Home >> Daxin Gujarat >> Latest News
 • સુરત |RTE અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે શરૂ થયેલી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં 5 દિવસમાં 700થી વધુ અરજી થઇ છે ત્યારે ચાલુ વર્ષે 5000થી વધુ એડમીશન માટે અરજી થાય તેવી સંભાવના છે. RTEમાં ધો.1ના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે. જે અંતર્ગત ધો.1માં ભણતા બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધો.8 સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે. હાલમાં 21 ફેબ્રુઆરીથી આર.ટી.ઇ અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ચાલુ વર્ષે ફોર્મ ભરવા તકલીફ નહિં પડે તે માટે 14 સેન્ટર ઉભા કરાયા છે. ગરીબ વર્ગનો બાળક શિક્ષણથી વંચિત નહીં રહે...
  03:30 AM
 • ઇન્સ્ટિટ્યૂટઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા ડિસેમ્બર-2016માં લેવાયેલી એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલનું પરિણામ શનિવારે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોફેશનલ પ્રોગ્રામમાં સુરત ચેપ્ટરની લેખા બૈદએ ઓલ ઈન્ડિયામાં રેન્કની લીસ્ટમાં 18મું સ્થાન મેળવ્યું છે. ડિસેમ્બર-2016માં લેવાયેલી એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામમાં સુરત ચેપ્ટરના 263 વિદ્યાર્થીઓએ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામની અને 177 વિદ્યાર્થીઓએ પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષા આપી હતી. જે પૈકી માત્ર 16 વિદ્યાર્થીઓ એક્ઝિક્યુટિવ...
  03:30 AM
 • સુરત |સુરત મહાનગર પાલિકા દ્વારા અઠવા ઝોનમાં આવેલ મધ્યસ્થ નર્મદ લાઇબ્રેરીને રિનોવેશન કરવાની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત નર્મદ લાઇબ્રેરીમાં ડીમોલિશન, રીનોવેશન, લિફટનું બાંધકામ તથા વોટર પ્રફુીંગ કરવામાં આવશે. પાલિકા દ્વારા રૂા.43.51 લાખના ખર્ચે નર્મદ લાઇબ્રેરીમાં રિનોવેશનની કામગીરી કરાશે. તાજેતરમાં પાલિકામાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કામ માટે નિર્ણય લેવાયો હતો. જેથી આગામી દિવસોમાં નર્મદ લાઇબ્રેરીનું રિનોવેશનનું કામ શરૂ થઇ જશે. લાઇબ્રેરીના રિનોવેશનને કારણે આવનારા સમયમાં વાંચન...
  03:30 AM
 • બેદિવસમાં તાપમાનમાં નહીંવત ઘડાટો થયા બાદ આજથી ફરી તાપમાનમાં વધારો શરુ થયો છે. હવામાન વિભાગના કહ્યા અનુસાર આગામી દિવસોમાં હવે તાપમાનમાં વધારો થશે. સાથે ગરમ લૂ વાળી હવા પણ હવે ધીરે ધીરે શરુ થઈ જશે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર અપર એર સર્ક્યુલેશન તૈયાર થઈ રહ્યું છે. જેને કારણે ગુજરાતના તાપમાનમાં ધીરે ધીરે વધારો નોંધાશે. જેની અસર આજથી જોઈ પણ શકાય છે. આજે મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી વધારા સાથે 36.6 ડિગ્રી નોંધાયું છે. લઘુત્તમ તાપમાનમાં પણ એક ડિગ્રીનો વધારો નોંધાતા તાપમાન 19.5 ડિગ્રી પર પહોંચ્યું...
