-પેટ્રોલની કિંમતમાં થયેલાં વધારા સામે ભરૂચમાં ભાજપના મહિલા મોરચાએ કેન્દ્ર સરકાર સામે ખોલ્યો મોરચો
પેટ્રોલની કિંમતમાં થયેલા વધારાથી સામાન્ય પ્રજા ભીંસમાં મુકાઇ છે ત્યારે કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધી સત્તા છોડી એક મહિનો રસોડામાં વિતાવે તો તેમને મોંઘવારીનો ખ્યાલ આવે તેમ ભરૂચ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ દક્ષાબહેન પટેલે શુક્રવારે પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં શકિતનાથ સર્કલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું.
પેટ્રોલની કિંમતમાં લિટરે ૭.૫૦ રૂપિયાના થયેલાં વધારાને મુદ્દો...
ભરૂચની નર્મદા નદી ઉપર ૫૦૭ કરોડ રૂપિયાના ખર્ચે આકાર લેનારા ફોર લેન બ્રિજનું ગુજરાત સ્થાપનાદિને કેન્દ્રીય માર્ગ અને પરિવહનમંત્રી ડૉ. સી.પી.જોષીના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. પ્રસંગે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોદીની પ્રશંસા કરતા કોંગ્રેસીઓએ હુરિયો બોલાવ્યો...