Home >> Daxin Gujarat >> Bharuch District >> Ankleshwar
 • સજોદના વાળીનાથ મહાદેવ મંદિરે ચૈત્ર નવરાત્રીએ ભકતોની ભીડ
  ચૈત્રમાસમાં અંકલેશ્વર તાલુકાના સજોદના પૈરાણિક મંદિર બળીયા બાપજીના વાડીનાથ મંદિર ખાતે રવિવાર અને મંગળવારના રોજ ભક્તોની ભીડ જામે છે. ખાસ કરી લોકો પોતાના ચર્મ રોગ દુર થવાની મનોકામના સાથે લોકો અહી બાધા રાખતાં હોય છે. અંકલેશ્વરના પૈરાણિક વારસા સાથે આધ્યાત્મિક વારસાની અનેરો ઈતિહાસ ધરબાયેલો છે. જ્યાં ભગવાન રામના વનવાસ સાથે સંક્રાયેલ છે ત્યાં પાંડવો અને કૌરવના ગુપ્ત વાસ અને યુદ્ધ સાથે પણ અનેક ધટના જોડાયેલી છે. વડોદરાના પોર સુરતનું શિયાદલા અને અંકલેશ્વરના સજોદ સ્થિત વાળીનાથ દાદાનો ઈતિહાસ...
  02:35 AM
 • અંકલેશ્વરમાં GNFCની... મંગળવારનીસવારે બંધ થયો છે તો બીજો વાલ્વ વહી રહ્યો છે. પાણી ફુવારા ઉચ્ચે સુધી ઊડી રહ્યા છે. અત્રે ઉલેખનીય છે કે પ્રતિવર્ષ ઉનાળામાં વાલ્વમાં પાણીના ફુવારા જોવા મળે છે ત્યારે સંબધિત વિભાગ દ્વારા પરત્વે ત્વરિત અસર થી પગલાં ભરી વેડફાઇ રહેલ પાણીનો બચાવ કરે જરૂરી છે. રાંધણગેસનીસબસીડી... ત્યાંલિંકઅપ કરાવ્યા બાદ થોડો સમય પોતાનાજ એકાઉન્ટ માં સરકારી સબસીડી જમા થઇ હતી.હવે સબસીડી બીજી બેન્કમાં અન્યના ખાતામાં જમા થતી હોવાની બૂમો રાજપીપળામાં ઉઠી છે. ગ્રાહકોએ બેન્ક અને ગેસ...
  02:35 AM
 • અંકલેશ્વરના કોસમડી ગામે 2 કેબીનમાં આગ લાગતા દોડધામ અંકલેશ્વર| કોસમડી ગામે ગોપાલ નગર બસ સ્ટેંડ પાસે આવેલ બે નાસ્તાની લારીમાં બુધવારે સવારના સમયે અચાનક આગ લાગી હતી. આગની જાણ થતા ડી.પી.એમ.સી. ના ફાયર ફાઈટર સ્થળપર ઘસી આવ્યો હતો. આગ પર પાણીનો મારો ચલાવી કાબુ માં લેવાય હતી.
  02:35 AM
 • નર્મદાના રામપુરા ખાતેથી નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થયો
  નર્મદાજિલ્લાના રામપુરા ખાતેથી નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થયો છે. સાવરિયા મહારાજ, સદાનંદ મહારાજ સહિતના સંતો દ્વારા શ્રધ્ધાળુઓ માટે પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. પરિક્રમા પગપાળા તથા મોટરમાર્ગે કરવામાં આવે છે. નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનું મહત્વ વધી રહયું છે. રાજપીપલાના કીડી મંકોરી ધાટથી પરિક્રમાનો પ્રારંભ થયો છે.16 કિમી નો માર્ગ નો રસ્તો કપાતા 4 કલાક લાગે છે. જેથી વહેલી સવારે ઉઠી ભક્તો પરિક્રમા પગપાળા ચાલીને પૂર્ણ કરે છે.અહીંયા મંત્રીઓ થી લઈને વૃદ્ધો અને નાના 7 વર્ષ...
