Home >> Daxin Gujarat
 • સુરતઃ બેન્કમાં સેલ્સમેનની નજરી ચૂકવી બે ઠગબાજો રૂપિયા લઈ ફરાર
  સુરતઃ- ભાગળ વિસ્તારમાં આવેલી પારસી શેરી ખાતેની પીપલ્સ બેન્કમાં રૂપિયા ભરવા ગયેલ સેલ્સમેનની નજર ચૂકવી બે ઠગ બાજો રૂપિયા લઈને ફરાર થઇ ગયા હતાં. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થતાં પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મદદ કરવાના બહાને ઠગાઈ નાનપુરા વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો રાહુલ સોની મંગળવારે ભાગળ વિસ્તારમાં આવેલી પારસી શેરી ખાતેની પીપલ્સ બેન્કમાં દુકાના 6.46 લાખ રૂપિયા ભરવા ગયો હતો. જ્યાં પહેલેથી બેન્ક રહેલ બે...
  07:05 PM
 • અમેરિકામાં બે અશ્વેત વચ્ચે થયેલા ગોળીબારમાં કામરેજના NRIનું મોત
  બારડોલી: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાંસદા રૂંઢી ગામના વતની અને હાલ અમેરિકાના ટેનિસી મેમ્ફિસ ખાતે રહેતા આધેડ અમેરિકન સમય મુજબ સોમવારના રોજ મોટેલની બહાર હાજર હતા. ત્યારે બે અશ્વેત વ્યક્તિઓ વચ્ચે થયેલા ગોળીબારમાં આધેડ એનઆરઆઈને ગોળી વાગવાની ઘટના બાદ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના સમાચાર તેમના વતનમાં ખબર પડતાં ગામમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. અશ્વેત ઇસમોએ એકબીજા પર ગોળીબાર કરવાનો શરૂ કરી દીધો મૂળ સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં વાંસદા રૂંઢી ગામના વતની ખંડુભાઇ ભગાભાઈ પટેલ (55) બે...
  05:52 PM
 • સુરતઃ આ બરફ તમને દવાખાના ભેગા કરી દેશે, આ રીતે બને છે બીમારીનું ઘર
  સુરતઃ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છેલ્લા એક સપ્તાહથી સક્રિય બની ગયું છે. અને લાલ આંખ કરી આરોગ્ય સાથે ચેડાં કરતાં કેરીના જથ્થા બાદ હાનિકારક બરફ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યાં હતાં. અને ગંદા પાણીથી બનતાં અખાદ્ય બરફનો કબ્જો લઈ સેમ્પલ લીધા હતાં. સાથે જ બરફની ફેક્ટરીને સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બરફ ફેક્ટરીને અપાઈ હતી નોટીસ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગત 21મી તારીખના રોજ લિંબાયત વિસ્તારમા આવેલ બદ્રીનાથ બરફ ફેક્ટરીને નોટીસ આપવામાં આવી હતી. આ બરફ ફેક્ટરીમાં કાંટ લાગેલા...
  04:54 PM
 • ગુજરાતી ખેડૂત આ રીતે કરે છે ગ્લેડિયોલસ ફૂલની ખેતી, મોટી સીટીમાં કરે છે સપ્લાય
  અંકલેશ્વર: તાલુકાના સજોદ ગામે રહેતા ખેડૂતે પરંપરાગત ખેતીની સાથે વૈજ્ઞાનિક પદ્ધતિ ટૂંકા ગાળાની ખેતી અપનાવી ગ્લેડિયોલસ ફૂલના બી લાવી એક વીઘામાં પ્લાન્ટેશન કરી વધુ ઉપજ મેળવી રહ્યા છે. જે પ્રથમ સફળ પાક મેળવ્યા બાદ હવે દિવાળી પર બીજો પાક લેશે. આ ફૂલ દિલ્હી, મુંબઈ, ઈન્દોર, સુરત જેવા શહેરોમાં સપ્લાય કરવામાં આવે છે અને એક ફૂલનો 4થી 6 રૂપિયા ભાવ મળી રહે છે. સજોદ ગામના ખેડૂતે ગ્લેડિયોલસ નામના ફૂલનું વાવેતર કર્યું સમય સાથે ખેતીના સ્વરૂપ પણ બદલાય રહ્યા છે ખેતીમાં નવી ટેક્નોલોજી સાથે ખેડૂતો ખેતી...
