Home >> Daxin Gujarat >> Bardoli District >> Valod
 • કોસંબા | કોસંબાપોલીસને ખાનગી રાહે મોલવણ ગામે આદિવાસી ફળિયામાં રહેતા રણજિત ઉર્ફે જાંબુ સોમા વસાવા વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની બાતમી મળતાં વાલોડ ઓપીના જયેશભાઈ જયંતીલાલ, અશોકભાઈ ગણપતભાઈ, હેમંત બાવા તેમજ એએસઆઈ ગુલાબ ચિંધા સાથે ભેગા મળી બુટલેગરના ઘરમાં રેડ કરતાં રણજીત વસાવા પોલીસને જોઈ ભાગી છૂટ્યો હતો. જેથી પોલીસે પંચોની રૂબરૂ ઘરની તલાસી લેતા ઘરમાંથી 58775 રૂપિયાનો 472 નંગ વિદેશીદારૂ મળી આવતાં પોલીસે ભાગી જનાર રણજીતને વોન્ટેડ જાહેર કર્યો હતો.
  35 mins ago
 • તાપીભાજપ જિલ્લા સંગઠનની વિવિધ મોરચાની વરણીનો દોર ચાલુ થતા સંગઠને પ્રદેશકક્ષાએ ચર્ચા વિચારણા કરીને નિમણુંક કરવામાં આવી છે. જેમા યુવા મોરચામાં બુહારી ગામના યુવા અગ્રણી અમીત નટુભાઈ પટેલની નીમણૂક કરવામા આવી છે. તાપી જિલ્લા કીશાન મોરચાના પ્રમુખ તરીકે જિતેન્દ્રભાઈ શિવપ્રસાદ ઉપાધ્યાય (મુન્નાભાઈ)ની નીમણુક કરવામાં આવી છે. તાપી જીલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ જયરામભાઈ ગામીતે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર અને તાપી જિલ્લા પ્રભારી ગણપતસિંહ વસાવાની સાથે ચર્ચા વિચારણા કરી સંગઠનને...
  35 mins ago
 • વાલોડ | ગુજરાતપ્રદેશ યુવા મોરચા આયોજીત નવયુવા ખેલાડીઓને પ્રોત્સાહન મળે એવા આશયથી શ્રી સ્વામીવિવેકાનંદ રમતોત્સવના કાર્યક્રમમા ક્રિકેટની ટુર્નામેન્ટમાં વાલોડ તાલુકો અગ્રેસર રહેતા રોમાંચક ભરી જીત મેળવતા બે વખત ટાઈ થતા ભારે કશ્મકસ જોવા મળતા અંતે વાલોડ તાલુકા યુવા ભાજપની ટીમનો જવલંત વિજય થતા રમતવીરો ગ્રાઉન્ડ પર ઝુમી ઉઠયા હતા. ગુજરાત પ્રદેશ યુવા મોરચા આયોજીત નવયુવા ખેલાડીઓને પ્રોત્સાહન મળે એવા આશયથી શ્રી સ્વામીવિવેકાનંદ રમતોત્સવના કાર્યક્રમનુ આયોજન ભાજપના રમતગમતક્ષેત્રે પ્રતિભા...
  35 mins ago
 • તાપીજિલ્લામાં રીસર્વેની કામગીરીની વેઠ ઉતારી હોય એમ ખેડૂતોની કીમતી જમીનોના રાતોરાત ક્ષેત્રફળ ઓછા થઈ ગયા છે. કેટલાક ખાતેદારોએ જમીનો વેચાણ કરેલ તે જમીનો ફરી જુના ખાતેદારને નામે નોટિસો ઇસ્યુ કરવામાં આવી અને સાથોસાથ કેટલીક જમીનોની ખેડૂતોની નોટીસોની નકલો નહીં નીકળતા ખેડૂત ખાતેદારો વીલા મોઢે પરત ફર્યા હતાં. હવે ગ્રામપંચાયત કચેરીએ નોટિસમાં જણાવેલ વિગતો માટે વાંધા હોય વાંધા અરજીના ફોર્મ ઉપલબ્ધ હોય ખેડૂત ખાતેદારો વાંધા અરજીનું લખાણ કરાવવા જતા નોટિસ લખનારાઓ દ્વારા ઉઘાડી લૂંટો ચાલુ થઈ છે....
