Home >> Daxin Gujarat >> Latest News >> Surat City
 • સૌરાષ્ટ્રવર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ પ્રેરિત કુંદનબેન જે.સંઘવી આયોજિત રવિવારીય પ્રવચન શ્રેણીમાં ધીરજમુનિ સુખની વ્યાખ્યા કરતાં જણાવ્યું હતું કે, માનવી અપેક્ષા અને ઇચ્છાની પૂર્તિને સુખ માને છે અને સિદ્ધિ ભગવંતો ઇચ્છાના ત્યાગને સુખ માને છે. સુખ શબ્દ એક છે પણ સૌની વ્યાખ્યા અને સમજ અલગ-અલગ છે. સાચુ સુખ ત્યાગમાં છે અને સુખનું સરનામુ હોવું જોઇએ. વધુમાં ઉમેર્યું હતું કે, એક કંજુસ દર્દીને ડૉક્ટરે કહ્યું કે દાંત કઢાવો પડશે અને 500 રૂપિયા થશે. કંજુસ દર્દી કહે લો 100 રૂપિયા મારો દાંત ઢીલો કરી આપો હું જાતે...
  2 mins ago
 • આજે 44 યુવાનો ત્યાગાશ્રમની ભાગવતી દીક્ષા અંગીકાર કરશે સ્વામિનારાયણનગરમાં વિવિધ પ્રદર્શન ખંડોની પ્રસ્તુતી દ્વારા આદર્શ જીવનના પાઠ શીખીને 1300થી વધુ નાગરિકોએ રક્તદાન દ્વારા સમાજ સેવાની પ્રેરણા પ્રાપ્ત કરી હતી અને 1000થી વધુ મુમુક્ષુઓ વ્યસનમુક્ત બન્યા હતા. ‘બીજાના ભલામાં આપણું ભલુ’ મંત્ર સાથે પોતાનું સમગ્ર જીવન વિશ્વને સમર્પિત કરનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની 96મી જન્મ જયંતિ અને અડાજણ મંદિરના દ્વિશતાબ્દી પ્રસંગે યોજાયેલા 11 દિવસીય મહોત્સવમાં રવિવારે 2,25,000થી પણ વધારે ભાવિકોએ...
  2 mins ago
 • આજે નાનપુરા ખાતે જિનાલાયની પ્રતિષ્ઠા
  ઓરિસ્સાથી આવેલા કારીગરો દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી કોતરણકામ શ્રીશાંતિકનક જૈન સંઘ,કદમ્બ ભવનની સામે નૂતન જિનાલયમાં પ્રભુજીની આજે સ્થાપના કરાશે.આ જિનાલાયમાં કુલ 8 જિનબિંબોની સ્થાપના કરવામાં આવશે. જિનાલયમાં મકરણાનો દૂધમલ પાષણ વાપરવામાં આવ્યો છે. જેની સાથે ઓરિસ્સાના 10થી વધુ કારીગરો છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી બેનમૂન નક્શી અને કોરતણીનું કામ કરી રહ્યા હતા. જિનાલયમાં મૂળ નાયક તરીકે ભગવાન આદિનાથને બિરાજમાન કરાશે. જિનાલાયમાં વિવિધ ચઢાવાઓ જેવા કે, આદિનાથ ભગવાન-ગર્ભગૃહ ભરાવવાનો લાભ ઉપરાંત...
  2 mins ago
 • ગચ્છાધિપતિ અભયદેવ સૂરિજીના 55મા દીક્ષા દિનની ઉજવણી થઇ
  પૂજ્યતપાગચ્છાધિપતિ રામસૂરિશ્વરજી(ડહેલાવાળા)ના શિષ્યરત્ન અને વર્તમાન ગચ્છાધિપતિ અને ગચ્છાધિપતિઓની સર્વોચ્ચ પ્રવર સમિતિના કાર્યવાહક એવા આચાર્ય ભગવંત વિજય અભયદેવ સૂરિશ્વરજી મહારાજાના 55માં દીક્ષા દિન નિમિત્તે ડાંગ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પ્રસંગે જીવદયા અને શાસનના અનેકવિધ કાર્યક્રમો પંન્યાસ મોક્ષરત્ન વિજયજીની પાવન નિશ્રામાં થયા હતા. અંગે માહિતી આપતાં પૂજ્ય પંન્યાસ મોક્ષરત્ન વિજયજી મહારાજે કહ્યું કે, પૂજ્ય...
