Home >> Daxin Gujarat >> Bharuch District >> Jambusar
 • હોસ્પિટલ નજીક વાહન ઉભું રાખવા બાબતે મામલો બિચકયો જંબુસરમાં પોલીસકર્મીની દિવ્યાંગો સાથે અસભ્ય વર્તનની ફરિયાદ કારવણખાતે દિવ્યાંગો માટે એક દિવ્યાંગ તરીકે નેતૃત્વ કાર્યક્મનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 દિવસ અને 2 રાત્રિનો કાર્યક્રમ પૂરો કરી 17મીના રોજ રાત્રે કારવણથી કરજણ થઈ દિવ્યાંગોને ઉતારતા ઉતારતા જંબુસર આવ્યા હતાં. જંબુસરની રેફરલ હોસ્પિટલમાં વાહન ઊભુ રાખી વાહનમાંથી અન્ય દિવ્યાંગોને ઉતારવામાં આવી રહયાં હતાં. તે સમયે રાજુ પટની નામનો પોલીસ કર્મચારી ત્યાં આવ્યો હતો અને ડ્રાયવર અને...
  March 20, 04:00 AM
 • ગુજરાતની હાલત યુપી જેવી થઇ છે : અલ્પેશ ઠાકોર
  રાજયમાંકાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળી રહી છે અને રાજયની હાલત યુપી અને બિહાર જેવી થઇ ગઇ છે. ઉમરા ગામમાં યુવાનની હત્યા કરનારાઓને કડકમાં કડક સજા થવી જોઇએ તેમ ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે. સોમવારે અલ્પેશ ઠાકોરે ઉમરા ગામે મૃતક અરવિંદના બેસણામાં હાજરી આપી હતી. ઉમરા ગામે બે દિવસ અગાઉ થયેલાં ઝગડામાં ગોળીબારમાં અરવિંદ ઠાકોરનું મોત થયું હતું. ઉશ્કેરાયેલાં ટોળાએ ફાયરિંગ કરનારા ડેપ્યુટી સરપંચના પતિના ઘરમાં તોડફોડ કરી વાહનો સળગાવી દીધાં હતાં. મૃતક અરવિંદ ઠાકોરનું બેસણું...
  March 7, 02:30 AM
 • જંબુસર |સરદાર પટેલ હોસ્પિટલ તથા વેલ્ફેર હોસ્પિટલ તથા એચએમપી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જંબુસરમાં મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતું.આ કેમ્પ એસ.એન્ડ.આઇ.સી..નગર પાલિકા હાઇસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં 1000 દર્દીઓને તપાસવામાં આવ્યાં હતાં. 60 જેટલાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. પ્રસંગે મહંમદ ફાંસીવાલા,પ્રભૂદાસ મકવાણા,સંજય સોલંકી,સાકીર મલેક, મુકેનદ્ર સિંહ યાદવ તથા લોકો હાજર રહ્યા હતાં.
  March 6, 06:00 AM
 • જંબુસર |જંબુસર માં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 5 માર્ચ 2003ના રોજ સ્વામિનારાયણ મંદિરની મુર્તિપ્રતિષ્ઠા પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે કરાઈ હતી. જેના આજરોજ 14 મો પાટોત્સવ પ્રસંગે સંતો દ્વારા મહાપૂજા કરાઈ હતી. બાદમાં અન્ન્કુટ દર્શન રખાયું હતું. પ્રસંગે પ.પૂ.નરેન્દ્ર પ્રસાદ સ્વામી, આચાર્ય સ્વામી,ભાગ્યસેતુ સ્વામી, સાધુ જ્ઞ।નવીર દાસ, સાધુ યોગરત્નદાસ તથા અન્ય હરિભક્તોએ લાભ લીધો હતો.
