Home >> Daxin Gujarat >> Navsari District >> Bilimora
 • સભા દરમિયાન ..... ભાજપપક્ષના સભ્યોએ તેમને બંનેને સામસામેથી દૂર કર્યા હતા. બાદ વાતાવરણ થોડુ શાંત પડ્યું હતું. જોકે દરમિયાન પાલિકા પ્રમુખની પણ કોઈ ચૂંટાયેલા સભ્યોએ આમન્યા રાખી હતી અને તેના કારણે પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઇએ કડકાઈ દાખવવી પડી હતી. તમામ સભ્યોને તેમણે પોતાની બેઠક પર જવા તાકિદ કર્યા બાદ મોડે મોડે તમામ સભ્યોએ મેહુલ ટેલરને બરખાસ્ત થયા બાદ બેઠક ગ્રહણ કરી હતી. પછી સામાન્ય સભા આગળ વધી હતી. જોકે પાલિકા પ્રમુખે શરૂઆતમાં પાલિકાની સભા શાંતિથી આગળ વધારી શકાય તે માટે વિપક્ષને અનુરોધ પણ...
  03:35 AM
 • બીલીમોરાનગરપાલિકાની આજરોજ યોજાયેલી સામાન્ય સભામાં વિપક્ષોના વિરોધ વચ્ચે પૂર્ણ થઈ હતી. મોડી સાંજે પૂર્ણ થયેલી સામાન્ય સભામાં અલગ અલગ રૂ. 1.16 કરોડના ચૂકવણાના કામોના વિપક્ષોના વિરોધ વચ્ચે મંજૂર થયા હતા. જ્યારે કોમ્યુનિટી હોલ તથા ફિશ માર્કેટ અંગેની ચર્ચામાં લાંબી ચર્ચા બાદ પણ નિર્ણય લઈ શકાયો હતો. બીલીમોરા નગરપાલિકાના સભાખંડમાં આજરોજ મોડીસાંજે પાલિકા ...અનુસંધાન પાના નં. 2 ગાયકવાડ મિલ કંપાઉન્ડનો મુદ્દો ફરી ગાજ્યો ગાયકવાડમિલના મુદ્દે ગાયકવાડ મિલના સંચાલકો દ્વારા આવતી બાંધકામ કે કંપાન્ડ...
  03:35 AM
 • બીલીમોરામાં રોડની કામગીરીને પગલે ટ્રાફિકજામ
  બીલીમોરાનગરપાલિકા દ્વારા હાલ ઠેર ઠેર વિકાસના કામો ચાલી રહયા છે. હાલ બીલીમોરા પશ્ચિમ તરફનો જવાહર રોડ મુખ્ય માર્ગ નવો બનાવવામાં આવી રહ્યો છે, જેની કામગીરીને પગલે લોકોને થોડો ટ્રાફીક જામનો સામનો કરવો પડી રહયો છે. બીલીમોરા નગરપાલિકા દ્વારા ઠેર ઠેર વિકાસના કામો કરવામાં આવી રહયા છે.કેટલાય વખતથી અટવાયેલા કામો હાલ પૂર ઝડપે આગળ વધી રહયા છે.જેમાં સોમનાથ રોડ કોન્વેન્ટ સ્કુલ રોડ તથા શહેરના આંતરીક રોડો તેમજ અતી વ્યસ્ત ગણાતો બીલીમોરા પશ્ચિમ વિસ્તારનો મુખ્યમાર્ગ જવાહર રોડનું કામ હાલ પૂર ઝડપે ચાલી...
