Home >> Daxin Gujarat >> Bharuch District >> Netrang
 • નેત્રંગ તાલુકાના ગામડાઓમાં સ્વચ્છતા અભિયાનના નામે છેતરપીંડીનું કૌભાંડ
  નેત્રંગતાલુકાના ગામડાઓમાં સ્વચ્છતા અભિયાનનું સ્ટીકર લગાવી ઘર દીઠ 30 રૂપિયા ઉઘરાવતી પરપ્રાંતિય ટોળકીના સાગરિતને જાગૃત નાગરિકોએ ઝડપી પાડયો હતો. યુવાનની સઘન પૂછપરછ કરતાં ખોટી રીતે નાણા ઉઘરાવવામાં આવતાં હોવાની વિગતો સપાટી પર આવી છે. આદિવાસી વિસ્તારોમાં અભણ લોકોને ગઠિયાઓ યેનકેન પ્રકારે છેતરી નાણાં ઉઘરાવી જતાં રહે છે.આવો એક કિસ્સો ચાસવડ અને ઝરણા ગામના જાગૃત નાગરિકની કોઠાસુજથી ઠગ ટોળકીનો એક સાગરીત ઝડપાય ગયો હતો.જે છેલ્લા 2 દિવસથી ગામમાં સ્વરછતા અભિયાન અંતર્ગત તાલુકા પંચાયતમાંથી આવીએ છીયે...
  April 29, 03:15 AM
 • નેત્રંગ | જુનીજામુની ગામે નિશાળ ફળિયામાં રહેતી 60 વર્ષીય લીલાબેન લગ્નમાં ચાલતા ચાલતાં કવચિયા ગામે જવા નિકળ્યાં હતાં. દરમિયાન જુની જામુનીની નહેર પાસેના રોડ ઉપર કોઇ અજાણ્યા વાહનની ટક્કર મારી તેમના માથા પરથી વાહનનું વ્હિલ ચઢી જતાં તેમનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જુની જામુની ગામે અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત
  April 29, 03:15 AM
 • ડેપ્યુટી સરપંચ ઇન્દુબેન સોરઠીયાની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત બાબતની બેઠકમાં યૂથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ તેમજ હાલના સરપંચની વિરુદ્ધની પેનલના અને ગત વખતના ડેપ્યુટી સરપંચની પેનલના પાંચ સભ્યો સાથે સાંઠગાંઠ થઈ જતાં તેને હાલમાં પાંચમાંથી એકને ડેપ્યુટી સરપંચ બનાવાની મંત્રણાએ મહિલા ડેપ્યુટી સરપંચનો ભોગ લેવાયો છે.14 સભ્યોએ મતદાન કરતાં ઉપસરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત 1 વિરુદ્ધ 14 મતોથી પસાર કરવામાં આવી હતી. મહિલા ડેપ્યુટી સરપંચે છેલ્લા બે મહિનામાં સરપંચ અને તલાટી કમ મંત્રીઓએ...
  April 28, 04:20 AM
 • નેત્રંગ ટાઉન સહિત તાલુકામાં રખડતા શ્વાનો લોકોને કરડવાનું પ્રમાણ ખૂબ મોટા પાયે વધી ગયું છે.ફક્ત પંદર દિવસમાં જ્યારથી ગરમીનો પારો ઉપર ગયો ત્યારથી લોકોને બચકાં ભરી કરડી ખાવાના કેસો વધી ગયા છે.તેમ છતાં આજદિન સુધી આરોગ્ય તંત્ર,તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી જેથી લોકોની દયનીય હાલત થઈ ગઈ છે. તાલુકામાં છેલ્લા 10 થી 15 દિવસમાં રખડાતા શ્વાનો કરડવાના 60 જેટલા કેસ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવ્યા છે. ખાનગી દવાખાનાઓના કેસ અલગ જેની માહિતી મળેલ નથી.રખડતાં શ્વાનોને પકડી...
