Home >> Daxin Gujarat >> Bardoli District >> Nizar
 • નિઝરના સુલવાડા ગામની સીમમાંથી અને તાપી નદી માંથી ગેરકાયદેસર વગર
  નિઝરના સુલવાડા ગામની સીમમાંથી અને તાપી નદી માંથી ગેરકાયદેસર વગર પાસ પરમિટ એક ટ્રક (M.H.39-1199) અને ટ્રેક્ટર નં. (M.U.39-6755) માં રેતી ભરી પસાર થતી હતી તે વેળાએ ગામના સરપંચ રાજેશભાઈ પવારે રેતી ચોરોને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. જે બાદ સરપંચે નિઝર પોલીસ અને તાપી જીલ્લા ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. સુલવાડાના ગેરકારદે રેતી વહન કરતા 2 વાહનો ઝડપી પાડ્યા
  March 25, 03:50 AM
 • નિઝર તાલુકાના વેલ્દા ટાંકીથી કુકરમુંડા તરફ એક ટેમ્પો (એમ.એચ- 39ડબલ્યુ-0112)માં
  નિઝર તાલુકાના વેલ્દા ટાંકીથી કુકરમુંડા તરફ એક ટેમ્પો (એમ.એચ- 39ડબલ્યુ-0112)માં કેળા ભરીને કુકરમુંડા તરફ જોઇ રહ્યા હોય. દરમિયાન ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગૂમાવી દેતા ટેમ્પો રસ્તાની સાઇડે પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમા ટેમ્પોમાં સવાર ત્રણ મજદૂરોને નાની-મોટી ઇજા થઇ હતી. તેમજ બીજા ત્રણ મજદૂરોને ગંભીર ઇજા પહોચતા 108 મારફતે નિઝર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વેલ્દા - કુકરમુંડા માર્ગ પર કેળા ભરેલો ટેમ્પો પલટી ગયો
  March 22, 03:25 AM
 • નિઝર | નિઝરગામના આંબેડકર નગરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગરનાળું બિસ્માર હાલતમાં છે. ગરનાળું બિસ્માર થઇ જતાં ફળિયાના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નિઝર ગામના આંબેડકર નગરમાં પાંચ-છ વર્ષ પહેલા પ્રજા માટે એક ગરનાળું બનાવવામાં આવ્યું હતું. જે હાલ બિસ્માર થઇ જતાં ફળિયાના લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ચોમાસામાં ગરનાળા પર વરસાદી પાણીનો ભરાવો થઇ જાય છે.જેના લીધે ગરનાળા પર કાદવ કીચડ થઇ જાય છે. બિસ્માર ગરનાળાને મરામત કરાવવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં સરકારી તંત્ર...
  March 22, 03:20 AM
 • નિઝર | નિઝરતાલુકાના રૂમકીતળાવ ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મંગળવારના
  નિઝર | નિઝરતાલુકાના રૂમકીતળાવ ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મંગળવારના રોજ નિઝર -કુકરમુંડાનો કેળવણી સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કેળવણી સંમેલનમાં તાપી જિલ્લા પંચાયતનાં પ્રમુખ.ગજરાબેન ચૌધરી, જિ.શિક્ષણ સમિતિ ના આધ્ય હરિશભાઈ,જિ.પં સભ્ય મતી.પ્રતિમાબહેન પાડવી, તા.પં નિઝરના પ્રમુખ મતી રજીલાબેન પાડવી ,જિ.શિ.અધિકાર પટેલ સાહેબ.નિઝરના તાલુકા વિકાસ અધિકારી નૈયા ઉપસ્થિત રહ્યા હતા. રૂમકીતળાવમાં નિઝર કુકરમુન્ડા તાલુકાનું કેળવણી સંમેલન
  March 22, 03:20 AM
 • કુકરમુંડામાંઆવેલી રેતીના લીઝ ઉપરથી ગેરકાયદેસર વગર રોયલ્ટી ભરી મહારાષ્ટ્રમાં રેતી વેચવાનો વેપાર થઇ રહ્યો છે. જેને તાત્કાલિક બંધ કરાવવા અંગે કુકરમુંડા તાલુકા પંચાયતના કારોબારી સમિતીના અધ્યક્ષ જિતેન્દ્રભાઇ ચૌધરીએ મંગળવારના રોજ મામલતદારને લેખિત રજૂઆત કરી છે. તાપી જિલ્લાનાં કુકરમુંડા તાલુકા મથકે આવેલી રેતીની લીઝ ઉપરથી દરરોજ વગર રોયલ્ટી ભરીને મહારાષ્ટ્ર રાજ્યમાં રેતી વેચવાનો ધંધો થઇ રહ્યો છે. જેને તાત્કાલિક બંધ કરાવા માટે કુકરમુંડા તાલુકા પંચાયતનાં કારોબારી અધ્યક્ષ જિતેન્દ્રભાઇ...
