Home >> Daxin Gujarat >> Bardoli District >> Vyara
 • તાપીજિલ્લાના ડોલવણ તાલુકા ખાતે વિવિધ સ્થળોએ પ્રજાજનોની સુવિધામાં માટે મુકવામાં આવેલી કચરાપેટીની સાફ સફાઈ થતા ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે. કચરાપેટી ભરાય ગયા પછી કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. સાથે ગંદકીના કારણે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે ત્યારે તાકીદે કચરા નિકાલ થાઈ એવી માંગ ઉઠી છે. ડોલવણ તાલુકામાં જુદીજુદી જગ્યાએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગામને ચોખ્ખુ અને સ્વચ્છ બનાવવા માટે કચરા પેટી મૂકવામાં આવી છે. ડોલવણ તાલુકા મથકે કચરાપેટી મુકવામાં આવી હતી તે પહેલા સ્થાનિક...
  08:00 AM
 • સાંઈ કથાના શ્રવણથી મન શુદ્ધ થાય છે
  વ્યારનગર ખાતે વૃંદાવાડી વ્યારા આયોજિત સાઇકથાના ચોથા દિવસે બાબાનંદજી દ્વારા સાંઈબાબાના બાળક અવસ્થા દરમિયાન કરેલી લીલાઓ સંગીતમય વાતાવરણ સાથે વર્ણવી હતી. સાઈકથાના શ્રવણથી મનની શુદ્ધ થાય છે. તેમજ સાઈભક્તિના કારણે ફક્ત એક જીવન નહિ પરંતુ પરિવાર જાણોનું કલ્યાણ થાય છે. સાઈ પરિવાર વૃંદાવાડી વ્યારા આયોજિત સાઇકથાના ચોથા દિવસે સાઈભક્તોની વિશાળ હાજરીમાં સાઈબાબાના જન્મ વૃતાંત બાબાનંદજીએ ખુબ ભાવપૂર્ણ શૈલીમાં વર્ણવ્યો હતો. તેમણે ગૃહસ્થાશ્રમના ધર્મો જેવા કે આતિથ્ય ધર્મ, પતિવ્રતધર્મનું પાલન કરી...
  08:00 AM
 • તાપીજિલ્લા સેવા સદનમાં આવેલ બ્લોક નં. 5-6- ના ભોંય તળિયે આવેલ તિજોરી શાખાના સ્ટ્રોંગ રૂમમાંથી રૂપિયા 10 હજારની કિંમતના 100 સ્ટેમ્પ પેપર ગુમ થવાની ઘટનામાં તાપી જિલ્લા તિજોરી અધિકારી સીતારામ ચૌધરીએ તેમના સ્ટાફ અને પટાવાળા મળી કુલ સાત સામે રૂપિયા 10 લાખના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરો ગુમ થવા બાબતે પોલીસ ફરિયાદ થતા સરકારી બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ ફરિયાદના પગલે વ્યારા ખાતે આવેલી તિજોરી શાખા તમામ કર્મચારી નિવેદનોના લેવાયા છે. તાપી જિલ્લા સેવા સદનમાં આવેલ જિલ્લા તિજોરી અધિકારીની કચેરી...
  08:00 AM
 • તાપીજિલ્લાના મુખ્ય વડામથક વ્યારાના પાનવાડી વિસ્તારમાં જિલ્લા સેવા સદનનું પરિસર 2007માં બન્યું હતું. વિસ્તારમાં અવરજવર કરતા લોકો માટે બસ સ્ટેન્ડનો અભાવ હોવાથી પ્રજાજનોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેના પગલે તાજેતરમાં જિલ્લા પંચાયત તાપી દ્વારા પરિસરની બહાર બસસ્ટેન્ડ બનવાનું નક્કી કરતા જિલ્લાવાસીઓમાં આનંદ છવાયો હતો. તાપી જિલ્લાના સાત તાલુકાના લોકો વ્યારા જિલ્લા સેવા સદન ખાતે કામકાજ માટે આવે છે. જોકે, જિલ્લા સેવા સદન ખાતે બસ સ્ટેન્ડ હોય પ્રજાજનો ના છૂટકે બસમાં દૂર ઉતારી પગપાળા આવવું પડતા...
