Home >> Saurashtra >> Latest News >> Surendranagar
 • વિશ્વ રંગમંચ દિવસ: ઐતિહાસીક ભવાઇ ઇતિહાસ બનીને રહી ગઇ
  સુરેન્દ્રનગર : માથે ઓઢી ઓઢણી, પગે બાંધ્યા ઘૂઘરા, અમે ઘાઘરી પેરીને પડમાં ઘૂમ્યા, જોનારા કોઇ ન મળ્યા કવિ કાગબાપુએ લખેલી આ કવિતા વર્તમાન સમયે ભવાઇના કલાકારો માટે યથાર્થ સાબીત થઇ રહી છે. ભૂલાઇ રહેલી ભવાઇથી ગુજરાતના અનેક અદના કલાકારોને રોજીરોટીના ફાંફા છે. ત્યારે વિસરાઇ રહેલી ભવાઇની ભવ્ય વીરાસતને બચાવવા માટે ઝાલાવાડના કલાકારો પરસેવો પાડી રહ્યા છે. પરંતુ મનોરંજનના આજના ફાસ્ટ યુગમાં શું ભવાઇની આ કલાનો અદકેરો વારસો રંગભૂમિ પર નહી પરંતુ કાગળ પર જ રહી જશે, 27 માર્ચના વિશ્વ રંગમંચના દિવસે ફરીથી...
  12:45 AM
 • વઢવાણ: BJPનાં પૂર્વ MLA પર તેમની જ રિવોલ્વરથી ફાયરિંગ,આજે બંધનું એલાન
  સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના માનવ મંદિર પાસે ભાજપના પૂર્વ ધારાસભ્યની માલિકીનાં પ્લોટ પર પાંચથી છ શખ્સોએ આવીને કામ બંધ કરવાનું કહીને પૈસાની માંગણી કરી હતી. ત્યારબાદ પૂર્વ ધારાસભ્યની ગાડીમાં રહેલી રિવોલ્વર ઝૂંટવીને શખ્સોએ ફાયરિંગ કરતા ચકચાર ફેલાઇ હતી. Paragraph Filter - વઢવાણનાં પૂર્વ ધારાસભ્ય પર તેમની જ રિવોલ્વરથી ફાયરિંગ - દાદાગીરી : ધનરાજ કૈલા પોતાના પ્લોટ ઉપર કામકાજ કરાવી રહ્યાં હતાં ત્યારે થયો હુમલો - હુમલાના વિરોધમાં શનિવારે સુરેન્દ્રનગર બંધનું એલાન - છ શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં...
  12:32 AM
 • વિદ્યાર્થી સામે ગેરરિતીનો કેસ કરાયો : દોડધામ સુરેન્દ્રનગર: ગુરૂવારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં સંસ્કૃત વિષયનું પેપર હતુ. આ પેપરમાં એક વિદ્યાર્થીએ પેપર ફાડી નાંખતા શિક્ષણ વિભાગના કર્મચારીઓમાં દોડધામ મચી હતી. અંતે વિદ્યાર્થી સામે ગેરરિતીનો ગુનો દાખલ કરાયો હતો. જિલ્લામાં ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષામાં મહત્વના વિષયોના પેપર પૂર્ણ થઇ ગયા છે. બોર્ડની પરીક્ષા દરમિયાન 46 જેટલા કોપીકેસ નોંધાયા છે. ત્યારે ગુરૂવારના રોજ ધો. 12 સામાન્ય પ્રવાહમાં સંસ્કૃત વિષયનું પેપર હતુ. જેમાં નોંધાયેલા...
  March 27, 12:05 AM
 • સુરેન્દ્રનગર: મહિલા સાથે દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીને સજા
  સુરેન્દ્રનગરમાં સોની પરિવારનો ધંધો સારો ચલાવવાની લાલચ આપી તાંત્રીક વિધીના બહાને પરિણીતા સાથે ત્રણ વાર દુષ્કર્મ આચર્યુ હતુ સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં જાદુગર બાઝના નામથી જાણિતા અને રેલવેમાં એન્જીન ડ્રાઇવરની નોકરી કરતા જાદુગર બાઝને તાંત્રીક વિધીના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી. જાદુગરના બે સાથીદારોને પણ બે વર્ષની સજાનો હૂકમ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરની સેકન્ડ એડી સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી બાઝને રૂપિયા 70 હજારનો દંડ પણ ફટકાર્યો...
