Home >> Daxin Gujarat >> Bardoli District >> Olpad
 • ઓલપાડતાલુકામાં મોટાપાયે સહકારી મંડળીઓ કાર્યરત હોઈ ત્યારે ખેડૂતો માટે કાર્યરત કરાયેલી સહકારી મંડળીઓ સમયની સાથે તાલથી તાલ મીલાવી ખેડૂતને ખેતીમાં લાભદાયી નીવડે તેવી પવૃત્તિ કરતી આવી છે ત્યારે હવે ઓલપાડ જિનમાં કાર્યરત પુરૂષોત્તમ ફાર્મસ દ્વારા ખેડૂત પરિવારને મફત મેડિકલ સુવિધા આપવાના શુભ આશયે મેડિકલ સેવા કેન્દ્ર નો રવિવારથી વિધિવત પ્રારંભ કરી રહી છે. સુરત જિલ્લાના ખેડૂતોની મહત્વકાંશી એવી ઘી પુરૂષોત્તમ ફાર્મસ કો.ઓ.કોટન જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લઈ દ્વારા ખેડૂતો ને આરોગ્ય લક્ષી સેવા...
  02:30 AM
 • ઘોરણપારડીગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરતા આઘેડને અજાણ્યા વાહનના ચાલકે અડફતે લેતા મોત નીપજયુ હતુ. ઓલપાડ તાલુકાના કન્યાંસી ખાતે રહેતા દલપતભાઈ ડાહ્યાભાઈ ગોહિલ 63 શુક્રવારના રોજ રસોઈ બનાવવાના કામ અર્થે કામરેજ તાલુકાના ઘોરણ પારડી ગામ ખાતે સવારે આવ્યા હતા. કામ પતાવી પરત કન્યાંસી જતા નેશનલ હાઈવે નંબર 8 પર ઘોરણપારડી ગામના પાટીયા પાસે અમદાવાદ મુંબઈ હાઈવે પર આઘેડ રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહનના ચાલકે અડફતમાં લેતા શરીરે ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતુ. જે અંગે કામરેજ પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક...
  02:30 AM
 • સાંધીયેરગામના હાલના મહિલા સરપંચ અને માજી સરપંચ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ એકબીજા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કર્યા બાદ હવે ડેપ્યુટી સરપંચ સહિતના સાત સભ્યોએ મહિલા સરપંચ ના ગેરવહીવટ બાબતે તેમને સત્તા પરથી દૂર કરવા ના વિવિધ મુદ્દાઓ સાથેની ઓલપાડ ટી.ડી.ઓ ને લેખિત ફરિયાદ કરતા ગામનું રાજકારણ ગરમાયુ છે ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામના માજી સરપંચ વિરલ પટેલે હાલના મહિલા સરપંચ જ્યોતિબેન ચંદુભાઈ પટેલ તથા તેમના પતિ, દીકરો અને ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ કર્યા બાદ ગુરુવારે મહિલા સરપંચ જ્યોતિબેન પટેલે...
  May 27, 03:20 AM
 • બારડોલી | ઓલપાડતાલુકાના સરસ ગામના યુવાને કીમના એક ભરવાડ પાસે એક મોબાઈલ પણ ખરીદ્યો હતો. મોબાઈલ એક વર્ષ બાદ પરત કરી દીધો હોવા છતાં ભરવાડ તથા તેનો ભાઈ અને પિતાએ સરસ ગામના યુવાનને માર મરોયો હતો. ઓલપાડ તાલુકાના સરસ ગામે રહેતા અવિનશાભાઈ સંજયભાઈ ગૌસ્વામીએ કીમના લાલાભાઈ ભરવાડ પાસે એક વર્ષ અગા 5000 રૂપિયાની કિંમતનો મોબાઈલ લીધો હતો. અને તેના બદલામાં તેનું જુનું મોટરસાઈકલ આપ્યું હતું. ત્યારબાદ તેમણે અન્ય એક મોબાઈલ લીધો હતો. જે એક વર્ષ બાદ 3000 રૂપિયાનો મોબાઈલ પરત કરી દીધો હતો. આમ છતાં લાલાભાઈ ભરવાડ તથા...