  March 21, 03:05 AM
 • નિઝર-ઉચ્છલહાઇવે પર આવતા લક્ષ્મીખેડા ગામના પુલ પાસે આજે સવારના 7 કલાકના અરસામાં સુરતથી નિઝરના મુબારકપુર ગામે આવી રહ્યા હોય, તે દરમિયાન ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર નં (જીજે-5સીએ-4224) 30 ફૂટ નીચે ખાબકી ગઇ હતી. અકસ્માતમાં ચાલકને ઇજા થઇ હતી. જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
  March 21, 03:05 AM
 • નિઝર | તાપીજિલ્લામાં હોળી પર્વનો ખુબ મહોત્વ હોય છે. હોળી
  નિઝર | તાપીજિલ્લામાં હોળી પર્વનો ખુબ મહોત્વ હોય છે. હોળી પર્વ ફાગણ માસના પૂનમના દિવસે મનાવવામાં આવે છે. અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખવામાં આવે છે. તાપી જિલ્લાના નિઝર-કુકરમુંડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પાંચમના દિવસે પુરુષો વિવિધ વેશભૂષામાં તૈયાર થઇને ઘરૈયા બનીને નાચતા હોય છે. તેમજ ઘરે ઘરે ફાગની ઉઘરાણી કરતાં હોય છે. પાંચમના દિવસે ઘેરૈયાઓએ ફાગની ઉઘરાણી કરી
  March 18, 03:40 AM
 • નિઝર | કુકરમુંડાતાલુકાના કુકરમુંડામાં સરલાબહેન સુરેશભાઈ પટેલ પોતાના ઘરની પાછળ રસોડાનું પાકું બાંધકામ ચાલું કરવાનાં કારણે ગત તા .15/3/17 ના રોજ સાંજે 5 કલાકના અરસામાં કુકરમુંડા ગામના અલકાબહેન ભરતભાઈ પટેલ, પરેશભાઇ ભરતભાઈ પટેલ, ભાવેશભાઇ ભરતભાઈ પટેલ, વિલાસભાઇ નરેશભાઇ પટેલ, પ્રણવભાઇ સુરેશભાઇ ગાંધી, સુરેશભાઇ બી.ગાંધીઆ પાંચ ઇસમોએ સરલાબહેન પટેલનાં ઘરે આવીને અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ રસોડાનું બાંધકામ તોડી પાડયું હતું. અને ફરીથી રસોડાનું મકાન બાંધવામાં આવશે તો રસોડાનું...
  March 17, 03:15 AM
 • ભાસ્કર િવશેષ | બિસમાસ રસ્તાને કારણે વાહનચાલકો સહિત ખેડૂતોને ટ્રેક્ટર અને બળદગાડા પસાર કરવામાં મુશ્કેલી
  કુકરમુંડાતાલુકાના આષ્ટા ગામનો ડામર રસ્તો ધૂળિયો બની જતા રોજ ખેતરે જતા ખેડૂતોને ટ્રેકટર અને બળદ ગાડુ લઇ જવામાં મુશ્કેલી થઇ રહી છે. જેથી જવાબદાર તંત્ર રસ્તાનું હાલ નવીનીકરણ કરાવે એવી માંગ ગ્રામજનોમાં ઉઠી છે. મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના અંતરિયાળ કુકરમુંડા તાલુકાનાં આષ્ટા ગામનાં પ્લોટ ફળિયામાંથી સ્મશાન તરફ જતો ડામર રસ્તા પર ઘણા સમયથી મોટા ભાગનું ડામર, કમચીઓ ઉખડી ગયું છે. ડામર ઉખડી જતાં હાલ રસ્તો ધૂળિયો બની ગયો છે. ગામનો મુખ્ય વ્યાવસાય ખેતી છે. જેથી કાયમ ખેતરમાંથી પાકેલ અનાજ ટ્રેક્ટર કે...