  35 mins ago
 • વાલોડનગરમાં પાણીનો પોકાર, જ્યારે બીજી બાજુ પાણીનો વ્યય
  વાલોડનગરમાં ઉનાળાની શરૂઆત થતાં પાણીની સમસ્યાનો કકળાટ અનુભવતાથી ગૃહિણીઓમા રોષ સાથે ઘરવપરાશ માટે પીવાના પાણી માટે પશુપાલનની દૂધાળાં પશુઓ પાણી મેળવવા અને ઓછો સમય પાણી આવતા હળપતિવાસના રહીશોમાં રોષ વ્યાપી ગયો છે. પાણીનો પોકારથી લોકો હેરાન પરેશાન બન્યા છે. વાલોડ નગરમાં ઉનાળાની શરૂઆત થતા પાણીનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થાય છે નગરમાં ઓછા દબાણથી પાણી આવતા સ્થાનિક રહીશોમાં ભભૂકતો રોષ સાથે સત્તાધીશો પાણીની સમસ્યાનો હલ તાત્કાલિક કરવામાં આવે એવી પ્રબળ લોકમાંગ ઊઠી છે. વાલોડમાં હળપતિવાસ,...
  April 26, 04:00 AM
 • તાપીજિલ્લામાં રીસર્વેની કામગીરી 2015થી ચાલુ હોય કામગીરીનું હાલ પૂર્ણતાને આરે છે ત્યારે રીસર્વેની માપણીમાં ખેતરોમાં બનાવવામાં આવેલ ઘરો, રોડ, આંતરિક રસ્તાઓ, કુવા, વીજળીના થાંભલા, ફેન્સીંગ નકશામાં બતાવી એલ.પી.એમ. તલાટી કમ મંત્રીઓને આપી જો ખાતેદારોને વાંધો હોય તો દિન 10માં વાંધો રજુ કરવાની નોટિસ આપવામાં આવતા વાલોડ ગામના ખેડૂતો પોતાના ખેતરોના ક્ષેત્રફળ સુધારવા ગ્રામપંચાયત કચેરીએ દોડ લગાવી છે. વાલોડ ગ્રામપંચાયત તાપી જિલ્લાની સૌથી મોટી ગ્રામપંચાયત કચેરી હોવા છતાં એલ.પી.એમ.ની નોટિસો અંગેની જાણ...
  April 25, 04:30 AM
 • વાલોડતાલુકાના પેલાડબુહારી ગામે ખોડિયાર માતાજીનું ચમત્કારિક મંદિર આવેલું છે. જે મંદિર પરિસરમાં શ્રી નારાયણ ભગવાનની અખંડ ધૂન શ્રી નારાયણ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજુબાજુના અનેક ભાવિક ભક્તો હાજર રહ્યા હતા. પેલાડ બુહારી ખોડિયાર માતાના મંદિર અને રામેશ્વર મહાદેવ મંદિરે નારાયણ ધૂનની શરૂઆત શનિવારે રાત્રે 9.00 વાગ્યે કરવામાં આવી હતી અને તેની પૂર્ણાહુતિ બીજા દિવસે 9.00 કલાકે સવારે સદગુરુ ભગવાનની મહાઆરતી ભુપેન્દ્રભાઈ મગનભાઈ પટેલે ઉતારી હતી અને ભાવિક ભક્તો ખૂબ હર્ષોલ્લાસથી જોડાયા હતા....
  April 24, 04:25 AM
 • વાલોડ | ઉનાળાનાબળબળતા બપોરે ઠેર ઠેર પાણીની અછત વર્તાય રહી
  વાલોડ | ઉનાળાનાબળબળતા બપોરે ઠેર ઠેર પાણીની અછત વર્તાય રહી છે. પીવાના પાણી માટે પણ પશુ, પક્ષી, જીવજંતુ અને માનવજીવન પણ અસર જોવા મળી રહી છે તેવા સમયે વાલોડના જીવદયાપ્રેમી મહિલા ઘર આંગણે પાણીની પરબ મૂકીને ઉમદા સેવાકીય કાર્ય કરતાં પક્ષીના માટે ચણ અને ઠંડું પાણીના કૂંડાં મૂકતાં વટેમાર્ગુઓની તરસ છિપાવતા પ્રેરણા સ્ત્રોત બની ગયા છે. વાલોડના હાઈસ્કૂલ ફળિયાનાં નૂતનબેન મનોજભાઈ પટેલ જીવદયાપ્રેમી ઘણા સમયથી સાંઈ સેવાકીય કાર્યની સાથે સંકળાયેલા છે. વાલોડના જાહેર માર્ગને અડીને બસ સ્ટેન્ડ પરની બાજુમાં...
