Home >> Daxin Gujarat >> Bardoli District >> Kamrej
 • NRIમોત પ્રકરણમાં પોલીસને પણ કોઇ ચોક્કસ કડી મળતાં પરિવાર નારાજ અમેરિકાનાટેનિસિ સ્ટેટમાં થયેલા ગોરીબાર પ્રકરણમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાંસદા રૂંઢી ગામના એનઆરઆઇના મોત થવાની ઘટના મામલે પોલીસને દ્વારા હજી સુધી કોઇની ધરપકડ કરી નથી. ભોગ બનનાર એનઆરઆઇ થોડા સમયમાં નોકરી માટે અન્ય સ્ટેટમાં જવાના હતા. જોકે, તે પહેલા દુ:ખદ ઘટના બનતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સ્થાનિક અખબારોમાં પ્રસિદ્ધ અહેવાલો અનુસાર મૃતક ખંડુભાઇ પટેલ બેસ્ટ વેલ્યૂ ઇન નામની મૉટેલમાં કામ કરતાં હતા અને કામચલાઉ મૉટેલમાં...
  38 mins ago
 • પલસાણા પોલીસે વર્ષ 2016માં વિવિધ ગુનામાં પકડાયેલા વિદેશીદારૂનો જથ્થો નાશ
  પલસાણા પોલીસે વર્ષ 2016માં વિવિધ ગુનામાં પકડાયેલા વિદેશીદારૂનો જથ્થો નાશ કરવા માટે નામદાર પલસામા કોર્ટ સમક્ષ મંજૂર માંગતા કોર્ટે વિદેશી દારૂનો જથ્થો નાશ કરવાનો હુકમ કરતાં ડિવઝનલ મેજિસ્ટ્રેક કામરેજ પ્રાંત તેમજ પ્રોબેશનલ એએસપી રવિ તેજા બારડોલી ડીવાયએસપી જે. આઈ. વસાવા, નશાબંધી અધિકારી પી. એ. પવાર સાથે પલસાણા તાલુકાની કારેલી ગામની હદમાં પોલીસે પકડેલો 1,20,074 બોટલ જેની કિંમત 1,58,10,330 રૂપિયાનો મુદ્દામાલ નાશ કરી દીધો હતો. પલસાણામાં 1.58 કરોડના દારૂ પર બુલડોઝર ફર્યું
  43 mins ago
 • શ્રીનેમિનાથ શ્વે.મૂ.પૂ.જૈન સંઘ કામરેજ ખાતે જૈન મુનિ પૂ.પંન્યાસ પ્રવર શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજ આદિ મુનિ ભગવંતોની પઘરામણી થતાં ગ્રામ્ય વિસ્તારમાં હર્ષોલ્લાસભર્યું વાતાવરણ ઉપસ્થિત થયું હતુ. પૂજય શ્રી પંન્યાસ શ્રી પદ્મદર્શનજી મહારાજે સંત્સગ સભાને સંબોઘતા જણાવ્યુ હતુ કે, સુખ ભલે ઘટે પણ સુખનો રાગ ઘટાડો. સુખના રાગના કારણે માનવ હિસાબ વિનાના કર્મો બાંઘતો હોય છે. સુખ કરતા પણ સુખનો રાગ અતિ બૂંડો છે. સુખ અને દુ:ખ માત્ર કર્મોની દેન છે. તમારી સદ્ કે અસદ્ પ્રવૃતિઓના કારણે સુખ કે દુ:ખ નું ઈનકમીંગ થાય...
  43 mins ago
 • કઠોદરાગામે ખેતર માલિક મોટરસાઈકલ પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોને ખેતરમાં દારૂ પીવા બેસતા નહિ તેમ કહેતાં ત્રણેય અજાણ્યા ઈસમો પાવડા વડે ખેતર માલિકને માથામાં ફટકો મારી લોહી લુહાણ કરી દીધા હતા અને ત્યાંથી પસાર થતાં પાડોશના ખેતરમાલિકને પણ માર માર્યો હતો. કામરેજ તાલુકાના કઠોદરા ગામમાં વરિયાવ ફળિયામાં નિમેશભાઈ દિનકરરાય દેસાઈ (49) રહે છે.કઠોદરા ગામમાં હદમાં બ્લોક નંબર 183 વાળા ખેતરમાં તેઓ મંગળવારના રોજ સાંજે 5.30 કલાકે કાળા રંગની મોટરસાઈકલ પણ ત્રણ અજાણ્યા ઈસમો ખેતરમાં આવતા ખેતરમાલિક નિમેશભાઈ ત્રણેય...