  April 27, 04:00 AM
 • નેત્રંગટાઉન તથા તાલુકામાં રખડતાં કુતરાઓને કારણે લોકોમાં ભય જોવા મળી રહયો છે. 15 દિવસમાં આરોગ્ય કેન્દ્ર ખાતે 60થી વધારે દર્દીઓ નોંધાયાં છે. વહીવટીતંત્ર રખડતા કુતરાઓનું વેકસીનેશન કરાવે તેવી લોકો માંગ કરી રહયાં છે. નેત્રંગ ટાઉન સહિત તાલુકામાં રખડતા શ્વાનો લોકોને કરડવાનું પ્રમાણ ખૂબ મોટા પાયે વધી ગયું છે.ફક્ત પંદર દિવસમાં જ્યારથી ગરમીનો પારો ઉપર ગયો ત્યારથી લોકોને બચકાં ભરી કરડી ખાવાના કેસો વધી ગયા છે. તેમ છતાં આજદિન સુધી આરોગ્ય તંત્ર,તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલાં ભરવામાં...
  April 27, 04:00 AM
 • નેત્રંગગ્રામ પંચાયતને આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકા અંતર્ગત ફાળવવામાં આવેલી ગ્રાંટમાંથી વિકાસકામો નહિ કરવામાં આવતાં ટીડીઓએ નોટીસ ફટકારી છે. જો 15 દિવસમાં વિકાસકામો પૂર્ણ નહિ કરાઇ તો સરપંચ અને તલાટી સામે કાર્યવાહી કરવામાં આવશે. ગત વર્ષે મંજૂર થયેલાં કામો આજદિન સુધી પુરા કરવામાં આવ્યાં નથી. નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને તાલુકા વિકાસ અધિકારીએ લેખિત નોટિસ આપી છે. જેમાં જણાવ્યું છે કે રમણ પરમારના ઘર પાસે બોરમોટર,પ્રવીણ પરમારના ઘર તરફ જતાં રસ્તાનું કામ,નેત્રંગ જવાહર બજાર દિપક...
  April 26, 03:05 AM
 • ઝગડિયાતાલુકામાં મોટી સંખ્યામાં ખનીજોની લીઝ આવેલી છે. રાજપારડી-નેત્રંગ વચ્ચે કવોરીઓ તથા ભાલોદ, તરસાલી, ટોઠીદરા ગામે નર્મદા નદીમાંથી રેતી ઉલેચાય છે. ત્યારે આજરોજ ઝગડીયા પોલીસે ઝગડીયા ચોકડી પરથી રાજપારડી તરફથી આવતી તાડપત્રી વગરની અને ઓવરલોડ ટ્રકને અટકાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ભાલોદ, તરસાલી, ટોઠીદરામાંથી નર્મદા નદીમાં ગેરકાયદે પુલીયા બનાવી રેતી ઉલેચાતી હોવાનાઆક્ષેપો સ્થાનિકો કરી રહ્યાં છે. રાજપારડી,ઝગડીયા વચ્ચે એટલા બઘા રેતી ના ઓવર લોડ વાહનો તાડપત્રી વગર ચાલી રહી છે ઘણી ટ્રકોના...
  April 24, 03:50 AM
 • દેડિયાપાડાતાલુકાના પોમલાપાડા ગામથી બે યુવાનો બાઇક ઉપર થવા ગામે જઇ રહ્યાં હતાં. તે વેળાં એક ટ્રક ચાલકે તેમની બાઇકને ટક્કર મારતાં બન્ને યુવાનોનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ ઉપર મોત નીપજ્યુ઼ હતું. બનાવ સંદર્ભે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર દેડીયાપાડા તાલુકાનાં પોમલાપાડા ગામના જુલસ મથુર વસાવા અને રાકેશ રમેશ વસાવા સાંજના સમયે તેમના કામ અર્થે થવા ગામે પોતાની બાઇક લઈ જતા હતા. ત્યારે નેત્રંગ તરફથી દેડીયાપાડા તરફ એક ટ્રક આવતી હતી. ટ્રક ચાલકે થવા ગામ...