  April 29, 03:55 AM
 • હાલ વધી રહેલા અકસ્માતના પગલે બેફામ ગાડી હંકારતા વાહનચાલકોને ઝબ્બે
  હાલ વધી રહેલા અકસ્માતના પગલે બેફામ ગાડી હંકારતા વાહનચાલકોને ઝબ્બે કરવા તેમજ તેમના ઉપર અંકુશ લાવી અકસ્માતો નિવારવા માટે બીલીમોરા પોલીસ દ્વારા આજે સવારથી બીલીમોરા કોલેજ પાસે પોલીસે ટ્રાફિક અંગેની ડ્રાઈવ કરી પૂરઝડપે ગાડી હંકારતા લોકોને જેર કર્યા હતા અને દંડ ફટકાર્યો હતો. તસવીર-પ્રબોધભીડે બીલીમોરામાં પૂરઝડપે વાહન હંકારનાર દંડાયા
  April 28, 03:40 AM
 • બીલીમોરાનજીકના વણગામ ગામે કાકા ભત્રીજા જમીનની હદ બાબતેની અદાવતમાં બાખડતા બંને વચ્ચે થયેલ ઝઘડામાં બંનેને ઇજાઓ થતાં સારવાર અર્થે દવાખાનામાં દાખલ કરાયા છે. વણગામે મંદિર ફળિયામાં રહેતા કાકા ભત્રીજા વચ્ચે અગાઉથી જમીનની હદ બાબતેની વિવાદ ચાલે છે.ગતરોજ વણગામ મંદિર ફળિયામાં રહેતા પંકજ પટેલે ઘર પાસે કચરો સળગાવ્યો હતો. કચરો સળગાવ્યા બાદ કાકા ઠાકોરભાઇ પટેલે આવી તુ કેમ મારી જમીનની હદમાં કચરો સળગાવે છે એમ કહી ગાળો આપી હતી અને હાથમાં રહેલ છટકો પંકજભાઇને માર્યો હતો.વધુ મારથી બચવા તેમણે છટકો પકડી...
  April 28, 03:40 AM
 • ગુજરાતના લોકો કોઇપણ બાબતે સેટીંગ (જુગાડ)માં હોશીયાર હોય છે.ગુજરાતીઓના દીમાગ
  ગુજરાતના લોકો કોઇપણ બાબતે સેટીંગ (જુગાડ)માં હોશીયાર હોય છે.ગુજરાતીઓના દીમાગ પણ કાબીલે તારીફ હોય છે.આ ચિત્ર જોતા તમે પણ ચોક્કસ બોલી ઉઠશો હા બીલીમોરા સોમનાથ રોડ ઉપર માટી ભરેલું વજનદાર ટ્રેક્ટરનું પાછળનું ટાયર ખોટકાતા આમ તો ટાયર બદલવા જેકનો ઉપયોગ કરવામાં આવે છે,પણ ભેજાબાજ ટ્રેક્ટર ચાલક પાસે જેક નહીં હોવાથી જેકના બદલે મોટા પથ્થરો ગોઠવી ટ્રેક્ટર ઉભુ કર્યુ હતું અને ટાયર મરામત કરવા મોકલ્યું હતું.જે સરખુ કરી ટ્રેક્ટર ફરી રસ્તા ઉપર દોડ્યું હતું. તસવીરપ્રબોધ ભીડે ટ્રેક્ટરના ટાયરમાં પંક્ચર...
  April 27, 02:35 AM
 • બીલીમોરાનજીકના મોરલી ગામે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ત્રણ શખ્સોએ બીલીમોરાથી પરત મોરલી તરફ આવી રહેલ એક યુવકને ગંભીર રીતે માર મારતા તેને થયેલ ઇજાઓને પગલે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે. બીલીમોરા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરલી વચલા ફળિયામાં રહેતા રાજેશ કિકુભાઇ પટેલે બીલીમોરા પોલીસમાં ફરિયાદ આવી છે કે મંગળવારે સંધ્યાકાળે તેમનો પુત્ર ચિરાગ પટેલ બીલીમોરામાં તેનું કામ પતાવીને મોરલી ગામે બાઇક પર ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે રાંભલ પાસે ઇંટના...