  May 27, 03:20 AM
 • નવસારીનાવિરાવળ ગામની હદમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં યુવતીએ તેના લગ્નના દિવસે પ્રેમી સાથે મળી છલાંગ મારી હતી. જોકે, સ્થાનિકોએ બંનેને બચાવી લીધા હતા. નવસારીમાં બપોરના સમયે પૂર્ણા નદીના પુલ પરથી અજાણ્યા પ્રેમી યુગલે નદીમાં છલાંગ મારી મોતને વહાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દરમિયાન સ્થાનિક રહીશોએ તે બંનેને નદીમાં છલાંગ મારતા જોઈ લેતા ગામના કેટલાક યુવાનોએ પણ પાછળથી તેમને બચાવવા છલાંગ મારી દીધી હતી. નદીના ઉંડા પાણીમાં ગરક થઈ ગયેલા પ્રેમીયુગલને સ્થાનિક તરવૈયા યુવાનોએ બહાર કાઢી...
  May 27, 03:20 AM
 • જિંગા તળાવના ડિમોલિશન... મુજબસોંદલાખારા ગામે સરકારી ગૌચરની જમીન પર કબ્જો કરી ગેરકાયદેસર જિંગા તળાવ બનાવવાની વાતે ગ્રામજનો અને પંચાયત સભ્યો દ્વારા ઓલપાડ મામલતદાર અને પ્રાંતને ફરિયાદ કરી હતી. ગુરુવારે સવારે અધિકારીઓએ સોંદલાખારા ગામે જિંગા તળાવનું ડિમોલિશનની કામગીરી કરી હતી. ત્યારે કલ્પેશ પટેલના ભાઈ ભદ્રેશ મગન પટેલ પણ જિંગા તળાવ માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં હતા. તેની અદાવત રાખી તેમના ભાઈના ખેતરમાં રાખેલ ડાંગર સળગાવી નુકશાની પહોંચાડવા જેવું કરાયું છે. ત્યારે ઓલપાડ પોલીસે અજણ્યા...
  May 27, 03:20 AM
 • જિંગા તળાવ માફિયાઓએ ખેડૂતોનો પાક સળગાવ્યો
  સરકારીજમીન પર બિન અધિકૃત કબજો કરી ગેરકાયદેસર જિંગા તળાવ બનાવનાર જિંગા તળાવ માફિયા વિરુદ્ધ ફરિયાદ કરતા વહીવટી તંત્રે જિંગા તળાવનું ડિમોલિશન કરવાની અદાવતમાં જિંગા તળાવ માફિયાઓ દ્વારા બદલો લેવાની વાતે ગત રાત્રીના સોંદલાખારા ગામે એક ખેડૂતના ખેતરમાં રાખેલું ડાંગર અને ઘાંસની પુરી સળગાવી મોટી નુકશાની પહોંચાડવાની ચોંકાવનારી ઘટના બની હતી. ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામના ખેડૂત કલ્પેશભાઈ મગનભાઈ પટેલનું સોંદલાખારાથી ઓલપાડ રોડ પર ખેતર આવેલું હોય તેમણે ખેતરમાં તૈયાર થયેલ ડાંગરની કાપણી કરી...
  May 27, 03:20 AM
 • સોંદલાખારામાં ગેરકાયદે જિંગા તળાવોનું ડિમોલિશન
  સોદલાખારામાંગેરકાયદે જિંગા તળાવોનું ડિમોલિશન કામગિરી થતા જિંગાતળાવ માફિયાઓ ફફડી ઊઠ્યા હતા. સોંદલાખારા ગામે જિંગાતળાવ માફિયાઓ દ્વારા સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદેનો કબજો કરી જિંગાતળાવ બનાવવાની વાતે ઓલપાડ મામલતદારને લેખિત ફરિયાદ કર્યા બાદ પણ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ થઈ હતી. પંચાયત સભ્યો અને ગ્રામજનોએ ઓલપાડ પ્રાંતને આવેદનપત્ર આપ્યા બાદ પણ અધિકારીઓ કામગીરી કરે તો ઉપવાસ પર બેસવાની ચીમકી આપતા અંતે વહીવટીતંત્રે સરકારી જમીનપર ગેરકાયદે બનાવેલ જિંગાતળાવનું ડિમોલિશનની કામગીરી કરી હતી....