  03:30 AM
 • ટ્રાન્સપોર્ટના પગલે ટેક્સટાઇલની પાર્કિંગ સમસ્યાનો કોઇ ઉકેલ નહીં
  ટેક્સટાઇલહબ તરીકે પ્રખ્યાત સુરતના ટેક્સટાઇલ વિસ્તારની કાયમની સમસ્યા બની ગયેલા ટ્રાફિકનો કોઇ ઉકેલ નહીં આવતા વેપારીઓ દ્વારા પાર્કિંગ માટેની યોગ્ય વ્યવસ્થા માટે પો.કમિ. સતીશ શર્માને રજુઆત કરી તેના ઉકેલની માંગ કરાઇ છે. તત્કાલીન પાલિકા કમિ. મિલિન્દ તોરવણે દ્વારા અગાઉ ટેક્સટાઇલની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ટ્રાન્સપોર્ટના ગોડાઉનોને ખસેડવાની તૈયારી કરાઇ હતી. પાલિકા કમિ.ની બદલી થતાં જાણે ગોડાઉન શિફ્ટનો પ્રોજેક્ટ નેવે મુકાઇ જતાં વેપારીઓ ટ્રાફિક સમસ્યાથી ઝઝુમી રહ્યા છે. રિંગરોડ...
  03:30 AM
 • કર્મચારીરાજ્ય વીમા નિગમની હોસ્પિટલમાં ગંદકી અને સુવિધાનો અભાવ તો ખરો પણ એથી વધુ આશ્ચર્ય જગાવે એવી બાબતે અહીં સ્ટાફની 50 ટકા ઘટ છે. થોડા મહિનાઓ પહેલાં હોસ્પિટલમાં અલગ-અલગ કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ તેમના માટે અહીં સારવાર કરવી અઘરી છે. કારણ કે અહીંયા સારવાર માટેનાં સાધનો દાયકા પહેલાનાં છે જ્યારે ડોક્ટરો નવાં સાધનો પર ઇલાજ કરતા શિખ્યા છે. મેડિકલ ક્ષેત્રમાં છેલ્લા એક દશકમાં ઘણાં મોટા ફેરફાર થયા છે. ખાસ કરીને ઓપરેશન કરવા માટે હોય કે પછી સારવાર કરવા માટેના સાધનો હોય તે ઘણાં...
  03:30 AM
 • સુરત |સરકારની વિવિધ યોજનાઓનો લોકોને લાભ આપવા તથા માર્ગદર્શન આપવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત આજે રવિવારે રાંદેર ઝોનમાં જહાંગીરપુરા ડભોલી બ્રીજ પાસે આવેલા જહાંગીરપુરા કોમ્યુનીટી હોલમાં સવારે 10 કલાકે સેવા સેતુનો કાર્યક્રમ યોજાનાર છે. કાર્યક્રમમમાં જાતિનો દાખલો, માં વાત્સલય કાર્ડ, અમૃતમ કાર્ડ, ક્રીમીલયર દાખલો સહિતની સેવાઓનો લોકોને લાભ મળશે. લોકોને ઘરઆંગણે સુવિધા, આજે જહાંગીરપુરામાં સેવાસેતુ કાર્યક્રમ
  03:30 AM
 • સુરત |સંઘ લોક સેવા આયોગ દ્વારા વર્ષ 2017 માટે ભારતીય પ્રશાસનિક સેવા માટેની પરીક્ષાના ફોર્મ ભરવા માટેની શરુઆત કરી છે. 22 ફેબ્રુઆરીથી પરીક્ષાના ફોર્મ ભરવાનું શરુ થઈ ગયુ છે. 17મી માર્ચ 2017 સુધી ફોર્મ ભરી શકાશે. યુપીએસસી દ્વારા માટેની પ્રીલીમ પરીક્ષા 18મી જૂનના રોજ લેવામાં આવનાર છે. પરીક્ષાલક્ષી |યુપીએસસી માટે 17 માર્ચ સુધી ફોર્મ ભરવાનું શરૂ
