Home >> Daxin Gujarat >> Bharuch District >> Dahej
 • કયાં પાંચ પ્રશ્નોનો જવાબ માંગ્યો છે {કયાકાયદા હેઠળ જમીન સંપાદન જનહિતના કામો સિવાય નહીં થાય {જમીનસંપાદન કાયદા માટે કેન્દ્ર સરકારને વારંવાર વટ હૂકમની જરૂર શા માટે પડે છે {14જેટલાં સરના કાયદા દ્વારા 35 થી 50 ટકા જમીન ખેડૂતો પાસેથી મફતમાં રાજ્ય સરકાર આંચકી રહી છે. ઉદ્યાગપતિઓ માટે સરકાર જમીન સંપાદન કરવાની નથી તો શું ખેડૂતોની જમીન કયા જન હિતમાં મફતમાં પડાવે છે {સરનાકાયદા હેઠળ ગામડાઓમાં નગર રચનાનું આયોજન જનહિતના કામમાં ગણી શકાય {દહેજવિસ્તારની પીસીપીઆઇઆરડીએની યોજનાના વિરોધમાં 70 ટકાથી વધુ...
  04:35 AM
 • નડિયાદ |કપડવંજના કરકરીયાની એક પરિણીતાને તેના સાસરીયાઓ શારીરિક માનિસક ત્રાસ આપી પીયરમાંથી રૂા. 50 હજાર દહેજ લઇ આવવાની માંગણી કરતા હતા. પરિણીતાના પતિને ગામની એક યુવતી સાથે પ્રેમ સબંધ હોવાથી તેની સાથે લગ્ન કરવા માટે પરિણીતાને મારમારી તેના પીયર કાઢી મુકી હતી અને જો પાછી આવીશ તો કેરોસીન છાંટી બાળી મુકવાની ધમકી આપતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
  March 22, 03:35 AM
 • નડિયાદ |મહુધાના અલીણા કાજીવાડામાં બીસ્મીલામીંયા મલેક રહે છે. તેઓના લગ્ન મહારાષ્ટ્રના ચંદ્રપુરની શબાનાબાનુ સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન શબાનાબાનુએ ચાર બાળકોને જન્મ આપ્યો હતો. લગ્ન સમયથી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી મારઝુડ કરતો હતો. સંદર્ભે તેણે મહુધા પોલીસ મથકે બીસ્મીલામીંયા મલેક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
  March 22, 03:35 AM
 • મહિલા વિકાસ મંડળ દ્વારા મહિલા દિનની ઉજવણી
  આંતરરાષ્ટ્રીયમહિલા દિનની ઉજવણી હેઠળ હાલોલમાં મહિલા વિકાસ મંડળ દ્વારા લાયન્સ હોલમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હાજર મહિલાઓને ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ જુદા જુદા વિષય પર મનનીય માર્ગદર્શન આપ્યું હતું. ગોધરામાં રજિસ્ટ્રેશન કરાયેલ હાલોલની મહિલા વિકાસ મંડળના 2100 જેટલી મહિલાઓ નોંધાયેલી છે. બચત અને ધિરાણ સાથે મહિલાઓના સશક્તિકરણમાં વધારો થાય તેવા કાર્યો કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અંતર્ગત હાલોલમાં યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય...
  March 9, 02:00 AM
 • આટર્સએન્ડ કોમર્સ કેાલેજ કાંકણપુર એનએસએસ યુનિટ દ્વારા ટીંબા ગામમાં તાજેતરમાં શિબિર યોજવામાં આવી હતી. શિબિરમાં કાંકણપુર કોલેજના 44 વિદ્યાર્થી ભાઇ બહેનોએ ભાગ લીધો હતો. શિબિરના ઉદઘાટન સમારોહ કાર્યક્રમમાં ટીંબાગામના સરપંચ ધર્મેશભાઇ પટેલ, વી.ડી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ કલેકટર કચેરીના આપત્તિ સંચાલન વિભાગ દ્વારા શોધ બચાવ તથા પ્રાથમિક સાર પંચમહાલ પેાલીસ વિભાગ ડીવાયએસપી આર.એમ.પટેલ દ્વારા સુરક્ષા સેતુ સાયબર ક્રાઇમ તેમજ શસ્ત્ર પ્રદર્શન યોજાયું હતું. પંચમહાલ જિલ્લા ટ્રાફિક અધિકારી...
  March 9, 02:00 AM
 • દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ગામે પોતાના પિતાના ઘરે બેઠેલી યુવતિને તેડવા આવેલા તેના પતિ સહિતના સાસરિયાઓએ પાંચ લાખ રૂપિયાનું દહેજ માંગીને તેને મારી નાખવાની ધમકી આપી હતી. પીપલોદ ગામના દાહોદ રોડ પર રહેતી શીરીનબહેન મીઠાના લગ્ન મધ્ય પ્રદેશના મેઘનગર ખાતે રહેતાં ફીરદૌસ પટેલ સાથે થયા હતાં. ફીરદૌસ સહિતના સાસરિયાં શીરીનને નાની-નાની વાતે મહેણા ટોણા મારીને ત્રાસ આપતાં હતાં. જેથી કંટાળેલી શીરીન પીપલોદ પોતાના પિતા સિદ્દીકભાઇના ઘરે આવી ગઇ હતી. ગત 26મીના રોજ પતિ ફીરદૌસ, સાસુ રહીમાબહેન, ચંચેલાવની...
  March 1, 02:40 AM
