Home >> Daxin Gujarat >> Bharuch District >> Vagara
 • વાગરા તાલુકાના વસતીખંડાલી ગામે આજે મસ્જિદનું લોકાર્પણ થશે
  વાગરાનાવસતીખંડાલી ગામે નિર્માણ પામેલી મસ્જિદે ગોસિયાનું આજે લોકાર્પણ કરવામાં આવશે. ધર્મગુરૂઓની હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. પ્રસંગે સૈયદ મુખ્તીયાર બાવા ઉર્ફે ચાચા બાવા ખાસ ઉપસ્થિત રહેશે. વસ્તીખંડલી ગામે આવેલ આજે શુક્રવારના રોજ નવી નગરી વિસ્તારમાં આવેલ મસ્જિદ-એ-ગોસિયા નું ઉદ્ઘાટન હજરત સૈયદ મુખ્તીયાર બાવા ઉર્ફે ચાચા બાવા નાપાડવાળાના હસ્તે કરવામાં આવશે. તેઓ જૂમ્માની નમાજ પઢાવશે. તેઓની સાથે સૈયદ મજલેસાબ બાવા સાલદારાવાળા તેમજ સૈયદ મુર્તૂજાઅલી બાવસાબ પુરસાવાળા...
  May 26, 04:10 AM
 • છોટાઉદેપુરજિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા જેમાં બે વિધાનસભા કૉંગ્રેસના હાથમાં છે.જ્યારે પાવી જેતપુર વિધાનસભા ભાજપના હાથમાં છે. જેને લઈને આજરોજ ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના હોદેદારો જીતુભાઇ પટવારી કે જેઓ ઇન્દોરના ધારાસભ્ય છે. પ્રદેશના મહામંત્રી ઇકબાલભાઈ પટેલ કે જેઓ વાગરાના પૂર્વ ધારાસભ્ય સાથે પાવી જેતપુર વિધાનસભાના નિરીક્ષક જયદીપસિંહ ડાભી અને સાથે મોહનસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઇ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા....
  May 24, 04:00 AM
 • છોટાઉદેપુરજિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા જેમાં બે વિધાનસભા કૉંગ્રેસ ના હાથમાં છે જ્યારે પાવી જેતપુર વિધાનસભા ભા. જ. ના હાથ માં છે જેને લઈને આજરોજ ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી ના હોદેદારો જીતુભાઇ પટવારી કે જેઓ ઇન્દોર ના ધારાસભ્ય છે. પ્રદેશ ના મહામંત્રી ઇકબાલભાઈ પટેલ કે જેઓ વાગરા ના પૂર્વ ધારાસભ્ય સાથે પાવી જેતપુર વિધાનસભા ના નિરીક્ષક જયદીપસિંહ ડાભી અને સાથે મોહનસિંહ રાઠવા , પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઇ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા....
  May 24, 04:00 AM
 • વાગરાનાચીમનચોકથી સુથાર ફળિયા વચ્ચે આરસીસી રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના સભ્યોએ રોડની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. સ્થાનિક રહીશોની વર્ષો જુની માંગ પુરી થતાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. ચીમનચોક થી સુથાર ફળિયા સુધીનો રોડ ખરાબ હાલતમાં થઈ જવાને લઈને આવતા જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ખરાબ રસ્તાને કારણે દર્દીઓને હોસ્પિટલ લઇ જવામાં પણ તકલીફ પડતી હતી. નવો રસ્તો બનાવવા માટે રહીશોએ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષ...