  03:34 PM
 • સુરતઃ ભાઈએ મામા સાથે મળી બહેનની પ્રેમસંબંધને લઈને કરી હત્યા
  સુરતઃ સલાબતપુરાના મચ્છી બજારમાં રહેતા એક દેવીપૂજક સમાજની યુવતીને તું ખોટા કામ કરે છે તેમ કહીં ભાઈ અને કૌટુંબિક મામાએ સાથે મળી હત્યા કરી હતી. પ્રેમસંબંધને લઈને તાપી નદીના પાણીમાં ડૂબાડી યુવતીની હત્યા કરી હતી. કતારગામ પોલીસે ગણતરીના સમયમાં જ મામા-ભાણેજને પકડી પાડ્યા હતા. પ્રેમસંબંધને લઈને કરી નાખી હત્યા કતારગામના ઇન્સ્પેક્ટર ડી.એચ. ગોરે કહ્યું હતું કે, સલાબતપુરા મચ્છી બજારમાં 21 વર્ષીય યુવતી સંગીતા મહેશ દંતાણી પરિવાર સાથે રહે છે. જેને ગઈકાલે(મંગળવાર) તેના સગા નાના ભાઈ વિક્કી (ઉ.વ.19) અને...
  03:32 PM
 • સુરતઃ સરકારના ફી નિયંત્રણ વિધેયક અંગે શાળાના સંચાલકોએ આપ્યું આવેદન
  સુરત: સરકારના ફી નિયંત્રણ વિધેયક અંગે સ્વનિર્ભર શાળા સંચાલકોના મંડળે રેલી કાઢી કલકેટરને આવેદનપત્ર આપ્યું હતું. શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે તણાવગ્રસ્ત પરિસ્થિતિનું સર્જન થયું હોવાથી તાકિદે પગલાં લઈ નિવારણ અંગે રજૂઆત કરી હતી. સ્વનિર્ભર શાળાના સંચાલક મંડળે વિરોધ નોંધાવ્યો સરકાર દ્વારા ફી નિયંત્રણ વિધેયક અંગે સ્વનિર્ભર શાળાના 300 જેટલા સંચાલકોએ રેલી કાઢી હતી. અને કલેક્ટરને આવેદન આપ્યું હતું. અને રજૂઆત કરી હતી કે, આ વિધેયકના કારણે શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે તણાવગ્રસ્ત પરિસ્થિતિનું...
  02:05 PM
 • શું તમે ચહેરા પર બુકાની બાંધો છો? થશે આ રોગો, ગર્લ્સ જરૂર વાંચે
  સુરતઃ સૂર્ય પ્રકાશથી બચવા માટે ચહેરા પર બુકાની અને હાથમાં મોજા પહેરવા સામાન્ય છે. જોકે સુરત શહેરના ડર્મેટોલોજીસ્ટને આ બાબતે પુછ્યું તો જવાબ મળ્યો કે આવું કરવું સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. ચહેરા પર બુકાની બાંધી અને હાથમાં મોજા પહેરી રાખવાથી સુર્યનો તડકો શરીરના કોઇ ભાગને સ્પર્શતો નથી. આ કારણે શરીરમાં વિટામીન ઉત્પન્ન થતું નથી. જો આ પ્રક્રિયા લાંબા સમય સુધી થાય તો વિટામીન ડીની ખામીના કારણે શરીરમાં વિવિધ રોગો જન્મે છે. ચહેરા પર બુકાની હોય તો હાથને ખુલ્લા રાખો શરીરમાં વિટામીન ડીના ઉત્પાદન...
