Home >> Daxin Gujarat >> Navsari District
 • વાંસદાતાલુકાના સીતાપુર ગામે સેવાસેતુ કાર્યક્રમમાં 2103 અરજીઓનો સ્થળ પર નિરાકરણ કરાતા સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ થવા પામ્યું છે.અલબત 2916 જેટલા ગ્રામજનોની હાજરીમાં 8 ગામોનો સેવાસેતુ કાર્યક્રમનો સમાપન થયું હતું. રાજ્યના વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોનો સ્થળ પર ઝડપભેર ઉકેલ આવે તે માટેના તાલુકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વાંસદા તાલુકાના સીતાપુર ગામે 8 ગામોનો સેવાસેતુ કાર્યક્રમ મામલતદાર ભોયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કુલ 12 વિભાગો અન્વયે...
  04:05 AM
 • વાંસદા તાલુકાની નદીઓ સુકી ભઠ્ઠ થતાં લોકોને હાલાકી
  વાંસદાતાલૂકાના ખેડૂતોના જીવાદોરી સમાન તાલુકામાં બે મોટા ડેમ આવેલા છે અને ડેમમાં પાણી સંગ્રહ રહેતા જે વિસ્તારમાં ડેમમાંથી નહેરમાં પાણી છોડાતા અને નહેર ઉંચાઇ પર હોવાને કારણે ઘણા વિસ્તારમાં પાણી પણ પહોંચતું નથી, જેને લઇ ખેડૂતો ત્રાહીમામ પોકારી રહ્યા છે, જ્યારે હાલમાં કાળઝાળ ગરમીને લઇ વાંસદા વિસ્તારની નદીઓ અને નાળા સૂકાભટ્ટ થયા છે.જેને લઇ મૂંગા પશુઓ અને અને પક્ષીઓને પાણી મળતા ત્રાહીમામ પોકારી રહ્યા છે.બીજી બાજુ વાંસદા વિસ્તારમાં આવેલ કાવેરી નદીના ડેમમાંથી પાણી છોડાતા નદીના આજુબાજુ...
  04:05 AM
 • ખરેરા નદીનો રેલિંગ વિનાનો પુલ જોખમી
  ચીખલી-ખેરગામરાજ્ય ધોરીમાર્ગ અને ખારેલ રૂમલા-ધરમપુર રાજ્ય ધોરીમાર્ગને જોડતા માર્ગ પર આમધરા ગામે ખરેરા નદી પર આવેલા નીચા રેલિંગવાળા પુલથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. ચોમાસાના વરસાદના દિવસોમાં અનેકવાર જે નીચા પુલ ઉપરથી વરસાદના પાણી ફરી વળતા અનેક ગામોનો વાહનવ્યવહાર ખોરવાવા સાથે અનેક મુશ્કેલી ઉભી થવા પામે છે. અતિ ઉપયોગી માર્ગના ખરેરા નદીના નીચાણવાળા પુલની જગ્યાએ ઉંચો અને રેલિંગવાળો પુલ બનાવવામા આવે એવી સ્થાનિક લોકોમાંથી માગ ઉઠી છે. ચીખલી તાલુકાના ખેરગામ રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા...
  03:15 AM
 • ભાસ્કર િવશેષ |પાંચ દિવસથી લોકોને પડી ગટર ઉભરાવા છતાં કોઇ કાર્યવાહી નહીં
  બીલીમોરાસોમનાથ રોડ ઉપર સાંઇબાબા મંદિર સામે ગટરનું પાણી ઉભરાતા આવતા જતા વાહન ચાલકો રાહદારીઓ તથા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીલીમોરા માહાલ સોમનાથ રોડનું નવીનીકરણનું કામકાજ ચાલી રહ્યુ છે, જેના કારણે ઠેરઠેર રસ્તાઓ ખોદાઇ ગયા છે.રોડની બંને તરફ વરસાદી ગટર માટે પાઇપો નાખવામાં આવી રહ્યા છે.આ ખોદકામના કારણે ગટર ઉભરાવાની સમસ્યા હાલ સર્જાય છે. હાલ સોમનાથ રોડ ઉપર આવેલ સાંઇ બાબા મંદિર સામે બીએસએનએલ ઓફીસની બાજુમાં આવેલ ગટરલાઇનમાંથી છેલ્લા ચાર પાંચ દિવસથી ગટરનું પાણી બહાર આવી...