  43 mins ago
 • કામરેજ | મુળજગવડ જિ-રાજકોટના રહેવાસી અને હાલ કામરેજ તાલુકાના વાવ ગામે નાઈકી વાડમાં રહેતા ઉષાબહેન હિતેશભાઈ પટેલ (30) ચાર દિવસ અગાઉ સવારે 10.00 કલાકે પોતાના ઘરે કોઈ ને પણ કહ્યા વગર પુત્રી ભૂમિકા (12), પુત્ર યુવરાજ (8), પુત્રી માનસી (6) ઘરેથી જતાં રહેતાં પરિવારજનોએ શોધખોળ કરતા કોઈ જગ્યાએ ભાળ મળતાં મંગળવારના રોજ ઉષાબહેન તથા બાળકોની ગુમ થયાની ફરિયાદ કામરેજ પોલીસ નોંધાવી હતી.
  43 mins ago
 • ઘલાગામની સીમમાં દસ દિવસ અગાઉ સુરત ખાણખનીજ વિભાગની ટીમે ગામ પાસે નવી ટ્રકોમાં રેતી ભરીને આવતી ટ્રકને ચેંકિગ કરતા રોયલ્ટી પાસ મલી આવતા ટ્રકના માલિક, ડ્રાઈવર તથા રેતી ભરાવનાર વિરૂદ્ધ રોયલ્ટી ઈન્સપેકટરે ફરિયાદ કામરેજ પોલીસ મથકમાં કરી છે. સુરત ખાણખનીજ વિભાગમાં જીજ્ઞેશ ભુપતભાઈ કાછડીયા રોયલ્ટી ઈન્સપેકટર તરીકે ફરજ બજાવે છે. દસ દિવસ અગાઉ કામરેજ તાલુકાના ઘલા ગામની હદમાં કાળકા માતા મંદિર પાસે આકસ્મિક ચેંકિગ કરતા બે નવી ટ્રકો નંબર વગરની રેતી ભરીને આવતા બંને ટ્રકના ડ્રાઈવર કમલેશભાઈ નગીનભાઈ...
  43 mins ago
 • બારડોલીતાલુકાના મવાછી ગામે શુક્રવારના રોજ એક કાર પૂરઝડપે હંકારી જતાં અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગૂમાવ્યો હતો. અને રોડના ડિવાઈડર સાથે અથડાવી દેતા અસ્માત થયો હતો. શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ કામરેજ તુલાકાના શામપુરા ગામે રહેતા પ્રફુલભાઈ ડાહ્યાભાઈ પટેલ શુક્રવારના રોજ પોતાની સ્વીફ્ટકાર (GJ-5GA-2511) સવારે 9.15 વાગ્યે બારડોલીના મવાછી ગામની સીમમાં પૂરપાટે હંકારી જતાં અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગૂમાવ્યો...
  43 mins ago
 • મહુવા |દિશા’ ઢોડિયા સમાજ આયોજિત ૧૬મી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નવચેતન
  મહુવા |દિશા’ ઢોડિયા સમાજ આયોજિત ૧૬મી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નવચેતન ગ્રાઉન્ડ મુ.પો. બામણિયા તા.મહુવા ખાતે શનિ-રવિ અને રજાના દિવસોમાં ધોડિયા સમાજ સ્પોર્ટસ કમિટી દ્વારા આયોજન થયું હતું. ધરમપુર, સેલવાસ, વલસાડ, વાંસદા, ચીખલી, વ્યારા, બારડોલી, સુરત, કામરેજની ૬૪ ટીમો વચ્ચે સફળ આયોજન થયું હતું. અંતિમ ચાર ટીમોમાં સુરત , પુના, બારતાડ, નવસારીની ટીમો આવી હતી. જેમાંથી પુના અને નવસારીની ટીમો વચ્ચે ફાઇનલ ટક્કરમાં બારતાડની ટીમે પ્રથમ દાવ લેતાં નિર્ધારિત ઓવરમાં ૧૪૦ રનનો ટારગેટ આપ્યો હતો. જેના જવાબમાં...
