Home >> Daxin Gujarat >> Bardoli District >> Songadh
 • મૈયાલી ગામનું પીકઅપ સ્ટેન્ડ ખંડેરમાં ફેરવાતાં મુસાફરોને હાલાકી
  સોનગઢતાલુકાના ટેમકા રોડ પર આવેલ મૈયાલી ગામે ગત વર્ષોમાં બનાવાયેલ પીકઅપ સ્ટેન્ડ અત્યંત બિસ્માર સ્થિતિમાં હોય મુસાફરો માટે બિન ઉપયોગી સાબિત થઇ રહ્યું છે. હાલમાં ગામ તથા એની આસપાસના મૂસાફરો સ્ટેન્ડનો ઉપયોગ કરવાના બદલે નજીક આવેલ વૃક્ષોના છાંયડામાં ઉભા રહી બસની રાહ જોતા જોવા મળે છે. સોનગઢનું મૈયાલી ગામ ટેમકા રોડ પર આવેલ અગત્યનું ગામ છે. મૈયાલીથી ટેમકા થઈ સોનગઢ અને બંધારપાડા થઈ વ્યારા તરફ આવવા જવા માટે એસટી બસ સહીત કેટલાય ખાનગી વાહનો રૂટ પર દોડી રહ્યા છે. મુસાફરોની સગવડ માટે વર્ષો પહેલા...
  03:05 AM
 • માંડવી-માંગરોળ વિધાનસભાના ઉમેદાવારોને સાંભળવામાં આવ્યા
  સોમવારનારોજ માંડ઼વી ફોરેસ્ટર રેસ્ટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના નિરીક્ષક તરીકે માવજીભાઈ ચૌધરી અને રાઘવેન્દ્ર થોરાટ ઉપસ્થિત રહ્યાં હતાં. અને વિધાનસભાની બે બેઠકો જેવી 156 માંગરોળ, ઉંમરપાડા અને 157 માંડવી સોનગઢની બેઠક માટે ઉમેદવારી કરનારા દાવેદારો તથા કાર્યકરોનો રૂબરૂ સેન્સ મેળવવાની પ્રક્રીયા હાથ ધરાઈ હતી. પ્રથમ કોંગ્રેસ માટે ગઢ સમાન ગણાતી માંડવી- સોનગઢ બેઠકનું કામ હાથ ધરાયું હતું. જેમાં પ્રદેશ નીરિક્ષકો માવજીભાઈ ચૌધરી તથા રાઘવેન્દ્ર થોરાટે જણાવ્યું હતું કે ગુજરાત...
  03:05 AM
 • સોનગઢમાં સમસ્ત બ્રહ્મસમાજનાં નવા હોદ્દેદારોની વરણી કરાઈ
  સોનગઢમાંકાર્યરત સમસ્ત બ્રાહ્મણ સમાજ સંગઠનના નવા હોદ્દેદારોની વરણી કરવા માટે એક બેઠકનું આયોજન નાગેશ્વર મહાદેવ મંદિરે કરવામાં આવી હતી. બેઠકમાં હોદ્દેદારોની વરણી બાદ આગામી 28મી એપ્રિલે આવતી પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવા બાબતે ચર્ચા કરી સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. બેઠકની શરૂઆતમાં સમાજના વિદાય લેતા પ્રમુખ એડવોકેટ રાકેશભાઈ બધેકાએ જણાવ્યું કે સોનગઢમાં સમસ્ત બ્રાહ્મણ સમાજ સંગઠનની સ્થાપના સને 2005 માં તત્કાલિન ગોધરાનાં ધારાસભ્ય હરેશભાઇ ભટ્ટની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. વિદાય...
  03:05 AM
 • તાપીજિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલા તરણકુંડ હોલ, નગરપાલિકા વ્યારા ખાતે રાજ્યાના આદિજાતિ, વન અને પર્યાવરણ તથા પ્રવાસન અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક દરમિયાન રૂા. ૯૦૦ લાખના કામોને સર્વાનુમતે મંજુર કરાયા આવ્યા હતા. બેઠક દરમિયાન પ્રભારી મંત્રીએ તમામ અમલીકરણ અધિકારીઓને વહેલી તકે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી કામોની શરૂઆત કરી દેવા માટે જણાવ્યું હતું. વધુમાં તેમણે જે કામો થાય સંપૂર્ણ ગુણવત્તાપૂર્ણ થાય એની વિશેષ તકેદારી રાખવા માટે...