  April 27, 02:35 AM
 • બીલીમોરા | ભારતમાં ટુક સમયમાં જીએસટીનો કાયદો અમલમાં આવી રહયો છે.તેના ભાગરૂપે ગુજરાત કમર્શીયલ ટેક્ષ ડીપાર્ટમેન્ટ દ્વારા જીએસટી આઉટ રીચ સમજ તથા કરદાતાઓ, સીએ, વકીલો હિસાબની સોને ઓનલાઇન સીસ્ટમ ઉપર રજીસ્ટ્રેશન,પત્રક ફાઇલીંગ પેમેન્ટ કરવા અંગેની જરૂરી માર્ગદર્શન આપવા બાબતે ખાતાનું પ્રતિનિધિ મંડળ બીલીમોરા કચ્છી સેવા સમાજવાડી, ફીડર રોડ, બીલીમોરા ખાતે 28-4-2017ના રોજ સવારે 9.30 કલાકે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. GST કાયદાની જાણકારી અર્થે બીલીમોરામાં સેમીનાર
  April 27, 02:35 AM
 • બીલીમોરા | ઉંડાચ ગામે રાઘવ ફળિયામાં ઘર નજીક આવેલા ખેતરમાં
  બીલીમોરા | ઉંડાચ ગામે રાઘવ ફળિયામાં ઘર નજીક આવેલા ખેતરમાં બે સાપ નર-માદા દેખાતા લોકોમાં ભય વ્યાપ્યો હતો.આ સાપના જોડાને જોતા કમલ પટેલે જીવદયાપ્રેમી હિમલભાઈ મહેતાને જાણ કરી હતી. તેઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા જોડું ધામણ પ્રજાતિના હોવાનું જણાયું હતું. ખેડૂતોએ ધામણ સાપ નર-માદા ખેતરોમાં ઉંદરોનો શિકાર કરી પાકને નુકસાન કરતા બચાવતા નિર્દોષ સાપ હોય તેમને ખેતરમાં છોડી દેવાનું કહ્યું હતું. ઉંડાચના રાઘવ ફળિયામાં સાપનું જોડું દેખાતા ફફડાટ
  April 26, 03:40 AM
 • દરિયામાં પેટ્રોલિંગ માટે પોલીસ પાસે બોટ નથી
  નવસારીનેલાગતો 52 કિ.મી.લાંબો દરિયાકાંઠાની સુરક્ષાની જવાબદારી 20 જેટલા કમાન્ડોના શિરે છે.તેમને સ્થાનિક પોલીસ સરકાર આપશે.તાજેતરમાં કમાન્ડોની નિમણૂંક કરવામાં આવી છે.જોકે સરકાર તરફથી નવસારી જિલ્લાની દરિયાઇ સુરક્ષાનાં પેટ્રોલીંગમાં જરૂરી બોટની ફાળવણી હજી સુધી કરાઇ નથી.હજી મરીન પોલીસ ભાડેની બોટમાં પ.ટ્રોલીંગ કરી દરિયાઇ સુરક્ષા કરી રહી છે.આવી સ્થિતિમાં પણ સાગર સુરક્ષા અંતર્ગત નવસારીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન ચેકિંગ કરાયું હતું. દરિયાઇ સીમા સુરક્ષા અંતર્ગત કાંઠા વિસ્તારના ગામો તથા...
  April 26, 03:40 AM
 • બીલીમોરા |ઉંડાચ ગામની પાવન ધરતી પર ગુજરાતી શાળાના લાભાર્થે સોમવાર તારીખ 24-4-2017નાં રોજ શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો હતો.કથાની પોથીયાત્રા 251 પોથી સાથે હજારો ભક્તો જોડાયા દિપપ્રાગટ્ય ધ્યાન ગુરૂ એવા દિલ્લીથી પધારેલ અર્ચનાદીદીના હસ્તે થયું હતું. કથાકાર મેહુલભાઇ જાનીએ જણાવ્યું હતું કે કથાનું દીલાવર વ્યક્તિ કરી શકે છે.અને ઉંડાચ ગામની મોટી માનવ મેદની વાતની સાબીતી છે.કથા પારાયણ 24-4-17 સોમવારથી 30-4-2017 બપોરે 2થી5 દરમિયાન ઉંડાચ વાણીયા ફળિયા પ્રાથમિક શાળામાં રાખવામાં આવેલ છે.
  April 26, 03:40 AM
 • બીલીમોરાસોમનાથ સંકુલમાં વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત એક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મલેરિયા રોગ વિશે જાણકારી આપી બીલીમોરાની સગર્ભા બહેનોને મચ્છરદાનીનું વિતરણ કરાયું હતું. આજરોજ વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત બીલીમોરાના સોમનાથ સંકુલમાં રામીબેન હોલ ખાતે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.હાલ વિશ્વમાં અનેક નવા નવા રોગો સામે આવી રહયા છે.તેમાંથી બચવા માટેની દવાઓ ઉપર શોધખોળ પણ ભાલુ છે.આ મલેરિયા દિવસના કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો.પ્રેમકુમાર...
