Home >> Daxin Gujarat >> Bardoli District >> Mandvi
 • માંડવીતાલુકાના આંબાપારડી ગામની સીમમાં આવેલ ગણેશભાઈ રાયસિંગભાઈ ચૌધરીના ખેતરમાં વિદેશી દારૂનું કાર્ટિંગ થતું હોવાની બાતમી આધારે માંડવી પોલીસે દરોડો પાડતા બે મોટરસાઈકલ સાથે બે આરોપી ઝડપાય ગયા હતાં. પોલીસે તેમની પાસેથી 769 નંગ વિદેશ દારૂની બોટલ કિંમત 58180નો વિદેશી દારૂ પકડી લીધો હતો. અંગે મળતી માહિતી અનુસાર માંડવી તાલુકાના આંબાપારડી ગામે ગણેશભાઈ રાયસિંગભાઈ ચૌધરીના ખેતરમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની હકીકતને આધારે માંડવી પોલીસે દરોડો પાડતાં સ્થળ ઉપરથી પોલીસે માંડવીના લાડકૂવા...
  03:15 AM
 • રેતી ભરેલી ટ્રકો પાસે દઢવાડા ગ્રા. પં. દ્વારા ઉઘરાણું
  માંડવીતાલુકાના બલાલતીર્થ ગામે પ્રતિબંધિત વન્ય વિસ્તારમાં ચાલતી રેતી ખનની પ્રવૃત્તી ઉપર કાર્યવાહી કરવા ગયેલી ભૂસ્તર વિભાગની ટીમ ઉપર જીવલેણ હુમલાની ઘટના બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી રહી છે. પ્રતિબંધિત વિસ્તારમાંથી રેતી ખનન કરીને જે ટ્રકમાં રેતી ભરીને ટ્રક દઢવાડા ગામ થઈની નીકળતી હતી જ્યાં દઢવાડા ગામના સરપંચ તરફથી 100 રૂપિયા વિકાસફંડના પેટે ઉઘરાણું કરાતું હોવાની હકીકત બહાર આવી છે. માંડવીના બલાલતીર્થ ગામે જંગલ વિસ્તારમાં તાપી નદીના પટ ઉપર બિનઅધિકૃત રીતે રેતી ખનની પ્રવૃત્તી ચાલતી હતી....
  03:15 AM
 • બારડોલી |માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે સીંગી ફળિયામાં રહેતા રમેશભાઈ દશરથભાઈ વસાવાનાઓ પોતાનો તાતા 407 ટેમ્પો (GJ-5V-1617)નાઓ માંડવી ઝંખવાવ રોડ પરથી ઈસર ગામની સીમમાંથી પસાર થતાં હતાં ત્યારે પૂર ઝડપે આવતો એક આઈસર ટેમ્પો નં (GJ-5BV-2711)ના ચાલકે રમેશભાઈના ટેમ્પા સાથે ટેમ્પો અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રમેશભાઈ તેમજ ટેમ્પામાં બેઠેલા અન્ય વ્યક્તિને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
  03:15 AM
 • બલાલતીર્થ ઘણા મહિનાઓથી બેફામ રીતે ચાલતું રેતીખનન
  માંડવીનાબલાલતીર્થ ગામે રેતીખનનની પ્રવૃત્તિ પર દરોડો પાડવા ગયેલી ભૂસ્તર વિભાગની ટીમ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાની ઘટના બાદ માંડવી પ્રાંત અને મામલતદાર અધિકારી સહિત વન વિભાગની ટીમ ઉપર પ્રશ્નાર્થ ઊભા થયા છે. મુદ્દે સ્થાનિક અધિકારીઓએ આવનાર દિવસોમાં જવાબ આપવો રહ્યો. માંડવી તાલુકામાંથી પસાર થતી તાપી નદીના પટમાં બલાલતીર્થ ગામે છેલ્લા ચાર માસથી બિનધિકૃત રીતે વન્ય વિસ્તારમાં નાવડીઓ મૂકીને રેતી ખનનની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. બાબતે પ્રાથમિક જવાબદારી સ્થાનિક વન વિભાગની હતી. વન વિભાગની...
