Home >> Daxin Gujarat >> Bardoli District >> Kim
 • કીમ-વડોલી સ્ટેટ હાઇવે પર બોલાવ ગામ નજીક હજીરા તરફથી આવતું
  કીમ-વડોલી સ્ટેટ હાઇવે પર બોલાવ ગામ નજીક હજીરા તરફથી આવતું કન્ટેનર રાત્રીના સમયે પસાર થઈ રહ્યું હતું ત્યારે ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં એકાએક રસ્તા પર પલટી મારી ગયું હતું. કન્ટેનરના સાઈડની ગટરમાં ખાબક્યું હતું. જોકે, અકસ્માતમાં કોઇજાનહાની થઈ નહોતી. તસવીર- દત્તરાજસિંહઠાકોર બોલાવ પાસે કન્ટેનર પલટી મારી ગયું
  March 28, 02:55 AM
 • ડિસેમ્બર,2016એ પૂરા થતા કેલેન્ડર વર્ષના અંતે દેશમાં એસ એન્ડ પી બીએસઈ સૂચકાંકો આધારિત મોટા ભાગનાં ઈક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણકારોને નકારાત્મક વળતર આપ્યું છે, એમ અહેવાલ કહે છે. વિશ્લેષણ એસ એન્ડ પી ડાઉ જોન્સ ઇન્ડાઇસિસનું સ્કોરકાર્ડ એસપીઆઇવીએ -કે જે ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડ્સની તેમના બેન્ચમાર્કની સામે 31 ડિસેમ્બર, 2016 સુધીમાં એક વર્ષ, ત્રણ વર્ષ, પાંચ વર્ષ અને 10 વર્ષની કામગીરીને ટ્રેક કરે છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયમાં એસપીઆઇવીએ ઇન્ડિયા (એસ એન્ડ પી ઇન્ડાઇસિસ વર્સસ એક્ટિવ ફંડ્સ)...
  March 28, 02:55 AM
 • દેશના લોકશાહી સમર્થકોની હાર, કેરી 1 જુલાઈએ હોદ્દો સંભાળશે હોંગકોંગના ચૂંટણી પંચે જણાવ્યુ કે લેમને 1163 મત માંથી 777 વોટ મળ્યા. જીતવા માટે કુલ 1194માંથી 600 વોટ જરૂરી હોય છે. લેમના મુખ્ય પ્રતિસ્પર્ધી જોન સાંગને 365 તથા ત્રીજા ઉમેદવાર નિવૃત્ત વૂ ક્વોક હિંગને માત્ર 21 વોટ મળ્યા હતાં. લોકતંત્ર સમર્થક અમ્બ્રેલા મુવમેન્ટે શહેરને 79 દિવસ ઠપ રાખ્યુ હતું. હોંગકોંગમાં 13 મે 1957 મા જન્મેલી કેરી લેમ પાંચ ભાઇ બહેનોમાં ચોથી છે. તે 1980માં સિવિલ સેવામાં જોડાઇ. મુખ્ય કાર્યકારી બન્યા પછી તેમણે લોકોનો આભાર માન્યો અને સહયોગ...
  March 27, 05:55 AM
 • દક્ષિણ ગુજરાતના... જેટલીમાનવ શક્તિ વેડફાય છે. ત્યાં ડ્રોન દ્વારા માત્ર મિનીટ જેટલા સમયમાં દવાનો છંટકાવ થઇ જાય છે. ઉપરાંત ડ્રોનમાં મેપિંગ અને સ્કેનીંગની સુવિધા પણ આપવામાં આવી છે. જે પોતાની જાતે જ્યાં દવાનો છંટકાવ કરવાનો હોઈ ખેતરનો વિસ્તારનું માપ લઇ શકે છે. અને સ્કેનીંગ દરમ્યાન ક્યાં કેટલી જીવાત છે. કે કોઈ રોગ છે. તે પણ બતાવી સકે છે. અને તે પ્રમાણે આપમેળે જ્યાં જેટલી જરૂરિયાત હોઈ એટલી દવાનો છંટકાવ કરે છે. ત્યારે ડ્રોન શેરડી લેતા ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. કુડસદનાસમૂહ... ગણેશબાવનેના...