  09:34 AM
 • વાલીયા | વાલીયાનાસોડગામે એક્ટિવાની ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામમાં રહેતાં વિરેન્દ્વસિંહ હમીરસિંહ ધરીયા પોતાની સફેદ કલરની એક્ટિવા ઘરના આંગણે પાર્ક કરી સૂતા હતા. તસ્કરો એક્ટિવાની ચોરી કરી ગયા હતાં. સવારે પાર્ક કરેલી મોપેડ નહિ જણાતા શોધખોળ કરાઈ હતી. બનાવ અંગે વિરેન્દ્વસિંહ ધારીયાએ રૂા. 40 હજારની એક્ટિવાની ચોરી અંગે વાલીયા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
  03:55 AM
 • સુરત | યુવાકવિઓને પ્રોત્સાહન મળે માટે તાજીકલમનો તરવરાટ અંતર્ગત દર મહિને એક કવિ સંમેલનનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત 30મીએ સાંજે 05.00 કલાકે કાર્યક્રમનું આયોજન કરાશે. કાર્યક્રમમાં વડોદરાના કવિયત્રી સ્મિતા શાહ, બીલીમોરાના કવિ ભાવેશ પરમાર અને સુરતના ડેનિશ જરીવાલા સુરતીઓને કવિતાનો રસપાન કરાવશે.જે વજુભાઈ ટાંક હોલ, ઉગમણો મહોલ્લો, શાહપોર, સાંઈબાબાના મંદિર પાસે યોજાશે. કવિ સંમેલનમાં કોઈ પણ લોકો વિના મૂલ્યે હાજર રહી શકશે. 30મીએ તાજીકલમનો તરવરાટકાર્યક્રમ યોજાશે
  03:45 AM
 • ડો.લતિકા શાહ કહે છે કે, ‘અત્યારે અમે એવી સ્કુલ શોધી રહ્યાં છીએ જ્યાં પુસ્તકો હોય. સુરત મહાનગર પાલિકાની બે સ્કુલમાં અમે લાઇબ્રેરી તૈયાર કરી આપીશું. જ્યાં એક હજાર પુસ્તકો મૂકીશું. જે માધ્યમની સ્કૂલ હશે ભાષાનાં પુસ્તકો આપીશું. ખાસ કરીને અમે નક્કી કર્યું છે કે પહેલાં ધોરણથી લઇને સાતમા ધોરણ સુધીનાં બાળકોને મજા પડે એવા વાર્તાનાં પુસ્તકો મૂકવા. ડો.પ્રશાંત કારિયાએ સિટી ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું કે, ‘આજનાં સમયમાં વિદ્યાર્થીઓ મોબાઇલ અને આઇપેડની વચ્ચે ખોવાયેલા હોય છે. પુસ્તકો સાથે સમય પસાર કરતા...
  03:45 AM
 • સ્કેટિંગ બોર્ડ દ્વારા ટ્રેનિંગ લઇ, 19 સુરતી ખેલાડી ગ્વાલિયરની નેશનલ બોટ સ્પર્ધામાં જશે
  મારે સુરતમાં બોટિંગને લગતી જુદી જુદી ગેમ્સ શરૂ કરવી હતી. એટલે પહેલાં તો મારે શીખવી જરૂરી હતી. હું કોલેજમાં લેક્ચરર છું. વેકેશનમાં હું બોટિંગ શીખવા માટે ભોપાલ જતો હતો. ત્યાં જઈને મેં બેઝિક અને એડવાન્સ કોર્સ કર્યો અને સુરતમાં આવીને પ્રેક્ટિસ કરતો હતો. પ્રેક્ટિસના આધારે મેં વિદ્યાર્થીઓને ગેમ જીતવા માટેની ટેકનિક્સ શીખવાડી છે. } પરીક્ષિક ઈચ્છાપોરિયા, (સેક્રેટરી સુરત ડિસ્ટ્રીક્ટ કાયાકિંગ એન્ડ કેનોઈંગ એસોશિએશન) રેસિંગ માટે સિંગલની બોટ 17 ફુટ લાંબી અને 1.5 ફુટ પહોળી હોય છે. બોટ ફાઈબરમાંથી...