  April 24, 04:20 AM
 • વાલોડતાલુકામાં છેલ્લા ત્રણ વરસમાં ૧૬ દીપડા પાંજરે પુરાયા છે. દીપડાઓની વસ્તી વધી રહી હોય હવે દીપડાએ કોઢારમાં બાંધેલી માસની વાછરડી પર હુમલો કરી જંગલમાં ખેંચી જઈ ફાડી ખાઘી હોવાથી ગ્રામજનોમાં ભયની લાગણી ઊભી થઈ છે. ખેડૂતો પણ હવે રાત્રીના સમયે ખેતરે જવા અને રાત્રીના સમયે ઘરની બહાર નીકળતાં ગભરાટ અનુભવે છે. ખેડૂતો રાત્રીના સમય કરતાં દિવસના સમયે ખેતરમાં વીજળી આપવા માંગ કરવાના હોવાની માહિતી મળી હતી. વાલોડ તાલુકામાં દીપડાઓની વસ્તી વધુ હોવાના અનેક કિસ્સા લોકોની સામે છે. ખાસ કરીને વાલોડ તાલુકાના...
  April 24, 04:20 AM
 • પૂર્ણાનદીના તટ પર આવેલા મોરદેવી ગામે દીપડાના દહેશતથી પ્રજા ત્રસ્ત બની છે. દૈનિક દીપડા નજરે પડતા ભયનો માહોલ છવાયો છે. જેને પકડવા પાંજરાં મૂકવામાં આવે એવી પ્રબળ માંગ ઊઠી છે. મોરદેવી ગામમાં દિનપ્રતિદિન હિંસક દીપડા નજરે પડતા ગામમાં ભયનો માહોલ છવાયો છે. અને તેને પકડવામાં આવે એવી પણ લોકમાગ ઊઠી છે. મોરદેવી ગામમાં જાણે અભયારણ્ય હોય એમ દીપડા જંગલી જનાવરો નજરે પડવાનું નિત્યક્રમ બની ગયું છે. ગામમાં ખેડૂતો ખેતીકામ કરવા જતા પણ ડરી રહ્યા છે. ખેતમજૂરોની આજીવિકાનો યક્ષ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. મોરદેવી...
  April 23, 04:20 AM
 • તાપીજિલ્લા યુવા મોરચા દ્વારા સ્વામીવિવેકાનંદ રમતોત્સવના આયોજન અને ઉજવણી દરમ્યાન ઉજવણીના હેતુથી વિરુદ્ધ કામ કરી જવાબદારીઓનું ભાર ઉતારતા હોય તેમ માત્ર દેખાવ પૂરતો ક્રિકેટ રમાડી રમતોત્સવ પૂરું કરવામાં આવ્યું, કાર્યક્રમમાં પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય, સંસદસભ્ય, વાલોડ તાલુકા ભાજપ પ્રમુખ તથા સ્થાનિક પક્ષના હોદેદારોની અવગણના કરી દેખાવ પૂરતું કાર્યક્રમ થતા પક્ષનાં યુવા મોરચાથી લઈ તમામ કાર્યકર્તાઓની નારાજગી છતી થઈ. વાલોડના આવા વિખવાદ આવનારા સમયમાં મોટું નુકસાન કરે તો નવાઈ નહિ. તાપી...
  April 23, 04:20 AM
 • વાલોડ | વાલોડનાવકીલોએ બીલની હોળી કરી તમામ વકીલ મિત્રોને સ્પર્શતું
  વાલોડ | વાલોડનાવકીલોએ બીલની હોળી કરી તમામ વકીલ મિત્રોને સ્પર્શતું લો કમિશન દ્વારા રજુ થયેલ વકીલોને ગુલામ બનાવી વકીલોની સ્વતંત્રતા છીનવી વકીલોના વ્યવસાય પર તરાપ મારતું સૂચિત બીલનો સખત વિરોધ કરી વકીલોએ એકતા બતાવતા બીલની હોળી કરી હતી. વાલોડ વકીલ મંડળના વકીલો હાજર રહીયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. વાલોડ વકીલમંડળના પ્રમુખ જીજ્ઞેશ પટેલ ઉપપ્રમુખ વિનય ચૌધરી મંત્રી ભરત પટેલ, હષૅન્દૂ દેસાઈ, યોગેશ પંચાલ, અર્ચના શાહ, કૈલાશ ભાવસાર મૂકેશ ચૌધરી સહિત તમામ વકીલો હાજર રહ્યા હતા. અને લો કમિશનના...