  April 20, 05:00 AM
 • વાલીયાતાલુકાના સેવડ ગામેથી દીપડીને પાંજરે પુરવામાં આવી છે. વન વિભાગે માતા અને બચ્ચાનું મિલન કરાવી તેમને સલામત સ્થળે છોડી મુકવાની કવાયત હાથ ધરી છે. શેરડી તથા મકાઇના ખેતરોમાં કાપણી શરૂ થતાંની સાથે વન્ય જીવો બહાર આવી રહયાં છે. થોડા દિવસ અગાઉ પણ મોતીપરા ગામેથી દીપડી અને તેના ત્રણ બચ્ચાને ઝડપી લેવામાં સફળતા મળી હતી. મોતીપરા ગામે દીપડીએ વૃધ્ધા પર હુમલો કરી તેને ઇજા પણ પહોંચાડી હતી. ડુંગરાળ તથા વન્ય વિસ્તારથી ઘેરાયેલાં વાલીયા અને નેત્રંગ તાલુકામાં વન્ય જીવોની હાજરી જોવા મળી રહી છે. વિસ્તારમાં...
  April 15, 03:35 AM
 • છતાંકચરાને જાહેરમાં બાળવામાં આવી રહયો છે જેના કારણે પ્રદુષણ ફેલાઇ રહયું છે. શેરપુરા, ઉમરાજ, ભોલાવ, ઝાડેશ્વર, નંદેલાવ, રહાડપોર, કંથારીયા સહિતની ગ્રામ પંચાયતોના કચરાનો અગાઉ પાલિકાની ડમ્પિંગ સાઇટ ખાતે નિકાલ કરવામાં આવતો હતો. ગ્રામ પંચાયતોમાંથી દૈનિક 40 ટન કરતાં વધારે કચરો નીકળતો હોય છે. પાલિકાની ડમ્પિંગ સાઇટ અંગે વિવાદ થતાં 6 મહિનાથી ગ્રામ પંચાયતોને ત્યાં કચરો નાંખવા દેવામાં આવતો નથી. ગ્રામ પંચાયતો કચરાના નિકાલ માટે વૈક્લપિક વ્યવસ્થા કરવાને બદલે ગમે ત્યાં કચરાનો નિકાલ કરી દેતી હોવાની...
  April 15, 03:35 AM
 • નેત્રંગમાં અર્બન ઇ-ધરા કેન્દ્રનો પ્રારંભ
  રાજયમાં સીટી સર્વેની કચેરીમાં કામ માટે આવતાં અરજદારોની સુવિધા માટે દરેક તાલુકા મથકો ખાતે ઇ-ધરા કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. નેત્રંગ ખાતે અર્બન ધરા કેન્દ્રનો પ્રારંભ તાલુકા ભાજપ પ્રમુખ માનસિંગ વસાવાના હસ્તે કરાયો હતો.જેનાથી સરકારના પારદર્શી તથા લોકો ઉપયોગી કાર્યોથી વાકેફ કરવામાં આવ્યું હતા અર્બન ધરા કેન્દ્રના પ્રારંભ થવાના કારણે સીટી સર્વે વિસ્તારના 2,900 જેટલા મિલકત ધારકોને તેમની પ્રોપર્ટી કાર્ડની નકલો ઓનલાઈન મળી શકશે. તેની સાથે ઉપરાંત મિલકતમા થયેલ ફેરફારો પણ ઓનલાઈન...
  April 15, 03:35 AM
 • લોકસભા અને ગ્રામ પંચાયતની ચુટણીનો બહિષ્કાર કર્યો હતો ચીખલી પંચાયતની સરપંચની ચુટણીમાં રવિન્દ્ર ચૌધરીનો વિજય ચીખલીગ્રામ પંચાયતની પેટા ચુટણીમાં રવિન્દ્ર મંગા ચૌધરીને 170 મત મળતા અન્ય બે સરપંચના ઉમેદવારોથી વધુ મત મળેલ હતાં. જેને ચુટણી અધિકારી વિજેતા જાહેર કર્યા હતાં. ચીખલી પંચાયતના ગ્રામજનોએ તેમના પ્રશ્નોનો છેલ્લા 20 વર્ષથી નિરાકરણ નહીં આવતા ચુટણીનો સામૂહિક બહિષ્કાર કર્યો હતો.જેમાં તેમની માંગણી ચાસવડથી ચીખલી આવતો રસ્તો અને તેના પર આવેલ ટોકરી નદીનો પુલ બનાવામાં આવે તે મુખ્ય...