  2 mins ago
 • પયંગમ્બર હજરત મોહંમદનો જન્મદિન સુરતશહેર સિરતુન્નબી કમિટીના આગેવાનોએ હતું કે, ઇસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હજરત મોહંમદ સલ્લલ્લાહુ અલયહિ વસ્ત્રલ્લમના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતદેશનાં વિવિધ સુરત શહેર સિરતુન્નબી કમિટીના નેજા હેઠળ ભવ્ય જુલુસ નિકળશે. માનવજાતને આપેલો શાંતિ અને ભાઇચારાનો શુભ સંદેશો લોકો સુધી પહોચાડાય છે. પરંપરાને વિવિધ શહેરો સાથે સુરત શહેર સિરતુન્નબી કમિટીએ જાળવી રાખી છે. આગામી તા.12-12-2016 સોમવારના રોજ ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હજરત મોહંમદ મુસ્તફા (સ.અ.વ.)ના જન્મ...
  2 mins ago
 • રાજપરા: મુક્તાબેનદેવચંદભાઈ રાજપરા (59) ડંુભાલ. વેકરિયા:વજીબેનધનજીભાઈ વેકરિયા (68) નાના વરાછા. પટેલ:પ્રેમભાઈનાનાભાઈ પટેલ (76) જહાંગીરપુરા. વાશી:રાજુભાઈશ્યામલાલ વાશી (41) ગોડાદરા. રાણા:કંચનભાઈડાહ્યાભાઈ રાણા (60) ભાઠેના. પટેલ:નરેન્દ્રભાઈબાબુભાઈ પટેલ (75) કોસાડ. ઝા:પવનભાઈયદુનંદન ઝા (35) પીપોદરા. વઘાસિયા:શાંતાબેનનાનજીભાઈ વઘાસિયા (97) માતાવાડી. થોરાત:રાજુભાઈઅભિમાનભાઈ થોરાત (27) કોસાડ. પાટીલ:દગડુપિતાંબર પાટીલ (49) લિંબાયત. કુશવાહ:જગદીશભાઈભાગીરથભાઈ કુશવાહ (28) એ. કે. રોડ. મૈસુરિયા:શાંતાહરિલાલ મૈસુરિયા (78)...
  2 mins ago
 • સુરત | અગ્રવાલવિકાસ ટ્રસ્ટ મહિલાશાાખા દ્વારા રવિવારે નિ:શુલ્ક મેગા મેડિકલ
  સુરત | અગ્રવાલવિકાસ ટ્રસ્ટ મહિલાશાાખા દ્વારા રવિવારે નિ:શુલ્ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન આઝાદ નગર ભટાર ખાતે કરાયું હતું. મહિલાશાખાના અધ્યક્ષ મનીષાબેન મિત્તલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણ દિવસોથી કેમ્પ માટે મહેનત કરવામાં આવી રહી હતી. કેમ્પમાં અંદાજે 800 જેટલી મહિલાઓનું વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં બોમ્બે હોસ્પિટલ સુરતના ડૉ.સોનિયા ચન્દનાની અને તેમની ટીમે વિનામૂલ્યે મહિલાઓનું ચેકઅપ કર્યું હતું. અગ્રવાલ સમાજ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ થયો
  2 mins ago
 • અઠવાડિયા સુધી બેંકોમાં નાણાંની ખેંચ યથાવત રહેવાની શક્યતા
  રવિવારે મોટા ભાગનાં ATM બંધ આગામીઅઠવાડિયા પણ બેંકોમાં રૂપિયાની ખેંચ યથાવત રહેવાની સંભાવના છે. સોમવારે આરબીઆઇ બેંકોને રૂપિયા એલોટમેન્ટ કરે તો પણ મંગળવાર પહેલા કરન્સીનું ડિસ્ટ્રીબ્યુશન થઇ શકે એમ નથી. જેથી અઠવાડિયે પણ બેંકોમાં પરિસ્થિતિ યથાવત રહેશે. નોટબંધીની જાહેરાતને 27 દિવસ થઇ ગયા છે તેમ છતાં પુરતા આયોજનના અભાવે આજે પણ બેંકોમાં રૂપિયા ઉપાડવા અને જમા કરાવવા માટે લોકો કામ ધંધો છોડીને લાંબી કતારોમાં ઉભા રહે છે. આરબીઆઇ પૂરતા રૂપિયા નહિં મોકલતી હોવાથી બેંકો દ્વારા તમામ ખાતેદારો સચવાઇ રહે...