  April 22, 04:25 AM
 • બારડોલી | બારડોલીતાલુકાના અંધાત્રી ગામે એક પશુપાલકને ત્યાં હોસ્ટીન સંકર ગાયે ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો છે. જેમાં બે વાછરડાં અને એક વાછરડી છે. જેમની તંદુરસ્તી પણ સારી હોવાનું જાણવા મળેલ છે. વાલોડ તાલુકાના અંધાત્રી ગામે ધામણિયા ફળિયામાં રહેતા જશવંતભાઈ ડાહ્યાભાઈ ઢોડિયા પટેલ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમને હોસ્ટીન સંકર ગાય પાળે છે. ગાયે શુક્રવારના રોજ ત્રણ બચ્ચાંને જન્મ આપતાં પશુપાલક પરિવારને આશ્ચર્ય થયું હતું. જોકે, બીજી તરફ ખુશી પણ હોવાનું જાણવા મળેલ છે. ત્રણ બચ્ચામાં બે વાછરડા...
  April 22, 04:25 AM
 • ભાસ્કર િવશેષ | ગટર બન્યાને એક વર્ષ થયું નથી અને ગટરના ઢાંકણો તૂટી જતા ગટરોની ટાંકી ખુલ્લી હાલતમાં
  વાલોડ નગરમાં ગત વર્ષના ઉનાળામાં વરસાદી પાણીની ગટર લાઈનો બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. ગટરોની કામગીરી દરમિયાન બનાવવામાં આવેલ ટાંકીઓ પર ઢાંકણો મુકવામાં આવ્યા હતા. ઢાંકણો મુક્યાના થોડા દિવસોમાં તૂટી જતા હવે લોકો ગટરની ટાંકીમાં કચરો નાંખી સ્વચ્છતા અભિયાનને ટેકો આપી રહ્યા છે. વાલોડ નગરના કેટલાક વિસ્તારોમાં ગત ઉનાળાની સીઝન દરમિયાન વાલોડ નગરના રસ્તાની બાજુમાંથી વરસાદી પાણીની ગટર લાઈનની કામગીરી કરવામાં આવી હતી. પાઇપ લાઈનની કામગીરી દરમિયાન કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના...
  April 22, 04:25 AM
 • તાપીજિલ્લાના વ્યારા- ડોલવણ તાલુકાની નવી રચના થતાં તમામ કચેરીઓની સાથે બજાર સમિતીઓ પણ છુટી કરતાં ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ડોલવણ માર્કેટ યાર્ડની ચૂંટણી આજે થનાર હતી પરંતુ વ્યારા માર્કેટયાર્ડના ચેરમેને રજૂઆત કરતાં જાહેરનામું રદ કરવાનો હુકમ થતાં ચૂંટણી પર હાલ પુરતો વિરામ લાગ્યો છે. તાપી જિલ્લામાં સમાવિષ્ટ વ્યારા તાલુકામાંથી ડોલવણ તાલુકાની નવી રચના થતાં કચેરી માટે બજાર સમિતિ પણ છૂટી કરવાની જાહેરાતના મામલે ગુજરાત રાજ્ય ખેતી બજાર પણ છૂટી કરવાનો હુકમ કર્યો હતો. ગામ...
  April 20, 04:10 AM
 • વાલોડ ખાતે ગેરકાયદે ખેચાયેલી પાણીની લાઇનો અંગે ચેકિંગ હાથ ધરાયું
  વાલોડનગરમાં ઉનાળામાં પાણીની ખેંચ વર્તતા ગ્રામપંચાયતના શાસકોને ભાવની નગરના સ્થાનિકોની બાતમીના આધારે તાપસ કરતા વોટરવર્ક્સની પાઇપલાઇનમાંથી અડધા ઇંચના જોડાણને લેવાના બદલે એક ઇંચની ગેરકાયદેસર પાઈપલાઈનનું જોડાણ કરી પાણી લેનારા સામે કડક પગલાં લેવાની ચીમકી આપી જોડાણ અડધા ઈંચનું જોડાણ કરવા સૂચના આપી હતી. વાલોડ નગરમાં ઉનાળાની શરૂઆતથી પાણી માટે લોકો વલખા મારે છે ત્યારે વાલોડ નગરના કેટલાક ઈસમો ગ્રામ પંચાયતની મંજૂરી કરતા મોટા પાઇપના જોડાણ કરી પાણી લેતા હોવાની બાતમી સરપંચ જ્યોતિબહેન નાયકા...