  08:00 AM
 • વ્યારામાં 4 જિલ્લાના કરાર આધારિત કર્મચારીઓનો કાળા કપડાં પહેરી વિરોધ
  તાપીજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કામ કરતા સહીત અન્ય વિભાગમાં કરાર આધારિત 300થી વધુ કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસથી હડતાળ પર છે. ત્યારે તેઓની માંગણીઓનું નિરાકરણ નહી આવતા આજરોજ તાપી, નવસારી, ડાંગ અને સુરતના કરાર આધારિત કર્મચારીઓ વ્યારા ખાતે એકત્ર થયા હતા. અને કાળા કપડા પહેરીને વ્યારા નગરમાં રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. તાપી જિલ્લાના વ્યારા ખાતે છેલ્લા 10 દિવસથી ધરણાં પર બેઠેલા કરાર આધારિત અનુસંધાનપાના નં. 2 વ્યારામાં વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું
  March 25, 04:30 AM
 • વ્યારા | વ્યારાનગર પાલિકા દ્વારા આજરોજ ટાઉન પ્લાનિંગની મિટિંગ ટીપીના ચેરમેન મેહરનોઝભાઈ જોખીના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં 16 ફાઈલો પૈકી 06 ફાઈલોને મંજૂરી અપાઈ હતી. વ્યારા પાલિકા ખાતે હોલમાં આજરોજ ટીપી ચેરમેન મેહરનોઝભાઈ જોખીના અધ્યક્ષતામાં ટીપી પ્લાનિંગની મિટિંગ મળી હતી જેમાં કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વ્યારા પાલિકા વિસ્તાર માટે ટીપીના કામ બાબતની કુલ 16 ફાઈલો આવી હતી. જેમાં 06 ફાઈલો મંજુર કરાઈ હતી. જ્યારે 09 ફાઈલોને નામંજૂર કરાઈ હતી જયારે 01 ફાઈલ ને પેન્ડિંગ રાખવામાં આવી હતી.
  March 25, 04:30 AM
 • વ્યારા તાલુકાના કટાસવાણ ગામે રહેતા શારદાબહેન ગામીતના ઘરે બપોરના 4.30
  વ્યારા તાલુકાના કટાસવાણ ગામે રહેતા શારદાબહેન ગામીતના ઘરે બપોરના 4.30 વાગ્યે બે સાપ નજરે પડતાં ગભરાઈ ગયા હતાં. અને ફ્રેન્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના તરંગ રાઠોડને જાણ કરતાં ટીમ સાથે પહોંચી જઈ બે કોબ્રા સાપને બચાવીને સહી સલામ જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હતાં. વ્યારાના કટાસવાણ ગામેથી બે કોબ્રાને ઝડપી પાડ્યા
  March 25, 04:30 AM
 • વ્યારાપોલીસ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરાવવા માટે લઇ જવામાં આવેલ આરોપી પોલીસ જાપતામાંથી નાશી ગયેલ આરોપીને બાતમીના આધારે દબોચી લઈ ફરી જેલના સળીયા પાછળ ધકેલાયો. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક ડો.એન.કે.અમીન દ્વારા તાપી જિલ્લામા બનતા મીલકત સંબંધી ગુના ડામવા તેમજ મિલકત સંબંધી ગુનાઓમા આરોપીઓ પકડવા પો.ઇ. એન.એચ. પટેલ, એલ.સી.બી. તાપીનાઓને આપેલ સુચના આધારે પોલીસ પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સટેબલ સોમનાથ સંભાજીભાઇનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે વ્યારા પોલીસ ગુના રજી. નં. ૪૪/૨૦૧૬ના આરોપી...