  March 27, 12:05 AM
 • ભ્રષ્ટાચારનો મામલો કલેકટર કચેરી અને હાઇકોર્ટમાં પહોંચ્યો સુરેન્દ્રનગર: વઢવાણ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના ભોરિંગ સામે ભાજપના સદસ્યોએ રણશિંગુ ફૂંકયુ હતુ. જેમાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. આથી જિલ્લા ભાજપ સંગઠ્ઠને લાલ આંખ કરતા ભાજપના સદસ્યોએ 2015-16નું રૂપિયા 79.15 કરોડનું બજેટ પાસ કરી દેતા સન્નાટો છવાઇ ગયો હતો. બીજી તરફ ભાજપ મોવડી મંડળે બજેટ પાસ કરાવીને વઢવાણીયો ગઢ જીત્યાનો આનંદ અનુભવ્યો હતો.વઢવાણ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના ભોરિંગ નાથવા માટે ભાજપના સદસ્યોએ કલેકટર અને હાઇકોર્ટના...
  March 27, 12:04 AM
 • આરોપીની ધરપકડ પછી પરિવારે લાશનો સ્વીકાર કરતા તંત્રે રાહત અનુભવી થાન,સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક લોકો ગેરકાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરી રહ્યા છે. ત્યારે થાનમાં વ્યાજના વિષચક્રમાં 27 વર્ષીય યુવાને પોતાના ઘરે ગળે ફાંસો ખાધો હતો. આથી રાતના 12 કલાકે દવાખાને લાવવામાં આવ્યો હતો. પરંતુ પરિવારજનોએ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા પોલીસે દોડધામ કરીને આરોપીઓની ધરપકડ કરી હતી. આથી બપોરના 12 કલાક બાદ લાશનું પી.એમ. કરી પરિવારજનોને સોંપવામાં આવી હતી....
  March 27, 12:02 AM
 • - ભેળસેળ : દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતેથી દૂધ ભરીને આવેલા એક ટેન્કરના દૂધના સેમ્પલનું ટેસ્ટીંગ કરતા શંકાસ્પદ જણાયું - ચેરમેન અને પૂર્વ ચેરમેનના નિવેદનોથી ગરમાવો - આશરે 20 થી 25 હજાર લીટર જેટલું દૂધ શંકાસ્પદ જણાયું સુરેન્દ્રનગર : ઝાલાવાડમાં દૈનિક 5 લાખ લીટર દૂધ ઉત્પાદન કરીને શ્વેત ક્રાતિ સર્જાઇ છે. ત્યારે કોઇ તત્વો આ શ્વેતક્રાંતીની આડમાં ભેળસેળયુકત દૂધ પધરાવતા હોવાની રાવ ઉઠી છે. ત્યારે સૂરસાગર ડેરીમાં દૂધ ભરેલ એક ટેન્કરનું દૂધ ભેળસેળવાળુ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આથી તપાસ હાથ...
  March 26, 12:30 AM
 • ધ્રાંગધ્રામાં 2.51 લાખનો દારૂ પકડાયો : આરોપી જીપ મૂકી ફરાર
  - ધ્રાંગધ્રામાં 2.51 લાખનો દારૂ પકડાયો : આરોપી જીપ મૂકી ફરાર - 288 બીયરની બોટલ, 566 વિદેશી દારૂની બોટલ જીપમાંથી મળી આવી ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા સિટી પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી હતી. જેમાં હળવદ રોડ પર દારૂ ભરેલી જીપ નીકળતા તેને ઉભી રાખવા જતા ચાલકે જીપને મારી મૂકી હતી. આથી ચાલકે મયૂરનગર થઇ શહેરમાં ભગાડી ત્યારે પોલીસે પીછો કરતા ચાલક જીપ મૂકીને ભાગી ગયો હતો. આ બનાવમાં પોલીસે તલાશી લેતા વિદેશી દારૂ, બિયર અને જીપ સહિત રૂપિયા 6.51 લાખનો માલ જપ્ત કર્યો છે. મંગળવારની રાત્રે ધ્રાંગધ્રા સિટી પી.આઇ. અજયસિંહ...