  May 26, 03:40 AM
 • ઓલપાડ | ભાંડુતગામની નર્સિંગમાં અભ્યાશ કરતી વિદ્યાર્થિનીનું પરિણામ નિરાશાજનક આવતાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો, સદનસીબે સમયસર સારવાર મળતા બચી ગઈ હતી. ઓલપાડ તાલુકાના ભાંડુત ગામના ખડકી ફળિયામાં રહેતા પટેલ પરિવારની દીકરી જાનકી (નામ બદલ્યું છે) કે જે સુરત ખાતે નર્સિંગમાં અભ્યાસ કરતી હોઈ ત્યારે ગત ચાર મહિના પહેલા આવેલા રિઝલ્ટ માં જાનકીના રીઝલ્ટની ટકાવારી ઓછી આવતાં તે નિરાશ થઈ હતી. બુધવારે સવારે જાનકીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાશ કર્યો હતો.
  May 26, 03:40 AM
 • બારડોલી | ઓલપાડનાઇશનપોર ગામની 20 વર્ષીય યુવતી ગુમ થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ ઓલપાડ તાલુકાના ઇશનપોર ગામે ટાંકી ફળિયામાં રહેતી પ્રિયાકુમારી અરવિંદભાઇ પટેલ પોતાના ઘરેથી કાંઇપણ કહ્યા વગર ગુમ થઈ જતાં બનાવ અંગે પરિવારે ઓલપાડ પોલીસમાં જાણ કરી હતી. પ્રિયાએ શરીરે પાતળા બાંધાની રંગે ઘઉંવર્ણી ગુમ થઈ ત્યારે શરીર ઉપર ટીશર્ટ અને ભૂરું જીન્સ પહેરેલું હતું.
  May 26, 03:40 AM
 • સાંધીયેર ગામના... તલવારથીકાપી નાંખવાની ધમકી આપવા બદલ ઓલપાડ પોલીસમાં મહિલા સરપંચ સહિતના વિરુદ્ધ ફરિયાદ કર્યા બાદ ગુરુવારે મહિલા સરપંચ જ્યોતિબેન પટેલે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે માજી સરપંચ વિરલ પટેલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. મહિલા સરપંચ જ્યોતિબેનની ફરિયાદમાં કરેલા આક્ષેપો મુજબ વિરલ પટેલ ગત ટર્મમાં ઇન્ચાર્જ સરપંચ હતા, ત્યારે તળાવની માટીના 11 લાખ રૂપિયાનો ખોટો ખર્ચ કરવા સાથે એલઈડી લાઇટનું ટેન્ડર મુજબનું કામ થવું અને સાથે સરકારી ગ્રાન્ટનો ખોટો ઉપયોગ કર્યા બાબતે ખુલાસો માંગવા વિરલ...
  May 26, 03:40 AM
 • ઓલપાડતાલુકાના બરબોધન ગામે ત્રણ દિવસ પહેલાં લગ્ન પ્રસંગે રાત્રે યુવકે અન્ય ના ઘર આગળ જઈને ફટાકડા ફોડતાં તેને આરીતે કરવાનું કહી સમજાવવા બાબતે બબાલ થઈ હતી. માથાકૂટમાં બરબોધન ગામનો તાલુકા પંચાયત સભ્ય સહિત તેના પરિવાર ના 22 સભ્યોએ તીક્ષ્ણ હથિયારો વડે ફરિયાદી અને તેના પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. ...અનુસંધાન પાના નં. 2 હિંસક હુમલો કરનારાઓનાં નામોની યાદી 1-ભાવિન પટેલ 2- અંકિત પટેલ 3- જનક પટેલ 4- મિતેશ પટેલ 5- જયેશ ઈશ્વર પટેલ 6- રાજેશ શંકર પટેલ 7- મહેશ શંકર પટેલ [ બાબલો ] તાલુકા...
