અમલસાડ વિભાગ કેળવણી મંડળ દ્વારા સંચાલિત એચ.ડી. કુમાર-કન્યા શાળા, મો.ચુ. શાહ પ્રાથમિક શાળા તથા કલા મહાવિધ્યાલય અમલસાડનો ૭૫મા વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નવસારીના સાંસદ સી.આર. પાટીલ, ટ્રસ્ટી અશિ્ર્વનભાઈ નાયક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ અનિલભાઈ નાયકે સંસ્થા દ્વારા નાણાંકીય પરિસ્થિતિ નબળી હોવાથી વધુ ભણતર ન મેળવી શકવા બાબતે હોંશિયાર વિદ્યાર્થીને દત્તક લઈ ભણતર સુધીનો ખર્ચ ઉઠાવવાની વ્યવસ્થા હોવાનું જણાવ્યું હતું....
જલાલપોર તાલુકાના ખારાઅબ્રામા ગામે અબ્રામા-ચીજગામ રોડ ઉપર મોટા ફિળયા નજીક આવેલા કાળીયા ભૂત બાપુજીના મંદિરે મકરસંક્રાંતિ ૧૪મી જાન્યુઆરીએ મેળો ભરાશે. અત્રેના મંદિરનો મહિમા અનેરો છે. એક લોકવાયકા મુજબ કાળીયાભૂત બાપુજીના મંદિરની સ્થાપના વણજારા કોમથી થઈ હોવાનું કહેવાય છે. અહીં એક તોતિંગ ચોરમલાનું વૃક્ષ છે જે આશરે ૧૫૦ વર્ષ કરતા પણ વધુ જુનું...