  03:30 AM
 • સુરત |સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજના મધ્યસ્થ પુસ્કાલય અને તમામ વિભાગોના પુસ્તકાલયો માટે મેડિકલ પુસ્તકો ખરીદવાની કામગીરી શરૂ કરાઇ છે. અલગ અલગ વિભાગોના કુલ 465 મેડિકલ પુસ્તકો ખરીદાશે. રૂા.9.21 લાખના ખર્ચે મેડિકલ પુસ્તકો ખરીદવાનું કામ હાલમાં મંજૂર કરાયું હતું. જેથી સ્મીમેર મેડિકલ કોલેજના મધ્યસ્ત પુસ્તકાલય સહિતના વિભાગોમાં આગામી દિવસોમાં મેડિકલ પુસ્તકો આવી જશે. જેનો સીધો લાભ મેડિકલ સ્ટુડન્ટને મળશે. મેડિકલ |સ્મીમેર કોલેજમાં રૂપિયા 9.21 લાખનાં પુસ્તકો ખરીદાશે
  03:30 AM
 • કૌસ્તુભ ત્રિવેદી પ્રસ્તુત, સંજય ગોરડિયા પ્રોડક્શન નિર્મિત, વિપુલ મહેતા દિગ્દર્શિત
  કૌસ્તુભ ત્રિવેદી પ્રસ્તુત, સંજય ગોરડિયા પ્રોડક્શન નિર્મિત, વિપુલ મહેતા દિગ્દર્શિત અને વિનોદ સરવૈયા લિખિત ‘મારી વાઈફ મેરીકોમ’ નાટકનો 200મો શો સુરતમાં યોજાયો. દિવ્યભાસ્કર, પ્રો-ઈવેન્ટ અને 94.3 માયએફએમના સહયોગથી ભજવવામાં આવેલા નાટકમાં સુરતીઓ પેટ પકડીને હસ્યાં હતાં. સાથે લગ્નથી કંટાળેલા વ્યક્તિના જીવનના ઉતાર-ચઢાવ જોઇને સુરતીઓ ટેન્શન ફ્રી થયાં હતાં અને નાટકને મનભરીને માણ્યું હતું. ‘મારી વાઇફ મેરીકોમ’ નાટકનો 200મો શો સુરતમાં યોજાયો
  03:30 AM
 • સુરતમાં સંગીતનો જલસો લઇને આવ્યું છે ‘મ્યુઝીક દાવત’
  94.3 માયએફએમના બ્રેડ ચીફ પ્રેઝન્ટ દાવત મ્યુઝીકના સુરમાં સુરતનો સુર બરાબર જામી રહ્યો છે. ગઈકાલે ડભોલી રોડ સ્થિત આવેલી શ્રીરામ સોસાયટી ખાતે 94.3 માયએમફેમના આર.જે ધ્વની અને અજંતા ટેક્ટાઇલ માર્કેટમાં હેવમોર મોબાઈલ ખાતે આર.જે.મિહીરએ ત્યાંના લોકોને પોતાના મન પસંદ ગીતો પર લાઈવ મ્યુઝીક બેન્ડ સાથે ડોલાવ્યા હતાં. તમે પણ ઇચ્છતા હોય કે 94.3 માયએફએમના આર.જે તમારી સોસાયટીમાં મનપસંદ મ્યુઝીક દાવત મ્યુઝીકમાં પીરસે તો વોટ્સ ઍપ કરો તમારું નામ અને દાવત મ્યુઝીક લખીને ૭૮૧૮૯૪૩૯૪૩ પર. માયએફએમના દાવત મ્યુઝીકમાં મેડી...