  April 13, 05:20 AM
 • નેત્રંગમાં સરપંચ સહિત 9 સભ્ય દ્વારા ડે. સરપંચ સામે અવિશ્વાસ પ્રસ્તાવ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતાં હોવાથી સભ્યો નારાજ હોવાની ચર્ચા નેત્રંગગ્રામ પંચાયતના મહિલા ડેપ્યુટી સરપંચને તેના હોદ્દા પરથી દૂર કરવા અવિશ્વાસની દરખાસ્ત ગ્રામ પંચાયતના સરપંચ સહિત 9 જેટલા સભ્યોએ નેત્રંગ ટીડીઓને આપી છે.જેમાં કારણ નેત્રંગ ગ્રામ પંચાયતને અવારનવાર બદનામ કરવાનું આપવામાં આવ્યું છે.આ બાબતે વોર્ડ સભ્ય વ્યોમેશ રાજનું કહેવું છે કે સરપંચના પતિએ મને બાબતથી અજાણ રાખી અહી કાગળમાં સહી કરી આપો એટલે મે સહી કરી આપેલ...
  April 13, 05:20 AM
 • નેત્રંગનાઆકાશમાં ખૂબ મોટું યાયાવર પક્ષીઓનું ઝૂંડ જોવા મળ્યું હતું.આ પક્ષીની ખાસીયત છે કે તે સંગઠિત થઈ હરહંમેશ વી આકારમાં જોવા મળે છે.નેત્રંગમાં જોવા મળેલ કોમન ક્રેન પક્ષીએ આકાશમાં અલગ અલગ આકૃતિઓ બનાવતા આગળ વધી રહયા હતા.જેને જોવા સૌ કોઈ એક ક્ષણે ઉભા રહી જતા હતાં. કુંજ પક્ષી પાસેથી પૃથ્વી પરના માનવીએ એક ખાસ બોધ લેવા જેવો છે લીડરશીપ કરવાનો .એરોડાયનેમિક પદ્ધતિમાં ઉડાનારા પક્ષી જેમાં જે આગળ લીડર હોય તેનો ઉડવા માટે જોર વધારે કરવું પડે છે બાકીનાએ જોર ઓછું કરવું પડે છે તેમના ઉડાનમાં લીડર બદલાતો...
  April 13, 05:20 AM
 • નેત્રંગના કેલવીકુવા નજીક કાર અને બાઇક ટકરાતાં બે યુવાનના મોત
  નેત્રંગતાલુકાના શણકોઈ ગામના બે યુવાનો સોડગામ ખાતે બાબરી વિધિમાં ગયેલા હતાં અને ત્યાંથી પરત ઘરે બાઈક પર આવતા હતા તે અરસામાં કેલવીકુવા ગામના સ્મશાન નજીક હાઈવે પર સામેથી આવતી સેવરોલેટ બીટ ના ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાને પગલે તેમના મોત થયાં હતાં. શણકોઈ ગામના વતની અતુલ રવજી વસાવા (ઉ.વ.22) અને રણછોડ રામસિંગ વસાવા ( ઉ.વ 18 )તેના સંબંધીને ત્યાં ...અનુસંધાન પાના નં.2 પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શણકોઈ ગામના યુવાનો સોડગામ ખાતે બાબરીમાં ગયાં હતાં કેલ્વીકુવા ગામ નજીક બાઇક-કાર...
  April 12, 03:50 AM
 • વાલીયાઅને નેત્રંગ તાલુકામાં રામજીમંદિરોમાં એમના ભક્ત હનુમાનજીનાં જન્મ જયંતીની ઉજવણી માટે ભક્તોએ વહેલી સવારથી હનુમાન ચાલીસા અને સુંદરકાંડનાં પાઠનું આયોજન કરાયું હતું. સીતારામની ધુન દરેક મંદિરોમાં ગુંજતી હતી. બપોરે આયોજકો દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરાતા લોકોએ ભંડારાનો લાભ લીધો હતો. નેત્રંગ તાલુકામાં રાધેકૃષ્ણા મંદિરે ભવ્ય રીતે હનુમાનજીની જન્મ જયંતિ ઉજવાય હતી. શણકોઈ બાલા હનુમાનજી,જેસપોર, કાકડકુંઇ, ટીમરોલીયા, મૌજા, વણખૂંટા, મોવી, થવા તેમજ અન્ય ગામોમાં ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવણી...