  03:05 AM
 • ભાજપસંગઠનના વિવિધ મોરચાનીનિમણુકપ્રદેશકક્ષાએથી કરવામા આવી રહી છે. તાપી જીલ્લા સંગઠનના વિવિધ મોરચાની પણ નિમણુક થવા જઈ રહી ત્યારે કાર્યકર્તાઓમા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ સંગઠન પક્ષને મજબુત બનાવે તેવા સંનિષ્ઠ કાર્યકર અને મતદારો પર પકડ રાખનારા પર પસંદગી ઉતારશે એવો ગણગણાટ સંગઠનમા થઈ રહ્યો છે. તાપી જીલ્લામા સમાવિષ્ટ સાત તાલુકામા વ્યારા વાલોડ ડોલવણ સોનગઢ ઉચ્છલ નિઝર કુકરમુદા જેવા બહુદા આદિવાસીની ૮૦ ટકા વસ્તી છે અને મતદારોની સંખ્યા પણ વધારે છે તેવા સમયે ભાજપનુ સંગઠન માળખુ પણ વિવિધ...
  March 27, 06:10 AM
 • સોનગઢનજીક આવેલ ઉકાઈ ડેમ નાં મેઈનગેટ પાસે સર્જાયેલા અકસ્માતનાં બનાવમાં એક ટ્રક ચાલકે રસ્તે થી પસાર થતી બાઈક ને ટક્કર મારતા બાઈક સવાર ભરૂચનાં યુવાન નું મોત નીપજયું હતું. અંગે મળેલ વિગત મુજબ મૂળ ભરૂચ ખાતે રહેતા અમિત વસંતભાઈ ચૌધરી,રાણાપ્રતાપ દેવરામ,શ્રી ગણેશ અને ગજેન્દ્ર મિત્રપાલ શર્મા નામના ચાર મિત્રો બે બાઈક લઈ સોનગઢ ખાતે રહેતા મિત્ર ને મળવા આવ્યા હતા.આ મિત્રો શનિવારે મોડી સાંજે બાઈક પર સવાર થઈ પરત ભરૂચ જવા વાયા ઉકાઈ માંડવી થઈ નીકળ્યા હતા.આ બે બાઈક પૈકી એક બાઈક નંબર જીજે-16 બીજે 3873 ને...
  March 27, 06:10 AM
 • વ્યારા વન વિભાગ દ્વારા વિશ્વ વન દિવસની ઉજવણી કરી
  વનજીવો પ્રત્યે જાગૃતિ, સરંક્ષણની ભાવના અનેવનોની અગત્યતા ઉજાગર કરવા માટે વ્યારા વન વિભાગ દ્વારા તાપી જિલ્લા ની રેન્જો માં વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વ્યારા વન વિભાગ દ્વારા વિશ્વ વન દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ રેન્જો માં કર્યક્રમો કરાયા હતા જેમાં વ્યારા સહીત સોનગઢ ,ઉચ્છલ,નિઝરસહીત વિવિધ સ્થળો સવારે માર્ગો પર શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બેનર અનેસુત્રો સાથેરેલી કાઢવામાંઆવી હતી. જેમાં વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વન્ય જીવ અને સ્વચ્છ ભારત સહિતના વિષય પર બેનરો પર સુત્રો...
  March 27, 06:10 AM
 • વિધાનસભાનીચૂંટણીને લઈને કોંગ્રેસપક્ષ દ્વારા 171 વ્યારા અને 172 નિઝર વિધાનસભા બેઠક પર ઉમેદવારની પસંદગી કરવા બાબતે કાર્યકર્તાઓનો સેન્સ લેવા માટે નિરીક્ષકો આગામી 27 અને 28મી માર્ચે તાપી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષથી ગાંધીનગરની ગાદીથી દુર રહેલ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વ્યારા અને નિઝર બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા ઇચ્છુક મુરતિયાઓ...