  2 mins ago
 • શનિવારેરાત્રે શહેરના વીઆઇપી રોડ ખાતે રાત્રે પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે બાઇકને અડફેટે ચઢાવી દેતાં ધો. 12ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું હતું. અલથાણની ગોકુલનગરમાં રહેતાં વિશાલ દરોગાસીંહ રાજપૂત (18) તેની બાઈક પર શિવા ગૌેડ (16) તથા સાગર નામના મિત્રો સાથે ગત 2 ડિસેમ્બરે રાત્રીના સુમારે વીઆઈપી રોડ પર ફરવા માટે નીકળ્યા હતાં. ત્યારે યુનિવર્સીટી રોડ પરથી પસાર થતી વખતે પુરપાટ ઝડપે પાછળથી આવેલી કાર ચાલકે અડફેટમાં લઈ લીધા હતાં. તેમાં, વિશાલ સાથે ત્રણેય રસ્તા પર પટકાઈ પડ્યાં હતાં. તેમાં, વિશાલને...
  2 mins ago
 • સુરત | ખાવાપીવા માટે શોખીન ઘણા સુરતીઓ રવિવારે બહાર ખાવાનું પસંદ કરે છે. જો કે નોટબંધીના પગલે ફુડ બજારમાં મંદી જોવા મળી રહી છે. શહેરના પોશ વિસ્તાર પાલ, અડાજણ, ઘોડદોડ, ગૌરવ પથ વગેરે સ્થળે ફુડની દુકાનો-લારીઓની સંખ્યાની સામે 20 ટકા પાસે સ્વાઇપ મશીન છે, જેથી ઘણાએ બહાર ખાવાનું મોકૂફ રાખ્યું હતું. બેંકોએ શનિવારે રાહુલ રાજ મોલ, વી આર મોલ, બિગબઝાર અને સ્ટાર બજારમાં માઇક્રો એટીએમ મૂક્યા હતા. જો કે શનિવારે મોડી સાંજે કેશની અછતથી રૂપિયા ખુટી ગયા હતા. જેથી રવિવારે પણ ત્યાં રૂપિયાની અછત વર્તાઇ હતી.
  2 mins ago
 • રવિવારેશહેરના ઇતિહાસમાં ફરીવાર યોજાયેલા ભવ્યાતિભવ્ય 36 સામૂહિક દીક્ષા મહોત્સવમાં માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. તમામ દીક્ષાર્થીઓના દીક્ષાધર્મને વધાવવા માટે 35,000 લોકો જોડાયા હતા. અડાજણ રિવર ફ્રન્ટ ખાતે તૈયાર કરાયેલી ‘અધ્યાત્મ નગરી’માં સવારે 4 વાગ્યાથી ભાવિકોની ભીડ જામવા માંડી હતી. દીક્ષાર્થીઓએ મંડપમાં પ્રવેશ કર્યો ત્યારે દીક્ષા ધર્મના ગંગનચુંબી નાદો સાથે હજારો ભાવિકોએ તેમના દીક્ષાધર્મને વધાવી લીધો હતો. સંગીત કાર પાર્થિવ ગોહિલે સંગીતની સુરાવલી વહાવતાં લોકોની આંખો ભીની થઈ ગઈ હતી....