  March 17, 03:10 AM
 • નિઝર-કુકરમુંડા તાલુકાનાં વિસ્તારોમાં ગામે ગામ હોળી પર્વની ઉજવણી હર્ષો ઉલ્લાસથી કરવામાં આવી હતી. નિઝરનાં આદિવાસી ભાઇઓ દરેક તહેવારોની અનોખી રીતે ઉજવણી કરતા હોય છે. જેથી નિઝરનાં આદિવાસીઓ ભાઇઓ દર વર્ષે પરંપરાગત રીતે હોળી પર્વની ઉજવણી કરતા હોય છે.આ પવિત્ર તહેવારની તૈયારી પાંચ દિવસ પહેલાથી કરવામાં આવતી હોય છે. આજરોજ રાતનાં આઠ વાગ્યેથી હોળીકા દહન કરવાનાં સ્થળ પર ગામની મહિલાઓ,પુરુષો, યુવાનો અને બાળકો હાજર રહ્યા હતા. એક બાજુ પુરૂષો હોળીકા દહનની તૈયારી કરતાં હોય છે તો બીજી તરફ મહિલાઓ હોળી...
  March 15, 04:05 AM
 • કુકરમુંડા ગામના સ્મશાનમાં પ્રાથમિક સુવિધાનો અભાવ
  કુકરમુંડાતાલુકાનાં જૂના કુકરમુંડામા સાર્વજનિક સ્મશાનભૂમીનું નિર્માણ કરવા અંગે સાઇ સરકાર ગૃપ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કુકરમુંડા તાલુકાનાં જૂનાં કુકરમુંડામાં ખાલી પડેલી જગ્યા પર સાર્વજનિક સ્મશાનભૂમિનું નિર્માણ કરવા અંગે કુકરમુંડાના સાઇ સરકાર ગૃપ દ્વારા ગત તા.9મી માર્ચના રોજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું કે ,જૂના કુકરમુંડામાં સાર્વજનિક સ્મશાનભૂમીનું નિર્માણ કરવા માટે સહાયની મંજૂરી આપવામાં આવે...
  March 15, 04:05 AM
 • ભાસ્કર િવશેષ |લાંબા સમયથી પાણની ટાંકી બંધ રહેતા ગ્રામજનો હેન્ડપંપનો સહારો લેવા માટે મજબૂર બન્યા
  નિઝરતાલુકાનાં હાથનુર ગામમાં ગ્રામજનો માટે નિર્માણ કરવામાં આવેલી મીની પાણી ટાંકી છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડી છે. ટાંકી બંધ પડતા પાણીની તકલીફ ગ્રામજનો થઇ રહી છે. જેથી સત્વરે ટાંકી ચાલુ કરવામાં એવી માંગ ગ્રામજનો વારા ઉઠી રહી છે. હાથનુર ગામમાં પાણી પુરવઠા યોજના હેઠળ લાખો રૂપિયાનાં ખર્ચે નિર્માણ કરવામાં આવેલી મીની પાણી ટાંકી છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડી છે. યોજના થકી ગામના લોકોને ઘર ઘર કનેકશની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી હતી. ટાંકી જ્યારે ચાલુ હતી ત્યારે ફળિયાના લોકોને પાણી સમયસર મળી રહેતું...