  March 27, 05:55 AM
 • કુડસદના સમૂહ વસાહત નગરમાં પિતાનો બે પુત્રો પર ચપ્પુથી હુમલો
  કીમનજીક આવેલ કુડસદ ગામના સમુહવસાહત નગરમાં પિતાએ બે પુત્રો ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત બંને પુત્રોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અંગે પોલીસસુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રીના સમયે પોતાના ઘરે સંજય રામચંદ્ર બાવને (ઉ.વ.34, રહે.કુડસદ સમુહવસાહતનગર, સુંદરધામ સોસાયટી) જઈ રહ્યા હતા ત્યારે ઘર નજીક આવતા તેઓના પિતા નામે રામચંદ્ર હરીશચંદ્ર બાવને ઊભા હતા. અને સંજય બાવને મારુ ઘર છે મારા ઘરમાંથી નીકળી જાવ તેમ કહેતા સંજય બાવનેનો ભાઈ આવી...
  March 27, 05:55 AM
 • કીમમાંપ.પૂ. રંગ અવધૂત મહારાજ અને માતૃ પૂ. રૂક્મામ્બામાતાના જીવન કથન આધારિત ત્રિદિવસીય કથાનું આયોજન દીપકભાઈ મોદી અને રંગપરીવાર દ્વારા કરવામાં આવ્યું છે. કથાકાર પૂ.સંજયભાઇ ઉપાધ્યાય (પોર)અને તેમના સંગીતવૃંદ દ્વારા કથાનું રસપાન રંગભકતોને કરાવી રહ્યા છે. સંગીતના તાલે રંગભજન સાથે પૂ. રંગઅવધૂતજી અને પૂ. રૂક્મામ્બાના જીવનના પ્રેરણાદાયક પ્રસંગો વર્ણવી જ્ઞાનનું ભાથું પીરસી રહ્યા છે. કથાકાર સંજયભાઇ ઉપાધ્યાયએ કથાનું રસપાન કરાવતા જણાવ્યુ કે માતા, જગતજનની રૂક્મામ્બા ત્યાગની મુર્તિ છે. તેમનો...
  March 26, 07:15 AM
 • નવસારીમાંદિવસે દિવસે ગરમીનો પારો ઉંચે જઈ રહ્યો છે. આજે શનિવારે ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ ભારે ગરમીનો અનુભવ કર્યો હતો. હોળીના પર્વ બાદ એકંદરે નવસારીમાં ગરમીનું પ્રમાણ વધતું રહ્યું છે. રોજબરોજની સરખામણીએ ઠંડી ઘટી રહી છે અને ગરમીનો પારો ઉંચે જતા ઉનાળાને બેઠાનો લોકો અનુભવ કરી રહ્યા છે. નવસારીમાં આજે શનિવારે મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રી રહ્યું હતું. જે બંને ગતરોજ શુક્રવારની સરખામણીએ વધારે છે. શુક્રવારે મહત્તમ તાપમાન 37 ડિગ્રી જ્યારે...
  March 26, 07:15 AM
 • ચીખલીનજીકના થાલામાં નેશનલ હાઈવે પરથી સ્ટેટ મોનિટરિંગ સેલે કારમાથી રૂ. 38150ના વિદેશી દારૂ સાથે બે જણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. 1.39 લાખનો મુદ્દામાલ કબજે કરી દમણની વાઈનશોપના સંચાલકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. શુક્રવારે સાંજના સમયે સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે વોચ ગોઠવી નેશનલ હાઈવે ઉપર થાલા ગામની સીમમાં પેટ્રોલપંપ પાસેથી મારૂતિ કાર (નં. જીજે-16-કે-6273)માંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 763 કિમત રૂ. 38150નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ સહિત રોકડા રૂ. 49500, બે મોબાઈલ તથા કાર કિંમત...
