Home >> Daxin Gujarat >> Latest News >> Narmada
 • રાજપીપળા: એક્સપ્રેસ હાઇવે અકસ્માતમાં ઘાયલ યુવાન, PSIએ જીવ બચાવ્યો
  રાજપીપળા: નાંદોદ તાલુકાના આમલેથા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ 26મી એપ્રિલે ગાંધીનગર એફ.એસ.એલ પરથી કામ પતાવી રાજપીપળા પરત આવી રહ્યાં હતાં. અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર અજણ્યા વાહનની ટક્કરે એક ઘાયલ ઇસમને જોયો હતો. પીએસઆઇએ ઘાયલને રોડની સાઇડ પર ખસેડીને ઇમરજન્સી મોબાઈલ વાનમાં હોસ્પિટલ પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નર્મદા પોલીસ સામાજીક સેવાકાર્યોમાં અગ્રેસર PSI એ.ડી.મહંત ગુરુવારે 26 મી એપ્રિલે ગુનાના કામ અર્થે ગાંધીનગર એફ.એસ.એલની કચેરીએ ગયા હતાં. તેઓ ગાંધીનગરથી રાજપીપળા પરત આવી...
  01:15 AM
 • ચાણોદમાં શ્રદ્ધાળુઓના જીવને જોખમમાં, લાઇફ જેકેટ વિના કરે છે મુસાફરી
  રાજપીપળા: નર્મદા નદીમાં પોઇચા, ચાણોદ સહિતના સ્થળોએ હોડી સંચાલકો સલામતી પ્રત્યે બેદરકાર રહી મુસાફરોના જીવ જોખમમાં મુકી રહયાં હોવાની વિગતો સપાટી પર આવી છે. ચાણોદ તથા પોઇચા વચ્ચે 50 જેટલી પેસેન્જર બોટ ફરે છે પણ તેમાં મુસાફરોને લાઇફ જેકેટ પહેરાવવામાં આવતાં નહિ હોવાની તથા ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેસાડવામાં આવતાં હોવાથી મોટી હોનારત થવાની શકયતાઓ નકારી શકાય તેમ નથી. હોડીઓમાં મુસાફરોનો જીવ જોખમમાં નર્મદા જીલ્લામાં તીર્થ સ્થળોમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો દેશભરમાંથી આવે છે. પોઇચા,...
  12:22 AM
 • કેવડીયા: શુલપાણેશ્વરના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો
  કેવડીયા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજના અમલમાં આવતા મૂળ શૂલપાણેશ્વર મંદિર ડૂબ માં જતા સરકાર દ્વારા ગોરા ગામ ખાતે 1994માં નવું મંદિર બનાવવામાં આવ્યું હતું અસલ મંદિર એ પણ ચૈત્રી અમાસે ત્રણ દિવસ નો મેલો ભરાતો હતો તે પરંપરા આજે પણ ચાલુ છે અને 4 લાખ કરતા વધુ શ્રધાળુઓ આજે પણ આ લોકમેળો મહાલી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્રણદિવસમાં 4 લાખ શ્રધ્ધળુઓએ મહાદેવના દર્શન કર્યાં : જુનુ મંદિર ડેમ બનવાથી 1994થી ડુબમાં ગયું ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના દર્શનાર્થીઓ મહાદેવના દર્શન...
  April 26, 11:15 PM
 • રાજપીપળા: આદિવાસીઓ હવે તેમની કૃતિઓ આં.રા. બજારમાં વેચી શકશે
  રાજપીપળા: ગુજરાત સરકારે આદિવાસીઓની આર્થિક સ્થિતિ સુધરે તે માટે તેમની કલાકૃતિઓના મેળાઓનું આયોજન કર્યું છે. જેમાં 5,000 જેટલા ક્રાફટ કલાકારો ઉભરી આવ્યાં છે.આદીવાસી કલાકારો તેમની કૃતિઓને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી શકે તે માટે સરકારે ઓનલાઇન શોપિંગ વેબસાઇટ સાથે એમઓયુ કર્યા છે. કલાકારોની આર્થિક સ્થિતિ સુધારવા સરકારે ઓનલાઇન શોપિંગ વેબસાઇટ સાથે એમઓયુ કર્યા રાજપીપળા ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 40 જેટલા કલાકારો પોતાની કલાકૃતિઓનું કઈ રીતે ઓનલાઇન વેચાણ કરી...