  March 6, 05:55 AM
 • ઉમરા ગામે સ્પિડમાં... વિષ્ણુભાઇનાપુત્ર અમિત સાથે ગામના મહિલા ડેપ્યુટી સરપંચ નસીમબાનુના પતિ જુમ્માખાન પઠાણે તેની સાથે તકરાર કરી હતી. તેમની વચ્ચે ઝઘડો થતાં અનિલ તેમજ તેનો પિતરાઇ ભાઇ અરવિંદ સહિતના ત્યાં ધસી આવ્યાં હતાં. જુમ્માખાન પઠાણ અપશબ્દો ઉચ્ચારતો હોઇ તેને અટકાવવા જતાં ઉશ્કેરાયેલાં જુમ્માખાનના પુત્ર શેરખાને ધારિયાથી હૂમલો કરતાં અરવિંદનો જમણા હાથનો અંગુઠો કપાઇને છુટો પડી ગયો હતો. જૂમ્માખાન પઠાણે તેની પાસેના. જ્યારે સગાસંબંધીઓએ તેને તાત્કાલિક સારવાર માટે જંબુસર રેફરલ બાદ વડોદરાની...
  March 4, 02:45 AM
 • ઉમરામાં ગોળી મારી એકની હત્યાથી ભારેલો અગ્નિ
  લોકોએ ડે. સરપંચના ઘર, ટેમ્પો તેમજ કેબીનને આગ ચાંપી દેતાં તંગદીલી : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકાયો વાહન સ્પીડમાં હંકારવા બાબતે બોલાચાલી થતાં ડેપ્યૂટી સરપંચના પતિએ ગોળી મારતાં મામલો ગરમાયો હાલ પરીસ્થિતી કાબુમાં ^ડેપ્યુટી સરપંચના પતિ જુમ્માખાન પઠાણે અરવિંદભાઇને ગોળી મારી હત્યા કરવાની ઘટનાને પગલે રાત્રીથી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગામમાં હાલ પરીસ્થિતી કાબુમાં છે. બન્ને પક્ષ તરફની ફરિયાદો નોંધાઇ છે. આરોપીઓને જેર કરવાની કવાયત હાથ ધરાઇ છે. > જી.આર. શર્મા,...
  March 4, 02:45 AM
 • જંબુસર |કાવી ગામે આવેલાં જૈન દેરાસર માં માધ્યમિક શિક્ષકો માટે CCRT નવી દિલ્હી આયોજિત ત્રિદિવસીય સાંસ્ક્રુતિક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. સાંસ્કૃતિક અને પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા શિક્ષણધિકારિ કચેરીના સંયુક્ત ઉપક્રમે શાળાઓમાં સાંસ્કૃતિક શિક્ષણ અને સી.સી.આર.ટી.ની ભૂમિકાવિષય પર માધ્યમિક શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામા આવ્યુ હતું. કાવી કેવણી મંડળના ચેરમેન શબ્બીર પટેલ, આચાર્ય વી.બી.પટેલ તથા સી.સી.આર ટી.જિલ્લા તજજ્ઞ ડી.ડી.સંગાથ પ્રસંગે હાજર રહયાં હતાં.
  March 1, 03:05 AM
 • શુણપાણેશ્વર અભ્યારણ્યમાં... અધિકારીઓએમુલાકાત લઇ જેની સીમાઓ પણ નક્કી કરી કામગીરી આરંભી હતી અને ટ્રેક પણ નક્કી કરાયા હતાં.મધ્યપ્રદેશથી 8 વાઘનું એક કુટુંબ જેમાં બે નર તથા નારી અને બીજા બચ્ચા લાવવાનું પણ નક્કી કરાયું હતું પણ હાલ પુરતી પ્રોજેકટ પર રોક લાગી હોય તેમ લાગી રહયું છે. સુચિત ટાઇગર પાર્કને કારણે માલેતુજારોએ આસપાસના વિસ્તારમાં મોંઘા ભાવની જમીનો પણ ખરીદી છે ત્યારે તેઓની મુશ્કેલી પણ વધી શકે છે. જંબુસરઅને કાવીમાં... તેમનીરજૂઆતોને પગલે ચાર ખરીદી કેન્દ્રો શરૂ કરાવની મંજૂરી મળી છે. ટુંક...