  03:30 AM
 • ક્યા કેટલી ઠંડી
  ક્યા કેટલી ઠંડી શહેર તાપમાન રાજકોટ18.0 અમરેલી 14.1 ભાવનગર 17.3 દ્વારકા 18.5 ઓખા 20.7 પોરબંદર 17.3 વેરાવળ 20.0 સુ.નગર 17.7 ભુજ 18.4 નલિયા 11.0 અમદાવાદ 15.5 ડીસા 14.6 ગાંધીનગર 13.2 વડોદરા 15.2 સુરત 19.5 વલસાડ 14.6 કંડલા 15.4
  03:30 AM
 • હાઉસિંગ સોસા.ના મેનેજમેન્ટ પર એક્સ્પો સુરત| મુંબઈમાં10થી 12મી માર્ચ સુધી હાઉસિંગ સોસાયટીઝ મેનેજમેન્ટ પર શૉ યોજાશે. એક્સ્પો સોસાયટીના સભ્યો અને વિવિધ વ્યાવસાયિકો, સર્ટિફાઇડ સર્વિસ પ્રોવાઇડર્સ-ઉત્પાદકો માટે સામાન્ય પ્લેટફોર્મ ઊભું કરશે. જેમાં 40 કેટેગરીમાં સામેલ હશે. ઇલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ, સેનિટેશન, લીકેજ, સિમેન્ટિંગ, કલર, પેઇન્ટિંગ, ફાયર સેફ્ટી, સીસીટીવી સર્વેલન્સ, એક્સેસ કંટ્રોલ, સિસ્ટમ્સ, ઓટોમેટેડ બૂમ બેરિયયરસ, કમ્પોસ્ટિંગ મશીન્સ ફોર ઓર્ગેનિક વેસ્ટ, સોલાર એનર્જી અને વરસાદના પાણીના...
  03:30 AM
 • દમણનુંનાક દબાવવા માટે રેંજ આઈજી ડો. સમશેરસિંઘ દ્વારા સુરત રેંજના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં વોન્ટેડ દમણના 350થી વધુ બુટલેગરો પૈકી 160 બુટલેગરોની યાદી દમણ પોલીસને સુપ્રત કર્યા બાદ રેંજ આઈજી હજુ પણ દમણના બુટલેગરો અંગે માહિતી એકત્રિત કરી રહ્યાં છે. ભાગેડુ બુટલેગરોને પકડવા માટે બે જુદીજુદી સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ સીટની રચના કરી છે. અને ટીમ દ્વારા દમણમાં દરોડા પાડવાનું ચાલુ છે. તો બીજી તરફ સુરત જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી છેલ્લા 15 વર્ષ દરમિયાન માત્ર દમણમાંથી પકડાયેલા...
  03:30 AM
 • સીબીએસઈસ્કૂલની બસમાં જીપીએસ, સીસીટીવી કેમેરા અને ગતિ નિયંત્રણ સિસ્ટમ ફિટ કરવા માટેનો આદેશ સીબીએસઇ સ્કૂલના ડાયરેક્ટરે કર્યો છે. થોડા સમય પહેલાં ઉત્તર પ્રદેશમાં સ્કૂલ બસ અક્સ્માતની ઘટનામાં 12 વિદ્યાર્થીઓના મોત થયા હતાં. ઘટનાને પગલે નિર્ણય લેવાયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશને હાલ એક નોટીફિકેશન બહાર પાડ્યું છે. જેમાં સ્કૂલબસની બારી પર તારની જાળી ફીટ કરવી પડશે. ડ્રાઇવરે બસ 40 કિમી પ્રતિ ક્લાકની ઝડપે દોડાવાની રહેશે. બસમાં જીપીએસ સિસ્ટમ, સીસીટીવી કેમેરા, ગતિ નિયંત્રણ યંત્ર ફીટ...
  03:30 AM
 • દેશભરનાખૂણે ખૂણે પહોચી ગયેલા સુરતના વેપારીઓ અર્થતંત્રના વિકાસ માટે અગત્યનો ભાગ ભજવે છે. સુરત મીની ભારત તરીકે ઓળખાય છે. તેનુ કારણ છે સુરતમાં ઘણા બધા વેપાર સાથે સંકળાયેલા લોકો દેશભરમાંથી આવી અહિ વસેલા છે. સુરતમાં બનતુ કાપડ તેમજ તૈયાર થતા ડાંયમડ જ્વેલરીઓ દેશભરમાં પ્રખ્યાત છે. તેવામાં એક ઉદ્યોગકારનું અર્થતંત્રમાં ખૂબ મોટુ યોગદાન છે. તે અંગે ચર્ચા કરવા દિશા ફાઉન્ડેશન દ્વારા રાજ્ય કક્ષાના ટેક્સટાઈલ્સ મંત્રી અજય ટમ્ટાની હાજરીમાં આયોજન કરાયું હતું. કોન્કલેવમાં પ્રાસંગિક ઉદબોધન આપતા અજય...
