Best of City

ડચ કબ્રસ્તાન

ડચ પ્રજાને ઈ.સ. 1616માં સુરતમાં વેપારી કોઠી નાંખવાની પરવાનગી મળી હતી. સુરતમાં વસવાટ દરમિયાન અવસાન પામેલી વ્યક્તિઓની અંતિમવિધિ માટે ડચ પ્રજાએ સુરતના કતારગામ દરવાજા નજીક ગુલામ ફળિયા વિસ્તારમાં અલગ કબ્રસ્તાન બનાવ્યું હતું. આ કબ્રસ્તાનમાં ડય ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ડિરેક્ટર " બેરન હેન્રી એડ્રીઅન વૉન રીડ"ની કબર સૌથી મોટી અને સૌનું ધ્યાન ખેંચે તેવી બનાવવામાં આવી છે. બેરન વૉન રીડનું અવસાન ઈ.સ. 1692ની 15મી ડિસેમ્બરે 58 વર્ષની વયે થયું હતું. બેરન વૉન રીડના મકબરામાં પ્રવેશતા સામેની દિવાલ પર વિશાળ કબરલેખ છે. જેમાં તેના હોદ્દાઓ અને મૃત્યુની તારીખ લખવામાં આવી છે, આ ઉપરાંત જુદા જુદા વિવિધ આકારોવાળી અનેક કબરો અહીં જોવા મળે છે. ડય કબ્રસ્તાનને ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

Address: કતારગામ દરવાજા, સુરત

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
3 + 10

 
(1)
Latest | Popular
 
Advertisement

RECOMMENDED