મોરબીના શનાળા બાયપાસ નજીક કામધેનું પાર્ટી પ્લોટ પાસે આજે મોડી સાંજે કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોરબીના યુવાન વપિ્ર દંપતીનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે દંપતી સાથે કારમાં સવાર ત્રણ બાળકોને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા છે.
મોરબીના વાવડી રોડ પર રહેતા અને જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા તેજસભાઇ કિર્તીકુમાર રાવલ (ઉ.૩૮) તેમના પત્ની મધુબેન (ઉ.૩૧) તેમના પુત્ર જીત તથા સાળાના પુત્ર-પુત્રીને લઇને શનાળા બાયપાસ નજીક આવેલા કામધેનું પાર્ટી...