  02:55 AM
 • ડાંગજિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મૂળ ચીખલી તાલુકાની અને હાલે વાંસદા તાલુકામાં રહેતી શિક્ષિકાને લગ્નની લાલચ આપી વારંવાર ભોગવ્યા બાદ તેની સાથે વિશ્વાસઘાત કરી લગ્નની ના પાડનાર ચીખલી તાલુકાના ખુંધ ગામના રહીશ આશિષકુમાર પરમાર વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી ભોગ બનનાર ફરિયાદી શિક્ષિકાને મેડિકલ ચેકઅપ માટે મોકલાવી છે. વાંસદા પોલીસ મથકે ડાંગ જિલ્લામાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ...
  02:55 AM
 • ડાંગની શિક્ષિકા સાથે ..... આશિષેપણ લગ્ન માટે સંમતિ આપી હતી. એટલું નહી આશિષ તેને પોતાના ઘરે પણ લઈ ગયેલો અને સરિતા સાથે લગ્ન કરવવાનો છે એમ જણાવ્યું હતું. આશિષ અવારનવાર તેણીના વાંસદા તાલુકાના ઘરે પણ આવતો અને તેણીને શરીરસંબંધ બાંધવા જણાવતો હતો. તેણી પહેલા મારી સાથે લગ્ન કર પછી સંબંધ એમ કહી ના પડતી હતી પરંતુ આશિષ વારંવાર તેણીને હું તારી સાથે લગ્ન કરવાનો છું એવો વિશ્વાસ આપી ના પાડવા છતાં જબરજસ્તીથી તેણી સાથે શરીર સંબંધ બાંધતો હતો. એટલું નહી 31મી ડિસેમ્બર 2016ના રોજ આશિષનો જન્મ દિવસ હોય આશિષે તેણીને...
  02:55 AM
 • ઉનાઇ |વાંસદા તાલુકાના ધરમપુરી ગામે આવેલા બીએપીએસ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનારાયણ ભગવાન અને ગુરુહરી પ્રમુખસ્વામી મહારાજની કૃપાથી સ્વામીનારાયણ મંદિરના 10 વરસ પુરા થતા તેની ઉજવણીના ભાગરૂપે ગતરાત્રે ભજન કિર્તન સંધ્યાનું આયોજન કરાયું હતું. પ્રસંગે સંસ્થાના સંગીતના સંત પૂ.ક્રિશ્નાપ્રિય સ્વામીએ હરિભજનનું રસપાન કરાવતા મોટી સંખ્યામાં હરિભક્તો ભજનમાં રંગાઈ ગયા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મંદિરના 10 વર્ષ પૂરા થતાં ધરમપુરીમાં ભજન સંધ્યા
  May 26, 04:50 AM
 • વાંસદામાં સપ્તશ્રૃંગી માતાની મૂર્તિ સાથે પદયાત્રીઓ
  વાંસદામાં સપ્તશ્રૃંગી માતાની મૂર્તિ સાથે પદયાત્રીઓ વાંસદા તાલુકાના હનુમાનબારી સર્કલ પાસેથી પૂ. સંત હરિહરદાસગિરિ બાપુના સાનિધ્યમાં પાવન તીર્થધામ મઢુલીધામ મોગરા બહેડા રાયપુર તા. ડોલવણથી આદ્યશક્તિ પીઠ સપ્તશૃંગી વનીગઢ ખાતે 200 ભક્તો અને વિશાળ સપ્તશૃંગી માતાની મૂર્તિ સાથે પદયાત્રીઓનો સંઘ નીકળતા ભક્તો માતાજીના દર્શનનો લાભ લીધો હતો.તસવીર-તુલસીદાસ વૈષ્ણવ
  May 26, 04:50 AM