  April 26, 12:15 AM
 • રાજપીપળાને 'રજવાડી નગર’ બનાવવા 1.65 કરોડનો ખર્ચ કરાશે
  રાજપીપળા: નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળામાંઆવેલી ઐતિહાસિક ઇમારતોનું 1.65 કરોડ રૂપિયાના ખર્ચથી નવીનીકરણ કરવામાં આવશે. 40 લાખરૂપિયાના ખર્ચથી શહેરમાં બે રજવાડી પ્રવેશદ્વાર બનાવવામાં આવશે તેમજ 12 વર્ષ પછી લાલટાવરમાં ઇલેટ્રોનિક ઘડિયાળ લગાવવામાં આવશે. રાજપીપળામાંગોહિલ વંશ તથા અન્ય રાજાઓએ બનાવેલી ઐતિહાસિક ઇમારતો આવેલી છે. સમયની સાથે આ ઇમારતો તેનીચમક ગુમાવી રહી છે. શહેરને ફરીથી રજવાડી ટચ આપવા માટે પાલિકાએ પ્રયાસો શરૂ કર્યાં છે. 1.65 કરોડ રૂપિયાના ખર્ચથી જુની ઇમારતોનું નવીનીકરણ કરવામાં...
  April 24, 11:29 PM
 • નર્મદા: અખાત્રીજે દરિયો ઝણોર સુધી પહોંચી જશે
  નર્મદા: ઉનાળાની શરૂઆતમાં નર્મદા નદી સુકીભઠ બની છે ત્યારે અખાત્રીજની મોટી ભરતીને ધ્યાનમાં રાખી ડેમમાંથી વધારે પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહયાં છે. ભરતીના કારણે દરિયાના ખારા પાણી છેક ઝનોર સુધી પહોંચી જશે ત્યારેખારા પાણીને ફરીથી દરિયા સુધી વાળવા માટે ડેમમાંથી પાણી છોડવુંજરૂરી છે. ડેમમાંથી પાણી છોડવામાં નહિ આવે તો ખારા પાણી ચોમાસા સુધી કનડે તેવી ભિતિ ખેડૂતો સેવી રહયાં છે. આગામી શુક્રવારના રોજ અખાત્રીજના દિવસે નર્મદા નદીમાં મોટી ભરતી આવશે. ભરતીના કારણે દરિયાના ખારા પાણી...
  April 24, 11:18 PM
 • નર્મદાના શુણપાણેશ્વર મંદિરે ભાતીગળ મેળાનો પ્રારંભ, 3 લાખથી વધુ શ્રધ્ધાળુ ઉમટશે
  રાજપીપળા: શુણપાણેશ્વર મહાદેવના મંદિરે આજથી ભાતીગળ મેળાનો પ્રારંભ થશે. ચૌદશ અને અમાસના દિવસે મેળામાં 3 લાખ કરતાં વધારે લોકો ઉમટી પડે તેવી શકયતાઓ છે. નર્મદા નદીના કિનારે લોકોની સલામતી માટે તરવૈયાઓની ટીમ તૈનાત કરવામાં આવશે. નર્મદા નદીના કિનારે તરવૈયાઓની ટીમો તૈનાત કરાશે ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામે આવેલાં શુલપાણેશ્વર મંદિર ખાતે ચૈત્રી અમાસના મેળો ભરાય છે. ચૈત્રી માસમાં સૌથી મોટી જાત્રા ગણાતી હોય તો સુણપાણેશ્વરની ગણવામાં આવે છે. શુણપાણેશ્વર મહાદેવના દર્શને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ...
  April 24, 02:45 AM
 • રાજપીપળામાં વલ્લભાચાર્યજીના પ્રાગટયોત્સવની ઉજવણી
  રાજપીપળા: રાજપીપળામાં વસતાં વૈષ્ણવ સમાજે શ્રીમદ વલ્લભાચાર્યજીના 540મા પ્રાગટયોત્સવની ઉજવણી કરી હતી. આ પાવન અવસરે નગરમાં શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ભકિતસભર માહોલમાં શોભાયાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. વૈષ્ણવજનો ભગવાન કૃષ્ણની ભકિતમાં લીન બની ગયાં હતાં. વૈષ્ણવો ભગવાન શ્રીકૃષ્ણની ભકિતમાં લીન બન્યાં નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળામાં રવિવારે શ્રીમદ વલ્લભાચાર્યજીના 540મા પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી અંતર્ગત શોભાયાત્રા અમિતભાઇ ગાંધીના નિવાસ્થાનેથી...