  May 26, 03:40 AM
 • માંડવીતાલુકાનાં ખેડપૂર ગામની સીમમાં આવેલ મહાદેવ મંદિર પાસેથી પસાર થતાં રોડ પર બે મોટરસાયકલ સામસામે ભટકાતાં સર્જાયેલા અકસ્માતમાં એક દંપતી અને બે બાળકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના વ્યારા તાલુકાનાં ચાપાવાડી ગામે પાદર ફળિયામાં રહેતા દેવસિંગભાઈ ભલજીભાઇ ચૌધરી નાઓ તેમની પત્ની સીમા તથા પુત્ર સ્મીતકુમાર અને ધ્રુવીનકુમાર સાથે પોતાના પેશન પ્રો મોટરસાયકલ નંબર જીજે-5-ઇક્યૂ-1130 લઈને માંડવી તાલુકાનાં સાલૈયા ગામે...
  May 25, 02:55 AM
 • બલાલતીર્થગામે તાપી નદીના પટમાં ચાલતા બિનઅધિકૃત રેતી ખનનની પ્રવૃત્તિ અટકાવવા ગયેલા ભૂસ્તર વિભાગના અધિકારીઓ ઉપર હુમલાના પ્રકરણમાં માંડવી પોલીસે હત્યાનો પ્રયાસ ગેર કાયદેસર મંડળી રચી જીવલેણ હુમલો કરવાની ઘટનામાં મોબાઈલ ફોન તેમજ પાકીટ લૂતી લઈ સરકારી કામમાં રૂકાવટ કરવાની ફરિયાદ માંડવી પોલીસે નોંધી છે. માંડવીના બલાલતીર્થ ગામે તાપી નદીના કિનારે ગેર કાયદેસર રેતી કાઢી ખનીજ ચોરીની પ્રવૃતિ કરાતી હોવાની હકીકતને આધારે દરોડા પાડવા ગયેલા સુરત જિલ્લાના ભૂસ્તર અધિકારી ધર્મેશભાઈ કનુભાઈ પટેલ...
  May 25, 02:55 AM
 • વાપી | વલસાડ એસપીના માર્ગદર્શન હેઠળ રવિવારે એલસીબી પીઆઇ આર.જી.દેસાઇ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે વાપી ચાર રસ્તા પરથી સુરત જિલ્લાના માંડવી પોલીસ મથકમાં ચોરી લૂંટ જેવા ગુનાઓમાં નાસતો ફરતો આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ ડોંગરસિંગ ધોટી ઉ.32ને પકડી પાડવામાં આવ્યો હતો. એલસીબીએ અંગે માંડવી પોલીસને જાણ કરી વધુ પુછપરછ માટે વાપી જીઆઇડીસી પોલીસને સોંપ્યો હતો. અંગે વધુ તપાસ જીઆઇડીસી પોલીસ કરી રહી છે.
  May 22, 03:50 AM
 • બારડોલી | માંડવીતાલુકાના રૂપેણ ગામે રાત્રી દરમ્યાન મોટરસાયકલ પર દીકરી સાથે સવાર દંપતીને પાછળથી આવતી મોટરસાયકલ ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં પતિ, પત્ની અને દીકરીને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. માંડવીના ઘંટોલી ગામે દેસાઇ ફળિયામાં રહેતા પ્રફુલ મકાભાઈ ચૌધરી બાઈક નં. જી જે-05-ઇએસ-6839 પર પત્ની હેમુ અને દીકરી પ્રકૃતિ સાથે રાત્રીના સમયે રૂપેણ ગામેથી પસાર થતાં હતા. ત્યારે પાછળથી એક બાઈક નં. જી જે-22-એફ-5248નો ચાલકે પાછળથી ટક્કર મારી હતી.