  February 28, 02:15 AM
 • કંબોઇના સ્તંભેશ્વર મહાદેવ મંદિરે અમાસે માનવ મહેરામણ ઉમટયું
  જંબુસરતાલુકાના ગુપ્તતીર્થ કંબોઇ ખાતે રવિવારી અમાસના દિવસે સ્તંભેશ્વર મહાદેવના દર્શન માટે 50 હજાર કરતાં વધારે શ્રધ્ધાળુઓ ઉમટી પડયાં હતાં. કંબોઇથી કાવીને જોડતો માર્ગ સાંકડો હોવાને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ હતી. દક્ષિણનું સોમનાથ ગણાતાં સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના દિવસે 3 લાખ કરતાં વધારે લોકોએ ભોળાનાથના દર્શન કર્યાં હતાં. આજે રવિવાર અને અમાસનો સુભગ સમનવ્ય થયો હોવાથી દેશભરમાંથી શિવભકતો સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમટી પડયાં હતાં. ...અનુસંધાન પાના નં.2 50 હજારથી વધુ...
  February 27, 03:05 AM
 • જંબુસરનગરપાલિકામાં અપક્ષના 6 સભ્યોએ કોંગ્રેસના બદલે ભાજપને ટેકો આપતાં પાલિકામાં સત્તા પરિવર્તન થયું છે. પાલિકાની 28 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના 10-10 સભ્યો અને અપક્ષના 08 સભ્યો ચૂંટાઇ આવ્યાં છે. અપક્ષના 08 સભ્યોએ કોંગ્રેસને ટેકો આપતાં કોંગ્રેસ સત્તામાં આવી હતી પણ મંગળવારે સમિતિની રચના કરવા મળેલી સામાન્યસભામાં 08 અપક્ષ સભ્યોએ ભાજપને ટેકો આપી દેતાં સત્તા પલટો થયો હતો. આજે સોમવારે નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના માટે ખાસ સામાન્યસભા બોલાવવામાં આવી હતી. ચૂંટણી પછી સમિતિની રચના ...અનુસંધાન પાના...
  February 21, 05:10 AM
 • જંબુસર એસટી ડેપોમાં કારેલી જતી બસમાં આગ લાગતાં દોડધામ
  જંબુસરડેપોમાં રવિવારે બપોરના સમયે કારેલી જવા સ્ટેન્ડ પર મુકાયેલી બસમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. સદનસીબે બસ ખાલી હોવાથી કોઇ જાનહાનિ થઇ હતી. શોટસર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહયું છે. જંબુસર ડેપોમાં રવિવારે બપોરના સમયે મુસાફરો તથા બસોની અવરજવર ચાલી રહી હતી. કારેલી ગામે જતી બસને ડ્રાયવરે સ્ટેન્ડ પર મુકી હતી.સ્ટેન્ડ પર લાવીને મૂક્યાં બાદ એકાએક આગળના ભાગે ધુમાડા નીકળવા લાગ્યાં હતાં. સમયસુચકતા વાપરીને ડ્રાયવર નીચે ઉતરી ગયો હતો. ...અનુસંધાન પાના નં.2 બસમાં આગ લાગતાં...
  February 20, 04:55 AM
 • જંબુસરની એચ.એસ.શાહ સ્કૂલમાં છાત્રો માટે માર્ગદર્શન શિબિર યોજાઇ
  જંબુસરની એચ.એસ શાહ હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું હતું. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉપસ્થિત થનારા છાત્રોને જરૂરી ટીપ્સ આપવામાં આવી હતી. જંબુસર તથા આસપાસના ગામોમાંથી 1,200 કરતાં વધારે વિદ્યાર્થીઓ હાજર રહયાં હતાં. બોર્ડની પરીક્ષામાં રાજયમાં ટોપ ટેનમાં સ્થાન મેળવનારી છાત્રા ધરા ડાંગરવાલાએ વિદ્યાર્થીઓ સાથે તેના અનુભવોની આપલે કરી હતી. નગરપાલિકા ના સભ્ય મનન પટેલ તથા અન્ય નિષ્ણાંતોએ પરીક્ષામાં સફળતા કઇ રીતે મેળવી શકાય, પરીક્ષા માટે છેલ્લી ઘડીની તૈયારીઓ કેવી...