  March 26, 07:45 AM
 • ભાસ્કર િવશેષ | રસ્તા પર ઠેકઠેકાણે ખાડા પડ્યા હોવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે
  દક્ષિણ સોનગઢ તાલુકાના અંદાજિત 30 કરતા વધું ગામડાઓને તાલુકા મથક સોનગઢ સાથે જોડતો ચકવાણ રોડ બિસ્માર થઇ ગયો હોય વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. માર્ગ મકાન વિભાગ તાકીદે રોડ પરના ખાડા યોગ્ય મટીરિયલ્સ વડે પુરાણ કરી આપે એવી માંગ ઊભી થઈ છે. અંગે મળતી વિગતો મુજબ સોનગઢ તાલુકાનાં રાણીઆંબા થઈ ચકવાણ સુધીનાં માર્ગ પર રામપુરા, કાકડકુવા, સાંઢકુવા જેવા કેટલાય ગામડાઓ આવેલ છે. વિસ્તારમાંથી સેંકડોની સંખ્યામાં નોકરિયાત અને વિદ્યાર્થી ભાઈ બહેનો અભ્યાસ અર્થે સોનગઢ તરફ આવે છે. રોડ પર બારેમાસ ટ્રાફિક...
  March 26, 07:45 AM
 • તાપીજિલ્લા ખાતે પોલીસવડા દ્વારા જિલ્લા પીઆઈ અને પોસઈની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં એલસીબીના પીઆઈને એલઆઈબીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. વહીવટી કારણોસર કરાયેલી બદલીને લઇ પોલીસબેડામાં ખડભડાટ ઉઠવા પામ્યો હતો અંગે મળતી વિગતો મુજબ તાપી જિલ્લા ખાતે જિલ્લા પોલીસવડા ડો. એન. કે. અમીન દ્વારા જિલ્લા ખાતે પોલીસ તંત્રમાં આંતરિક બદલીઓ કરી હતી. જેમાં વ્યારા પોલીસ સ્ટેશનના પીઆઈ રાકેશ પટેલને રીડર શાખામાં મુકી દેવાયા હતા. જયારે એલસીબીના પીઆઈ એન. એચ. પટેલને એલઆઈબી શાખાનો ચાર્જ આપવામાં આવ્યો છે....
  March 26, 07:45 AM
 • પાતલ પ્રા શાળાના શિક્ષક જીપીએસસી પરીક્ષા આપી વર્ગ 2માં અધિકારી બન્યા
  તજજ્ઞોદ્વારા વારંવાર કહેવાતું હોય છે કે વિદ્યા પ્રાપ્તી માટે કોઈ ઉંમર નથી. માણસ આજીવન વિદ્યાર્થી બની રહેવો જોઈએ. સફળતાઓ એમના ચરણમાં આવે છે. આવા વિચારોને માંડવી તાલુકાની પાતલ પ્રા. શાળાના શિક્ષકે સાર્થક કરી છે. શિક્ષકની ફરજ સાથે એચટાટ તથા જીપીએસસી પરીક્ષા આપી ઉત્તરોત્તર જાણે બઢતી મેળવી છે. હાલમાં પણ નાયબ ડીઈઓને દરજ્જાની બઢતી મેળવતાં સૌએ અભિનંદન પાઠવ્યા હતાં. માંડવી તુલકાના ઘંટોલી દાબડી ફળિયાના રહીશ વિનોદભાઈ પ્રેમાભાઈ ચૌધરી કે જેઓનો સામાન્ય કુટુંબમાં ઉછેર થયો હતો. પરંતુ અભ્યાસમાં...
  March 25, 04:00 AM
 • સોનગઢતાલુકાના રામપુરા કાનાદેવી ગામે રહેતા સુનિલભાઈ વિરજીભાઈ ગામીત શુક્રવારે પોતાના ઘરે હતા ત્યારે ગામમાં રહેતા યાકુબભાઈ વસંતભાઈ ગામીત અને વસંતભાઈ સિમરાભાઈ ગામીત એમની પાસે આવ્યા હતા.અને યાકુબે સુનિલ ને ઉદ્દેશી ને જણાવ્યું કે તું મારી પત્ની સુનિલાબેન સાથે કેમ આડો સંબંધ ધરાવે છે એમ કહી ઉશ્કેરાટમાં આવી સુનિલને નાલાયક ગાળો આપી લોખંડનાં સળિયા વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં સુનિલ ને કપાળમાં,માથામાં અને ડાબા હાથનાં ભાગે સળિયાનાં સપાટા મારતા લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો.એ પછી અન્ય એક આરોપી...