  March 26, 07:15 AM
 • જિલ્લા સહિત રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો ઉનાળાનો પ્રારંભ અનુભવ થઈ
  જિલ્લા સહિત રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો ઉનાળાનો પ્રારંભ અનુભવ થઈ રહ્યો છે. સૂર્યદેવના પ્રકોપની સમગ્ર જીવ ઉપર સરખી અસર થાય છે. ત્યારે ઉનાળો આવે ત્યાર વૃક્ષોની ખરી જરૂરિયાત ખબર પડતી હોય છે. તેવામાં કીમ વડોલી સ્ટેટ હાઈવે ઉપરથી પસાર થતાં માલધારી વૃદ્ધ પોતાના મૂંગા જાનવરોસાથે બપોરની ગરમીમાં ઘટાદાર વૃક્ષનો છાયડામાં બે ઘડી આરામ લેતા નજરે પડે છે. તસવીર- દત્તરાજસિંહ ઠાકોર ઘટાદાર વૃક્ષના છાયડામાં બે ઘડી આરામ
  March 25, 03:45 AM
 • ઉચ્છલતાલુકાના આનંદપુર ગામે આવેલ આદિમજૂથ પરિવાર માટે ટ્રાયબલ સબપ્લાન કચેરીના સૌજન્યથી જિલ્લા જળ કચેરી દ્વારા પીવના પાણીની સુવિધા માટે પાણીની ટાંકી બનાવવામાં તો આવી પરંતુ ટાંકીમાં પાણી નહીં આવવાથી ગ્રામજનો પાણીમાટે ફાફા મારી રહ્યા છે. ઉચ્છલ આનંદપુર ગામે આવેલ તાપી નદી કિનારે વસેલા ટેકરી ફળિયામાં રહેતા આદિમજૂથ પરિવારના સભ્યો ખેત મજૂરી કામ અને પશુપાલન સાથે સંકળાયેલા છે. ગામમાં રહેતા આદિમજૂથ સમાજના લોકોના ઘર સુધી પાણી મળી રહે તે માટે સને 2016-17ના વર્ષમાં આદિમ જૂથ મહિલા ઓને ઘર આંગણે પીવાના...
  March 24, 03:15 AM
 • શહેરોમાં મોટા ઘરની મહિલા મોઘીદાટ લક્ઝરીયસ કારમાં પોતાના બાળકોને બેસાડી
  શહેરોમાં મોટા ઘરની મહિલા મોઘીદાટ લક્ઝરીયસ કારમાં પોતાના બાળકોને બેસાડી શાળા કે પછી અન્ય સ્થળે લઈ જતી હોય છે. જે એક શહેરી સ્ત્રીનું સ્વરૂપ છે. કોઈ સ્ત્રી બાઈક, સ્કૂટર ઉપર બેસાડી બાળકને લઈ જાય, નોકરી કરે તે પણ એક સ્ત્રીનું સ્વરૂપ છે. ત્યારે કીમ જેવા નાના કસ્બામાં પેટીયુ રળી બે ટંકનું ભોજન માટે દિવસ રાત એક કરી જીવન નિર્વાહ ચલાવવા મથામણ કરતી અને ફરી ફરીને કામ ધંધોખરતી સ્ત્રીનું પણ એક નવું સ્વરૂપ છે. ત્યારે કીમ મુખ્ય માર્ગેથી પોતાના બે બાળકોને પૂરઝડપે લારીમાં બેસાડીને જતી મહિલા નજરે પડી હતી....
  March 23, 03:20 AM
 • મહુવાતાલુકાના અનવાલ ગામે ગાયત્રી માર્કેટિંગ નામની લોભામણી સ્કીમ ચલાવનારા સંચાલકો લાખો રૂપિયા ઉસેટી તાલુકાની આદિવાસી જતનને મૂર્ખ બનાવી પલાયન થઈ જતાં ચકચાર મચી ગઈ છે. લાખો રૂપિયાની થયેલી છેતરપિંડી કરનારા સામે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરે એવી માંગ ભોગ બનનાર ગ્રાહકો સેવી રહ્યાં છે. તાલુકાના અનાવલ ખાતે દોઢ વર્ષ પહેલા ગાયીત્રી માર્કેટિંગ નામની ઈનામી ડ્રોની યોજના શરૂ કરી હતી. 7777 ઈનામની સંખ્યા અને 7777 સભ્યો સંખ્યા વાળી સ્કીમ ગાયત્રી માર્કેટિંગના આયોજકો દ્વારા બહાર પાડી એજન્ટો રોકી મહુવા...