  02:35 AM
 • રાજપારડી-ઝઘડિયા વચ્ચેનોે માર્ગ જોખમી
  અંકલેશ્વરથી રાજપીપલા વચ્ચેનો રાજ્ય ધોરીમાર્ગ ફોરલેન બનેછે ત્યારે હાલ કામગીરી પુરજોશમાં ચાલી રહીછે ફોરલેન માર્ગ આકાર પામી રહ્યો છે તેમાં માર્ગની એક તરફ બે માર્ગીય માર્ગ પેહલો નિર્માણ પામે છે. ત્યારબાદ કામગીરી પૂર્ણ થયા બાદ બીજી તરફની બે માર્ગીય માર્ગ બનાવવામાં આવે છે. માર્ગ ને બનાવતી વખતે માર્ગપર અને સાઈડો પર મશીનરીઓ ધ્વારા ખોદકામ કરાતું હોવાથી માટીના ઢગલાઓ થતા હોય છે આને લઈને માટી વાહનોની અવર જવર થતા માર્ગ પર આવી જાય છે. આના કારણે જયારે વાહનો પસાર થાયછે ત્યારે ધૂળની ડમરીઓ ઉડતી હોય છે...
  March 29, 02:40 AM
 • અંકલેશ્વર | અંકલેશ્વરશહેરમાં અકસ્માતો નિવારવા સ્પીડબ્રેકરની લોકોની માંગણીઓ સંદર્ભમાં માર્ગ અને મકાન વિભાગ છેલ્લા 3 વર્ષથી કોઇ કાર્યવાહી કરી રહયું નથી ત્યાં ઓએનજીસીની કચેરી અને કોલોની સામે તાત્કાલિક અસરથી સ્પીડબ્રેકર બનાવી દેતાં તંત્રની બેવડી નિતિ સામે રોષ જોવા મળી રહયો છે. અંકલેશ્વર શહેરમાં અકસ્માતો નિવારવા કરાયેલ સ્પીડબ્રેકરની માંગ 3 વર્ષથી ટલ્લે
  March 29, 02:40 AM
 • અંકલેશ્વરમાં ભુર્ગભ જળ તળિયે રોજના 12 લાખ લીટર પાણીની ઘટ
  અંકલેશ્વરમાંભુર્ગભ જળ નીચે ઉતરી જતાં પાલિકાના 22 બોરમાંથી મેળવવામાં આવતાં પાણીના જથ્થામાં રોજના 12 લાખ લીટરની ઘટ પડી રહી છે. ઘટને પહોંચી વળવા ઉકાઇ ડેમમાંથી પાણી મળવું જરૂરી છે. શહેરની 80,000 વસતિને પાણી પુરૂ પાડતાં ગામ તળાવમાં હાલ માત્ર 10 દિવસ ચાલે તેટલા પાણીનો સંગ્રહ થયેલો છે. જો ડેમમાંથી પાણી નહિ મળે તો જળ સંકટના એંધાણ વર્તાઇ રહયાં છે. નર્મદા કાંઠે વસેલું અંકલેશ્વર નગર આજે પણ તાપીના નીર પર નિર્ભર છે. છેલ્લા 2 વર્ષથી ચોમાસુ નબળું રહ્યું છે જેને લઇ પાણીના બોરમાં ભૂગર્ભ નીચા જતાં રોજ મેળવામાં...
  March 29, 02:35 AM
 • અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનોમાં અધિકારીઓની તપાસ
  અંકલેશ્વર તથા પાનોલી જીઆઇડીસીમાં 1,000 કરતાં વધારે ભંગારના ગોડાઉન આવેલાં છે. છેલ્લા બે મહિનાથી ગોડાઉનમાં આગ લાગવાના બનાવો વધી રહયાં છે. ગોડાઉનમાં કેમિકલ વેસ્ટ સહિતના ભંગાર હોવાને કારણે મોટી હોનારત થઇ શકે તેમ છે. અત્યાર સુધીમાં 30થી વધુ ગોડાઉનો બળી ગયાં છે. કેમિકલ વેસ્ટને કારણે આરોગ્ય તથા પર્યાવરણની સુરક્ષા સામે સવાલો ઉભા થયાં છે. આગની ઘટનાઓની તપાસ માટે સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. તપાસ ટીમે મંગળવારે અંસાર માક્રેટ સહિતના વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરી વેપારીઓ પાસે લાઇસન્સ પરવાનો છે. તેમની...