  March 25, 04:30 AM
 • વ્યારા નગરના જનક ત્રણ રસ્તા પાસે સરકારી જગ્યાનાં દબાણો દૂર કરાયાં
  વ્યારાનગર ખાતે આવેલ જનક ત્રણ રસ્તા પાસે માર્ગની આજુબાજુ સરકારી પડતર જગ્યા લારી ગલ્લા ધારકો દ્વારા દબાણ કરાયા હતા. આજરોજ વ્યારા પ્રાંત અધિકારી, વ્યારા મામલતદાર અને ચીફઓફીસર દ્વારા ટીમ સાથે આવી સ્થળ પરના 30થી વધુ લારી ગલ્લાના દબાણ દૂર કરાયા હતા. જેના પગલે સરકારી પડતર જગ્યામાં દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. વ્યારા નગરના જનક ત્રણ રસ્તા સામે છેલ્લા કેટલી સમયથી 30થી વધુ લારી અને ગલ્લાધારકો દ્વારા સરકારી પડતર જગ્યા પર દબાણ કરાયું હતું. જેના પગલે આજ રોજ વ્યારા પ્રાંત અધિકારી, વ્યારા મામલતદાર...
  March 25, 04:30 AM
 • ABPPના ઉપપ્રમુખ તરીકે ગજરાબહેન ચૌધરીની વરણી કરાઇ
  તાપીજિલ્લા પંચાયતના પ્રથમ મહિલા પ્રમુખ ગજરાબહેન અમરસિંહભાઈ ચૌધરીની અખિલ ભારતીય પંચાયત પરિષદના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતાં તાપી જિલ્લાના લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ગુજરાતના પ્રથમ અદિવાસી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહભાઈ ચૌધરીના ધર્મપત્ની ગજરાબહેન ચૌધરીએ પરિવારની જવાબદારી સંભાળતાં સંભાળતા રાજકારમમાં પ્રવેશ લઈ વર્ષ 1995માં પ્રથમ વખત સુરત જિ. પં.ની બોરખડી જિ. પં. બેઠક પરથી જિ. પં. સભ્ય તરીકે ચૂંટાયા હતાં. ત્યારબાદ વર્ષ 2000માં બીજી વખત સુરત જિ. પં.ની બોરખડી બેઠક પરથી જિ. પં. સભ્ય તરીકે ચૂંટાઈ...
  March 24, 04:40 AM
 • વ્યારા ખાતે અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ કરતાં આનંદ
  તાપીજિલ્લા બન્યા બાદ એક પછી એક જિલ્લામાં સુવિધા વધી રહેતા નગરજનોમાં આનંદ વધી રહ્યો છે. તાજેતરમાં અમરનાથ યાત્રાએ જતા લોકોએ રજિસ્ટ્રેશન કરવા સુરત સુધી લંબાવું પડતું હતું. તેનો નિરાકરણ આવી જતા વ્યારા ખાતેથી રજિસ્ટેશનની કામગીરી શરૂ થતા આનંદ વ્યાપી ગયો હતો. ભૂતકાળમાં અમરનાથ યાત્રા કરવા માટે રજિસ્ટ્રેશન કરાવવું માટે તાપી જિલ્લા વાસીઓએ સુરત સુધી લાંબાવવુ પડતું હતું. જેના કારણે વ્યારાના આગેવાનો અને જયબાબા બર્ફાની ગ્રુપના ધનસુખભાઇ યાદવ દ્વારા અવારનવાર રજૂઆતો બાદ સાંસદ પ્રભુભાઈ વસાવાએ...
  March 24, 04:40 AM
 • વ્યારાનગર ખાતે યુગાવતાર ભગવાન શિર્ડી સાઈબાબાના જીવન ચરિત્ર ઉપર સાત દિવસ સુધી ચાલનારી કથામાં વ્યાસ પીઠ પર બિરાજમાન પારસી કથાકાર બાબાનંદજી પોતાની મધુ વાણીથી સાઈ કથાનું રસપાન કરાવતા ભક્તોને સાંઈ બાબાએ હંમેશા ભક્તોને નવી દિશા અને સમસ્યાના હલ લાવી આપતા હતા. સાઈ પરિવાર, વૃંદાવાડી વ્યારા આયોજિત સાઈકથાના મંગલાચરણના બીજા દિવસે વિશાળ શ્રોતાજનોની હાજરીમાં સાઈબાબા તરફનો ભાવપ્રવાહ જોવા મળ્યો હતો. ગરીબ દર્દીઓ માટે મફત ભોજન વ્યવસ્થાના લાભાર્થે આયોજિત સાઈકથાની વ્યાસપીઠ પરથી વક્તા બાબાનંદજીએ...