  March 23, 03:20 AM
 • ડુમ્સ ડેની તૈયારી કે ડર!
  કેન્સાસ, ટેક્સાસ, ન્યૂયોર્કમાં બંકર બની રહ્યા છે દુનિયાના સુપરરિચ અમેરિકામાં મોટી સંખ્યામાં બંકર બનાવી રહ્યા છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી 300% વેચાણ વધ્યું 99 વर्रર્ષેસુધીની લીઝ પર મળી શકે છે 800 કિમીપ્રતિ કલાકનું વાવાઝોડું સહન કરી શકે વોશિંગ્ટન | દુનિયાનાસુપરરિચ લોકો હવે ડુમ્સ ડે એટલે કે કયામતના દિવસથી બચવા માટે બંકર બનાવી રહ્યા છે અથવા ખરીદી રહ્યા છે. છેલ્લા પાંચ મહિનામાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે. બંકર બનાવતી કંપની રાઈઝિંગ જનરલના ગેરી લિન્ચને કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ...
  March 23, 03:20 AM
 • અમેરિકાનારાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતવંશી કાયદાવિદ અમૂલ રોજર થાપર (47)ને મહત્વપૂર્ણ ન્યાયિક હોદ્દો સોંપ્યો છે. તેમને ખૂબ શક્તિશાળી સિક્સ્થ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સેનેટ દ્વારા સમર્થન મળ્યા પછી થાપર હોદ્દો સંભાળશે. થાપર હાલમાં ઈર્સ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ કેન્ટકીમાં યૂએસ ડિસ્ટ્રીક્ટ જજ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પને હાલમાં અપીલ કોર્ટમાં પોતાના પક્ષમાં હોય તેવા જજોની ખૂબ આવશ્યકતા છે.
  March 22, 03:20 AM
 • નવી કેટરિંગ પોલિસી: દરેક સ્ટેશન નજીક રેલવે બેઝ કિચન બનશે રેલવે મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે સ્ટેશનો નજીક બેઝ કિચન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. તેના કારણે પ્રવાસીઓને દર 2 કલાકે તાજું અને ગરમ ભોજન આપી શકાશે. દેશભરમાં પીપીપી મોડલ દ્વારા ઘણા કિચન શરૂ કરાશે. પ્રભુએ મંગળવારે એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ દરમિયાન ફૂડ ઇન્ડસ્ટ્રી, એનજીઓ, IRCTC અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે નવી કેટરિંગ પોલિસી અંગે ચર્ચા બાદ નવી પોલિસીની ઘોષણા કરી. ટ્રેનોમાં ખાનપાન સેવા વિરુદ્ધની ફરિયાદો અંગે પ્રભુએ કહ્યું કે ભોજન...
  March 22, 03:20 AM
 • ભાસ્કર િવશેષ | કીમના બે ભાઇઓએ માતાપિતાની યાદમાં ખોલેલા વૃદ્ધાશ્રમમાં આજે 9 વડીલો આશરો લઇ રહ્યા છે ઉપરાંત ધાર્મિક પ્રવૃત્તિ માટે સત્સંગ હોલ પણ બનાવ્યો
  સંતપ. પૂ. પૂનિત મહારાજે ભજનમાં કહ્યું કે ભૂલોભલે બીજુ બધુ માં બાપને ભૂલશો નહીં ઉપકાર છે અગણિત એના કદી વિશરશો નહીં. સાંપ્રત સમયમાં ઘરડા ઘર વધી રહ્યા છે. જે સમાજ માટે કલંક છે. જ્યારે દીકરાઓ દ્વારા તરછોડાયેલા મા બાપ માટે વૃદ્ધાશ્રમ આર્શીવાદ પણ છે. કેટલાક દીકરો માતા પિતાને તરછોડીને જીવન જીવતા થયા છે. ત્યારે કીમના બે હમશકલ ભાઈઓ વિરજીભાઈ ચૌહાણ અને વિનોદભાઈ ચૌહાણ સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે. પોતાના માતા પિતાની સ્મૃતિમાં બંને ભાઈઓએ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરી સમાજમાં નવો રાહ ચિંધ્યો છે. મૂળ...