  2 mins ago
 • સાયરસ પૂર્વજો અંગે ગ્રંથ લખવા સુરત પાસે વેસુમાં આવીને ગયા
  તાતાગ્રુપના પદભ્રષ્ટ ચેરમેન સાયરસ મિસ્ત્રી તેમના પુત્ર સાથે શનિવારે પ્રાઈવેટ પ્લેનમાં સુરત આવ્યા હતાં. વેસુ ખાતે તેમણે આશાપુરી માતાજીના મંદિરે કાલ ભૈરવનાથની પૂજા-અર્ચના કરી મૂર્તિને દૂધથી અભિષેક કરાવ્યો હતો. લગભગ એક થી દોઢ કલાક સુધી પૂજા ચાલી હતી. સાથે ગામલોકોએ ભૂતર્પૂવ ચેરમેનનું શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું. સાયરસ મિસ્ત્રી પૂર્વજોની યાદમાં એક ગ્રંથ લખી રહયા છે. ...અનુસંધાન પાનાં નં.9 ગ્રંથ માટે જુના બુકોની તપાસ કરી રહયા હતા ત્યારે એક ડાયરી ભૂતર્પૂવ ચેરમેને હાથ લાગી હતી.આ ડાયરી...
  2 mins ago
 • ક્રાઈમ રિપોર્ટર | સુરત ઓલપાડનાદાંડી ખાતે પ્રમુખ સ્વામીના જન્મ મહોત્સવના કાર્યકમમાં ગયેલા પરિવારના ઘરમાંથી કામવાળીએ ઘર સાફ કરવાને બદલે તિજોરી સાફ કરી નાખી હતી.કામવાળીએ રૂ.10.70 લાખના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ હતી. રાંદેર પોલીસ મથક પરથી પ્રાપ્ત વિગતો અનુસાર, અડાજણ વિસ્તારના ગ્રીન એન્કલેવમાં રહેતા ગગનભાઈ હેંમતભાઈ અધેરાના ફલેટમાં બે દિવસ પહેલા રાખેલી નોકરાણી સંગીતા અને લલીતાએ બારણા પાસે મુકેલી ઘરની ચાવીથી ઘર ખોલી સાફ-સફાઈ કરવાને બદલે કબાટમાંથી ચાલીસ તોલાના દાગીના તથા રોકડ રકમ મળીને રૂ.10.70...
  2 mins ago
 • મુંબઇઆઇટી ઓફીસના એડીશનલ કમિશ્નર સંજય પોંગુલિયા યુનિવર્સિટીના કન્વેન્શલ હોલ ખાતે યોજાયેલા સીએ ફેસ્ટમાં હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી ઇમાનદારોને નુકશાન થતું હતું અને બેઇમાનોને ફાયદો પરંતુ સરકારના નોટબંધીના નિર્ણયને કારણે હવે ઇમાનદારોને ફાયદો થશે અને બેઇમાનોને નુકશાન થશે. અત્યાર સુધી દેશના જે નાગરીકો ઇમાનદારીથી રીટર્ન ભરી રહ્યા હતા તેમને રીટર્ન ભરનાર નાગરીકની સરખામણીમાં નુકશાન થતું હતું. જોકે નોટબંધીના નિર્ણયને કારણે હવે ઉલ્ટી પરીસ્થિતી આવી છે. હાલ તો સરકારે...
  2 mins ago
 • સુરત |ડિંડોલીની એક બેંકમાં ડિપોઝિટરો 2 લાખથી વધુ રકમ જમા કરાવતા કર્મચારીઓ રીટર્ન ફાઇલ બાબતે પુછવા લાગ્યા છે. તેના કારણે ડિપોઝિટરો હેરાન થઇ રહ્યા છે. સરકારે કહ્યું કે 2.50 લાખ સુઘીની રકમ બાબતે આઇટી ડિપાર્ટમેન્ટ કાંઇ નહીં પુછશે પરંતુ અહીં તો 2 લાખ પર બેંક ડિપોઝિટરોની પુછપરછ કરવા લાગી છે.