  03:45 AM
 • પ્લાનિંગની સાથે અમલીકરણ જરૂરી..! સુરત | ‘ઘણાયંગસ્ટર્સ દરરોજ નવું વિચારે છે. જો કે માત્ર વિચારવાથી સફળતા મળતી નથી. એનું યોગ્ય પ્લાનિંગ સાથે અમલીકરણ કરવું પડે છે. ભલે, આઇડિયા સ્ટ્રોંગ હોય પણ એનું અમલીકરણ વીક હશે તો સફળ થવાની શક્યતા ખુબ ઓછી હશે.’ સ્પર્શ સંસ્થા દ્વારા મોટીવેશનલ સેમિનારનું આયોજન કરાયું જેમાં સ્ટાર્ટ અપ અંગેની ટીપ્સ શેર કરવામાં આવી હતી.
  03:45 AM
 • ક્લાસિકલડાન્સ સુરતીઓ સુધી પહોંચે માટે સુરતના 11 ડાન્સ ટીચરે ભેગા મળીને સમન્વય ગ્રુપ બનાવ્યુ છે. જે અંતર્ગત વિશ્વ નૃત્ય દિવસ નિમિતે ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ ફેસ્ટ-2017નું આયોજન કરવામાં આવ્યુ છે. ડાન્સ ફેસ્ટ 29મી એપ્રિલના રોજ બપોરે 03.30 વાગ્યે ગાંધી સ્મૃતિ ભવન નાનપુરા ખાતે યોજાશે. ફેસ્ટમાં ભરત નાટ્યમ, કથક, ઓડિસી નૃત્ય પર્ફોમ કરવામાં આવશે. જેમાં 150 વિદ્યાર્થિની પોતાની અલગ અલગ ડાન્સ દ્વારા કલા રજૂ કરશે. કાર્યક્રમમાં વિનામૂલ્યે હાજર રહી શકાશે.
  03:45 AM
 • સુરત | પેરેન્ટ્સપોતાના બાળકોનો ઉછેર યોગ્ય રીતે કરી શકે માટે નર્મદ લાઈબ્રેરી અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘પેરેન્ટીંગ ફોર પીસ’ શ્રેણી અંતર્ગત ‘તમારા બાળકને ઓળખો’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો અને પેરેન્ટ્સનાં સંબંધો વિશે પણ વાત કરવામાં આવશે. સેમિનાર 30મી એપ્રિલના રોજ સાંજે 04.30 વાગ્યે નર્મદ લાઈબ્રેરી ખાતે યોજાશે. જેમાં ડો.કમલેશ પારેખ, ડો.કેતન ભરડવા અને ડો.તૃપ્તિ પટેલ વિષય પર વાત કરશે.કોઇપણ સુરતીઓ સેમિનારમાં હાજર રહી શકશે. તમારા બાળકને ઓળખો વિષય પર સેમિનાર
  03:45 AM
 • બીલીમોરા | ઉંડાચ ગામે રાઘવ ફળિયામાં ઘર નજીક આવેલા ખેતરમાં
  બીલીમોરા | ઉંડાચ ગામે રાઘવ ફળિયામાં ઘર નજીક આવેલા ખેતરમાં બે સાપ નર-માદા દેખાતા લોકોમાં ભય વ્યાપ્યો હતો.આ સાપના જોડાને જોતા કમલ પટેલે જીવદયાપ્રેમી હિમલભાઈ મહેતાને જાણ કરી હતી. તેઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા જોડું ધામણ પ્રજાતિના હોવાનું જણાયું હતું. ખેડૂતોએ ધામણ સાપ નર-માદા ખેતરોમાં ઉંદરોનો શિકાર કરી પાકને નુકસાન કરતા બચાવતા નિર્દોષ સાપ હોય તેમને ખેતરમાં છોડી દેવાનું કહ્યું હતું. ઉંડાચના રાઘવ ફળિયામાં સાપનું જોડું દેખાતા ફફડાટ
  03:40 AM
 • દરિયામાં પેટ્રોલિંગ માટે પોલીસ પાસે બોટ નથી
  નવસારીનેલાગતો 52 કિ.મી.લાંબો દરિયાકાંઠાની સુરક્ષાની જવાબદારી 20 જેટલા કમાન્ડોના શિરે છે.તેમને સ્થાનિક પોલીસ સરકાર આપશે.તાજેતરમાં કમાન્ડોની નિમણૂંક કરવામાં આવી છે.જોકે સરકાર તરફથી નવસારી જિલ્લાની દરિયાઇ સુરક્ષાનાં પેટ્રોલીંગમાં જરૂરી બોટની ફાળવણી હજી સુધી કરાઇ નથી.હજી મરીન પોલીસ ભાડેની બોટમાં પ.ટ્રોલીંગ કરી દરિયાઇ સુરક્ષા કરી રહી છે.આવી સ્થિતિમાં પણ સાગર સુરક્ષા અંતર્ગત નવસારીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન ચેકિંગ કરાયું હતું. દરિયાઇ સીમા સુરક્ષા અંતર્ગત કાંઠા વિસ્તારના ગામો તથા...
