Home >> Saurashtra >> Latest News >> Rajkot City
 • વર્ષનો 25 કરોડનાે ગુટખાનો કારોબાર અનિષ હડપ કરવા માગતો હતો
  શાર્પશૂટરે પોલીસને કહ્યું, ‘મેં અનિષ કા આદમી હું, અશફાક કો મારને કી 10 લાખ કી સુપારી મીલી હૈ’ રાજકોટનાપોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતને મળેલી બાતમી બાદ જામનગરના શિપિંગ કંપનીના માલિક અશફાક ખત્રીની હત્યા કરવાનો કારસો ખુલ્લો પડ્યો છે. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનથી રામદાસ રહાણેને ક્રાઇમ બ્રાંચમાં લવાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર હિતેષ ગઢવીએ રામદાસની પૂછપરછ શરૂ કરી હતી અને પૂછ્યું હતું કે, જે કાંઇ હોય તે સાચું કહી દેજે અન્યથા પોલીસને સાચી વાત કઢાવતા અન્ય રસ્તા અખત્યાર કરવા પડશે. રામદાસે પોલીસને...
  04:45 AM
 • રાજકોટ |રેસકોર્સ સ્થિત, ફનવર્લ્ડ એમ્યુઝમેન્ટ પાર્ક દ્વારા મહા શિવરાત્રી પર્વએ કાઠિયાવાડ બાલાશ્રમ, અર્પણ આશ્રમ, મૂંગા બહેરા શાળા, સ્પેશિયલ હોમ ફોર બોયઝ એન્ડ ગર્લ્સ, માનસિક વિકલાંગ, દીકરાનું ઘર, મહેશ્વરી માતા વૃધ્ધાશ્રમના અનાથ, બાળકો, વિકલાંગો, અલગ અલગ ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો, બાળકો માટે નિ:શુલ્ક અદ્યતન રાઇડસનો આનંદ માણવા માટે ફનવર્લ્ડના દ્વારા ખુલ્લા મુકાયા હતા. 4200થી વધુ લોકોએ વિવિધ રાઇડસનો આનંદ માણ્યો હતો. મનોરંજન |સેવા સંસ્થાઓ માટે ફનવર્લ્ડ શિવરાત્રીએ ફ્રી ખુલ્લું રહ્યું
  04:45 AM
 • રાજકોટ |સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્ર રાજકોટ સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગાર્મેન્ટ મેકિંગ દ્વારા 1 થી 11મી માર્ચના સિલ્ક થ્રેડ જ્વેલરી મેકિંગના તાલીમ વર્ગ યોજાશે. નેકલેસ, ઇયરિંગ, રીંગ, બંગડી, પેડલ, પીન, જુડો બનાવવાની તાલીમ અપાશે. કોર્સમાં જોડાવા ઇચ્છુકોઅ સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્ર, 3-બાલમુકુંદ પ્લોટ્સ, નિર્મળા રોડ રાજકોટ ખાતે સાંજે 4 થી 7 દરમિયાન સંપર્ક સાધવાનો રહેશે. તાલીમ સમય સાંજે 4 થી 5નો રહેશે. તાલીમ |સિલ્કથ્રેડ જ્વેલરી મેકિંગની તાલીમ આપવામાં આવશે
  04:45 AM
 • રાજકોટ |સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર માસમાં લેવાયેલી પરીક્ષાના પરિણામ જાહેર કરાયા છે. એમએસસી સેમે-1નું 71.43 ટકા, સેમેસ્ટર-3નું 20 ટકા તથા એમ સેમેસ્ટર-3નું 80 ટકાનું રિઝલ્ટ રહ્યું હતું. વિદ્યાર્થીઓ પરિણામ સંબંધી વધુ માહિતી વેબસાઇટ પર નિહાળી શકશે. રિચેકિંગ અને રીએસેસમેન્ટ 6 તથા 8મી અને 10મી તથા 12મી માર્ચ સુધીમાં કરી શકશે. તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે યાદીમાં જણાવ્યું છે. વિદ્યાર્થીઓએ નોંધ લેવી. પરિણામ |યુનિવર્સિટી દ્વારા MA તથા M.Sc. સેમેસ્ટર-3નું રિઝલ્ટ
  04:45 AM
 • રાજકોટ |રાજકોટ | ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા નામ નોંધાયેલા ફાર્માસિસ્ટો માટે બે દિવસીય રીફ્રેશર કોર્સ યોજાશે. પસંદગી પ્રક્રિયા વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. કોર્સમાં જોડાવા ઇચ્છુક જિલ્લાના ફાર્માસિસ્ટોએ આચાર્ય એસ.જે.ઠક્કર ફાર્મસી કોલેજ, ડ્રાઇવઇન સિનેમા સામે, અવધ રોડ, કાલાવડ રોડ રાજકોટનો તાકીદે સંપર્ક સાધવાનો રહેશે. તેમ એસ.જે.ઠક્કર ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડો.પારૂલબેન પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે. શૈક્ષણિક |રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટો માટે બે દિવસ રિફ્રેશર...