  April 26, 03:40 AM
 • બીલીમોરાખાતે આવેલી પારસી અગિયારીની 119મા વર્ષની સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી. બીલીમોરા ખાતે આવેલી મર્હુમ શેઠ દાદાભાઈ ગબ્બા અને શેઠ સોહરાબજી શાપુરજી ગબ્બાના આદરીઆન સાહેબ (અગિયારી)ની 119મા વર્ષની સાલગીરી બીલીમોરાના પારસીઓએ ખૂબ શ્રદ્ધાપૂર્વકને ભવ્ય રીતે ઉજવી હતી. સંપૂર્ણ અગિયારીને રોશનીથી સજ્જ કરવામા આવી હતી. અગિયારીના ધર્મગુરૂ દ્વારા અગિયારીના મકાનમાં સવારે જાહેર જશન રાખવામા આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પારસી સમુદાય પવિત્ર જશન ક્રિયામાં ભાગ લીધો હતો. વધુમા સાંજે અગિયારી ખાતે...
  April 25, 03:05 AM
 • તા.24.4.2017થી 30.4.2017થી ઉંડાચ ગામે ભાગવત કથાકાર મેહુલભાઇના મુખે ઉંડાચ ગામે વાણીયા ફળિયા પ્રાથમિક શાળાના વિકાસ અર્થે શ્રીમદ ભાગવત પારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉંડાચ ગામે આવેલ વાણીયા ફળિયા પ્રાથમિક શાળા આદિવાસી બાળકો તેમજ ગરીબ બાળકો જેઓ ખાનગી શાળામાં ફી ભરી શક્તા નથી તેઓ અહીં શિક્ષણ મેળવે છે.આ બાળકો શાળામાંથી અદ્યતન સુવીધા પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી ઉંડાચનાં અગ્રણીઓ દ્વારા સેવા અર્થે શ્રીમદ ભાગવત કથા પારાયણનું કરવામાં આવ્યું છે. કથાકાર મેહુલભાઇ જાની જણાવે છે કે હવે મંદિર અને...
  April 25, 03:05 AM
 • બીલીમોરામાં કારટેપ ચોરીનો સિલસિલો, વધુ એક ટેપ ચોરાઈ
  થોડાસમયના વિરામબાદ કાર ટેપ ચોરી કરી સક્રિય બન્યા.બીલીમોરામાં દેવસરમાંથી ઘર બહાર પાર્ક કરેલ વેગનાર ગાડીમાંથી રૂ.6590 કિંમતની કારટેપ ચોરી તસ્કરો પલાયન થઇ ગયા હતાં. બીલીમોરામાં થોડા સમય પહેલા કાર ટેપ ચોરોએ ત્રાહીમામ પોકાર્યો હતો.ત્યારબાદ પોલીસના રાત્રીના પેટ્રોલીંગ બાદ તસ્કરો ઠંડા પડ્યા હતા અને કાર ટેપ ચોરી અટકી હતી પરંતુ ફરી પાછા કારટેપ ચોરોએ પોતાની હાજરી નોંધાવી છે, જેમાં બીલીમોરા દેવસર ઓમકારેશ્વર સોસાયટી,મોહન પાર્કની બાજુમાં જ્યાં રહેતા વિરલ કાશીનાથ પાટીલના ઘરની બહાર પાર્ક કરેલ...
  April 25, 03:05 AM
 • બીલીમોરામાંભાજપ કારોબારીના બનાવાયેલા વોટસઅપ ગ્રુપમાં ગત રવિવાર સાંજે અચાનક સાઈકલ દોડ જીતનારી યુવતીના નગ્ન ફોટા અપલોડ થતા ગ્રુપના સભ્યો કફોડી સ્થિતિમાં મુકાયા હતા. કેટલાક કાર્યકરો ઘટના બાદ વોટસઅપ ગ્રુપમાંથી નીકળી ગયા હતા. ગત રવિવારે સાંજે 8.42ના અરસામાં બીલીમોરા ભાજપ કારોબારીના 80 સભ્ય ધરાવતા એક ગ્રુપમાં જેમાં ભાજપના સ્થાનિક નેતા, મહિલા સહિત લોકો પણ છે. તે ગ્રુપમાં મહેન્દ્ર નામના એક કાર્યકરે નગ્ન યુવતીના ફોડા અપલોડ કરી દેતા ચકચાર મચી જવા પામી હતી તેમજ ગ્રુપના સભ્યો કફોડી સ્થિતિમાં...