  May 22, 03:50 AM
 • માંડવીતાલુકાના તડકેશ્વર ગામની સીમમાં તડકેશ્વરથી માંડવી જતાં રોડ ઉપર આવેલ નહેરની બાજુમાં એક ટ્રક ચાલક નહેરમાં નાહવા જતાં નહેરના પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું. ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ માંડવી તાલુકાના તડકેશ્વર ગામની સીમમાં તડકેશ્વરથી માંડવી જતાં રોડ પર આવેલ ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં હાલ સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં બેટી કોલોનીમાં રહેતાં અને મૂળ ઉત્તર પ્રદેશના વારાણસીના રહેવાસી જમાલુદ્દીન મહમદ ઇશાક કંસરી ગત 19મી મેના રોજ નહેરના પાણીમાં નાહવા જતાં...
  May 21, 03:10 AM
 • ભાસ્કર િવશેષ | વર્ષે ગોડધા ડેમ એકદમ ખાલીખમ થઈ જતાં ગામલોકો, પશુપાલકો તથા ખેડૂતો લગભગ પાયમાલ થઈ ગયા
  માંડવીતાલુકાની મહત્ત્વની ગણાતી ગોડધા ડેમ સિંચાઇ યોજના સ્થાનિકો માટે આશાનું કિરણ હતું. પરંતુ પ્રથમવાર ડેમનો જળ વિસ્તાર સદંતર સુકાઈ જતાં સ્થાનિક રહીશોના માથે મોટી આફત આવી પડી છે. માંડવી તાલુકાની નાની નાની સિંચાઇ યોજનાઓમાં ગોડધા ડેમ અતિ મહત્વની સિંચાઇ યોજના સાબિત થઈ છે. ચોમાસાના આગમન નજીક સુધી ડેમમાં થોડો ઘણો પાણીનો સંગ્રહ રહેતો હતો. જેથી રોજિંદા માનવ જીવન માટે તથા પશુપાલકો માટે ખુબ ઉપયોગી સાબિત થતું હતું પરંતુ વર્ષે ગોડધા ડેમ એકદમ ખાલીખમ થઈ જતાં સ્થાનિક રહીશો જાણે દયનીય સ્થિતિમાં...
  May 21, 03:10 AM
 • માંડવી | માંડવીદાઉદી વ્હોરા સમાજ દ્વારા એમના મસ્જિદના પરિસરગૃહમાં રસોડામાં માંડવીમાં વસતા તમામ સભ્યો માટે પૌષ્ટિક પરંતુ સાદી વાનગીઓ બનાવી દરેક પરિવારના આવેલા ટિફિનો ભરવામાં આવે છે સાંજના સમયની રસોઈ સાગમટે બનાવાય છે ઘરના સભ્ય આવી ટિફિન લઈ જાય છે તો વળી જરૂરિયાત જણાય એવા ઘરો સુધી ટીફીન પહોંચાડવામાં આવે છે. વર્ષથી ટિફિન સેવાની મહેક પ્રસરાવતો વ્હોરા સમાજ
  May 20, 02:55 AM
 • બારડોલી | માંડવીતાલુકાનાં લુહારવડ ગામે કાંટણફળિયા ખાતે રહેતા પ્રફુલ જીવણ ચૌધરી અને તેમના બે મિત્રો સૂજીત બાબુ ચૌધરી અને અંકુલાશ અરવિંદ ચૌધરી ત્રણેય જણાઓ તા-18-5-2017ના રોજ બપોરે 3 વાગ્યે હીરોહોન્ડા સ્પ્લેંડર નંબર જીજે-5-એએન-9416 પર નીકળ્યા હતા. દરમ્યાન માંડવી ઝંખવાવ રોડ પર વિસદાલીયા ગામની સિમમાંથી પસાર થતી વેળાએ બાઇક ચાલક પ્રફુલ ચૌધરીએ સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં બાઇક સ્લીપ થતાં પાછળ બેઠેલ બંને મિત્રોને ઇજા પહોંચાડી હતી. જે અંગે સૂજીત ચૌધરીના ભાઈ કાર્તિકએ પોલીસમાં ફરિયાદ આપી હતી.