  03:40 AM
 • બીલીમોરા |ઉંડાચ ગામની પાવન ધરતી પર ગુજરાતી શાળાના લાભાર્થે સોમવાર તારીખ 24-4-2017નાં રોજ શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો હતો.કથાની પોથીયાત્રા 251 પોથી સાથે હજારો ભક્તો જોડાયા દિપપ્રાગટ્ય ધ્યાન ગુરૂ એવા દિલ્લીથી પધારેલ અર્ચનાદીદીના હસ્તે થયું હતું. કથાકાર મેહુલભાઇ જાનીએ જણાવ્યું હતું કે કથાનું દીલાવર વ્યક્તિ કરી શકે છે.અને ઉંડાચ ગામની મોટી માનવ મેદની વાતની સાબીતી છે.કથા પારાયણ 24-4-17 સોમવારથી 30-4-2017 બપોરે 2થી5 દરમિયાન ઉંડાચ વાણીયા ફળિયા પ્રાથમિક શાળામાં રાખવામાં આવેલ છે.
  03:40 AM
 • બીલીમોરાસોમનાથ સંકુલમાં વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત એક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મલેરિયા રોગ વિશે જાણકારી આપી બીલીમોરાની સગર્ભા બહેનોને મચ્છરદાનીનું વિતરણ કરાયું હતું. આજરોજ વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત બીલીમોરાના સોમનાથ સંકુલમાં રામીબેન હોલ ખાતે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.હાલ વિશ્વમાં અનેક નવા નવા રોગો સામે આવી રહયા છે.તેમાંથી બચવા માટેની દવાઓ ઉપર શોધખોળ પણ ભાલુ છે.આ મલેરિયા દિવસના કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો.પ્રેમકુમાર...
  03:40 AM
 • ખેરગામમાંસરસ્યા તાળ ફળિયામાં રહેતા સરેશભાઇ મગનભાઇ રાત્રે ચાલવા નીકળ્યા હતાં તે દરમિયાન કોઇ અજાણ્યા બાઇકચાલકે તેમને ખેરગામથી ચીખલી જતા રોડ ઉપર કાસ્યા ફળિયા સર્વિસ સ્ટેશન પાસે ટક્કર મારતા સુરેશભાઇને ગંભરી ઇજા પહોચી હતી. ઘટનાને પગલે સુરેશભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. તેઓ સારવાર અર્થે ખસેડાયા હતા પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પોલીસને તેની જાણ થતાં પોલીસ ઘટનાની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.
  03:40 AM
 • ગણદેવીતાલુકાની અગ્રહરોળની સહકારી મંડળી ગડત વિભાગ સહકારી મંડળી ખાતે ખેડૂત શિબિર યોજાઈ હતી. જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા આંબા, ચીકુ, કેળા, શેરડી જેવા વિવિધ પાકો અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામા આવ્યું હતું. ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિ. ગડત રોટરી કલબ ઓફ ગણદેવી, રોટરી ચેરિટેબલ ટ્રસ્ટ ગણદેવી તથા નવસારી કૃષિ યુનિ.ના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિર યોજાઈ હતી. જેનું ઉદઘાટન કૃષિ યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો. ડાંગરીયાએ દીપ પ્રાગટ્ય કરીને કર્યું...
  03:40 AM