દેડિયાપાડાના પાંજરીઘાટ ગામે જંગલમાંથી અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદે વૃક્ષછેદન કરવામાં આવતી હોવાની ચકચારી ઘટનામાં વનવિભાગના કર્મચારીઓએ દેડિયાપાડા પોલીસ મથકમાં અસામાજીક તત્વોના નામ સહિતની ત્રણ ત્રણ અરજીઓ આપવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા પગલાં ભરવામાં નહિ આવતાં અસામાજીક તત્વોને છુટો દોર મળી જતાં છેલ્લા એક મહિનામાં સેંકડો વૃક્ષો કાપી નાંખ્યા હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.
પાંજરીઘાટ ગામે આવેલાં ગાઢ જંગલમાંથી વૃક્ષો કાપવાની ગેરકાયદે પ્રવૃતિ ચાલી રહી હોવાની ફરિયાદ...
કતારગામના રામજી કૃપા રો-હાઉસ પ્રકરણમાં ગુરુવારે વધુ સુનાવણી એડીશનલ સેશન્સ જજ પી.એ. વાઘેલા સમક્ષ હાથ ધરવામાં આવી હતી. જેમાં શારદાબેનના વકીલ મિનેશ ધનસુખલાલ ઝવેરીએ કોર્ટને જણાવ્યું હતું કે, નીચલી કોર્ટ દ્વારા કલમ ૧પ૪(૧) હેઠળ જે હુકમ કરાયો તે પ્રારંભિક છે તેનું એકઝીકયુશન થયું નથી. જયાં સુધી એકઝીકયુશન ન થાય ત્યાં સુધી અનિલ સાટોડિયા આરોપી બનતો નથી....
ઝધડિયા તાલુકાના ઉમલ્લા-રાજપારડી ખાતે દર રવિવારે ભરાતી હાટ બજારમાં આસપાસના ગામડાની પ્રજા તથા ખેડૂતો તહેવારની ખરીદી માટે ઉમટી
પડી હતી.
છેલ્લા પંદર વર્ષથી રવિવારી હાટ ભરાય છે. સૌ પ્રથમ ઉમલ્લા ખાતે પણ હાટ બજાર શરૂ થયું હતું ત્યાર બાદ બે-ત્રણ વર્ષના સમય ગાળા બાદ રાજપારડી ખાતે પણ હાટ ભરાવા લાગી હતી, જે આજ દિન સુધી ભરાય છે. રાજપારડી ખાતે પણ છેક...
લસકાણા મહિડા નગરમાં રહેતા જાવેદભાઈ અબ્બાસ ઉફેઁ જીવા સંપાદનના લગ્ન આઠ વર્ષ અગાઉ અમરેલી જિલ્લાના વતની યુુનુશભાઈની પુત્રી સમીમના સાથે થયા હતાં. બુધવારે સાંજે સમીમબહેને રૂમમાં કપડા બદલવાના બહાને ફાંસો ખાવાની કોશિશ કરી હતી. કપડા બદલીને આવતાં વાર લાગતાં ઘરના સભ્યો તપાસ અર્થે જતાં સમીમનબહેન પગથાયા ઉપર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતાં. સમીમબહેને...
સોનગઢ તાલુકાના મલંગદેવ તથા સાદડવેલના જંગલની જમીનમાં ખેડૂતો દ્વારા આ વર્ષે પણ ચોમાસું આવતા ખેડાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ થયેલા ઘર્ષણને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે ખેડૂતો જંગલ વિભાગ વચ્ચે સેતૂ બનીને ગુરુવારે લોકદરબારનું આયોજન કર્યું હતું અને લોકોને શાંતિ રાખવાની અપીલ કરી હતી. એસ. ઓ. જી. વસાવાએ આ વાતને સમર્થન આપ્યું...