  February 19, 04:50 AM
 • જંબુસર. જંબુસરપ્રીમિયર લીંગના નેજા હેઠળ ક્રિક્રેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રેફરેલ હોસ્પિટલના મેદાન ખાતે અાયોજીત ટુર્નામેન્ટમાં શહેર તથા તાલુકાના ગામોની વિવિધ ટીમો ભાગ લઇ રહી છે. ટુર્નામેન્ટના ઉદઘાટન સમારંભમાં પો.ઈ..જી.આર.શર્મા અને નગરપાલિકા પ્રમુખ સમીર મલેક તથા મહેમાનો હાજર રહયાં હતાં. ઉનાળો શરૂ થતાંની સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ નાઇટ ટુર્નામેન્ટના આયોજન થઇ રહયાં છે અને તેમાં ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઇ રહયાં છે.
  February 17, 04:00 AM
 • જંબુસરતાલુકાના કાવલી ગામે નહેરોમાં જમીન ગુમાવનારા ખેડૂતો અને તેમના વારસદારોને છેલ્લા 30 વર્ષથી વળતર નહિ ચુકવાતાં રોષની લાગણી જોવા મળી રહી છે. જંબુસર તાલુકો વર્ષો પહેલા અવકાશી ખેતી પર નીર્ભર હતો અને વારંવાર કુદરતી આપતીના કારણે વિસ્તારના ખેડૂતો આર્થિક સંકડામણ અનુભવતા હતાં. ખેડૂતોની ખેતી અને પશુપાલન ક્ષેત્રે સ્થિતિ સુધરે તે માટે નહેરો બાંધવા માટે 1981ની સાલમાં જમીન સંપાદિત કરવામાં આવી હતી અને 1984 ની સાલમાં નહેરો નાખવાની શરૂઆત થઈ હતી. કાવલી ગામના ખેડૂતોએ નહેરોમાં પોતાની મહામુલી જમીન ગુમાવી...
  February 14, 04:05 AM
 • કંબોઇ ગામે મહાશિવરાત્રીએ ભાતીગળ મેળો ભરાશે
  જંબુસરતાલુકાના કંબોઇ ગામે આવેલાં સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના દિવસે ભાતીગળ મેળો ભરાશે. મેળામાં રાજયભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. મંદિરના મહંત તરફથી મેળાના આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કંબોઇ ગામે સ્તંભેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. ખંભાતના અખાતમાં અરબી સમુદ્રની વચ્ચે આવેલાં મંદિરમાં ભરતીના સમયે શિવલિંગ દરિયામાં ગરકાવ થઇ જાય છે અને ભરતીના પાણી ઉતરતા સાથે શિવલિંગ ફરીથી દ્શયમાન થાય છે. સોમવારી અને બુધવારી અમાસના...
  February 13, 04:55 AM
 • નરેન્દ્ર મોદીની કુંડળી અમારી પાસે પણ છે : મોઢવાડિયા
  વડાપ્રધાનનરેન્દ્ મોદી કોંગ્રેસના નેતાઓને ધમકી આપવાનું બંધ કરી દે કારણ કે તેમની પણ કરમકુંડળી અમારી પાસે છે તેમ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું. જંબુસરની ખાનપુર ભાગોલ વિસ્તારમાં કોંગ્રેસનું જન વેદના સંમેલન યોજાયું હતું. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસના નેતાઓને ધમકી આપવાનું બંધ કરી દે કારણ કે અમારી પાસે પણ તેમની કરમકુંડળી છે. ભાજપના કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી મહિલાઓ પર અત્યાચાર...