  03:30 AM
 • ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત એરઈન્ડિયા દ્વારા સુરત દિલ્હી વચ્ચે ઉડતી એર બસના શિડ્યુલમાં ફેરફાર કરાતાં બુકિંગ બંધ કરી દેવાયું હતું. અંગે સાંસદ સી આર પાટીલ અને દર્શના જરદોશે એર ઈન્ડિયાના ચેરમેન અશ્વિની લોહાણી સાથે મંત્રણા કરતાં મંગળવાર સુધીમાં ફરી બુકિંગ શરૂ થાય તેવું જાણવા મળ્યું છે. સરસાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સાંસદ દર્શના જરદોશ દ્વારા સુરત દિલ્હીની મોર્નિંગની એર બસના બુકિંગ બંધ થવા સંદર્ભે જણાવ્યું હતું કે, અંગે તેમની એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર...
  03:30 AM
 • શુભ રંગ : લાલ | શુભ અંક : 1-8 કરજ-વ્યાજકરવા નહીં. પરીક્ષામાં સફળતા મળે. સામાજિક મસ્યા દૂર થાય. કૌટુંબિક પ્રવાસનું આયોજન થાય. આવક ઘટે. દિવસ મધ્યમ.
  03:30 AM
 • સિટી 
 હેરીટેજ
  અકબરે સુરત પર ચઢાઈ કરી અેને આજે 444 વર્ષ થયા અકબરે 1573ના 11મી જાન્યુઆરીના રોજ સુરતમા છાવણી નાંખી હતી. 26મી ફેબ્રુઆરીના રોજ કિલ્લા પર વિજય મેળવ્યો હતો. આમ અકબર 47 દિવસમાં કિલ્લાનો આધિપત્ય બન્યો હતો. જલ્પેશ કાળેણા @srt_cb આજથી344 વર્ષ પહેલા અકબરે સુરતનાં કિલ્લાને જીતી લીધો હતો. પંદરમી સદીમાં સુરતનાં કિલ્લો જીતવો મુશ્કેલ ગણાતો કારણ કે કિલ્લો દેશનો સૌથી મજબૂત કિલ્લો હતો. પંદરમી સદીમાં જ્યારે અકબરે સુરત પર ચડાઇ કરી ત્યારે એણે 47 દિવસ સુધી સુરતનાં કિલ્લા પર ઝઝૂમવું પડ્યું હતું. 47 દિવસ સતત ઝઝૂમ્યા પછી...
  03:30 AM
 • સુરત શા માટે ભારતનું આર્થિક પાટનગર કહેવાતું?
  16 મી અને 17મી સદીમાં સુરત ભારતનું પ્રવેશદ્વાર ગણાતું હતું અને 84 બંદરો સાથે આયાત-નિકાસનો સંબંધ ધરાવતું હતું. સુરતમાં અંગ્રેજ, ડચ, પોટુર્ગીઝ, આર્મેનિયન, ફ્રેન્ચ, યહુદી, આરબ, તુર્ક, જર્મન, આફ્રિકન, ઈટાલિયન, સ્વીડીશ, સ્પેનિશ જેવી અનેક પ્રજા સ્થાયી થઈ હતી અને અહીં તેઓના વ્યાપારર્થે લાંબા સમયના રોકાણને કારણે તેમની કોઠીઓ અને કબ્રસ્તાનો પણ બન્યા હતાં. સલ્તનતકાળ બાદ બાદશાહ અકબરે ઈ.સ. 1573માં સુરત જીત્યા પછી મોગલ સામ્રાજ્યનો પાયો નંખાયો તેથી સુરત બંદર હોવાથી તેના વિકાસમાં પ્રગતિ થઈ અને સુરત રૂપિયા કમાવવા...
  03:30 AM