  April 26, 02:55 AM
 • શ્રીઆદિનાથ શ્વે.મ.પૂ.જૈન સંઘ કઠોર ખાતે આરાઘના ભવનમાં પૂજય શ્રી ચન્દ્રશેખરવિજયજીના શિષ્યરત્ન પૂ.પંન્યાસ શ્રી સમાજમાં હર્ષેાલ્લાસભર્યું વાતાવરણ સર્જાયુ હતુ. શ્રી પદ્મદર્શનવિજયજીએ ઘર્મસભાને સંબોઘતા જણાવ્યુ હતુ કે સંસારમાં સુખનો છાંટો નથી અને દુખનો દરિયો ઘૂઘવી રહ્યો છે. છતાય પ્રત્યેક વ્યક્તિ સુખની ઝંખના કરી રહ્યો છે. આજનો માનવ પૈસા, પદાર્થ અને પ્રતિષ્ઠામાં સુખ જોઈ રહ્યો છે. સિવાય એને કાંઈ દેખાતું નથી. માટે જે કાંઈપણ કરવુ હોય તે કરવા તૈયાર થઈ જાય છે. સંજ્ઞાપ્રઘાન જીવો પ્રજ્ઞા અને પ્રભુની...
  April 26, 02:55 AM
 • કામરેજ | સુરતજિલ્લાના કામરેજ તાલુકાના કામરેજ ગામની હદમાં આવેલા જલારામ એપાર્ટમેન્ટમાં બી 202માં રહેતા અંજનાબેન જગદીશભાઈ બામણીયા(27)ને બપોરના 2.00 કલાકે અચાનક છાતીના ભાગે દુખાવો થતા 108 માં ખોલવડની દિનબંઘુ હોસ્પીટલમાં લઈ જતા ફરજ પરના તબીબે અંજનાબહેને મૃત જાહેર કરી કામરેજ પોલીસને જાણ કરતા કામરેજ પોલીસ મથકના પીએસઆઈ યુ.આર.ડામોરએ મરનાર મહિલાના પતિ જગદીશભાઈની ફરિયાદ લઈ અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ઘરી છે.
  April 25, 03:40 AM
 • આંબોલીના પ્રતિબંધિત વિસ્તારમાંથી રેતીખનન ઝડપાયું
  આંબોલીગામની સીમમાં તાપીનદીમાં પ્રતિબંઘિત વિસ્તારમાં ખાણખનીજ વિભાગે મોડીરાત્રી રેડ કરી એક નાવડી અને એક ટ્રક પકડી અને ટોલનાકા પરથી રોયલ્ટી વગરની ટ્રક ત્રણ ટ્રક પકડી પાડી કુલ્લે અંદાજે 42 લાખનો મુદામાલ પકડી પાડયો હતો. સુરત જીલ્લામાંથી પસાર થતી સુર્યપુત્રી તાપીનદીમાં ગેરકાયદે રેતી ખનન પ્રવૃતિ પુરજોશમાં ચાલી રહી છે.જેમાં સુરત ખાણ ખનીજ વિભાગની ટીમો દ્રારા વારંવાર રેડ કરી લાલ કરવા છતા પણ રેતી માફિયાઓ દ્રારા ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃતિ પુરજોશમાં ચાલી રહી છે.જેમાં કામરેજ તાલુકામાં...
  April 25, 03:40 AM
 • કામરેજના ગુમ થયેલા યુવકની લાશ ખોલવડ તાપી નદીમાંથી મળી
  ખોલવડગામની સીમમાં દિનબંધુ હોસ્પીટલની દિવાલ પાસે તાપી નદીના કિનારે સોમવારના રોજ કામરેજ ગામ ખાતે આવેલ ગોકુલધામ રોહાઉસમાં રહેતાં 39 વર્ષીય યુવાન ભરતભાઈ નાનજીભાઈ વાળાનો મૃતદેહ મળી આવતાં કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામની સીમમાં પસાર થતી તાપીનદીમાં સોમવારના રોજ બપોરના 2.30 કલાકે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ દિનબંઘુ હોસ્પિટલની દિવાલ પાસે નદીના કિનારેથી મળી આવ્યો હતો. જેની તપાસ દરમિયાન કામરેજ પોલીસને જાણવા મળ્યું હતુ કે મૃતદેહ કામરેજ ગામ...