  May 26, 03:40 AM
 • સાંધીયેરગામના માજી સરપંચ અને હાલના મહિલા સરપંચ સહિત તેમના પરિવારજનો સાથે થયેલી બબાલ બાદ ગતરોજ માજી સરપંચે મહિલા સરપંચ અને તેના પરિવારજનો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કર્યા બાદ હવે મહિલા સરપંચે માજી સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે પોલીસમાં ફરિયાદ કરતાં ગામનું રાજકારણ ગરમાયું છે. બે દિવસ પહેલાં ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામના માજી સરપંચ વિરલ બળવંત પટેલ ગામના હાલ ચૂંટાયેલાં મહિલા સરપંચ જ્યોતિબેન ચંદુભાઈ પટેલ તથા તેમના પતિ ચંદુભાઈ ગોવનભાઈ પટેલ તેમનો દીકરો હિરેન ચંદુભાઈ પટેલ અને...
  May 26, 03:40 AM
 • ભાંડુતગામની નર્સિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું પરિણામ નિરાશાજનક આવતાં તેણે જીવન ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ભાડૂંત ગામના ખડકી ફળિયામાં રહેતા પટેલ પરિવારની દીકરી જાનકી (નામ બદલ્યું છે)ના નર્સિંગના રીઝલ્ટની ટકાવારી ઓછી આવતાં માનસિક તણાવમાં રહેતી હતી. બુધવારે સવારે જાનકીએ અચાનક ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના પરિવારજનોને ખબર પડતાં તેને તુરત સારવાર માટે પહેલાં સિવિલ અને ત્યાર બાદ સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર હેથળ...
  May 25, 03:05 AM
 • ઓલપાડતાલુકાના ભારુંડી ગામે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં સરપંચ ચેતન મનહર પટેલને ત્યાંથી તથા આસારામ ગોમજી ગુર્જર (56) (રહે હાલ ભારુંડી તા. ઓલપાડ મૂળ રહે લક્ષ્મીપુરા તા. આમેટ રાજસ્થાન)ને ત્યાંથી અખાદ્ય ગોળના 2000 નંગ ખોખા, 20,000 કિલોની કિંમત રૂપિયા 8,00,000 તથા 35 ગુણમાં નવસાર 875 કિલોગ્રામ કિંમત રૂપિયા 8750 તથા ટ્રક નંબર એચઆર -55, ટી- 2667ની કિંમત રૂપિયા 15,00,000 તથા મોબાઈલ નંગ-1 કિંમત રૂપિયા 4000 મળી કુલ્લે 23,12,750ના મુદ્દા માલ સાથે ગોળ મંગાવનાર આસારામ ગોમજી ગુર્જર તથા ભારુંડીનો સરપંચ ચેતન મનહર પટેલ તેમજ ટ્રકમાં ગોળ લઈને...
  May 25, 03:05 AM
 • રેતી માફીયાઆેનો અધિકારીઓ... ઉકાઈશેરુલા રોડને અડીને આવેલા બલાલતીર્થ ગામે છેલ્લા ત્રણેક મહિનાથી બેરોકટોક રેતી માફિયાઓ રેતી ઉલેચી રહ્યા હતા. ત્યારે આજે અચાનક સુરત ભૂસ્તર અધિકારી ડી. કે. પટેલ તથા રોયલ્ટી ઇન્સ્પેકટર જિજ્ઞેશ કાછડીયા તથા અહેસાન અલી અને સચિન વણકર બલાલતીર્થ તાપી તટે પહોંચ્યા હતા અને પૂછપરછ શરૂ કરી હતી ત્યાં નાવડીચાલકો અને ટ્રક ડ્રાઈવરોએ અચાનક હુમલો કરી દીધો હતો પરંતુ માંડવી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસને જોઈ હુમલાખોરો...
