જંબુસર નગરપાલિકા સંચાલિત એસ એન્ડ આઇ.સી. હાઈસ્કૂલની ઇમારતનું છેલ્લા ઘણા સમયથી સમારકામ કરવામાં આવતું નહિ હોવાથી ભયજનક બની ગયેલી ઇમારતમાં હજારો વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યાં છે. સરકાર તરફથી ગ્રાન્ટ મળવામાં વિલંબ થઇ રહયો હોવાથી સમારકામની કામગીરી અટકી હોવાનો લુલો બચાવ શાળા સંચાલકો કરી રહયાં છે પરંતુ કોઇ દુર્ઘટના સજૉશે તો તેની...
ભરવાડ વાસમાં રેડ પાડી કામરેજ પીઆઈ અને ડી સ્ટાફે કુલ ૫૨૨ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો
કામરેજ ચાર રસ્તા પાસે ભરવાડ વાસમાં શુક્રવારના રોજ રેંજ આઈજીની બાતમીના આધારે કામરેજ પોલીસે પાનના ગલ્લા પાસે ૫૨૨ ગ્રામ ગાંજા સાથે બે મહિલાને પકડી પાડી હતી.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રેંજ આઈજી હસમુખ પટેલને શુક્રવારના રોજ કામરેજ ચાર રસ્તા...
બારડોલી તાલુકાના વાંસકુઇ ગામે સીમાડા ફળિયામાં વર્ષ ૨૦૦૮માં જમીન બાબતેના ભાઇઓ વચ્ચેના ઝઘડામાં મોટાભાઈને નાના ભાઇએ લાકડીને ફટકો માથામાં મારી હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ હત્યાના ગુનામાં નાના ભાઈ સજા થઇ હતી. બે વર્ષ પહેલા સજા ભોગવી બહાર નીકળ્યા બાદ પણ ભત્રીજાને અવારનવાર ધમકી આપતો હોવાથી ગુરુવારે ભત્રીજાએ સસરો અને સાળાની મદદથી કાકાને બાલ્દા...
બારડોલી તાલુકાનાં સરભોણ ગામે છેલ્લા ધણા સમયથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. આ વાનરો હુમલા કરી માણસને ઈજા પહોંચાડી રહ્યાં નથી, પરંતુ ખેતીના પાકને પણ નુકસાન પહોંચાડે છે. ઉપરાંત કામ ધરોને નુકસાન થઈ રહ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણાં સમયથી ૧૦થી ૧૨ વાનરો આતંક મચાવી રહ્યા છે. આ વાનરો માણસ પર હુમલો કરતા નથી, પરંતુ કાચા ઘરના સિમેન્ટના...