  April 12, 03:50 AM
 • બલદવા ગામે આવલે રામદેવપીરના ધૂણે મનુરામદાસ ગુરુકેશવદાસ બાપુના સાનિધ્યમાં દર બીજએ ખૂબ ધાર્મિક કાર્યો કરવામાં આવે છે જેમાં દૂર દૂરથી રામદેવપીરના ભક્તો દર્શન અને પાઠનો લાભ લે છે.ચૈત્રી નોરતા ચાલતા હોય તેની દસમની રાત્રે વિવિધ ઉત્સવો ઉજવાયા હતા જેમાં પાઠ પુરાવામાં આવતા માનવમહેરામણ ઉભરાયું હતું. બપોરે અલખ આનંદધામ ખાતે નવચંડી યજ્ઞ કરાયો હતો જે સાંજે પૂરો થતાં મહાપ્રસાદી રાખવામા આવેલ જેનો અને મોડી રાત્રે રામદેવપીરનો પાઠની જ્યોત જગાવામાં આવી હતી.પાઠનો મહિમા શિવ અને શક્તિની બે મુખ્ય જ્યોત...
  April 9, 03:15 AM
 • નેત્રંગ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં હાજર સભ્યોની રૂબરૂમાં ફક્ત જેસીબી અને બોરવેલ કામના બે ટેન્ડર ખોલી તેના વિષે ચર્ચા કરી અન્ય માલ મટિરિયલ્સનાં ભાવપત્રકો સરપંચ અને તલાટીએ ફાઇલમાં મૂકી આવતા મહિને આવતી સામાન્ય સભામાં નક્કી કરેલા ભાવો બતાવામાં આવશે તેમ કહી સામાન્ય સભા પૂર્ણ કરી નાંખવામાં આવી હતી. સરપંચ અને તલાટીએ ખોટી રીતે ટેન્ડર પ્રક્રિયા કરી હોવાથી ટેન્ડર પ્રક્રિયા ફરી કરવા અને જવાબદાર સામે યોગ્ય તપાસ કરી કાયદેસર પગલાં ભરવા ઝગડિયા પ્રાંત અધિકારીને લેખિતમાં નેત્રંગ ગામ પંચાયતના...
  April 8, 02:55 AM
 • ખેતરમાં ફંદામાં ફસાતાં દીપડાનું મોત
  નેત્રંગતાલુકાનાં પઠાર ગામથી આગળ સીમમાં ખેતરની પાછળના ભાગે તારના ફંદામાં ફસાઇ જતાં આશરે 3 વર્ષના દીપડાનું મોત થયું છે. વન વિભાગે દીપડાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. વાલીયા તથા નેત્રંગ તાલુકામાં ભુંડોના ત્રાસથી બચવા માટે ખેડૂતો ફંદા સહિતના પગલાંઓ ભરી રહયાં છે. આવા ફંદામાં ફસાઇ જતાં દીપડાનું મોત થયું હોવાનું અનુમાન લગાવાઇ રહયું છે. વાલીયાના મોતીપરા ગામેથી દીપડી અને તેના ચાર બચ્ચા ઝડપાવાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં પઠાર ગામે ખેતર નજીકથી દીપડો મૃત હાલતમાં મળી આવ્યો છે. ખેતરમાં...
  April 5, 03:20 AM
 • ચીખલીના લોકો તેમના પ્રશ્નોનો છેલ્લા 20 વર્ષથી નિરાકરણ નહીં આવતા અગાઉ લોકસભા,ગ્રામ પંચાયત ચુટણીનો સામૂહિક બહિષ્કાર કર્યો હતો.જેમાં તેમની માંગણી ચાસવડથી ચીખલી આવતો રસ્તો અને તેના પર આવેલ ટોકરી નદીનો પુલ બનાવામાં આવે તે મુખ્ય હતી.આ સમસ્યા બાબતે મુખ્યમંત્રીથી લઈ લોક સંવાદ સેતુમાં અને ઘણી જગ્યાએ લેખિતમાં આપવામાં આવેલ હતું. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરથી ચીખલી કબીરગામ રોડ 4 કિમીનો જેમાં રીસરફેસીંગ,નાળાકામ અને માઇનોર બ્રિજ બનાવા 325 લાખ ખાસ ફાળવવામાં આવ્યા છે.ચીખલી ગ્રામ પંચાયતમાં...
  April 4, 04:35 AM