  March 26, 12:22 AM
 • રેશમિયાની રહીશોનો પાણી માટે રઝળપાટ
  - રેશમિયાની રહીશોનો પાણી માટે રઝળપાટ - ચોટીલા : પંચાયતનાં તમામ બોર ડુકી ગયા : ચાર માસથી પાણી ન આવતા પરિસ્થિતિ વિકટ બની ગઇ ચોટીલા : ઉનાળાની શરૂઆત જ 41 ડિગ્રીથી થઇ છે. ત્યારે ચોટીલાના રેશમિયા ગામમાં છેલ્લા ચારેક માસથી પીવાના પાણીની ભયંકર કટોકટીનો સામનો કરીને એક એક બેડા માટે વાડીઓમાં રઝળપાટ કરીને ગ્રામજનો રીતસર વલખા મારી રહ્યાં છે. ચોટીલાના રેશમિયા ગામની અંદાજે ચાર હજારની વસ્તીની પાણીની તંગીની સમસ્યા જાણવા દિવ્ય ભાસ્કરે રૂબરૂ મુલાકાત લીધી. ત્યારે ગામની બાળાઓથી યુવાન અને વૃદ્ધ મહિલાઓએ એક જ...
  March 25, 12:37 AM
 • પીપળી આઇઓસીની લાઇનમાં ભંગાણ પાડનાર ગેંગનો પર્દાફાશ
  - ધરપકડ|સાદરાના મુખ્ય સૂત્રધાર સહિત 5 શખ્સો LCBની પકડમાં - 5 હજાર લીટર ડિઝલની ચોરી થયાનું અનુમાન - હજુ 4થી વધુ સાથીદારો પોલીસ પકડની બહાર સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી આઇઓસીની પાઇપલાઇનમાં ભંગાણ પાણીને ડિઝલ ચોરી કરવાના કારસ્તાનનો સુરેન્દ્રનગર એલસીબી ટીમે પર્દાફાશ કર્યો હતો. 4 દિવસ પહેલા કરવામાં આવેલી ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી ગુનાના મુખ્ય સૂત્રધાર સહિત 5 શખ્સોને સકંજામાં લઇ લીધા હતા. પકડાયેલા કુખ્યાત શખ્સોની પૂછપરછમાં ચોંકાવનારી વિગતોનો ધડાકો થયો હતો. સલાયાથી...
  March 25, 12:02 AM
 • - આકુળવ્યાકુળ |બે દિવસમાં અચાનક ગરમી વધતા લોકો થયા પરેશાન સુરેન્દ્રનગર: ઝાલાવાડમાં છેલ્લા બે દિવસથી અચાનક ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે 42 ડિગ્રીથી વધુ તાપમાન રહેતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ઝાલાવાડમાં હીટવેવ શરૂ થતાં જનજીવન અસ્તવ્યસ્ત અને પશુ-પક્ષીઓ આકૂળવ્યાકુળ બની ગયા છે. સમગ્ર ગુજરાતમાં 2014ની સાલમાં ઝાલાવાડનું તાપમાન અગ્રસર રહ્યું છે. ત્યારે 2015ની સિઝનમાં પણ ઉનાળાના પ્રારંભે ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુ તાપમાને પહોંચી ગયો છે. સુરેન્દ્રનગર...
  March 24, 12:04 AM
 • સુરેન્દ્રનગર: ઉનાળાની ગરમી કરતાં મરચાંના ભાવે ગૃહિણીઓને વધુ દઝાડ્યા
  - મરચાં કરતાં ભાવ તીખા|જુદા જુદા મરચાંના ભાવમાં 40 થી 60 નો વધારો સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં મરચાની સિઝન ખીલી છે. જેમાં હાલ બજારમાં ડબી, કાશ્મીરી, રેશમપટ્ટો, હોલર, વન્ડર,મરચી સહિત વિવિધ મરચાઓનું આગમન થયુ છે . પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષે મરચાના ભાવોમાં રૂ. 40 થી 60 નો વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે આખુ વર્ષ ચાલે તેટલા મરચા ભરી લેવા ગૃહિણીઓની ભીડ દર વર્ષે જામે તેટલી આ વર્ષે ઓછી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર શહેર ગ્રામ્ય પંથકની પ્રજાજનો માટે હટાણાનું શહેર ગણવામાં આવે છે. ત્યારે મરચાની...