  May 14, 02:55 AM
 • વાગરા |મુલેર ચોકડી પાસે વાગરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે વેળાં મુલેર ગામના સંજય ઉર્ફે ડમો મેલા દેવીપુજક તેમજ ધર્મેન્દ્ર પ્રવિણ ગોહિલને પોલીસે શંકાના આધારે અટકાવી તપાસ કરતાં તેમની પાસેથી ૩૦ મીટર લંબાઈવાળા બે વેલ્ડીંગ વાયર, નંગ ગેસ રેગ્યુલેટર, નંગ હેંડ ગ્રાઈન્ડર, 2 નંગ બિલ્ડીંગ ફોલ્ડર મળ્યા હતાં. તેઓએ વિસ્તારમાં ચોરીની વારદાતને અંજામ આપ્યો હોવાનું માલુમ પડતાં પોલીસે તેમની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.
  May 6, 04:30 AM
 • વાગરાતાલુકામાં આવેલી મુલેર ચોકડી પાસે વાગરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે વેળાં મુલેર ગામના સંજય ઉર્ફે ડમો મેલા દેવીપુજક તેમજ ધર્મેન્દ્ર પ્રવિણ ગોહિલને પોલીસે શંકાના આધારે અટકાવી તેમની તપાસ કરતાં તેમની પાસેથી ૩૦ મીટર લંબાઈ વાળા બે વેલ્ડીંગ વાયર , નંગ ગેસ રેગ્યુલેટર , નંગ હેંડ ગ્રાઈન્ડર , બે નંગ બિલ્ડીંગ ફોલ્ડર મળી આવ્યાં હતાં. તેઓએ વિસ્તારમાં ચોરીની વારદાતને અંજામ આપ્યો હોવાનું માલુમ પડતાં પોલીસે તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
  May 6, 04:30 AM
 • વાગરામાં અનવારુલ ઉલૂમ મદ્રેસા ખાતે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ
  વાગરાનીનૂરની મસ્જિદ ખાતે આવેલ અનવારુલ ઉલૂમ ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ મસ્જિદના ટ્રસ્ટીઓ તેમજ મૂતવલ્લીના હસ્તે દરેક બાળકોનોને ઇનામોથી નવાજવામાં આવ્યાં હતાં. મૌલના ઇબ્રાહિમભાઈ , અલતાફભાઈ , મોહસીનભાઈ , તાજુદ્દીનભાઈ તેમજ અબ્દુલભાઈ મજીદભાઈ તેમજ ફરહીનબેન સહિતના સ્ટાફે બાળકોને એક વર્ષ સુધી બાળકોને અભ્યાસ કરાવી તાલીમ આપી હતી. બાળકોએ કેટલી સફળતા મેળવી તે બાબતે બાળકોની વાર્ષિક પરીક્ષા લેવામાં આવી હતી. બાળકોએ ખુબજ ઉમંગ અને...
  May 3, 04:00 AM
 • વાલિયાનાં ડણસોલી ગામે સીમમાં વિદેશી દારૂ સગેવગે કરતાં બુટલેગરો પર
  વાલિયાનાં ડણસોલી ગામે સીમમાં વિદેશી દારૂ સગેવગે કરતાં બુટલેગરો પર વાલિયા પોલીસે દરોડો પાડયો હતો. જોકે ત્રણ બુટલેગરો ફરાર થઈ ગયા એક ઝડપાઇ ગયો હતો.પોલીસે 87,600 નો દારૂ સાથે 1,07,600 નો મુદ્દામાલ જપ્ત ફરાર થયેલા ઝડપડવા ચક્રો ગતિમાન કર્યાં છે. વાગરાની નૂરની મસ્જિદ ખાતે આવેલ અનવારુલ ઉલૂમ ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ મસ્જિદના ટ્રસ્ટીઓ તેમજ મૂતવલ્લીના હસ્તે દરેક બાળકોનોને ઇનામોથી નવાજવામાં આવ્યાં હતાં. બાળકોએ કેટલી સફળતા મેળવી તે બાબતે...