  March 11, 02:50 AM
 • નિઝર તાલુકાનાં રાયગઢ ગામની પ્રાથમિક શાળામાં ગુરૂવારના રોજ વાલી સંમેલન
  નિઝર તાલુકાનાં રાયગઢ ગામની પ્રાથમિક શાળામાં ગુરૂવારના રોજ વાલી સંમેલન યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ-6 થી 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓની પ્રગતી વાલીઓ જાણી શકે ઉદ્દેશથી વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં દરેક ધોરણના વર્ગ શિક્ષકોએ તેમજ વિષય શિક્ષકોએ વિદ્યાર્થીઓની પ્રગતી વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી.વાલી સંમેલનમાં ઉપસ્થિત રહેલા વાલીઓને શાળાનાં આચાર્ય શૈલેષભાઈ વસાવાએ આભાર વ્યક્ત કર્યો હતો. રાયગઢની પ્રા....
  March 10, 02:55 AM
 • નવી ભીલભવાલીની આંગણવાડીમાં દરવાજાે નથી
  ગતિશિલગુજરાતના મોટા-મોટા બણગાં વચ્ચે પણ રાજ્યની અનેક અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની સવલતોનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે.નિઝર તાલુકાનાં નવી ભીલભવાલી ગામની આંગણવાડી કેન્દ્રમાં છેલ્લા બે ત્રણ -વર્ષથી દરવાજાનો અભાવ જોવા મળે છે. જ્યારે આંગણવાડીની દિવાલો જર્જરીત હાલતમાં ફેરવાઈ ગઈ છે. બાળકો ભયના ઓથાર હેઠળ બેસીને શિક્ષણ લઇ રહ્યા છે. જેથી જવાબદાર તંત્ર તાત્કાલિક નવી આંગણવાડી કેન્દ્ર બનાવેએ જરૂરી છે. તાપી જિલ્લાના અંતરિયાળ નિઝર તાલુકાનાં નવી ભીલભવાલી ગામે નાના ભૂલકાઓ માટે વર્ષ 1998/99 માં ગ્રામ...
  March 10, 02:55 AM
 • નિઝર | નિઝરતાલુકા મથકના બસ સ્ટેન્ડની સામે રોજ સરકારી બસોની
  નિઝર | નિઝરતાલુકા મથકના બસ સ્ટેન્ડની સામે રોજ સરકારી બસોની જગ્યાએ ખાનગી વાહનો ઉભા રહેતા હોય છે. જેના લીધે સરકારી બસો ઉભી રાખવાની જગ્યાનો અભાવ હોય છે. તેમજ બસ સ્ટેન્ડ જૂનું તેમજ નાનું હોવાથી નોકરીયાતો અને વિદ્યાર્થીઓ તાપ- તડકામાં ખુલ્લામાં ઉભા રહેતા હોય છે. જ્યારે કેટલાક મુસાફરો દુકાનોમાં બેસીને બસ કે ખાનગી વાહનોની રાહ જોતાં હોય છે. જ્યારે નિઝરની પ્રજા હાલ નવા બસ સ્ટેન્ડની માંગ ઉઠી રહી છે. નિઝર બસ સ્ટેન્ડની સામે ખાનગી વાહનોનો અડીંગો
  March 6, 06:15 AM
 • રાયગઢના પુલ પાસે લગ્નમંડપનો સામાન લઇ જતાં ટેમ્પોને અકસ્માત
  રાયગઢના પુલ પાસે લગ્નમંડપનો સામાન લઇ જતાં ટેમ્પોને અકસ્માત નિઝર | ગતશુક્રવારે મહારાષ્ટ્રના પ્રકાશાથી ટેમ્પોમાં લગ્નોનો મંડપ ભરીને સુરત લઇ જતાં હોય, દરમિયાન ટેમ્પો ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા નિઝરના રાયગઢ ગામના પુલ પાસેની રેલીંગ જોડે ટેમ્પો અથડાઈ ગયો હતો. ટેમ્પોમાં સવાર પાંચ યુવાનોને નાનીમોટી ઇજા પહોંચી હતી.