 • વાંસદાતાલુકાના વાંગણ પટેલ ફળિયામાં રહેતી એક 35 વર્ષિય મહીલા ચૂલો સળગાવવા જતા ભડકો થતા શરીર 70થી 75 ટકા દાઝી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. વાંસદા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વાંગણ પટેલ ફળિયામાં રહેતી ઉર્મિલાબેન રમેશભાઇ ધૂમ (ઉ.વ.35)પોતાના ઘરે રસોઇ બનાવવા ચૂલામાં લાકડા ઉપર કેરોસીન નાખી સળગાવવા જતા ચૂલામાં ભડકો થતા તેમના શરીરે પહેરેલ કપડાને આગ લાગી જતા 70થી 75 ટકા દાઝી જતા પ્રથમ વાંસદા કોટેજ હોસ્પિટલમાં ત્યાર બાદ ...અનુસંધાન પાના નં. 2
  May 26, 04:50 AM
 • નવસારી |ગુજરાતમાછી મહામંડળનો રજત જયંતી મહોત્સવ તથા સ્નેહમિલન સંમેલન તા.28-5-2017નાં રવિવારે સવારે 10 કલાકે સોમનાથ મહાદેવ મંદિર સંકુલ બીલીમોરામાં યોજાશે. વિવિધ સ્પર્ધાઓ સવારે 8 વાગ્યે શરૂ થશે. લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે પરિચય મેળાનું પણ આયોજન કર્યુ છે. સમાજના આગેવાનો વડીલો ભાઇઓ બહેનો તથા યુવાન યુવતીઓને મોટી સંખ્યામાં સંમેલનમાં અચૂક હાજર રહે તે માટે પ્રમુખ વસંતભાઇ ટંડેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
  May 26, 04:40 AM
 • બીલીમોરા |બીલીમોરાના વતની અને વિશ્વ પ્રસિદ્ધ ન્યુરોએન્કોલોજીસ્ટ તરીકે વિશ્વવિખ્યાત ડો.
  બીલીમોરા |બીલીમોરાના વતની અને વિશ્વ પ્રસિદ્ધ ન્યુરોએન્કોલોજીસ્ટ તરીકે વિશ્વવિખ્યાત ડો. સુમુલભાઈ રાવલનું તેમના માદરે વતન બીલીમોરા ખાતે સન્માન કરાયું હતું. બીલીમોરાના દેસરામાં રહેતા નટુભાઈ રાવલના ઘરે 1968ના રોજ ડો. સુમુલભાઈ રાવલનો જન્મ થયો હતો. તેમણે 1995માં ન્યુરો ઈમ્યુલોજીનો અભ્યાસ કર્યા બાદ વર્ષ 2000માં ન્યૂરોલોજીસ્ટ તરીકે કેરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2002-03માં ન્યુરો એન્કોલોજીસ્ટ તરીકે એકમાત્ર ગુજરાતી ડોકટર તરીકે પ્રસિદ્ધિ મેળવી ન્યુયોર્ક અમેરિકામા મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર...
  May 26, 04:40 AM
 • આદિવાસીસેના દ્વારા બીલીમોરાથી વઘઈ વાયા ઉનાઈ થઈને જતી નેરોગેજ ટ્રેનને સાપુતારા સુધી લંબાવવા સાથે આદિવાસીઓ માટે જીવાદોરી સમાન ટ્રેનના આધુનિકરણ તેમજ ખુલ્લી ફાટકો બંધ કરવાની માંગ સાથે આવેદનપત્ર સંબંધિત અધિકારીઓને આજે આપ્યું હતું. સાથે સ્થાનિક સાંસદ સહિત રેલમંત્રીને રવાના કરાયું હતું. વાંસદાના આદિવાસી સેનાના પ્રમુખ ડો.પંકજભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં તેમના કાર્યકર્તાઓ દ્વારા વાંસદા ખાતે આજે મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધીને લખેલું આવેદનપત્ર...