  March 25, 04:00 AM
 • સોનગઢનાદેવજીપુરા વિસ્તારના એક કાચા છાપરામાં કેટલાક ઈસમો બાઈક ચોરી લાવી એના સ્પેરપાર્ટ્સ વેચવાનો ધંધો કરતા હોવાની બાતમી સોનગઢ પોલીસને મળતા ગુરુવારે મોડી સાંજે ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો. બનાવમાં પોલીસે જેટલી બાઈક અને ચાર બાઇકના છુટા સ્પેરપાર્ટ્સ મળી કુલ દશ બાઈક કબ્જે કરી હતી. બનાવમાં સોનગઢના અક્ષાનગર વિસ્તારમાં રહેતા મુખ્ય આરોપી સહીત કૂલ ત્રણ સગીર વયના આરોપીઓની ધરપકડ કરી હતી. સોનગઢ પીઆઇ કીકાણી ટીમ બનાવી હતી. દરમિયાન અ.હેડ.કો.સંદીપ હીરાલાલ ને ખાનગી રહે બાતમી મળી હતી કે અક્ષાનગરમાં...
  March 25, 04:00 AM
 • ભાજપ આદિવાસીઓને ગુમરાહ કરે છે
  ગાંધીનગરખાતે વિધાનસભા ગૃહમાં ચાલતી પ્રશ્નોતરીકાળ દરમિયાન સોનગઢ-માંડવીનાં ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીએ રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સીટી’ નાં નામે ભાજપ આદિવાસી સમાજને ગુમરાહ કરી 2017માં વિધાનસભાની ચૂંટણી જીતવાનો કારસો રચી રહી છે. ધારાસભ્ય આંનદભાઈએ બિરસા મુંડા આદિજાતિ યુનિ.વિધેયક-2017 ક્રમાંક 11નાં પ્રશ્નની ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું કે પાટીદાર,ઓબીસી અને દલિત આંદોલનથી ઘેરાયેલ સરકાર દ્વારા આદિવાસી ગૌરવ યાત્રા કાઢી આદિવાસીઓને રીઝવવા પ્રયાસ કર્યા હતા....
  March 24, 04:10 AM
 • સોનગઢમાંછેલ્લા કેટલાક દિવસથી તરખાટ મચાવનાર વાહનચોર ટોળકીનાં સભ્યો પોલીસનાં હાથે ઝડપાઇ ગયા હોવાની પ્રાથમિક વિગત મળી છે. સોનગઢ નગરની જુદી જુદી સોસાયટીમાંથી રાત્રીનાં સમયે બાઈક ચોરીનાં બનાવો નોંધાયા હતા. નગરમાંથી જેટલી બાઈક અને બે ટવેરા ઉચકાઈ ગઈ હોય વાહનમાલિકોમાં ભયની લાગણી ઉભી થઇ હતી. બાબતે પોલીસની શાખ પણ દાવ પર લાગી હતી. દરમિયાન પોલીસે વાહનચોર ટોળકીને પકડી પાડવા ખાનગી બાતમીદારોને પણ કામે લગાડ્યા હતા. બાતમીદારો આપેલ બાતમી મૂજબ પોલીસ દ્વારા વાહનચોરો ને પકડી પાડવા વોચ ગોઠવી હતી....
  March 24, 04:10 AM
 • ભાસ્કર િવશેષ | સામા ઉનાળે પિવાના પાણીની સમસ્યા સર્જાતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે
  સોનગઢતાલુકાના ગાળકૂવા ગામે મંદિર ફળિયામાં આવેલ મિની પાણી પૂરવઠા યોજના છેલ્લા કેટલાય સમયથી બંધ પડી હોય સ્થાનિક લોકો પીવાના પાણીની બાબતે મુશ્કેલી અનુભવી રહ્યા છે. બાબતે ગ્રામજનોએ અવારનવાર રજૂઆત કરી હોવા છતાં યોજના શરૂ થઈ નથી. સોનગઢ તાલુકાના ગાળકૂવા ગામે મંદિર નજીક આવેલ ફળિયામાં વસવાટ કરતા લોકોને પીવાના પાણી બાબતે પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઇ ગત 3 વર્ષ પહેલા મીની પાણી પૂરવઠા યોજના મંજૂર કરવામાં આવી હતી. યોજના અન્વયે ફળિયામાં ટાંકી ઉભી કરવામાં આવી હતી. અને પાઈપ લાઈન નાખી ઘર આંગણે પિવાનું...