  March 24, 04:40 AM
 • તાપીજિલ્લા સેવા સદનમાં આવેલ બ્લોક નં. 5-6- ના ભોંય તળિયે આવેલ તિજોરી શાખાના સ્ટ્રોંગ રૂમમાંથી રૂપિયા 10 હજાર ની કિંમતના 100 સ્ટેમ્પ પેપર ગુમ થવાની ઘટનામાં તાપી જિલ્લા તિજોરી અધિકારી સીતારામ ચૌધરીએ તેમના સ્ટાફ અને પટાવાળા મળી કુલ સાત સામે રૂપિયા 10 લાખના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરો ગુમ થવા બાબતે પોલીસ ફરિયાદ થતા સરકારી બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ ફરિયાદ થયાને એક માસ થવા છતાં કામગીરીના નામે હાલ મીંડું છે. તાપી જિલ્લા સેવા સદનમાં આવેલ જિલ્લા તિજોરી અધિકારીની કચેરી હસ્તકના સ્ટ્રોંગ...
  March 24, 04:40 AM
 • તાપીજિલ્લા પંચાયત ખાતે પ્રમુખની અઘ્યક્ષ સ્થાને 2017-18 ના વર્ષ માટે બજેટની સભા મળી હતી. જેમાં તેમણે દ્વારા તાપી જિલ્લા પંચાયતનું 790 કરોડનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી ગ્રાન્ટ અને તમામ જોગવાઈઓનો સમાવેશ થાય છે. અંદાજ પત્ર જિલ્લાના તમામ વિકાસના પાસાઓને આવરી લઇ આવશ્યક જરૂરિયાતને કેન્દ્રમાં રાખી આવકની મર્યાદાને લક્ષમાં લઇ સ્વભંડોળની 7.56 કરોડની પુરાંતવારું બજેટ રજુ કર્યું હતું. તાપી જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ ગજરાબેન ચૌધરી દ્વારા રજુ કરાયેલું 790 કરોડનું બજેટ રજુ...
  March 24, 04:40 AM
 • વ્યારામાં ધરણાં પર બેઠેલા કર્મચારીઓ મળવા તાપી જિલ્લા પ્રમુખ પહોંચ્યા
  તાપીજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કામ કરતા 300થી વધુ કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસોથી હડતાળ પર છે ત્યારે તેઓની માંગણીઓનું નિરાકરણ નહી આવતા અંતે કર્મચારીઓએ સોમવારથી વ્યારા ખાતે કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા હતા. સમાન કામ અને સમાન વેતનની માંગ સાથે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આજરોજ ધારણા પર બેઠેલા કર્મચારીઓની મુલાકાત તાપી જિલ્લા પ્રમુખ અને તાપી જિલ્લા કારોબારી અઘ્યક્ષે લીધી હતી. વિધાનસભા ચૂંટણી નજીક આવતા કરાર આધારીત સરકારી કર્મચારીઓએ બાંયો ચઢાવી સરકાર સામે લડી...
  March 23, 04:45 AM
 • વ્યારાનગર ખાતે આવેલ સ્મશાન ભૂમિ ખાતે કેટલીક લાઇટો બંધ રેહતા અને પર્યાપ્ત નવી લાઈટો મુકવા માટે કોર્પોરેટર દ્વારા વ્યારા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. વ્યારા નગર ખાતે આવેલું સ્મશાન ભૂમિમાં વ્યારા નગર સહીત ગ્રામ્ય વિસ્તારોમાંથી મૃતકોના અંતિમ ક્રિયા માટે લાવે છે. સ્મશાનમાં લાઈટો બંધ રહેતા અને ઓછી લાઈટોને કારણે મુશ્કેલી વધી રહી છે. જેના કારણે વ્યારા પાલિકાના કોર્પોરેટર અનીશભાઈ ચૌધરી દ્વારા વ્યારા ચીફ ઓફિસરને લેખીતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતુ કે સ્મશાન ભૂમિ ખાતે કેટલીક લાઈટો બંધ રહે...