  April 19, 03:05 AM
 • નદી સુકાતાં પાણી માટે ખાડા ખોદી પાક બચાવતા ખેડૂતો
  તાપીજિલ્લાના વાલડો મહુવા, ડોલવણ, વ્યારા તાલુકામાંથી પસાર થતી લોકમાતા પૂર્ણા, અંબિકા જેવી નદીઓમાં પાણી સૂકાઈ જતાં નદી સૂકી ભઠ્ઠ થઈ જતાં નદીના પાણીથી સિંચાઈ કરતાં ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. સિંચાઈ વિભાગ પાણી છોડે તો ખેડૂતોના ખેતરનો પાક બચાવી શકાય તેમ છે. ઉનાળાની શરૂઆત થતાં ઠેરઠેર નદીનાળા કોતરો સૂકાઈ જતાં સમસ્યા વિકટ બની છે. દર વર્ષની જેમ નદીના પાણીની આશા રાખીને બેઠેલા જગતના તાતની હાલત નહીં ઘરના નહીં ઘટના જેવી થઈ છે. ગરમીનો પારો જેમજેમ ઉપર આવે તેમતેમ અહસ્ય ગરમીથી નદી તળાવ કોતરમાં ગરીથી...
  April 19, 03:05 AM
 • વાલોડનાવતની અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારામાં અંગ્રેજી વિષયના વિભાગીય અધ્યક્ષ અને હાલમાં વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં બોર્ડ ઓફ સ્ટડીઝ ઇન અંગ્રેજીના ચેરમેન પ્રા. ભુપેન્દ્ર એન. ઢીંમર અંગ્રેજી વિષયમાં પી.એચ.ડી થયા. તેમણે પેસિફિક યુનિવર્સિટી ઉદયપૂરના ડૉ. સુભાષ શર્માના માર્ગદર્શન હેઠળ A com parative study of the selected m ajor plays of Sophocles and kalidasa in relation to conception perception and reflection મહા નિબંધ રજૂ કર્યો હતો. જેને માન્ય રાખી પેસિફિક યુનિવર્સિટી ઉદયપુરે પી.એચ.ડીની પદવી એનાયત કરી છે. અભ્યાસ દરમ્યાન તેમણે નવ જેટલા રિસર્ચ...
  April 17, 09:25 AM
 • તાપી જિલ્લામાં પિવાના પાણીની કરોડોની યોજનાનું લોકાર્પણ કરાશે
  સોમવારનારોજ બાજીપુરા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં સુમુલના વિવિધ પ્રકલ્પોનુ ઉદ્દઘાટન થનાર છે. સુમુલના કાર્યક્રમમાં બે લાખથી વધારેની સંખ્યામા પશુપાલક બહેનો હાજર રહેશે. વિશેષ મહિલાના સંમેલનમાં ગુજરાતમાથી મહિલા સંગઠનો હાજર રહેશે.આ કાર્યકરોને લઈને આદિવાસી વિસ્તારમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરામા સુમુલ શીત કેન્દ્ર નજીક વિશાળ ડોમનું નિર્માણ થઈ ગયુ છે. કાર્યક્રમ જ્યા યોજાવાનો છે, તેમાં મહિલાઓ બહોળી ...અનુસંધાન પાના નં....
  April 17, 09:25 AM
 • બાજીપુરાખાતે વડાપ્રધાન સુમુલ ખાતે પધાર્યા હતા. તેને લઈને સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુમુલ દાણ ફેકટરીના ઉદ્દઘાટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આખું બાજીપુરા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. બાજીપુરા ખાતે વડાપ્રધાનના આગમનને લઇને ગુજરાત પોલીસ સુરક્ષાને ધ્યાનમાં રાખી છેલ્લા કેટલાય સમયથી બંદોબસ્તની તૈયારીઓ ચાલી રહી હતી. રવિવારે તો બાજીપુરા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. ઠેર ઠેર પોલીસ જોવા મળતી હતી. ગુજરાતની...
  April 17, 09:25 AM