  March 4, 04:20 AM
 • નિઝરતાલુકાના ગુજ્જરપુર ગામમાં આઠ વર્ષથી બસ સ્ટેન્ડનો અભાવ હોવાથી નોકરીયાતો, વિધાર્થીઓ અને કામધંધા અર્થે કાયમ અવરજવર કરતાં મુસાફરોએ ત્રણે મોસમાં તકલીફ વેઠવાનો વારો આવે છે. જ્યારે નવું બસ સ્ટેન્ડ બનાવવા અંગે તંત્રને જાણ કરવા છતાં આજ દિન સુધી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું નથી. ગુજ્જરપુર ગામે છેલ્લા આઠ-નવ વર્ષથી બસ સ્ટેન્ડની સુવિધાનો અભાવ હોવાથી કાયમ અવરજવર ધંધાધારીઓ, નોકરીયાતો અને ધંધાર્થીઓ તેમજ અન્ય મુસાફરોને પરેશાની થઇ રહી છે. કાયમ માટે અવરજવર કરતાં સરકારી તેમજ ખાનગી વાહનોની રાહ જોવા...
  March 2, 03:20 AM
 • નાસરપુર ગામે શોર્ટ સર્કિટથી તબેલામાં આગ લાગી
  નાસરપુર ગામે શોર્ટ સર્કિટથી તબેલામાં આગ લાગી નિઝર તાલુકાના નાસરપુર ગામના રજનીકાંત લક્ષ્મણભાઇ પાડવીના ઢોર-વાછરડા બાંધવાના ઘરમાં આજે સવારે 9 : 30 કલાકનાં અરસામાં અચાનક સર્ટસર્કીટ થઇ જતાં ઘરમાં આગ લાગી ગઇ હતી. આગ લાગવાના કારણે ઘરમાં પડેલ ઘાસ ચારો સળગી ગયો હતો. તેમજ ઘરમાં બાંધેલા દસથી બાર ઢોર-વાછરડાઓ આગની ચપેટ આવી ગયા હતાં. જેમા અડધા ડોર-વાછરડાઓને ગ્રામજનોએ બાહાર કાઢવમા જેહમત કરી હતી. જેમાં બે વાછરડાઓ આગ લાગવાથી દાઝી ગયા હતા. આગ લાગવાની ઘટના અંગે નિઝર તાલુકા પંચાયતના ટી.ડી.ઓને લેખિતમાં રજૂઆત...
  March 1, 03:25 AM
 • યાહા મોગી માતાનાં મેળામાં ભાવિક ભક્તો ઊમટ્યા
  યાહા મોગી માતાનાં મેળામાં ભાવિક ભક્તો ઊમટ્યા નિઝર તાલુકાના નવી ભીલભવાલી ગામની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રનાં જંગલમાં દર વર્ષેની જેમ વર્ષે પણ પરંપરાગત રીતે મહાશિવરાત્રીના દિવસે આદિવાસી સમાજની કુળદેવી યાહામોગી માતાજીનાં મેળાનું આયોજન કરાયું હતું. મેળામાં નિઝર, ઉચ્છલ, કુકરમુંડા, નવાપુર અને ખાંડબારા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.
  February 26, 02:30 AM
 • નિઝર | નિઝર તાલુકા મથકે આવેલી શ્રી સાઇ શિક્ષણ સમિતિ
  નિઝર | નિઝર તાલુકા મથકે આવેલી શ્રી સાઇ શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી સાઇ વિદ્યા મંદિર સ્કુલમાં વાર્ષિક કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મરાઠી, ગુજરાતી, પંજાબી અને આદિવાસી સંસ્કૃતિની દર્શન કરાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શાળાના બાળકોએ વાર્ષિકોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન મામલતદાર એસ.ડી ચૌધરી સાહેબ હાજર રહી બાળકોને પ્રોત્સાહન કર્યા હતા. ધોરણ-8 માં અભ્યાસ કરતી સોલંકી કામિનીબહેન રવિન્દ્રભાઇને શાળાના બેસ્ટ વિધાર્થી એવોર્ડ મામલતદારના હસ્તે આપવામાં...
  February 26, 02:30 AM