  March 29, 02:35 AM
 • અંકલેશ્વર શહેરમાં અકસ્માતો નિવારવા કરાયેલ સ્પીડબ્રેકરની માંગ 3 વર્ષથી ટલ્લે
  અંકલેશ્વરશહેરમાં અકસ્માતો નિવારવા સ્પીડબ્રેકરની લોકોની માંગણીઓ સંદર્ભમાં માર્ગ અને મકાન વિભાગ છેલ્લા 3 વર્ષથી કોઇ કાર્યવાહી કરી રહયું નથી ત્યાં ઓએનજીસીની કચેરી અને કોલોની સામે તાત્કાલિક અસરથી સ્પીડબ્રેકર બનાવી દેતાં તંત્રની બેવડી નિતિ સામે રોષ જોવા મળી રહયો છે. અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગ પર સ્પીડ બ્રેકર મુકવા તેમજ ઝીબ્રા ક્રોસિંગ બનાવા માટે અનેકવાર રજુઆત છતાં બનાવામાં આવ્યા નથી. માર્ગ અને મકાન રજુઆત કરવામાં આવે તો સ્ટેટ હાઇવે હોવાથી તેના પર સ્પીડ બ્રેકર મૂકી શકાય નહિ તેમ જણાવી...
  March 29, 02:35 AM
 • અંકલેશ્વરનારાજપીપલા રોડ પર આવેલ પટેલ નગર પાસે મોટર સાઇકલ ચાલક અને રીક્ષા ચાલક વચ્ચેની તકરાર ગંભીર સ્વરૂપ લેતા જૂથ અથડામણ સર્જાય હતી. રીક્ષા ચાલકના ઘરે ટોળાએ પથ્થરથી હુમલો કરતા પોલીસે રાયટિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી હતી. પટેલ નગર પાસે આવેલ કૈલાશ ઇલેટ્રીકલ પાસે નેહાલ ઉર્ફે શનિ ભરતભાઈ ગોહિલ તેના મિત્રો જોડે ઉભો હતો તે દરમિયાન આજ સોસાયટીમાં રહેતા સલીમ ગુલામ નબી શેખ લુખ્ખા અહીં કેમ ઉભો છેતે કહી ગાળો બોલતા મામલો બિચક્યો હતો. જ્યાંથી નેહલ ગોહિલ જતા તેના પર રીક્ષા ચાલાક સલીમ શેખે...
  March 29, 02:35 AM
 • એશિયાની સૌથી મોટી જીઆઇડીસી ધરાવતાં અંકલેશ્વરમાં ગરમીનો પારો ઉંચે જતા પાછળના વર્ષના રેકોર્ડ તોડી માર્ચ મહિના 46 ડિગ્રી આંબ્યો છે. અંકલેશ્વરમાં કેમિકલના કારણે વાતારણ માં 2 થી દોઢ ડિગ્રી તાપમાન અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. ગરમીના પારાને લઇ લોકો સનસ્ટ્રોકનો સામનો કરી રહયાં છે.માર્ચ મહિના ગરમી સામાન્ય દિવસો માં 34 ડિગ્રી આસપાસ જોવા મળતી હોય છે. જયારે છેલ્લા 2 વર્ષ થી માર્ચ મહિના ગરમીનો પારો 40 ડિગ્રીને આંબી રહ્યો છે. ચાલુ વર્ષે પણ ગરમીનો પારો સવારે 40 ડિગ્રી થઇ ગયો હતો બપોર સુધીમાં 45 અને ચાર...
  March 29, 02:00 AM
 • અંકલેશ્વરનેશનલ હાઇવે 8 નંબર પર આવેલ મહાવીર માર્કેટ ખાતે ફરી એકવાર ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ તંત્રએ હાથ ધરેલી તપાસમાં કેમિકલ વેસ્ટ છૂટો છવાયો પડ્યો હતો જેને લઇ આગ વધુ ભડકી હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. રવિવારની સાંજે અચાનક મહાવીર માર્કેટમાં આવેલ ઓમ ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાં અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી જોત જોતા આગ વિકરાર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ અંગે ડીપીએમસી ફાયર ટીમને જાણ થતા ફાયર બંબા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર ઝડપભેર કાબુ મેળવી લીધો...