  May 3, 04:00 AM
 • લઘુમતિ મતોનું પ્રભુત્વ ધરાવતી બેઠકો જીતવા ભાજપની ચાલ અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી લડાવવા નાણાંની કોથળી ખુલ્લી મૂકશે વિધાનસભાની2017ની ચુંટણીમાં રાજ્યની લઘુમતિ મતોનું પ્રભૂત્વ ધરાવતી બેઠકો જીતવા માટે ભાજપ સક્રિય થયો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મૂજબ હાલ આવી 6 બેઠકો જમાલપૂર, દરિયાપૂર, વાગરા, વાંકાનેર, સુરત પશ્ચિમ અને અબડાસા પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. આમાંની જમાલપૂર, વાગરા અને સુરત પશ્ચિમની બેઠક ભાજપના કબજામાં છે, જ્યારે વાંકાનેર, દરિયાપૂર અને અબડાસા બેઠકો કોંગ્રેસના કબજામાં છે. સૂત્રોના...
  April 30, 04:30 AM
 • વાગરામાંસામુહિક આરોગ્ય કેન્દ્ર નજીક ગંદકીના ઢગલાં થઇ જતાં લોકોમાં રોષ જોવા મળી રહયો છે. આરોગ્ય કેન્દ્રની બહાર મેડીકલ વેસ્ટનો પણ ખડકલો થઇ જતાં રોગચાળો ફેલાવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. ગ્રામ પંચાયત વહેલી તકે સફાઇ કરાવે તેવી લોકો માંગ કરી રહયાં છે. વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સેંકડો દર્દીઓ તથા તેમના પરિવારજનો આવતાં હોય છે. આરોગ્ય કેન્દ્રની આસપાસ ફેલાયેલી ગંદકીને કારણે લોકોમાં રોષ જોવા મળી રહયો છે. એક તરફ સ્વચ્છતા અભિયાન ચાલી રહયું છે તો બીજી તરફ ગામમાં ગંદકી જોવા મળી રહી છે....
  April 28, 05:10 AM
 • કેન્દ્રસરકાર આગામી દિવસોમાં ગુડ સર્વિસ ટેકસનો અમલ કરાવવા જઇ રહી છે ત્યારે વાગરાના વેપારીઓને જીએસટી અંગે સમજ આપવામાં આવી હતી. ગ્રામ પંચાયત કચેરી ખાતે આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહયાં હતાં. વાગરા ખાતે આયોજીત કાર્યક્રમમાં હાર્ડવેર, ફરસાણ, મીઠાઇ, જનરલ સ્ટોર,જ્વેલર્સ, ફૂટવેર તેમજ અનાજ કરિયાનાના તમામ વેપારીઓ મોટી સંખ્યામાં હજાર રહ્યા હતાં. ગુજરાત સેલ્સટેક્સ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં. ડી.કે.પટેલે સેલ્સટેક્સ, વેટ તથા જીએસટી વિશે માહિતી આપી હતી. વેપારીઓને...
