ઓલપાડ તાલુકાના લવાછા ગામે સુમુલ ડેરી દ્વારા નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી નેત્ર ચિકિત્સા સારવાર શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં પશુપાલકોએ ભાગ લીધો હતો. કુલ ૧૭૦ પશુપાલક ખેડૂતોએ નેત્ર ચિકિત્સા કરાવાઈ હતી. ૬૭૫ને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ૯૦ લાભાર્થીને મોતિયાના ઓપરેશન કરવામાં આવશે. સમારોહના...
ઓલપાડ તાલુકાના માસમા અને સિદ્ધેશ્ર્વરી ગામની નજીક આવેલી નહેરમાં પાણીમાં અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. આ માહિતી મળતાં ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો. આ અંગે આસપાસના લોકોને પૂછપરછ કરતાં કોઈ નામ ઠામ કે પત્તો મળ્યો ન હતો. જેને લઈ ઓલપાડ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મરનાર ઈસમ આસરે ૩૫ વર્ષની ઉંમર ધરાવતો મધ્યમ બાંધો...
ઓલપાડમાં આવેલી આટર્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જન્મ જયંતીની ઉજવણી થઈ હતી. કોલેજ પરિવારના તમામ સભ્યો તથા વિદ્યાર્થીઓએ સમૂહમાં ભેગા મળી રેલી કાઢી હતી. સ્વામી વિવેકાનંદના વિચારો- સૂત્રો રૂપે ઉચ્ચાયૉ હતા. કોલેજના પ્રો. ડો. સુરેવિરસિંહ ઠાકોરે વિવેકાનંદના જીવન ઝરમરની ઝાંખી કરાવી યુવા વર્ગને પ્રેરણાત્મક પ્રવચન આપ્યું હતું....
અંકલેશ્ર્વરની ઓ.એન.જી.સી. દ્વારા સેવ ઓઈલ, સેવ મની પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. આ અંગેના કાર્યક્રમ ઓલપાડ તાલુકાની એમ.આર.સી. હાઈસ્કૂલ દિણેમાં રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઓ.એન.જી.સી.માંથી રીવભાઈ સુવણૉ, પ્રવીણાબેન સોલંકી, કિશોરભાઈ પટેલ, એન.જી. ચૌહાણ અને સમીરભાઈ પટેલ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દહિણે ગામોની ગૃહિણીઓને પણ સામેલ...