નગરસેવકનું સીડી પુરાણસામી ચૂંટણીએ એક કોર્પોરેટરની સુરા અને સુન્દરી સાથેની વહેતી થયેલી સીડીએ ભારે ચર્ચા જગાવી છે. ‘દિવ્ય ભાસ્કરે’ આ સીડી મેળવીને તપાસ કરી તો તેને વહેતી કરનારનું કહેવું છે કે તેમાં બિયરની બોટલ અને યુવતી સાથેનો શખ્સ ફૂલપાડાના ભાજપના ઉમેદવાર લાઠિયા છે. પાર્ટી તરફથી ફરી તેમને ટિકિટ મળતા ગુરુવારે રાત્રે ૧૫૦૦ કાર્યકરોએ બેઠક...
બાબરી મસ્જિદનો ચુકાદો ૨૪ સપ્ટેમ્બરને બદલે હવે ૨૯ સપ્ટેમ્બરે જાહેર કરવા સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને હુકમ કર્યો છે. સાથે બંને પક્ષને ભેગા કરીને સુલેહપૂર્ણ ઉકેલ લાવવાનું સૂચન પણ કર્યું છે. ત્યારે ‘દિવ્ય ભાસ્કર’ તમામ ધર્મના અગ્રણીઓને પોતાના પરિસરમાં એક મંચ પર લાવ્યું હતું અને શહેરમાં શાંતિ-અમનનો પવન ફૂંકાતો રહે તે માટે તેમની સામાજિક-ધાર્મિક...
વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ આગામી તા. ૨૮-૯-‘૧૦ના રોજ બપોરનું ભોજન સુરતમાં આરોગશે. સુરતના એરપોર્ટ પર ટૂંકા રોકાણ દરમિયાન વડાપ્રધાન સુરતી ભોજન માણશે. વડાપ્રધાન એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે નંદુરબાર જવાના છે. તેઓ દિલ્હીથી ખાસ હેલિકોપ્ટર મારફતે નીકળી બપોરે એક વાગ્યાની આસપાસ સુરતના એરપોર્ટ પર આવી પહોંચશે. એરપોર્ટ પર પંદરેક મિનિટના રોકાણ...
ગણેશ વિસર્જનના બંદોબ્સત માટે શહેર બહારથી આવેલા જવાનોએ આમતેમ રહેવાનો વારો આવ્યો છે. શહેર બહારથી આવેલા ૧૩૦૦થી વધુ પોલીસ જવાનો માટે રહેવા અને જમવાની કાયમી વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક પોલીસ ‘સંબંધ’નો ઉપયોગ કરી પોતાના સાથી મિત્રોને સાચવી રહી છે. ગણેશ વિસર્જન માટે લિંબાયત સૌથી સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે. આથી જ આ વિસ્તારમાં એક હજારથી વધુનો...