  April 25, 04:25 AM
 • વાગરાટાઉનમાં આવેલાં પોલીસ મથકનો લેન્ડ લાઇન ટેલિફોન ઘણા સમયથી બંધ હાલતમાં છે. ટેલીફોન ખોટકાતા અરજદારોને ભારે કઠણાઇ નો સામનો કરવો પડે છે. દિવસ દરમિયાન ટેલિફોન બંધ થઈ જતાં લોકો પોતાની જરૂરિયાત અર્થે પોલીસ સ્ટેશનનો ટેલિફોન સંપર્ક કરવામાં મુશ્કેલી અનુભવી રહયાં છે. તાલુકામાં કોઈ આકસ્મિક ઘટના બને તો લોકોને પોલીસ ની મદદ માટે પોલીસ ને કઈ રીતે જાણ કરવી તે સામે વેધક સવાલો ઊભા થયાં છે. વાગરા પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર મૂંગા મંતર
  April 21, 05:20 AM
 • વાગરા | વાગરાટાઉનમાં આવેલાં પોલીસ મથકનો લેન્ડ લાઇન ટેલિફોન ઘણા સમયથી બંધ હાલતમાં છે. ટેલીફોન ખોટકાતા અરજદારોને ભારે કઠણાઇ નો સામનો કરવો પડે છે. દિવસ દરમિયાન ટેલિફોન બંધ થઈ જતાં લોકો પોતાની જરૂરિયાત અર્થે પોલીસ સ્ટેશનનો ટેલિફોન સંપર્ક કરવામાં મુશ્કેલી અનુભવી રહયાં છે. વાગરા ટાઉનમાં આવેલાં પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર મૂંગા મંતર
  April 21, 05:20 AM
 • બેદરકારી | સરકારના સ્વચ્છતા અભિયાનની વાતો : વાગરા ખાતે ગંદકીથી ખદબદતા શૌચાલયો
  વાગરા તાલુકા પંચાયત કચેરીમાં શૌચાલયોના ખસ્તાહાલ થઇ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. શૌચાલયોમાં બારી બારણાના કોઇ ઠેકાણા નથી તથા ગંદકીથી ખદબદી રહયાં છે. એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે તો બીજી તરફ સરકારી કચેરીમાં શૌચાલયોની સાથે સફાઇના કોઇ ઠેકાણા નથી. વાગરા તાલુકા પંચાયતની બિલ્ડિંગના મુખ્ય દરવાજાની આગળ તેમજ સ્વછતાના અભાવના કારણે કચરાના ઢગલા પડી રહ્યા છે તેમજ કચેરીની દીવાલો ઉપર વિવિધ જગ્યાએ પાનમસાલા ખાઈને પિચકારીઓને કારણે ખરાબ થઈ ગઇ છે.ઓફિસની પાછળના ભાગે...
  April 19, 03:05 AM
 • વાગરાતાલુકામાં કોંગ્રેસ સમિતિમાં ચાલી રહેલો આંતરિક જુથવાદ સપાટી પર આવ્યો છે. વાગરાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ મહામંત્રી ઇકબાલ પટેલે તેમની સાથે પક્ષના કેટલાક આગેવાનો રાજકીય આભડછેટ રાખી રહયાં હોવાનો આક્ષેપ કરતાં રાજકીય માહોલ ગરમાયો છે. નવસર્જન ગુજરાત અંતર્ગત વાગરા તાલુકામાં ગાંવ- ગાંવ કોંગ્રેસના નેજા હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. જેનો સમાપન સમારંભ સાયખા ગામે જીલ્લાના આગેવાનોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.જો કે સમારંભના અધ્યક્ષ ગુજરાત પ્રદેશ આઈ.ટી.સેલના રોહન ગુપ્તા...
  April 18, 05:10 AM
 • સ્ટેટ વીજીલન્સની ટીમે 3 દિવસથી ધામા નાંખતા સફળતા મળી
  વિંગર ગાડી અને આયશર ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરાતી હતી વાગરા નજીકથી 33 લાખનો દારૂ સાથે બે વાહનો ઝડપાયાં વાગરાનજીકથી વીજીલન્સની ટીમે આયશર ટેમ્પો અને વિંગર ગાડીમાં હેરાફેર કરવામાં આવતો 33 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. બે વાહનો તથા દારૂ મળી 41 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વાગરા તાલુકામાં દારૂ સહિતની અસામાજીક પ્રવૃતિ અંગે વીજીલન્સ ટીમને બાતમી મળી હતી. જેથી ટીમે 3 દિવસથી ધામા નાંખ્યાં હતાં પરંતુ બુટલેગર દરરોજ લોકેશન બદલતો રહેતો હોવાથી તેને ઝડપી પાડવામાં...