  March 22, 03:15 AM
 • ચીનમાં નદીમાંથી સોના-ચાંદીનો 300 વર્ષ જૂનો ખજાનો મળ્યો
  ચીનનાપુરાતત્વ નિષ્ણાતોને નદીમાંથી લગભગ 300 વર્ષ જૂનો ખજાનો મળ્યો છે. તેમાં સોના અને ચાંદીની 10 હજાર કરતાં વધારે વસ્તુઓ છે. તેમાં સિક્કા અને જ્વેલરી છે. કેટલાક સિક્કા તાંબાના છે. તે સિવાય લોખંડનાં હથિયાર,તલવાર મળ્યા છે. સિચુઆનના પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર ગાઓ ડાલુને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે સોના અને ચાંદીનાં વાસણ મળ્યાં છે અને તે પણ એકદમ સ્વચ્છ લાગે છે. તેના પર નકશી કામ કરેલું છે. ખજાનો મિનજિયાંગ અને જિનજિયાંગ નદીના સંગમ નજીક મળ્યો છે. સ્થળ સિચુઆનની રાજધાની ચેંગદુથી નજીક લગભગ 50...
  March 22, 03:15 AM
 • હવે બેંગલુરુમાં વર્ટિકલ ગાર્ડન જોવા મળશે, 9 કિ.મી. લાંબા ફ્લાયઓવરમાં બની યોજના
  બેંગલુરુ | ગાર્ડનસિટી તરીકે મશહૂર બેંગલુરુમાં હોસુર રોડ પર હવે નવા પ્રકારના ગાર્ડન જોવા મળશે. ‘સેટ્રી’ ગ્રૂપ અહીંના ફ્લાયઓવરના તમામ પિલર્સની ચારેય તરફ છોડ વાવી રહ્યું છે. ફ્લાયઓવર 9 કિ.મી. લાંબો છે. સેટ્રીના એક સભ્યએ કહ્યું કે તેમનું સંગઠન ફ્લાયઓવરના તમામ પિલર્સ પર વર્ટિકલ ગાર્ડન બનાવી રહ્યું છે. જુદા જુદા 10 જાતના 3500 છોડ વાવીશું.
  March 22, 03:15 AM
 • કીમગામ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી નિમિત્તે યોજાયેલા ત્રિવિધ કાર્યક્રમ નવસારી સાંસદ સી.આર.પાટીલ હાજરી આપતા તેમના જન્મ દિવસની પણ ઉજવણી કરતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. કીમ ની પંચવટી સોસાયટીના નવ યુવાનો શિવનેરી ગ્રુપ તેમજ યુથ ફોર ગુજરાત ના સહયોગ દ્વારા છત્રીપતિ શિવાજી મહારાજની ૩૮૭મો જન્મ જ્યંતી મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા ત્રિવિધ કાર્યક્રમમાં યુથ ફોર ગુજરાતના સહયોગથી બલ્ડ...
  March 19, 03:15 AM
 • કીમગ્રામ પંચાયત ખાતે સેટલમેન્ટ કમિશન અને જમીન રેકોર્ડ નિયામક ગુજરાત રાજ્ય રિસરવે પ્રોજેક્ટ દ્વારા ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં NLRMP ના રિટાયર્ડ અધિકારી જે. એલ. જાધવ, સરપંચ કરશનભાઈ ઢોડાય, ઉપસરપંચ શૈલેશભાઈ મોદી સહિત આગેવાનોની હજારીમાં ગ્રામસભા યોજાઈ હતી. જોકે, કીમાં માત્ર 8 જેટલા ખેડૂતોની કેતીલાયક જમીન હોય જેથી ઉપરોક્ત ગ્રામસભા ઔપચારિક માત્ર રહી હતી. પરંત ગ્રામસભા દ્વારા તેઓને સૂચિત કરાયા હતાં. જે. એલ. જાધવ દ્વારા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ગ્રામસભાની શરૂઆત તલાટી દિલીપભાઈ પટેલ અને...
  March 19, 03:15 AM