દરોડા પુરવઠા અધિકારીની તપાસમાં ગેરરીતિ જણાતા દુકાનનો સંચાલક સરકારી અનાજને સગેવગે કરતો હોવાની વ્યાપક ફરિયાદો વહીવટીતંત્રને મળી હતી.
ઝઘડિયા તાલુકાના અવિધા ગામે આવેલી વાજબી ભાવની દુકાનના સંચાલક દ્વારા ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ જિલ્લા પુરવઠા વિભાગને થતાં અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. જેમાં કેટલીક ત્રુટિઓ નજરે ચઢતાં દુકાન સંચાલકનો પરવાનો ૯૦ દિવસ માટે મોકુફ કરી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ અવિધા ગામે બીપીએલ તેમજ એપીએલ કાર્ડધારકો માટે સરકાર દ્વારા વિતરિત કરવામાં આવતા...