  May 25, 03:05 AM
 • પ્રેમિકાનોવોટ્સએપ પર મેસેજ આવ્યા બાદ મળવા ગયેલા યુવાનને તેની પ્રેમિકાના બીજા પ્રેમી અને તેના મિત્રોએ કારમાં અપહરણ કરી લઈ ગયા બાદ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા મોત નિપજ્યું હતું. જયારે યુવકનું સુરત શહેરમાં અપહરણ કરી માર મરાતા પ્રથમ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પણ યુવકનું મોત તેના ઘરે જતી વેળા ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં થયું હોવાથી બીજા દિવસે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ આમ ઘટના એક પણ એફ.આઈ.આર બે નોંધવામાં આવી છે. ઓલપાડ તાલુકાના ભાંડુત ગામના સત્તર ફરિયામાં રહેતા...
  May 25, 03:05 AM
 • સાંધીયેરગામના મહિલા સરપંચ વિરુદ્ધ માજી સરપંચ ગેરશિસ્ત અને ગેર વહીવટ બદલ તાલુકા વિકાશ અધિકારીને અરજી આપવાના હોવાની વાતે આવેશમાં આવી મહિલા સરપંચ અને તેના પતિ તથા દીકરો તેમજ ભત્રીજાએ ભેગા મળી માજી સરપંચના ઘરે જઈને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં તમામ વિરુદ્ધ ઓલપાડ પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી. ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામના માજી સરપંચ વિરલ બળવંત પટેલે ઓલપાડ પોલીસમાં આપેલી અરજી મુજબ તેઓ સવારે 11.30 કલાકે પોતાના ઘરે હતા ત્યારે તે સમયે સાંધીયેર ગામની હાલ ચૂંટાયેલી મહિલા સરપંચ...
  May 25, 03:05 AM
 • સરકારીજમીનો પર બીન અધિકૃત કબ્જો કરી ગેરકાયદેસર ઝીંગા તળાવ બનાવવાની પવૃત્તિ ચાલી રહી છે ત્યારે સોંદલાખારા ગામે પણ ઝીંગાતળાવ માફિયાઓ દ્વારા ગૌચરની જમીન પર કબ્જો કરી ઝીંગાતળાવ બનાવવાની વાતે ઓલપાડ મામલતદાર ને લેખિત ફરિયાદ કર્યા બાદ પણ ગેરકાયદેસરની પવૃત્તિ બંધ થતા પંચાયત સભ્યો અને ગ્રામજનો ઓલપાડ પ્રાંત ને આવેદનપત્ર આપ્યા બાદ પણ અધિકારીઓ કામગીરી કરેતો ઉપવાસ પર બેસવાની ચીમકી આપતા અંતે ગેરકાયદેસર બનાવેલ ઝીંગાતળાવ નું આજરોજ ડિમોલિશન કરવા તંત્રે તૈયારી કરી છે. ઓલપાડ તાલુકાના કાંઠાના...
  May 25, 03:00 AM
 • બારડોલી | ઓલપાડતાલુકાનાં પરીયા ગામેથી 55 વર્ષીય અજાણ્યા આધેડ મૃત હાલતમાં મળી આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી. અંગે મળતી માહિતી મુજબ ઓલપાડ તાલુકાનાં પરીયા ગામે આવેલ ખડી ફળિયા પાસે સેનાખાડી પાસેથી એક 55 વર્ષીય અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઈ અગમ્ય કારણસર ઇસમનું મોત નીપજયું હતું. મૃતકે શરીર ઉપર સફેદ કલરનું લાંબીબાયનું લીટીવાળું શર્ટ તથા કમરમાં કાળા કલરનું પેન્ટ પહેરેલું હતું.
  May 25, 03:00 AM