  May 20, 02:55 AM
 • તડકેશ્વર ગામેથી સાડા ત્રણ વર્ષનો દીપડો પાંજરે પુરાયો
  માંડવીતાલુકાનાં તડકેશ્વર ગામે એક ખેડૂતે ખેતરમાં કદાવર દીપડો જોયો હતો. જે અંગે માંડવી આર.એફ.ઓને જાણ કરી હતી. જેથી તાત્કાલિક ખેતરની બાજુમાં દીપડાને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું હતું. અને બુધવારની રાત્રી દરમ્યાન ખોરાકની લાલચમાં સાડાત્રણ વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ માંડવી રેન્જફોરેસ્ટર વિક્રમસિંહ સુરમાને બે દિવસ પહેલા માંડવીના તડકેશ્વર ગામે ખેડૂત અબુબકર ફારૂક ચૌહાણે જાણ કરી હતી કે પોતાના ખેતરમાં કદાવર દીપડો છે. જેથી તાત્કાલિક ખોડંબા રાઉન્ડ ફોરેસ્ટર અને...
  May 19, 03:25 AM
 • માંડવીતાલુકાના ગામતળાવ બુજરંગ ગામેનજીવી બાબેત એક ઈસમે લોખંડના સળિયાથી પિતા અનેબે પુત્ર પર હુમલો કરી માર મારી ઈજા પહોંચાડી હતી. ગામતળાવ બુજરંગ ગામે રહેતા ઈશ્વરભાઈ ડાહ્યાભાઈ હળપતી મંગળવારના રોજ સાંજના સમેય નહેરના ફાટામાં માછલી પકડવાની જાળ મુકી બેઠો હતો. જ્યાં ગામમાં રહતો ખુશાલભાઈ મગનભાઈ રાઠોડને ત્યાં કામ કરતો રાજુભાઈ હળપતિ પણ પણ આવી બેઠો હતો. ત્યારે ખુશાલ રાઠોડ મોટરસાઈકલ પર આવી તુ ઈશ્વર હળપતી સાથે કેમ બેઠો છે. તારે ઘરે પશુને ચારો નાંખવાનો છે તે કહી મોટરસાઈકલ પર બેસાડ્યો હતો. અને ઈશ્વરને...
  May 18, 03:10 AM
 • બારડોલીમાંગરોળ તાલુકાના માંડણ બોરિયાગ ગામે એક ખેતરમાં ગેરકાયદે ખેરનાં લાકડાનો જથ્થો બહારથી લાવી સગેવગે થતો હોવાની બાતમી આધારે સુરત મદદનીશ વનસંરક્ષક એલ. બી. ચૌધરી અને વાંકલ રેંજના ઈન્ચાર્જ આરએફઓ વિક્રમસિંહ સુરમા સ્ટાફ સાથે મંગળવાર સવારે છાપો માર્યો હતો. સ્થળ પરથી 5 લાખના ખેરના લાકડા તેમજ ટેમ્પા મળી કુલ 7.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અજાણ્યા ઈસમ દ્વારા ગેરકાયેદ જથ્થો એકત્રિત કરતો હતો. ટેમ્પાના રજિસ્ટ્રેશન નંબર આધારે આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે. સુરત વન વિભાગના નાયબ વન...
  May 17, 02:55 AM
 • બારડોલી | માંડવીનગરમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી 30 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસની રેડ જોઈ ભાગી જતાં બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. માંડવી નગરમાં દશેરા પીપરડી ફળિયા ખાતે રહેતા તેજલબેન વિનોદભાઇ ગામિત અને અજયભાઇ વલ્લભભાઈ ચૌધરીના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડયો હોવાની બાતમી માંડવી પોલીસને મળતા માંડવી પોલીસે તા-15-5-2017ના રોજ 7:45 વાગ્યાના સુમારે બાતમીવાળી જગ્યાએ ટીમ સાથે પહોંચી રેડ કરી હતી. ઘરમાંથી કોઈ પણ જાતની પાસ પરમિટ વગરનો વિદેશી દારૂની બીયર...