  April 25, 03:40 AM
 • ખોલવડમાં ‘ચેવડો લેવા જાઉં છું’ કહીં નીકળેલી યુવતી ગુમ
  ખોલવડગોકુલનગરમાં રહેતી 22 વર્ષીય યુવતી ઘરેથી ફરાળી ચેવડો લેવા જાઉ છુ તેમ કહીને ગયા બાદ યુવતી ચાર દિવસથી ગુમ થઈ ગઈ છે. ખોલવડ ગામની હદમાં કામરેજ ચાર રસ્તાથી ખોલવડ ગામ તરફ જતા રોડ પર સર્વિસ રોડની બાજુમાં ગોકુલનગરમાં નેશનલ એપાર્ટમેન્ટ આવેલું છે. અહીં રૂમ નંબર 13, 14 માં રહેતી રોશની નટવરભાઈ પટેલ (22) ગત 20ની એપ્રીલના રોજ બપોરના 2.00 કલાકે ઘરેથી બજારમાં ફરાળી ચેવડો લેવા જાવ છુ તેમ કહી નિકળી હતી. દરમિયાન યુવતી ઘરે પરત ફરતા સંગા-સંબંધીઓ ત્યા તથા અન્ય જગ્યાએ તપાસ કરી હતી. જોકે તેની કયાંય ભાળ મળતા યુવતીના...
  April 25, 03:40 AM
 • વાવ-જોખારોડ પર આવેલી મોબાઈલની બંધ દુકાનમાં તસ્કોર ત્રાટકતા દુકાનની લોંખડની ગ્રીલ તોડી અંદર મુકેલા રીપેરીંગના તથા નવા મોબાઈલ મળી કુલ્લે 24,500ના મુદામાલની ચોરી કરી નાસી છુટયા હતા. સુત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી મુજબ મુળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ડાંગ કા ખેરા ગામના વતની અને હાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાં જોખા રોડ પર આવેલી શ્રીજી રો હાઉસમાં મકાન નંબર 283માં શોભાલાલ બાલુભાઈ કુમાવત રહે છે. ઘરની બહાર ડી. કે. મોબાઈલ નામની દુકાનમાં મોબાઈલ લે વેચ તથા રીંપેરીગ કરે છે. ગત 14મી...
  April 25, 03:40 AM
 • બારડોલી |સુરત જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ રમતોત્સવ એના ખાતે યોજાયો હતો. જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં કામરેજ અને વોલીબોલ ટુર્નામેન્ટમાં મહુવા ચેમ્પિયન ટીમ રહી હતી. સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ અંકુર દેસાઇ દ્વારા સુરત જિલ્લા અને નગરપાલિકાની 15 ટીમને સ્વામી વિવેકાનંદ રમત ઉત્સવમાં ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટ રમાડી હતી. એના ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કામરેજ તાલુકો અને બારડોલી તાલુકો ફાઈનલમાં આવી હતી. જ્યાં કામરેજ...
  April 24, 03:45 AM
 • ગલતેશ્વર નજીક... મંદિરનાઓવારા પાસે તાપીનદીના પાણીમાં ન્હાવા માટે ગયા હતા. ત્યાં પાણીમાં અંદર અચાનક જશ ડુબવા લાગતા બચાવો-બચાવોની બુમો પાડી હતી. કાકા જયંતિભાઈ ભત્રીજાને બચાવવા જતા કાકા-ભત્રીજા બન્ને તાપીનદીના પાણીમાં ગરક થઈ ગયા હતા. બનાવ અંગેની જાણ મંદિરના ટ્રસ્ટીઓને થતા કાકા-ભત્રીજાના મૃતદેહ શોઘવા માટે સ્થાનીક તરવૈયાની મદદ લઈ મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હોત. બનાવની જાણ થતા કામરેજ પોલીસના ઈ.ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર એમ.બી.તોમર ઘટના સ્થળે જઈ અકસ્માત મોત નોંઘી મુતદેહોને કામરેજ સામુહિક...