  March 28, 02:35 AM
 • અંકલેશ્વરતાલુકાના ગ્રામ પંચાયતની બીજા તબક્કાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજવા સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. 300 કરતા વધુ મતદારો 34 મતદાન મથકો પર ફરજ બજાવશે. સરપંચ સહીત 235 ઉમેદવરોનું ભાવિ 8 મી એપ્રિલ ના રોજ ઈવીએમ મશીનમાં સીલ થશે. અંકલેશ્વરના ચૂંટણી અધિકારી વિજય પટણીના માર્ગદર્શન હેઠળ નાયબ ચૂંટણી અધિકારી મનુભાઈ પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી અને અન્ય નોડલ અધિકારી તેમજ ચૂંટણી અધિકારી મળી કુલ 300 થી વધુ કર્મચારી આગામી 8 મી એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણી મતદાન કરાવશે. 9 ગામો કુલ 34 જેટલા બુથ ઉભા...
  March 28, 02:35 AM
 • 1932ની સાલમાં એટલેકે આશરે 85 વર્ષ પહેલા અંગ્રજોના સમયમાં ઝગડીયાથી નેત્રંગ લાઇન ચાલુ કરવામાં આવી હતી. 1980ની આસપાસ સરકારે અંકલેશ્વ્રર વાયા ઝગડીયાથી નેત્રંગ ડેડિયાપાડા,સાગબારા,જલગાંવ સુઘી રેલ્વેલાઇન લંબાવવા વિચારણા કરી હતી અને કામગીરી બાબતે નવી રેલ્વે લાઇનનું પ્રાથમિક સર્વે પણ કરવામાં આવ્યુ હતું પરંતુ તેમાં પણ 25 વર્ષના વહાણા વિતી ગયા હોવા છતાં કોઇ પ્રગતિ થઇ નથી. ઝગડીયાથી નેત્રંગ રેલ્વેલાઇન 1994ના વર્ષમાં વરસાદ તથા પુરના કારણે લાઇનો ઉખડી લાઇન બંઘ થઇ ગઇ હતી ત્યાર બાદ રેલ્વે વિભાગ ઘ્વારા કરોડો...
  March 28, 02:35 AM
 • મહારાષ્ટ્રના નાંદેડ ના ખેડૂત ગંગાધર ઘોંનડીબા ખોળવેના ખેતરમાં તૈયાર થયેલ કપાસ ગુજરાત ના કડી ખાતે આવેલા જીનમાં લાવવા ટ્રકના ચાલક વિજય વિશ્વનાથ ઢાલેના ટ્રકમાં ભરાવી આવી રહયા હતા.તે અરસામાં રાત્રે 12 વાગ્યાની આસપાસ વટારીયા ગણેશજી ના મંદિર નજીક બ્રેક મારતા પાછળ ના એક્ષલમાં હબમાં ખામી આવતા ટ્રકની બ્રેકમાં ખામી આવી જતા રોંગ સાઇડે ખેંચાઈ ગયો હતો. રસ્તાની સાઇડે આવેલ વૃક્ષ સાથે ટક્કર મારતા ધડાકા સાથે અકસ્માત થયો હતો.ટ્રકના કચર ઘાણ વળી ગયો હતો.ટ્રકમાં ભરેલ 130 કવિન્ટલ કપાસ વેરવિખેર પથરાઈ ગયો...
  March 28, 02:35 AM
 • પાનોલીજીઆઇડીસીમાં શિવાંશ ફાર્મા કંપની એલસીબીએ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન વિનોદ ઉર્ફે દિલ્લી ઠાકુર નામનો રીઢો ચોર નજરે પડતા ચારે તરફથી તેને કોર્ડન કરી લીધો હતો. તે કંપની પાસેની ગટરમાં સંતાડેલ ચોરીનો ભંગાર કાઢવા જતા ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસે તેની પાસેથી 24 હજાર ઉપરાંતનો ભંગાર નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંગે આકરી પૂછપરછ કરતા તેણે કંપનીમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચોરીમાં કિશન ભલા બારીયા, વિનોદ ઉર્ફે મારવાડી મોહન પ્રજપતિ, અશ્વિન ઉર્ફે અજય ઉર્ફે મામો કાંતાપ્રસાદ પટેલ,...