  March 24, 12:02 AM
 • કોઇ પણ નવા ટેક્સ નાંખ્યા વગર સુ.નગરના વિકાસનાં કામો કરાશે
  - પાલિકા બજેટ|શહેરનાં ડેવલપમેન્ટ માટે 155.86 કરોડ વપરાશે - બજેટમાં જાહેર સલામતી માટે 4 કરોડ ફાળવાયા - હેલ્થ: 20 કરોડ, સ્વચ્છતા માટે 1.30કરોડની ફાળવણી સુરેન્દ્રનગર: વિકાસની હરણફાળ ભરતા સુરેન્દ્રનગર શહેરમાં પાયાગત સુવિધાની સાથે આધુનિક સગવડતાઓ માટે વર્ષ 2015-2016નાં વર્ષમાં કુલ રૂ. 150.87 કરોડની માતબર રકમમાંથી વિકાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. નગરપાલિકા ખાતે સોમવારનાં દિવસે અંદાજપત્ર માટે ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં શહેરીજનો પર કોઇ જ પ્રકારનો નવો કર નાંખ્યા વગરનું અંદાજપત્ર રજૂ કરવામાં...
  March 24, 12:02 AM
 • બોડીયા પાસે કાર પલટી ખાઇ જતા અકસ્માતમાં માતા અને પુત્રનું મોત ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગૂમાવતા અકસ્માત સુરેન્દ્રનગર : લીંબડી નેશનલ હાઇવે ઉપર આવેલ બોડીયા ગામ પાસે રાત્રિના સમયે પૂરપાટ આવી રહેલા કાર ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કારમાં બેસેલા અમદાવાદનાં માતા-પુત્રનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતાં. જ્યારે એક ઘાયલ થતા સારવાર માટે દવાખાને લઇ જવામાં આવ્યો હતો.લીંબડી નેશનલ હાઇવે પર અકસ્માતનો બનાવો વધી રહ્યાં છે. ત્યારે હાઇવે રોડ પર આવેલા...
  March 23, 12:03 AM
 • ચોટીલા પાંચાળ દેવભૂમિની દિવ્ય સોનેરી સંધ્યા..
  ચોટીલા પાંચાળ દેવભૂમિની દિવ્ય સોનેરી સંધ્યા.. ચોટીલાની પાંચાળ ભૂમિ એટલે દેવી દેવતાઓ, સંતો મહંતોની પાવન ભૂમિ પાંચાળ પંથકમાં સંધ્યા સમગ્ર વાતાવરણમાં આપો આપ જ દિવ્ય અને ધાર્મિક સોડમ પ્રસરી ઉઠે છે. સંધ્યાના સૂર્યાસ્ત સમયે મંદિરોની આરતી સમયે ઝાલર, ડંકા, નગારાના મીઠા નાદ ગમે તેવા નાસ્તિકનું મસ્તક પણ શ્રધ્ધાથી ઝૂકાવી દે છે. ત્યારે આવી જ એક સૂર્યાસ્તની ઘડીએ જલારામ મંદિર ઝગમગી ઉઠયુ છે.
  March 23, 12:02 AM
 • ચોટીલા નેશનલ હાઇવેના નાળાની તૂટેલી દીવાલ કોઇનો જીવ લેશે
  - ચોટીલા નેશનલ હાઇવેના નાળાની તૂટેલી દીવાલ કોઇનો જીવ લેશે - ચાર માસ પહેલા ટ્રેલર અથડાયા બાદ નાળાની દીવાલો તૂટી ગઇ હતી - પૂરઝડપે જતા વાહનો નાળામાં ધસી જવાની સતત ભિતી ચોટીલા : ચોટીલા નેશનલ હાઇવે પર જલારામ મંદિર સામે આવેલ નાળામાં અંદાજે 4 માસ પહેલા 18 વ્હિલનું ટ્રેલર અથડાયુ હતુ. જેના લીધે નાળાની દીવાલો તૂટી ગઇ હતી. ત્યારે આટલો સમય વીતવા છતાં આ નાળાની દીવાલો હજુ મરામત ન થઇ હોવાથી વાહનચાલકોમાં ઘેરો રોષ ફેલાયો છે. ચોટીલા નેશનલ હાઇવે પર દરરોજ હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે. છાશવારે જીવલેણ...
  March 23, 12:02 AM