  April 24, 02:42 AM
 • રાજપીપળા: લીમટવાડાના કરજણ બ્રિજ પરથી જીપ ખાબકતાં બે લોકોને ઇજા
  રાજપીપળા: નર્મદા જિલ્લાના લીમટવાડા પાસેના કરજણ નદીના બ્રિજ પર હાઇવા અને બોલેરો પીકઅપ જીપ વચ્ચે અકસ્માત થયો હતો. બોલેરો જીપ બ્રિજની રેલિંગ તોડી નીચે ખાબકી હતી જેમાં ડ્રાઇવર અને ક્લીનરને ઇજાઓ પહોચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જીપના ડ્રાયવર-કલીનરને સિવિલમાં સારવાર માટે ખસેડાયાં નાંદોદ તાલુકાના લીમટવાડા ગામનો રહેવાસી અનિલ વસાવા અને કલીનર નિતેશ વસાવા સાથે બોલેરો જીપ લઈને રાજપીપળા તરફ જઈ રહ્યો હતો. લીમટવાડાના કરજણ નદીના બ્રિજ પર સામેથી...
  April 22, 11:46 PM
 • દુધનું ઉત્પાદન વધારવા નીકાળ્યો નવો આઇડિયા, ભેંસોને મળે છે એર કુલરની સુવિધા
  રાજપીપળા: પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો નર્મદા જિલ્લો 43 ટકા વનવિસ્તાર તો ધરાવે છે પરંતુ જિલ્લામાં વધતા જતા સિમેન્ટ કોંક્રેટના જંગલોને કારણે ગ્લોબલ વોર્મિંગની અસર પણ વર્તાઈ રહી છે.પરિણામે વનાચ્છાદિત આ જિલ્લામાં પણ ચાલુ વર્ષે ગરમીએ માઝા મૂકી છે. ગરમીને કારણે પશુઓના દુધ ઉત્પાદનમાંઘટાડો થયો છે. પશુપાલકોના તબેલાઓમાં સામાન્ય દિવસોમાં 200 લીટર દુધનુંઉત્પાદન થતું હોય છે પણ ગરમીના કારણે પશુઓ ઓછુંદુધ આપતાં હોવાને કારણે માત્ર 160 લીટર જેટલુંદુધ મળી રહયું છે. નર્મદામાં ગરમીને કારણે દુધ ઉત્પાદનમાં 30...
  April 22, 12:33 AM
 • રાજપીપળા: ભરૂચ અને નર્મદા જિલ્લાના 90 લોકો સાથે વ્યારાના નિર્મલ ગામીતે 8 લાખ રૂપિયા ઉપરાંતની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ રાજપીપળા પોલીસ સ્ટેશનમાંનોંધાઇ છે. નેત્રંગની મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. શનસાઇન સ્ટ્રકચર એન્ડ પ્લોટીંગ નામનીકંપની ખોલી આરોપીએ લોકો પાસે નાણા ઉઘરાવ્યાં છે. વિવિધ પ્રોજેકટમાં રોકાણના બહાને નાણા ઉઘરાવી લીધાં હતાં શનસાઇન સ્ટ્રકચર એન્ડ પ્લોટીંગ નામથી કંપની ગઠીયાએ ખોલી હતી નેત્રંગની મહિલાએ તાપી જિલ્લાના વ્યારા...
  April 21, 11:34 PM
 • ભરૂચ અને નર્મદાના બે મંત્રીઓએ ગાડીઓ પરથી લાલબત્તી ઉતારી
  રાજપીપળા:અંકલેશ્વરના ધારાસભ્ય અને સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલ તથા નાંદોદના ધારાસભ્ય અને વન મંત્રી શબ્દશરણ તડવીએ તેમના વાહનો પરથી લાલબત્તી હટાવી લીધી છે. દેશમાંથી વીઆઇપી કલ્ચરને દુર કરવા માટે પહેલી મે થી લાલબત્તીઓ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંત્રીઓ પ્રજાના સેવક કેન્દ્ર સરકારના નેતાની ગાડી પરથી લાલ લાઈટો કાઢવાના ઐતિહાસિક નિર્ણય ગણાવી જેમ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તેમની ગાડીની જાતે લાઈટ ઉતારી એમ કેવડિયા કોલોની ખાતે રહેતા અને રાજ્યસરકારના વન અને...