  March 27, 03:35 AM
 • અંકલેશ્વરનેશનલ હાઇવે 8 નંબર પર આવેલ મહાવીર માર્કેટમાં આવેલ ઓમ ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉન માં અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી જોત જોતા આગ વિકરાર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ ડીપીએમસી ફાયર ટીમને જાણ થતા ફાયર બંબા સાથે ઘટના સ્થળે દોડી આવી આગ પર ઝડપભેર કાબુ મેળવી લીધો હતો. આગની જાણ થતા મામલાતદાર કચેરી અંકલેશ્વરના અધિકારી, પોલીસ વિભાગ, જીપીસીબી, તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ કયા કારણસર લાગી તે અંગે તપાસ આરંભી હતી. આગ સંપૂર્ણ રીતે કાબુ આવી ગઇ છે....
  March 27, 03:35 AM
 • સન્માન સમારંભ | નર્મદા સર્કિટ હાઉસ ખાતે અંકલેશ્વર તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજવામા આવી હતી
  અંકલેશ્વરનર્મદા સર્કિટ હાઉસ ખાતે અંકલેશ્વર તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજવામા આવી હતી. જેમાં જુના દીવા ગામ ખાતે સમરસ કરનાર સરપંચ અને તેમની ટીમ સન્માન કરવામાં આવ્યું હતું. 6 એપ્રિલ ના રોજ સ્થાપના દિન નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવાનું નકકી કરાયું છે. તાલુકા ભાજપની કારોબારીમાં જિલ્લા ભાજપ મહામંત્રી મનહર ગોહિલ, જિલ્લા મંત્રી અને કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે 8મીએ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભાજપ સમર્પિત પેનલોને ગ્રામ પંચાયતની ચૂંટણી વિજય આપવા માટે હાકલ કરી હતી....
  March 27, 03:35 AM
 • સુરતવિજીલન્સની ટીમે વાલિયા રોડ પર બાંડાબેડા જવાના કાચા રસ્તે વોચ ગોઠવી બુટલેગરને 52 હજાર રૂપિયાના વિદેશી દારૂ સાથે ઝડપી પાડયો છે. વિદેશી દારૂ લુણા ગામના બુટલેગરને પહોંચાડવાનો હોવાની વિગતો સપાટી પર આવતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. સ્ટેટ વિજીલન્સ સુરતના શૈલેન્દ્રસિંહને બાતમી મળેલ કે વટારીયા ગામનો જયંતી ધીરુભાઈ વસાવાનાઓ વિદેશી દારૂ ભરીને આવવાનો છે.આ બાતમીના આધારે અંકલેશ્વર વાલિયા રોડ પર બાંડાબેડા ગામે જવાના રસ્તે વોચ ગોઠવી હતી.તે અરસામાં આઠ વાગ્યે સિલ્વર કલરની ઈકો કારનીકળતા...
  March 27, 03:35 AM
 • ખેડૂત સંમેલન યોજાયું | અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠાબેટ ખાતે કૃષિ મેળો યોજાયો : આધુનિક પધ્ધતિઓનો લાભ લેવા ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કરાયો
  અંકલેશ્વરતાલુકાના જુનાબોરભાઠા બેટ ખાતે ખેડૂત સંમેલન યોજાયું હતું. જેમાં સહકારમંત્રીએ ખેડૂતોને આધુનિક પધ્ધતિઓનો લાભ લેવા અનુરોધ કરી સરકાર ખેડૂતોના હિત માટે પ્રયાસો કરી રહી હોવાનું જણાવ્યું હતું. મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની હરીત ક્રાંતિની યાત્રાને આગળ વધારવા માટે કૃષિ વિકાસને વધુ ઊંચાઇએ લઇ જવા માટે રાજ્ય સરકારે ખેડૂતોના ઉત્કર્ષ માટે ખેડૂતલક્ષી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. રાજ્યના ખેડૂત માટે કિસાન હિતકારી યોજનાઓ, કૃષિલક્ષી નવીન સંશોધનો, પાકની...
  March 26, 06:35 AM