  May 26, 04:40 AM
 • બીલીમોરા |ભારતમાં જીએસટી અમલમાં આવનાર છે.આ નવા કાયદામાં મોટાભાગની વેચાણ અને ખરીદીની પધ્ધતિ અલગ પ્રકારની છે.જે અંગેની ગેરસમજણ દુર કરવા બીલીમોરા કચ્છ કડવા પાટીદાર વાડી,બીલીમોરા ખાતે શનિવાર તા.27-5-2017નાં રોજ માર્ગદર્શક સેમીનારનું આયોજન ટેક્ષ કન્સલટન્ટ એસો, જીઆઇડીસી ચેમ્બર ઓફ કોમર્સ,વેપારી એસો. તથા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજન કરાયું છે.
  May 26, 04:40 AM
 • ચીખલીતાલુકાના મલિયાધરાના ભૂરી ફળિયામાં લો વોલ્ટેજની સમસ્યા માટે સ્થાનિકોની વારંવારની રજૂઆત બાદ પણ વીજ કંપની દ્વારા નિરાકરણ કરાતા રોષ જોવા મળી રહ્યો છે. ડીજીવીસીએલની જ્યોર્તિગ્રામ યોજના અંતર્ગત ઘર વપરાશ માટે ચોવીસ કલાક વીજ પુરવઠો આપવામાં આવતો હોય છે પરંતુ જ્યોર્તિગ્રામ યોજનાના ધજાગરા સમાન મલિયાધરા ગામના ભૂરી ફળિયામાં છેલ્લા એકાદ વર્ષથી લો વોલ્ટેજની સમસ્યા છે. ભૂરી ફળિયામાં 11 જેટલા વીજજોડાણો છે. જેમાં લો વોલ્ટેજના કારણે ઘણીવાર ઘરમાં ટીવી, ફ્રિઝ જેવા ઉપકરણો ચલાવવામાં પણ મુશ્કેલી...
  May 26, 04:40 AM
 • ચીખલીને જ્યાંથી પાણી અપાય છે ત્યાં નદીમાં ગંદકી
  ચીખલીનગરની એકમાત્ર કાવેરી નદીની દશા દુ:ખ દર્શન બની ગઇ છે. નદીમાં ગંદકી, કચરો,લીલ,વેલ પર ગંદકી ફેલાઇ છે. નવાઇની વાત તો છે કે ચીખલી નગરને પાણી પુરુ પાડતી પાણીપુરવઠા યોજનાનો સ્પંશ પાઇપલાઇનમાંથી જ્યાંથી નગરને પાણી પુરુ પડાય છે જગ્યાએ ઉપર પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે, જેના કારણે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. ચીખલી નગરના ચીખલીથી ખેરગામ જવાના રોડ પર આવેલી કાવેરી નદી અને તેની આસપાસની જગ્યાએ એક નયનરમણીય વાતાવરણનો અહેસાસ કરાવે એવી જગ્યા છે અને નદીના કિનારે સાંસદ આદર્શ અંતર્ગત રીવરફ્રન્ટ પણ...
  May 26, 04:40 AM
 • વલસાડ | વલસાડનજીકના ચિખલી પોલીસમાં દારૂના કેસનો વોન્ટેડ આરોપી વલસાડ એલસીબીના હાથે ઝડપાયો હતો. જેને એલસીબીઅે વલસાડ પોલીસને સોંપી દીધો હતો. ચિખલી પોલીસ મથકે નોંધાયેલા દારૂની હેરફેરના ગુનામાં ભાગતો આરોપી દિવ્યેશ ઉર્ફે દિવ્યો દિપક પટેલ એલસીબીના હાથે ઝડપાયો હતો. જેના પગલે એલસીબીએ તેને સિટી પોલીસને સોંપતા પોલીસે તેની અટકાયત કરી ચિખલી પોલીસને જાણ કરી હતી. ચિખલી પોલીસે ટ્રાન્સફર વોરંટથી તેની ધરપકડ કરી હતી.