  March 23, 04:10 AM
 • સોનગઢનાંબોરદા પાસે જુના આમલપાડા ગામ પાસે બુધવારે સવારે એક બાઈક સ્લીપ થઈ જતા બાઈક સવારને હોસ્પિટલમાં ખસેડાયો હોવાની વિગત મળી છે. સોનગઢ તાલુકાના ભીમપુરા ગામનો વતની જયેશ લક્ષ્મણભાઈ ગામીત (28) પોતાની બાઈક લઈ બોરદા તરફ કામ અર્થે ગયો હતો. યુવક બુધવારે સવારે 10 વાગ્યાના સુમારે જુના આમલપાડા ગામની સીમમાં થઈ પસાર થતો હતો વેળા બાઈકના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી. અકસ્માતનાં બનાવમાં બાઈક અને ચાલક જયેશભાઇ ગામીત રસ્તાથી અંદાજિત 20 ફૂટ જેટલા જંગલની તરફ ફેંકાયા હતા. જયેશને બંને હાથે અને...
  March 23, 04:10 AM
 • જુનાગામ રોડ પરની ગટરનું ઢાંકણ નવું નખાયું
  સોનગઢનાજુનાગામ મેઈન રોડ વચ્ચેથી પસાર થતી ભૂગર્ભ ગટર લાઇનનું ઢાંકણ તૂટી ગયા હોવા બાબતે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ છપાતાં પાલિકા તંત્રએ તાત્કાલિક કામગીરી દાખવી નવું ઢાંકણ બેસાડી દેતા હાલ પૂરતી સમસ્યાનું નિરાકરણ થયું છે. સોનગઢમાં ભૂગર્ભ ગટર યોજના અન્વયે થતી કામગીરીમાં કેટલાય પ્રકારની ખામી રહેવા બાબતે ફરિયાદ ઉભી થાય છે. જોકે, એજેન્સી દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. યોજના સોનગઢનાં જુનાગામ મેઈન રોડની વચ્ચેથી પસાર થાય છે. ગટર લાઇન પર થોડે થોડે અંતરે ઢાંકણા મુકવામાં આવ્યા છે પરંતુ...
  March 23, 04:10 AM
 • ભાસ્કર િવશેષ | કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી તરીકે ફલજીભાઈ ચૌધરી અને મંત્રી તરીકે ઉદય દેસાઈની વરણી
  વિધાનસભા2017ની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ સમિતી દ્વારા વિવિધ સેલના હોદોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે પ્રદેશ કિશન મોરચના મહામંત્રી તરીકે મૂળ ઉત્તર ગુજરાતના અને હાલ સુતના ભાજપ અગ્રણી ફલજી ચૌધરીની મહામંત્રી પદે વરણી કરવામાં આવી છે. જ્યારે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારીના અગ્રણી ઉદય દેસાઈને ફરી કિશાન મોરચાના મંત્રી તરીકે રિપીટ કરાયા છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીના કાઉનડાઉન શરૂ થઈ ગયા છે. અને વિધાનસત્રાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ પ્રદેશ સંગઠન દ્વારા વિવિધ...
  March 23, 04:10 AM
 • વ્યારા |ઉકાઇ પોલીસ મથકની હદમાં આવતા શેરૂલાના ફાયરિંગ બટ વિસ્તારમાં ૨૩/૦૩/૨૦૧૭ થી ૦૫/૦૪/૨૦૧૪૭ દરમિયાન ભરૂચ જિલ્લાના પોલીસ અધિકારી કર્મચારીઓની ફાયરિંગ પ્રેકટીશ રાખવામાં આવી છે. જેને અનુલક્ષીને આજુબાજુ રહેતી પ્રજાની સલામતિ ખાતર તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આઇ.જે માલીએ તેમને મળેલી સત્તાની રૂએ સોનગઢ તાલુકાના શેરૂલા ફાયરિંગ બટ ખાતે ઉપરોકત તારીખો દરમિયાન વિસ્તારના આજુબાજુ રહેતા તથા બહારના કોઇપણ અનધિકૃત વ્યકતિઓ તેમજ ઢોર ઢાંખર ચરાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આજથી શેરૂલા ફાયરિંગ...
  March 23, 04:10 AM