૨૫મી ફેબ્રુઆરીને શનિવારના રોજ દરજી જ્ઞાતિ સેવા મંડળ, હરીલાલ ગોવિંદજી આમલીયન કોમ્પલેકસ, જુની દરજી વાડી, આશાનગર, નવસારી મુકામે સવારે ૯ વાગ્યે વિનામૂલ્યે નેત્રયજ્ઞથી પ્રવૃત્તિનો શુભારંભ થશે. સમગ્ર દરજી જ્ઞાતિના દ. ગુ.ના ગામ-પરગામમાં રહેતા જ્ઞાતબિંધુઓને આ સેવાનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવે છે. આ યોજના આ નેત્રયજ્ઞ બાદ કાયમી ધોરણે ચોક્કસ નિયમો મુજબ ખુલ્લી મુકાશે એવું દાતા ઠાકોરભાઈ આર. ટેલરે જણાવ્યું છે.
ગુજરાત સ્ટેટ ઓકીનાવા ગોજુરીયુ કરાટે ડો એસોસિએશનના ઉપક્રમે નવસારીના અગ્રવાલ હોલ ખાતે રાજ્યકક્ષાની પાંચમી કરાટે ટુનૉમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના સાત જિલ્લામાંથી ૪૬૦ કરાટેકાઓએ ભાગ લીધો હતો. નવસારીની જાણીતી સ્પોર્ટસ કલબ બાના કલબના કરાટે ઈન્સ્ટ્રકટર કિશોર શિરસાઠના નેજા હેઠળ તાલીમ પામેલા કુલ ૨૦ વિદ્યાર્થીઓએ પણ...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ વિજ્ઞાનપ્રવાહની શ્રેષ્ઠ ઉત્તરવહીઓની પુિસ્તકા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, નવસારી ખાતે વેચાણથી શરૂ કરવામાં આવી છે. જેમાં ધોરણ-૧૦ ની પુિસ્તકાના રૂ.૭૦ અને ૧૨ની પુિસ્તકાના રૂ.૫૦ બોર્ડ દ્વારા કિંમત રાખવામાં આવી છે. ધોરણ-૧૧ ની વિજ્ઞાનની સેમેસ્ટર-૨ની પુિસ્તકા પણ...