  May 26, 04:40 AM
 • મંત્રી નાનુભાઇના આદેશથી ખેરગામ ગાંધીનગર શરૂ થયેલી બસ પણ બંધ
  ખેરગામમાંતાલુકા સેવા સદન ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન મામલતદાર આર ગામીતના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં એસટી ટ્રાફિક અને ગટર બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ખેરગામના યુવા શક્તિ મંડળ દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એસટીના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. એસટી તરફથી બીલીમોરા ડેપોના હાજર રહેલા કર્મચારીએ ખેરગામ અમદાવાદ એકમાત્ર એક્ષ્પ્રેસ બસ બંધ કરવા માટે મધ્યસ્થ કચેરી બરોડાને જવાબદાર ઠેરવી જે અંગે ખેરગામના જાગૃત નાગરિક વિનોદભાઈ મિસ્ત્રીએ રજૂઆત કરી હતી કે ચીખલી...
  May 26, 04:40 AM
 • ચીખલીપંથકમાં દુવાડા ગામની હદમાં ચાલતી ક્વોરીને કારણે ઉડતી ધૂળને કારણે કેટલાક સ્થાનિક રહીશોએ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રતિક ધરણાં કરી જિલ્લા કલેકટરને ઉલ્લેખીને આવેદનપત્ર પાઠવ્યું છે. ચીખલી તાલુકાના દુવાડા ગામની હદમાં ચાલતી ક્વોરીને લઈને છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક રહીશોએ વિરોધ શરૂ કર્યો છે. અગાઉ કેટલાક સ્થાનિકોએ એડવોકેટ પ્રદીપ ગડઅંકુશની આગેવાનીમાં જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. ઉપરાંત ભૂસ્તરશાસ્ત્રીને પણ તે સંદર્ભે રજૂઆત કરી હતી. તે પછી જિલ્લા...
  May 26, 04:40 AM
 • મજીગામ હાઈવે પર ટવેરા અને કાર અથડાતાં સુરતના ત્રણને ઇજા પહોંચી
  ચીખલીનજીકના મજીગામમાં નેશનલ હાઈવે પર ટવેરા ડિવાઈડર સાથે અથડાયા બાદ સામે જઈ વલસાડથી સુરત તરફ જઈ રહેલી વેગન આર કારમાં ભટકાતા ત્રણ જેટલાને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. મુંબઈ તરફ જઈ રહેલી ટવેરા (નં. જીજે-05-જેબી-4116)ના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા મજીગામની સીમમાં ટવેરા ડિવાઈડર સાથે અથડાઈ સામે વલસાડથી સુરત તરફ જઈ રહેલી વેગનઆર કાર (નં. જીજે-5-જેએલ-3874)માં ભટકાતા અકસ્માત ..અનુસંધાન પાના નં. 2 ટવેરાના ડ્રાઇવરે સ્ટિયરીંગ પર કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઇ
  May 26, 04:40 AM
 • ગણદેવીતાલુકાના અસરગ્રસ્તો ખેડૂતોએ જિલ્લા કલેકટરને રૂબરૂ મળી આવેદનપત્ર આપી ખેડૂતોની સંપાદિત જમીનમાંથી બીજી ગેસ પાઈપલાઈન નાંખવા માટે પૂરો પડાતો પોલીસ બંદોબસ્ત હાઈકોર્ટના આખરી નિર્ણય પહેલા આવવાની રજૂઆત કરી હતી અને ખેડૂતોને કરાતો અન્યાય દૂર થાય અને વધુ વળતર મળે વગેરે બાબતોએ પણ ચર્ચા કરી હતી. ગણદેવી તાલુકામાંથી હાલમાં બીજી ગેસ પાઈપલાઈન પસાર કરવા માટે ખેડૂતોની જમીનમાં પોલીસ બંદોબસ્ત સામે કંપની અધિકારીઓએ પૂર્વ પરવાનગી વિના ખેતરોમાં પ્રવેશ કરી કામગીરી હાથ ધરતા ખેડૂતોમાં રોષની લાગણી...
  May 26, 04:40 AM