  April 21, 01:32 AM
 • રાજપીપળા: ગામડાઓની શાળાઓમાં વધારે ફી સામે ઉગ્ર વિરોધ
  રાજપીપળા: ગુજરાત સરકારના શાળાઓનીફી નકકી કરતાંબિલમાં ફક્ત શહેરી વિસ્તારને ધ્યાનમાં રાખી અને ગ્રામ્ય વિસ્તારની અનદેખી કરીને નક્કી કરાયું હોવાના આક્ષેપ સાથે બુધવારે રાજપીપળામાંયુથ કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર આપ્યુંહતું. પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવાની આગેવાનીમાં નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ માલવ બારોટ, શહિદ શેખ, નાંદોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ નીલમ વસાવા, NSUI પ્રમુખ મોઇન શેખ સહીતના કાર્યકરોરજૂઆતમાં જોડાયા હતા. વધારે ફી લેતી હોવાનો આક્ષેપ કરાયો જણાવ્યા અનુસાર...
  April 19, 11:09 PM
 • રાજપીપળા: બોરીદ્વાની વૃદ્વાને 100 વર્ષે આધારકાર્ડ કઢાવવું પડ્યું
  રાજપીપળા: નાંદોદ તાલુકાના બોરીદ્વા ગામની વૃધ્ધાને 100 વર્ષની વૃધ્ધાને આધારકાર્ડ કઢાવવુંપડયુંછે. ડીજીટલ ઇન્ડીયાની પળોજણમાંલોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. સરકારી યોજનાઓ માટે આધારકાર્ડ ફરજીયાત બનાવવામાં આવ્યું છે ત્યારે લોકોનેલાઇનમાંઉભા રહી આધારકાર્ડ મેળવવો પડી રહયો છે. સેવા સેતુ કાર્યક્રમમાં કરેલી અરજીનો નિકાલ આવ્યો સરકારની યોજનાઓ તથા સબસીડીમેળવવા માટે આધારકાર્ડ ફરજિયાત બનાવી દેવામાંઆવ્યુંછે. નોટબંધી બાદબેંકોમાં ખાતાઓ ખોલાવવા માટે પણ આધારકાર્ડની...
  April 18, 10:58 PM
 • ઉમરવા પાસેથી વિસ્ફોટકો સાથે 3 યુવાનો ઝડપાયાં, 50 ડીટોનેટર્સ કબજે લેવાયાં
  રાજપીપળા: નાંદોદ તાલુકાના ઉમરવા ગામ નજીકથી પોલીસે 3 યુવાનોને વિસ્ફોટકોસાથે ઝડપી પાડયાં છે. તેમની પાસેથી 10 જીલેટીન સ્ટીક અને 50 ડીટોનેટર્સ કબજે લેવાયાં છે. ભરૂચનાનેત્રંગથી વિસ્ફોટકો લાવવામાં આવ્યાં હોવાની વિગતો સપાટી પર આવતાં પોલીસે તપાસનો દોર તે તરફ લંબાવ્યો છે. પોલીસે ઝડપી પાડેલાં ત્રણેય યુવાનો વડોદરા જિલ્લાના શિનોરના માછીવાડમાં રહેતાં હોવાનું જાણવા મળ્યું છે. 10 જીલેટીન સ્ટીક અને 50 ડીટોનેટર્સ કબજે લેવાયાં નર્મદા એસઓજીની ટીમે શુક્રવારની રાત્રીએ શિનોરના 3 યુવાનોને બાઈક પર ભરૂચ...
  April 15, 11:52 PM
 • દેડિયાપાડામાં બાઇક અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત
  દેડીયાપાડા: સામરપાડા ગામના વતની બાઈક લઈને થવા તરફ અન્ય બાઈકના ટાયરનું પંકચર બનાવવા જતાં કરજણ નદીના પુલ પાસે ટ્રક ચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજાના પગલે મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ પરિવારજનોને થતાં ઘરના મોભી ગુમાવી દેતાં ભારે આઘાતમાં સરી પડ્યા હતા. દેડિયાપાડાના સામરપાડાના ગામના વતની ગંભીરભાઈ છગનભાઈ વસાવા ફોરેસ્ટ ખાતામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા હતા. ફોરેસ્ટ વિભાગમાં તરીકે ફરજ બજાવતા હતા શુક્રવારે સાંજના સમયે પંકચર પડેલા બાઈકનું ટાયર ખોલીને બીજી બાઈક લઈને થવા ખાતે ટાયરનું પંકચર...