 • ફતેપુરાતાલુકાના મુખ્ય મથકે આવેલ આર્ટસ કોલેજમાં સાંજના સમયે નારી લોક અદાલતનો કાર્યક્રમ યોજાયો હતો. નારીલોક અદાલતમાં મહિલાઓ જોડાઇ હતી. ફતેપુરાની આર્ટસ કોલેજમાં નારી લોક અદાલતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયા, સભ્ય સચિવ સેલજાબેન, જી.પં.પ્રમુખ શંકરભાઇ આમલીયાર, ધારાસભ્ય રમેશભાઇ કટારા, જી.પં.સભ્ય ડો. અશ્વિનભાઇ પારગી, ચુનીલાલભાઇ ચરપોટ તા.પં.સભ્ય, એટીવીટી સભ્ય લાલાભાઇ સુવર, જીલ્લા આઇ.સી.ડી.એસ. અધિકારી પારૂલબેન ઉપસ્થિત રહ્યા હતા....
  January 21, 02:40 AM
 • દાહોદશહેરના પરેલ વિસ્તારમાં એક યુવક જોડે પ્રેમ લગ્ન કર્યા બાદ યુવતિ પાસેથી તેના પતિ સહિતના સાસરિયાઓ પાંચ લાખ રૂપિયા, બોલેરો જીપ અને વીસ તોલા સોનાની માગ કરીને ત્રાસ ગુજારતાં હતાં. ત્રાહિમામ પોકારી ઉઠેલી યુવતિએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારની આરાધના સોસાયટીમાં રહેતી 21 વર્ષિય નેહાબહેને પરેલ વિસ્તારની પારસી કોલોનીની બાજુમાં જી.બી સુખી આદર્શ વિદ્યાલય પાસે રહેતાં સર્વેસિંહ ક્ષત્રિય સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. નેહાબહેનને પતિ સર્વેસિંહ, સસરા...
  January 14, 04:40 AM
 • ફતેપુરાતાલુકાના મોટા નટવા ગામના સોનલના લગ્ન હિન્દોલિયાના રાકેશ સાથે થયા હતાં. અઢી વર્ષથી રાકેશ કોઇ કારણોસર તેને અવાર-નવાર-માનસિક ત્રાસ આપતાં હતાં. સાથે સાસરિયાં રાકેશને બીજી પત્ની કરાવવાની છે કહીને દહેજની માગણી કરતાં હતાં. સોનલને રાકેશ સહિતના સાસરિયાઓએ પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મુકી હતી.
  January 14, 04:40 AM
 • દહેજની કંપનીમાં ગેસ ગળતરથી ટેન્કર ચાલકનું મોત થયાની ઘટનામાં કંપનીમાં ગેસ લીકેજ નહીં થયો હોવાનો તેમજ ટેન્કર ચાલકનું મોત અન્ય કોઇ કારણથી થયું હોવાની કંપની સત્તાધિશોએ દહેજ મરીન પોલીસ તેમજ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને રજૂઆત કરી છે. જીએફએલ કંપનીના એચ.આર. હેડ સુનિલ ભટ્ટે જણાવ્યું છેકે ગેસ ગળતરની ઘટના બની નથી.
  December 4, 03:45 AM
 • સાસરિયાં સામે ફરિયાદ ગોધરાના પાર્વતીનગરમાં રહેતી પરિણીતા જ્યોતીબેનને તેના પતિ દિનેશ ટેહલીયાણી, સસરા મુલચંદભાઇ, સાસુ દ્રોપદીબેન, દિયર સાગર તથા નણંદ ગીતા દ્વારા દહેજની માંગણી કરી મારઝુડ કરાતી હતી. તેમજ મ્હેણા મારી શારીરિક માનસિક ત્રાસ અપાતો હતો. જે અંગે જ્યોતીબેને પતિ સહિત પાંચ સાસરિયાં સામે ફરિયાદ આપી હતી.
  November 23, 05:55 AM
 • લિંબાયતવિસ્તારમાં રહેતી પરિણીતાએ દહેજ પેટે રૂ 20 લાખની માંગણી નહિં સંતોષતા પતિ સહિત સાસરિયાઓએ તેણી પર શારિરીક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો તેમજ તેણીની મરજી વિરુધ્ધ ગર્ભપાત કરાવી દીધો હતો. જે બનાવ અંગે પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર લિંબાયત વિસ્તારમાં રહેતા અંબાદાસ નામદેમ આદમના લગ્ન વર્ષ 2014ના એપ્રીલ માસમાં ગાયત્રી નામની યુવતી સાથે થયા હતા.લગ્ન બાદ પતિ તથા સાસરિયાઓ દ્રારા તેણી પાસે અવારનવાર દહેજ પેટે રૂ 20 લાખની માંગણી કરવામાં...
  November 14, 02:05 AM
 • દહેજ નજીકઆવેલાં જોલવાનો અને મુળ આસામનો વતની તોનન ઠાકોર રાવા સાંજના સમયે જોલવા ગામ પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. દરમિયાન કોઇ અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટમાં લેતાં તેને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  November 7, 03:35 AM

 
Advertisement
 
 

Top News

 

Bollywood

Advertisement
 

Cricket

 

Interesting News

 

Business

 

Jeevan Mantra

 

 

Jokes

 

Most Read

 

Photogallery