાડાના બાબુભાઇ પારડીના ગોપાળભાઇ,છોટુભાઇ ઉપરાંત ભગુભાઇ સહિતના ખેડૂત આગેવાનોની યોજાયેલી બેઠકમાં ભારત સરકારના ધોરીમાર્ગ...
  April 17, 08:35 AM