  2 mins ago
 • સુરત |બેંકોમાં રૂપિયા ઉપાડવા માટે લોકોની ભીડ જામી છે. ખાસ કરીને પગાર ઉપાડવા માટે લોકો વહેલી સવારથી બેંકો બહાર કતાર લગાવે છે. લોકો સવારથી સાંજ સુધી લાઇનમાં ઉભા રહે છે પરંતુ નંબર નહિં આવે તો નિરાશા સાથે પરત ફરે છે. જો કે હાલમાં ભીડ વધી જતા બેંકોમાં બે-ત્રણ દિવસના એડવાન્સમાં ટોકન ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે.
  2 mins ago
 • સુરત | કાંઠાવિસ્તારની એક બેંકમાં મેનેજર સાથે સારા સંબંધ હોવા છતાં સિનિયર સિટિઝને 12 દિવસ સુધી ધક્કા ખાવાની નોબત આવી હતી. સિનિયર સિટિઝને મેનેજરને એવું જણાવ્યું કે ’જો સાહેબ મારી વાત ધ્યાનથી સાંભળી લો. હવે હું ચૂપ બેસવાનો નથી. બેંકમાં મોડીસાંજે શું ધંધાઓ ચાલે છે તે હું સારી રીતે જાણું છું. એમ કહી ત્યાંથી ચાલી જતા બેંક મેનેજરે તેને બોલાવીને જણાવ્યું કે મારી નોકરીના 3 મહિના બાકી છે અને જો તમે કમ્પલેઇન કરશો તો મારી નોકરી ચાલી જશે એમ કહીને ઘરે જઇને રૂ.15 હજાર આપ્યા હતી.
  2 mins ago
 • સુરત| પુણાકુંભારિયા રોડ પર ઇન્ટરસિટી સોસાયટીમાં રહેતા મોહન સુખદેવ મેસુરિયા વ્યવસાયે વાળંદ છે. શુક્રવારની રાત્રે અજાણ્યા તસ્કરો તેમના ઘરમાં ઘુસીને રોકડા 50 હજાર રૂપિયા અને સોનાની ત્રણ ચેન મળીને કુલ 1.30 લાખ રૂપિયાની મત્તા ચોરી કરીને નાસી ગયા હતા. બીજા દિવસે મોહને પુણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
  2 mins ago
 • સુરત| એસઓજીનેમળેલ બાતમીના આધારે વીઆઈપી રોડ ખાટુશ્યામ મંદિર સામે વોચ ગોઠવી પિસ્તોલ અને કારતુસ વેચતા સોયેબખાન કરિમખાન પઠાણ, અઝ્ઝુ લિયાકતખાન પઠાણ, સાદબ હસન શેખ અને રજ્જબ અબ્દુલ રહીમ ખાન(તમામ રહે ભટાર આઝાદનગર ઝુપડપટ્ટી)ને ઝડપી પાડ્યા હતા. એસઓજીએ તેઓની તલાશી લેતા તેમની પાસેથી એક પિસ્તોલ અને નવ કારતુસ મળી આવ્યા હતા. એસઓજીએ રૂ.25 હજારની કીમતની પિસ્તોલ, રૂ.900ની કીમતના કારતુસ અને રૂ.15 હજારની કીમતની બાઈક સહીત રૂ.40 હજાર થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ચારેય સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી...
  2 mins ago
 • સુરત| રાંદેરબોટાનીકલ ગાર્ડન પાસે પુરઝડપે આવેલી કારે મોપેડ ચાલક યુવકને અડફટે લીધો હતો. સ્વીફટકાર ઈરછાપોર પોલીસમાં દારૂના કેસમાં સંસ્પેન્ડ હે.કો.યોગેશ ગણપત પટેલની હતી. કારમાંથી પાંચ બીયરના ટીન અને ત્રણ વિદેશી દારૂની બોટલો પોલીસે કબજે કરી હતી.અગાઉ પારડી પોલીસ સ્ટેશનમાં હે.કો.લાખોના દારૂ સાથે પકડાયો હતો જેમાં તેને સંસ્પેન્ડ કરી દેવાયો હતો. તે દમણથી દારૂ લઈને આવ્યો હતો અને રાંદેર પોલીસના હાથે પકડાયો ગયો હતો.
  2 mins ago