  April 24, 03:45 AM
 • ગલતેશ્વર નજીક નદીમાં નાહવા પડેલા સુરતના બેનાં મોત
  ગલતેશ્વરખાતે તાપીનદીમાં ન્હાવા પડેલા પરિવારમાં તાપીનદીના પાણી ડુબતા ભત્રીજાને બચાવવા જતા કાકા-ભત્રીજા બન્ને ડુબી જતા કરૂણ મોત નીપજયા હતા.સ્થાનીક તરવૈયાની મદદ બન્ને ના મુતદેહ પણ શોઘી કાઢવામાં આવ્યા હતા. પોલીસ સુત્રો દ્રારા પ્રાપ્ત થતી માહિતી મુજબ મુળ ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના ભાતગડા ગામના વતની અને હાલ સુરત સીંગળપોર ગંજાનંદ પાર્ક સોસાયટીમાં મકાન નંબર 132 માં વિનોદ માવજીભાઈ સાંડીશ રહે છે. તેઓ સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં સફાઈ કામદારના એટેન્ડટ તરીકે નોકરી કરે છે. રવિવારે...
  April 24, 03:45 AM
 • ભાસ્કર િવશેષ | પુલ બને તો ગ્રામજનોએ 15 કિમીનું અતર ઘટી શકે છે, ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રીને પુલ બનાવવા રજૂઆત કરવામાં આવી
  માંડવીતાલુકાના પિપરિયા અને વરેલી ગામની વચ્ચે વરેહ નદી આવેલ છે. નદીને કારણે બંને ગામોના લોકોએ 15 કિમીનો ફેરાવો કરવા પડે છે. જે અંગે ગ્રામજનોએ નદી પર પુલ બનાવવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતાં નિરાશા વ્યાપી છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના પિપરિયા અને વરેલી ગામની વચ્ચે આવતી વરેહ નદી ઉપર બ્રિજ બનાવવામાં આવે તે માટે ગ્રામજનોએ અનેકવાર રજૂઆતો કરી છે. જે અંગે ગ્રામજનોએ અનેકવાર ધારાસભ્યો અને સાંસદ સભ્યોને રજૂઆત કરી છે. વરેલીથી દોઢ કિમી અને...
  April 23, 03:30 AM
 • માંકણાગામે ફેકટરીમાં મજુરી કામ કરતા મજુરની 17 વર્ષી પુત્રીને અજાણ્યા ઈસમ લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જતા પોલીસ ફરિયાદ થવા પામી છે. મુળ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રહેવાસી અને હાલ કામરેજ તાલુકાના માંકણા ગામે હનુમંત ઈન્ડસ્ટ્રીઝમાં કપડા ઘોવાના સાબુ-પાવડર બનાવવાની ફેકટરીમાં કામ કરતા મજુરની બે પુત્રી અને એક પુત્ર છે. શુક્રવારના રોજ મજુરી કામ પરથી ઘેર સાંજના 6.00 તરૂણીના માતા-પિતા ઘેર આવીને પિતા પુત્ર સાથે ગામમાં શાકભાજી તથા દુધ લેવા માટે ગયા હતા. થોડીવારમાં મોટી પુત્રીનો પિતાને ફોન કરીને...
  April 23, 03:30 AM
 • ઘોરણપારડીગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 8 પર મોડીરાત્રીના આઈસર ફોર વ્હીલ ટેમ્પાના ચાલકે મોટરસાઈકલ સંતાનો સાથે જતા યુવાનને અડેફટમાં લેતા સાત વર્ષના માસુમ બાળકનુ મોત નીપજ્યુ હતુ. જયારે પિતા તથા અન્ય સંતનાને ઈજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશ કછગાવના રહેવાસી અને હાલ માંગરોલ પીપોદરા ખાતે કૈસ આલમ અન્સારી કાકાની હિરો પેશન પ્રો મોટરસાઈકલ નંબર (જીજે- 5એમએન- 6602) લઈને છોકરાને લેવા માટે લિંબાયત ખાતે કમરૂનગર...
  April 23, 03:30 AM