  May 17, 02:55 AM
 • માંડવીનગરમાંજૈન સંપ્રદાયના અનેક સાધુ સાધવી તથા નગરજનોની ઉપસ્થિતિમાં આસુના હસ્તાક્ષર વિષય પર થયેલા પ્રવચનમાં અનેક વાર્તાઓ તથા દૃષ્ટાંત દ્વારા સત્સંગ, સેવા, સમર્પણ, પ્રભુ અને ગુરુ પ્રસાદની તકને ઝડપી લેવાના આગ્રહ સાથે આશીર્વચનો આપ્યાં હતાં. માનવ જીવનમાં સત્સંગ તક મળે તેની સાથે અન્ય સંયોગ પણ આવે છે. પાંચ લાખનું પેમેન્ટ હોય અને તે સમયે સત્સંગ હોય તો સત્સંગ રહેલા કરવો જોઈએ. લોભી માણસ પેમેન્ટ પસંદગી કરે છે. પ્રેમ, પ્રસન્નતા તથા પ્રેરણા ગુરુજન આપી શકે છે. 365 દિવસમાં 30 દિવસનો સત્સંગ અટલે...
  May 17, 02:55 AM
 • માંડવીતાલુકાના કીમ ડુંગરા ગામનો યુવાન રાત્રે લગ્ન પ્રસંગમાંથી મળસકે ઘર આવવા નીકળ્યો હતો. ત્યારે અચાનક ટ્રેક્ટર પાછળ પોતાની બાઈક અથડાવી દેતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. માંડવી તાલુકાના કીમ ડુંગરા ગામે ચાંદની ફળિયામાં રહેતો મુકેશભાઈ રાકેશભાઈ ચૌધરી પોતાની મોટરસાઈકલ નં (GJ-5FJ-167) પર ઓળખીતાના ઘરે લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યાં રાત્રિ દરમિયાન હાજરી આપી મળસકે ત્રણેક વાગ્યે લગ્ન પ્રસંગમાંથી પોતાના ઘરે આવવા નીકળ્યા હતાં. ત્યારે માંડવી રોડ પર જૂનવાણ તથા ઈસર ગામની વચ્ચે બાઈક આગલ...
  May 16, 02:55 AM
 • માંડવીતાલુકાના ઉશ્કેર ગામે લગ્ન પ્રસંગમાં ડીજે જોવા ગયેલા યુવાન સાથે અન્ય યુવાનની બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મોડી સાંજે પંચાયતના મકાન આગળ બંને જૂથના માણસો ભેગા થઈ જતાં મારામારી થઈ હતી. જેમાં ગંભીર ઇજા પામેલ વ્યક્તિને સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. માંડવી તાલુકાના ઉશ્કેર ગામે કોલોની ફળિયામાં રહેતા બળવંત કસીયાભાઇ વસાવા પોતાના ગામમાં લગ્નમાં ગયા હતા. દરમિયાન ગામનો યુવક સુનિલ વસાવા પસાર થયો હતો અને બળવંતભાઈને ‘ડોફા જેવો છ’ે એવું કહ્યું હતું અને એકદમ ઉશ્કેરાઈને ‘તું માપમાં રહે તું...
  May 15, 03:05 AM
 • ભાસ્કર ન્યૂઝ | બારડોલી
  ભાસ્કર ન્યૂઝ | બારડોલી માંડવીજીઇબીમાં નોકરી કરતી મહિલા કર્મચારી પોતાના ઓળખીતા યુવક સાથે સુરત પોસ્ટ ખાતાની પરીક્ષા આપવા બાઇક ઉપર જતા હતા. તે દરમિયાન તાતીથૈયા ગામની સીમમાં એક ટ્રક ચાલકે મોટરસાઇકલ સવાર યુવક યુવતીને અડફેટે લેતા પાછળ બેઠેલી યુવતી ટ્રકના વ્હીલ નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું. સુરત જિલ્લાના માંડવી તાલુકાના મોટીચેર ગામે રહેતી અને માંડવી જીઇબીમાં નોકરી કરતી અંકિતાબેન જશવંતભાઈ ચૌધરી આજ રોજ સવારે આઠ વાગ્યે સુરત પોસ્ટ ખાતાની પરીક્ષા આપવા માટે પોતાના ઓળખીતા...
  May 15, 03:05 AM