  April 25, 03:05 AM
 • બીલીમોરાકાકરાખાડી વિસ્તારમાં એક લગ્ન પ્રસંગે બે યુવાનો વચ્ચે માથાકૂટ થતાં મામલો મારામારી સુધી પહોંચ્યોહતો બંને પક્ષે બીલીમોરા પોલીસમાં પહોંચ્યો હતો. બંને પક્ષે બીલીમોરા પોલીસમાં મારામારીની ફરિયાદ નોંધાવી છે. બીલીમોરા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર બીલીમોરા કાકરાખાડી મીઠા કુવા વિસ્તારમાં કોઇકને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી ડી.જે.બોલાવવામાં આવ્યું હતું.જ્યાં બધા ડીજેના તાલે ઝુમી રહયા હતા. ત્યારે રાજ જગતપાલ યાદવ અને જયદીપ ગુણવંત પટેલ વચ્ચે ધક્કામુકી થતા બંને વચ્ચે મારામારી...
  April 25, 03:05 AM
 • બીલીમોરા | બીલીમોરાનજીકના પોંસરી ગામે પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ
  બીલીમોરા | બીલીમોરાનજીકના પોંસરી ગામે પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા સંદીપભાઈ પટેલને તેમની ફરજ પરની ઉત્કૃષ્ટ કામગીરીની સરાહના કરીને નવસારીના ઈંટાળવા ગામે યોજાયેલા જિલ્લાના શ્રેષ્ઠ કર્મયોગીઓને સન્માન આપવાના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાના હસ્તે તેમને તેમની કામગીરી બદલ શ્રેષ્ઠ કર્મયોગી સન્માન અને ઉત્કૃષ્ટતા પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. તસવીર-પ્રબોધભીડે બીલીમોરા પ્રાથમિક શાળાના શિક્ષકનું સન્માન
  April 23, 03:00 AM
 • બીલીમોરામાં હવામાનમાં પલટો, ગરમીથી રાહત
  બીલીમોરાપંથકમાં બે દિવસથી વાયરો છૂટતા લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી હતી. આજરોજ સવારે વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. હાલ ગ્રીષ્મ ઋતુની શરૂઆત થતા ગરમીએ તેનું અસલ સ્વરૂપ સિઝનની શરૂઆતથી બતાવવાનું શરૂ કર્યું હતું. માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં ઉનાળાની ઋતુમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉંચે જતા લોકોએ અસહ્ય તાપ સહન કરી રહ્યા હતા. બીલીમોરામાં બે દિવસથી જાણે ચૈત્રમાસના અંતમાં વૈશાખી વાયરા શરૂ થયા હોય તેમ પવન ફૂંકાઈ રહ્યો છે. પવન ફૂંકાવાને કારણે હાલ લોકોને ગરમીમાં થોડી રાહત...
  April 23, 03:00 AM
 • કાળાઆંબાગામે આદિવાસી સેના દ્વારા જાહેર સભા યોજી આદિવાસીઓ માટેની જીવાદોરી સમાન બીલીમોરા વઘઇ નેરોગેજને બ્રોડગેજ કરી સાપુતારા સુધી લંબાવવાની રજુઆત કરવા સાથે આદિવાસીઓનાં હકો વિશે ચર્ચા કરવામાં આવી હતી. વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા છેવાડાના ગામકાળા આંબા ગામે આદિવાસી સેનાના પ્રમુખ ડો.પંકજ પટેલના અધ્યક્ષસ્થાને એક જાહેર સભા યોજાઇ હતી, જેમાં કાળાઆંબા સહિત આજુબાજુના સરા કેવડી, ખરજઇ વાટી અને સાદડદેવીના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. સભામાં આદિવાસીઓ માટે...
  April 22, 02:50 AM