 • - ધ્રાંગધ્રામાં ડુપ્લીકેટ સોનું મૂકીને 15.80 લાખ લઇ લીધા - ફાઇનાન્સ કંપનીના મેનેજરે બોગસ ગ્રાહક ઉભા કરીને છેતરપિંડી કરી ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરમાં અનેક બેંકો અને કંપનીઓમાં સોના પર ધીરાણ થઇ રહ્યું છે. ત્યારે ધ્રાંગધ્રામાં મથૂટ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ કંપનીમાં જૂના ખાતેદારોનાં નામના દસ્તાવેજનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ ડુપ્લિકેટ સોનુ મૂકી રૂ. 15.80 લાખની લોન લઇ છેતરપિંડી કર્યાની ધ્રાંગધ્રામાં મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી સામે ફરિયાદ નોંધાવતા ચકચાર ફેલાઇ છે. આ...
  March 23, 12:01 AM
 • - રણમાં કાર પલટી ખાતા બે દર્શનાર્થીનાં મોત - પાટડીમાં વાછડાદાદાના દર્શને અમદાવાદનો પરિવાર કાર લઇને આવ્યા હતા સુરેન્દ્રનગર : પાટડીના રણમાં આવેલા દર્શનાર્થીઓને અકસ્માત નડતા બે લોકોનાં ઘટના સ્થળે મોત થતા અરેરાટી ફેલાઇ હતી. આ બનાવ અંગે ઝીંઝુવાડા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ પાટડીના રણમાંઆવેલા વાછડાદાદાના મંદિર અમદાવાદનાે પરિવાર કાર લઇને દર્શન કરવા માટે આવ્યા હતાં. ત્યારે દર્શન કરીને પરત ફરતા રણમાં કાર પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અમદાવાદ કુબેરનગરમાં રહેતા 70...
  March 22, 12:03 AM
 • - એક અકસ્માતમાં બે કાર અથડાઇ હતી જ્યારે બીજામાં રીક્ષા પલટી ખાઇ ગઇ હતી ચોટીલા: ચોટીલા પંથકમાં શુક્રવારે સામસામી બે કારો અથડાતા અકસ્માત સર્જાયો હતો. જ્યારે શટલ રિક્ષા પલટી ખાઇ જતા અકસ્માતનો બનાવ બન્યો હતો. આ જુદા જુદા બનાવોમાં કુલ 13 વ્યકિતઓને ઇજાઓ પહોંચી હતી. ચોટીલા પંથકમાં વાહનોનાં બે અકસ્માતો જુદા જુદા સ્થળોએ થયા હતાં. ત્યારે 13 લોકો ઘાયલ થતાં 7 લોકોને રાજકોટ તેમજ સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતાં. જેમાં ચોટીલાના મોટા હરણીયા અને સુરઇ ગામના રસ્તા પાસે સાયલાના વાંટાવચ્છ ગામથી મેવાસા તરફ...
  March 21, 12:01 AM
 • સુરેન્દ્રનગર: પોલીસ દ્વારા વાહનોમાં રિફલેકટર લગાવાયા
  ટ્રાફિક પોલીસનો ધમધમાટ:1500થી વધુ વાહનોને રેડિયમ લગાવાયા સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરમાં સતત વધતા જતા વાહનોનાં કારણે શહેરની ટ્રાફિક સમસ્યા પણ જ્વાળુમુખીની જેમ વકરી રહી છે. ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમા ટ્રાફિકની સુચારૂ વ્યવસ્થા જળવાઇ રહે તેમજ અકસ્માત નિવારણ માટે જિલ્લા પોલીસવડા રાજેન્દ્રકુમાર અસારીની સૂચનાથી રોડ સેફટી ટીમનાં પી.એસ.આઈ. વિજયસિંહ ઝાલા, શૈલેન્દરસિંહ, બીપનભાઈ, દૈવતસિંહ સહિતની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરનાં અનેક વિસ્તારોમાં દોડતા ટુ...
  March 20, 12:03 AM

 
Advertisement
 
 

Top News

 

Bollywood

Advertisement
 

Cricket

 

Interesting News

 

Business

 

Jeevan Mantra

 

 

Jokes

 

Most Read

 

Photogallery