  March 23, 04:45 AM
 • ભાસ્કર િવશેષ | વ્યારામાં બાબાનંદજી દ્વારા સાંઇબાબાના જીવન ચરિત્ર પર આધારિત સાંઈ કથાનો પ્રારંભ
  વ્યારાનગર ખાતે યુગાવતાર ભગવાન શિર્ડી સાઈબાબાના જીવન ચરિત્ર ઉપર સાત દિવસ સુધી ચાલનારી કથામાં વ્યાસપીઠ પર બિરાજમાન પારસી કથાકાર બાબાનંદજી પોતાની મધુ વાણીથી સાઈ કથાનું રસપાન કરાવતા ભક્તોને જણાવ્યું હતું કે બાબા ભક્તોને સૂચવેલું નિર્દોષનું પાલન કરવા જરૂરી છે. જેવું કે ગમે તેટલી સત્તા, સંપત્તિ કે ઐશ્વર્યના મલિક હોવા છતાં જેનામાં ન્રમતા, સાદગી અને પ્રેમ લક્ષણો હોય સાચા ભક્તના લક્ષણ છે. સાઈ પરિવાર, વૃંદાવાદી તરફથી વ્યારા નગરમાં ૨૦-૦૩-૨૦૧૭ થી ૨૬-૦૩-૨૦૧૭ સુધી સાંજે ૫:૩૦ થી ૯:૩૦ સમય દરમિયાન ભવ્ય...
  March 22, 04:35 AM
 • તાપીજિલ્લામાં મુખ્ય વડામથક વ્યારા ખાતે આવેલ બીએપીએસ સંસ્થાના સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં મહિલાદિનની ભવ્ય ઉજવણી હાથ ધરાઈ હતી. જેમાં વ્યારા સહીત જિલ્લાની આગેવાન મહિલાઓ દ્વારા ખાસ ઉપસ્થિત રહી મહિલાઓને પેરક પ્રસંગ મુજબ વાતો કરી હતી. વ્યારા ખાતે થયેલી ઉજવણી માં B.A.P.S સંસ્થાના મધ્યસ્થા કાર્યાલયના કાર્યક્રમ મુજબ સંવાદ, રાશ-ગરબા, બાલિકા નૃત્ય, આદિવાસી બહેનો દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લાના મહિલા ભાજપ પ્રમુખ વંદનાબેન તિવારી, વ્યારા ખુ.મ. ગાંધી...
  March 22, 04:35 AM
 • વ્યારાનગર પાલિકા દ્વારા વ્યારા નગરજનોની સુવિધા માટે બનાવેલી સ્વચ્છ વ્યારા નામની એપ્લિકેશન બનાવી દીધી હતી. જેને વિધિવત રીતે લોન્ચ કરી હતી. જેના પ્રથમ દિવસે 22 ફરિયાદો આવી હતી. વ્યારા નગર ખાતે કાર્યરત નગર પાલિકા દ્વારા વ્યારા નગરના રહીશોની સુવિધા વધે વ્યારા નગર પાલિકાએ નગરજનોની ફરિયાદના નિરાકરણ માટે સ્વચ્છ વ્યારા નામની એપ્લિકેશન બનાવી હતી. સોમવારના રોજ ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલ અને વ્યારા પાલિકાના પ્રમુખ દિપાલીબહેન પાટીલ સહીત વિવિધ નગરપાલિકાના હોદેદારો દ્વારા વિધિવત રીતે લોન્ચ...
  March 22, 04:35 AM
 • વ્યારામાંઆવેલી જૂની રેફરલ હોસ્પિટલની ખુલ્લી જગ્યા આવેલી છે. જે તાપી જિલ્લા પંચાયત હસ્તકની છે ગત કારોબારીમાં જગ્યા કર્મશિયલ પ્રોજેકટ બનવવા માટે ઠરાવ થયો હતો જેના કારણે તાપી જિલ્લા પંચાયતની આવકમાં વધારો થવાની સાથે વ્યારા નગરજનોમાં પ્રોજેકટના કારણે આનંદ ઉઠ્યો હતો. ગત થોડા દિવસો પહેલા તાપી જિલ્લા પંચાયતની કારોબારી મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના કારોબારી અઘ્યક્ષ મુકેશભાઈ ચૌધરી સ્થાનેથી બે ઠરાવ નક્કી કરાયા હતા. જેમાં વ્યારા નગરના હાર્ડ સમા વિસ્તાર જૂની રેફરલ હોસ્પિટલ વારી અંદાજિત 10000...
  March 22, 04:35 AM