  April 6, 04:00 AM
 • વાગરામાં ગરીબ યુવાનોએ પાણીની પરબ શરૂ કરી સેવાની ધુણી ધખાવી
  ઉનાળાનીગરમી પડી રહી છે લોકો વારંવાર પાણી પીવા માટે પરબો ઉપર ભટકી રહયાં છે પણ પરબો બંધ હાલતમાં તેઓ તરસ છીપાવી શકતાં નથી. ગ્રામ પંચાયત પરબો શરૂ કરવામાં નિષ્ફળ રહી છે ત્યારે ગરીબ યુવાનોએ પાણીની પરબ શરૂ કરી સેવાની ધુણી ધખાવી છે. વાગરામાં દાતાઓએ 10 વરસથી લાખો રૂપિયા ખર્ચી પીવાના પાણીની પરબો એસટી ડેપો તેમજ વાગરા કુમારશાળા નજીક પાણીની પરબો બનાવી છે જેનાથી વટેમાર્ગુઓ તેમની તરસ છીપાવી શકે. પાણીની પરબમાં લાઇટનું કનેશન પણ આપવામાં આવેલ છે છતાં પરબ હજી સુધી કાર્યરત થઇ શકી નથી. વાગરા તાલુકા સેન્ટર હોય...
  March 31, 04:20 AM
 • વાગરાતાલુકાના ઓચ્છણ ગામેથી હોળીના દિવસે લાપત્તા બનેલાં યુવાનની લાશ બુધવારે સવારે બદલપુરા ગામની કેનાલ નજીકથી મળી આવી છે. યુવાનના શરીર પર ઇજાના નિશાન મળી આવતાં તેની હત્યા કરી લાશ નિર્જન સ્થળે નાંખી દેવામાં આવી હોવાનું અનુમાન લગાવાઇ રહયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. ઓચ્છણથી બદલપુરા જવાના મેઇન રોડ નજીક આવેલી ખેતરમાં યુવાનની લાશ જોવા મળી હતી. ખેતરમાં યુવાનની લાશ હોવાની વાત વાયુવેગે ગામમાં ફેલાઇ હતી.ઓચ્છણ તથા બદલપુરાના લોકો સ્થળ પર દોડી આવ્યાં હતાં. બનાવની જાણ થતાં...
  March 16, 04:40 AM
 • વાગરામાંરવિવારે હોળીના દિવસે બજારોમાં ધુમ ખરીદી નીકળતાં વેપારીઓ ખુશખશાલ થઇ ગયાં હતાં. વાગરા તથા આસપાસ આવેલાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો બજારોમાં ઉમટી પડયાં હતાં. વાગરા તાલુકામાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.રવિવારની રજા અને હોળી વાગરાના વેપારીઓને ફળી હતી. વાગરા તથા આજુબાજુ આવેલાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો હોળીના દિવસે વિવિધ વસ્તુઓની ખરીદી માટે આવ્યાં હતાં. વાગરાના ગામડાઓમાથી હોળીના તહેવાર મનાવવા માટે વાગરા બજારમાં લોકો ઉમટી પડ્યા હતા . જેમાં ઘરવખરી, કરિયાણું,...
  March 13, 05:20 AM
 • વાગરાતાલુકામાં જીઆઇડીસીની પાઇપલાઇનને કારણે ખેડુતોના પાકને થયેલાં નુકશાનનું વળતર ચુકવવાની માંગ સાથે ભારતીય કિશાન સંઘે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. વાગરા જીઆઇડીસીની પાણીની જરૂરીયાતને પૂર્ણ કરવા પાણીની લાઇનો નાંખવામાં આવી છે. લાઇન નાંખતી વેળા ખેતરોમાં ખેડૂતોના પાકને નુકશાન થયેલું છે. જીઆઇડીસી દ્વારા ગામડા દીઠ ખેડૂતોને અલગ અલગ રકમ વળતર પેટે ચુકવવામાં આવી રહી છે. ખેડુતોને આપવામાં આવેલું વળતર અન્ય કંપનીઓએ આપેલાં વળતર કરતાં એકદમ ઓછું છે. ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ...
  March 12, 02:20 AM