  April 14, 11:35 PM
 • રાજપીપલા: નર્મદા પોલીસની સંગાથ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં પોલીસ સ્ટેશને ગયા વગર પોલીસની મદદ લઇ શકાશે અને પોતાના મોબાઈલથી સીધો સંપર્ક કરી શકાશે અને ઇ-ફરીયાદ ડારેક્ટ કોલ ટુ પોલીસની સિસ્ટમ અમલમાં આવી છે. પોલીસ સ્ટેશને ગયા વગર મોબાઈલ થી સીધો સંપર્ક કરી શકાશે : ગુનાખોરી પર અંકુશ આવશે લોકો ગભરાયા વગર પોલીસને ફરિયાદ કરી શકે એ માટે મોબાઈલ એપ બનાવી હતી. જે કોઈપણ નાગરિક ગુગલ પ્લેસ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી શકાશે.એસપી મહેન્દ્ર બગડિયા અને તેમની ટીમે બનાવેલી એપને મુખ્ય મંત્રી...
  April 14, 11:27 PM
 • નર્મદા જિલ્લો ODF તરીકે આંતરરાષ્ટ્રિય કક્ષાએ ઝળકશે
  રાજપીપળા: નર્મદા જિલ્લો જાહેરમાં શૌચક્રિયા મુકત હોય તેવો દેશનો ત્રીજો અને રાજયનો પ્રથમ જિલ્લો બન્યો છે. નર્મદા જિલ્લાને જાહેરમાં શૌચક્રિયા મુકત તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મળે તેવા સંજોગો ઉભા થયાં છે. યુનિસેફની ટીમો જિલ્લામાં શૌચાલયોની કામગીરીનું નિરિક્ષણ કરી રહી છે. રાજયનો પ્રથમ અને દેશનો ત્રીજો જિલ્લો છે નર્મદા જિલ્લામાં ઘરે શૌચાલય તથા જાહેરમાં શૌચક્રિયા મુકત બનાવવા નવતર પ્રયોગો કરવામાં આવ્યાં હતાં. આ પ્રયોગોને સફળતા મળતાં નર્મદા જિલ્લો રાજયનો પ્રથમ જાહેરમાં...
  April 14, 01:55 AM
 • ગુજરાતના આ ગામની છે અનોખી પરંપરા, 24 કલાક કરે છે લોકો ઉભા ભજન
  રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભૂછાડ ગામે પાંચ પાંડવેશ્વર મંદિરે 24 કલાકના ઉભા ભજનની અનોખી પરંપરા છેલ્લા 10 વર્ષથી ચાલતી આવે છે. જે ઉભા ભજન એક અનોખું આકર્ષણ જમાવ્યું છે. આ પરંપરામાં આજુબાજુના 12થી વધુ ગામોની ભજન મંડળીઓ ભાગ લે છે અને જેની પુર્ણાહુતી રાખવામાં આવી હતી જેમાં જિલ્લાના તમામ પક્ષોના આગેવાનો આ ભજનની સાથે ગરબા રમી રમઝટ બોલાવી હતી. જેમાં મુખ્ય આયોજક એવા પી.ડી.વસાવા, જતીન વસાવા સાથે જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ, કોંગ્રેસના આગેવાનો દિનેશ તડવી, કોલેજના આચાર્ય...
  April 13, 09:36 PM
 • ભચરવાડા ગામે ગરનાળામાં પાણીનો છંટકાવ શરૂ કરાયો
  રાજપીપળા: રાજપીપલાથી અંકલેશ્વર રેલવે લાઈન પર ભચરવાડા ગળનાળાનું કામ ધીમી ગતિએ ચાલતા ગ્રામજનોને કરજણ બ્રિજ નીચેથી માટી વાળા ને ઉંચા ટેકરા પરથી જવું પડે છે.ભચરવાડા, હજારપુરા અને ભુછાડ ત્રણ ગામોના લોકોની હાલાકી અંગે દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ સફાળા જાગેલાંતંત્રએ ધુળીયા રસ્તા પર પાણીના છંટકાવની કામગીરી શરૂ કરીછે. ગરનાળાની કામગીરી પણ ઝડપી બનાવાઇ રાજપીપલા અંકલેશ્વર રેલવે લાઈન નંખાઈ ત્યારે ગ્રામજનોએ મોટા ગરનાળાની માંગ કરી હોવા છતાં રેલવે વિભાગે ઉંચો ટેકરો બનાવી ફાટક પણ બનાવીનહતી....
  April 12, 11:16 PM