  February 12, 04:05 AM
 • જંબુસર: જંબુસરની જે.એમ.શાહ કોલેજ ના ચર્ચા સભા વિભાગ અને સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા વિભાગના સંયુક્ત ઉપક્રમે સ્વ.જગમોહનદાસ શ્રોફ સ્મારક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતું..આ વર્ષમાં નોટ બંધીએ મહત્વ ઘટના હતી જેના પર આજ યુવાન શુ વિચારે છે તે જાણવાનો ઉપક્રમ હતો.નોટબંધી થી ભ્રષ્ટાચાર દૂર થઈ શકે વિષય વકતૃત્વ સ્પર્ધા માટે રાખવામાં આવ્યો હતો.
  February 11, 06:10 AM
 • હરિફાઇ | જંબુસરની લલિતાગૌરી હાજીશેઠ બાલમંદિરમાં વેશભૂષા હરિફાઇ યોજાઇ : 120 બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો
  જનતાકેળવણી મંડળ સંચાલિત શ્રીમતી લલિતાગૌરી આર.હાજીશેઠ બાલમંદિર(ગુજરાતી માધ્યમ)માં શુક્રવારે નાનાં ભૂલકાંઓની વેશભૂષા હરિફાઇનું આયોજન કરાયું હતું. બાલમંદિરના નાનાં ભૂલકાંઓએ વિવિધ પાત્રોની આબેહૂબ વેશભૂષામાં સજ્જ થઇને આવી આકર્ષણ જમાવ્યું હતું. વેશભૂષામાં બાલમંદિરના 120 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વેશભૂષા હરિફાઇ અંગે આચાર્યા શ્રીમતી કૃપાબહેન પટેલે સમજણ આપતાં કહ્યું હતું કે, પ્રકારના કાર્યક્રમો દ્વારા બાળકોની આંતરિક શક્તિ ખીલતાં વિવિધ પ્રવૃત્તિઓમાં તેની રૂચિ વધે છે. હરિફાઇમાં...
  February 6, 04:55 AM
 • જંબુસરનગરપાલિકાના વોર્ડ નં.3,4 અને 5 વિસ્‍તારનો સેવા સેતુનો કાર્યક્રમ મૌલાના મદની મેમોરીયલ હાઇસ્‍કુલ ખાતે યોજાયો હતો. સેવા સેતુ કાર્યક્રમમાં 669 અરજદારોની આવેલી અરજીઓ પૈકી 598 અરજીઓનો હકારાત્‍મક નિકાલ કરાયો હતો જ્યારે 80 અરજીઓ પેન્ડિંગ રહી હતી. સેવા સેતુના કાર્યક્રમમાં નાયબ કલેક્‍ટર અને ખાસ જમીન સંપાદન અધિકારી કે.વી.બાટી, પ્રાંત અધિકારી ગામીત, મામલતદાર વસાવા, જંબુસર નગરપાલિકાના ઉપપ્રમુખ, નગરપાલિકાના હોદ્દેદારો સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહયાં હતાં. સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત...
  February 5, 02:45 AM
 • પાદરા-જંબુસરહાઇવે પરની કુરાલ ચોકડી પાસેથી પાદરાના કરખડીના ગૌરક્ષાના કાર્યકરોને ચોકકસ બાતમી મળી હતી કે,હાઇવે પરથી એક ટેમ્પામાં પશુઓ ભરીને કતલખાને લઇ જવાના છે. બાતમીના આધારે ગૌરક્ષાના કાર્યકરો મુવાલ ચોકડી પાસે વોચમાં હતા. દરમીયાન ટેમ્પા ચાલકે પુર ઝડપે ટેમ્પો હંકારી મુકયો હતો. જયાં ટેમ્પાનો પીંછો કરીને ગૌક્ષાના કાર્યકરોએ કુરાલ ચોકડી પાસે ટેમ્પાને ઝડપી પાડયો હતો. જેમાં તપાસ કરતાં ખીચોખીચ ભરેલાં પશુઓને ક્રુરતા પુર્વક લઇ જતા હોવાનું બહાર આવ્યું હતું. જેથી ગૌરક્ષાના કાર્યકરોએ 100 નંબર પર...
  February 5, 02:45 AM