  04:45 AM
 • રાજકોટ |રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ સંચાલિત સાંઇનાથ હોસ્પિટલ, મક્કમ ચોક, ગોંડલ રોડ, જયનાથ કોમ્પ્લેક્સ પાછળ રાજકોટમાં સવારે 8.30 થી 12.30 અને બપોરે 3 થી 7 મેડિસીન, સર્જરી, હોમિયોપેથિકની નિ:શુલ્ક જરૂરિયાતમંદ લોકોને સારવાર અપાય છે. લોકોના આરોગ્યની જાળવણી હેતુ રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા સમયાંતરે આરોગ્ય શિબિરનું પણ આયોજન કરાય છે. લોકોએ ઉપરોક્ત સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. આરોગ્ય |સાંઇનાથ હોસ્પિટલમાં નિ:શુલ્ક હોમિયોપેથિક શિબિર
  04:45 AM
 • રાજકોટ | તનકી બાત ગ્રૂપ દ્વારા 26મી ફેબ્રુઆરીના રાતે 9 કલાકે મોટેલ ધી વિલેજમાં ડો.હિતેશ જાનીનો આરોગ્યલક્ષી સેમિનાર યોજાશે. રાસાયણિક ખાતર યુક્ત અનાજથી લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસરો જોવા મળે છે. અનાજ અને મસાલામાં ભેળસેળથી સ્વાસ્થ્ય બગડવાની ઘટનાઓ સમયાંતરે પ્રકાશમાં આવે છે. ઉપરોક્ત નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેમિનારમાં તબીબ દ્વારા પોષણયુક્ત આહાર ક્યા છે. તેમાં રહેલા ગુણો શરીરને કેવી રીતે મદદરૂપ બને છે. માતા, બહેનો પોતાના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે પોતે અને પરિવારને કેવો ખોરાક આપી શકે જેના...
  04:45 AM
 • પરિવર્તન અવેરનેસ ડ્રાઇવ અંતર્ગત રેલી, શેરીનાટક
  વર્તમાનસમયમાં લોકો નાની-નાની બાબતોએ ઝઘડી પડતા જોવા મળે છે. લોકોમાં સદાચાર અને ભાઇચારાની ભાવના વિકસે અને માનવ માનવ પ્રત્યે પ્રેમ, લાગણી, કરુણાના ગુણોને વિકસાવે તેવા ઉદ્દેશ સાથે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટના 200 જેટલા વિદ્યાર્થીઓએ પરિવર્તન અવેરનેસ ડ્રાઇવ થીમ પર રેલી, શેરી નાટક જેવી લોક જાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. શાળાના 200 જેટલા વિદ્યાર્થી ભાઇઓ-બહેનોએ શહેરના બી ગુડ, ડુ ગુડ સ્લોગન સાથે વિવિધ રાજમાર્ગો પરથી રેલી કાંઢી લોકોને સદાચારના પાઠ શીખવ્યા હતા. સાથો સાથ રોજિંદા જીવનમાં...
  03:15 AM
 • રૂડાદ્વારા ટીપી કપાતમાં સરકારી આદેશનો ઉલાળિયો કરીને અધિકારીઓ દ્વારા મનમાની ચલાવવામાં આવતી હોવાનો આક્ષેપ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઇ વિરાણી દ્વારા કરવામાં આવ્યો છે. વિરાણીના જણાવ્યા મુજબ શહેરના બહારી વિસ્તારનો યોગ્ય રીતે વિકાસ થાય તે માટે ટાઉન પ્લાનિંગ ઓફિસરે એવરેજ કપાત કરવી તેવો સરકારનો આદેશ છે. તા. 9 સપ્ટેમ્બર 2008ની ગવર્નિંગ બોર્ડની બેઠકમાં ઠરાવ નંબર 1429 મુજબ સરકાર દ્વારા તમામની એક સરખી કપાત કરવી તેવો આદેશ કરવામાં આવ્યો છે. આમ છતાં રૂડા દ્વારા તેનો અમલ થતો નથી. ટીપી કપાત...
  03:15 AM
 • રાજકોટ | રાજકોટનીભાગોળે આવેલા કોઠારિયા ગામે બનાવવામાં અાવેલા સમ્પમાંથી અવારનવાર પાણીનો વેડફાટ કરાતો હોવાની બૂમ ગામ લોકોમાં ઉઠવા પામી છે. હવે શિયાળો પૂરો થવા આવ્યો છે અને ઉનાળાના આકરાં દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં ઊભી થનારી પરિસ્થિતિની ચિંતા કર્યા વગર કોન્ટ્રાક્ટરો દ્વારા પાણીનો બગાડ કરાતો હોવાની બૂમ ઉઠવા પામી છે. રાજકોટની ભાગોળે આવેલા કોઠારિયા ગામે પાણીના સંગ્રહ માટે સમ્પ બનાવવામાં આવ્યો છે. સમ્પમાં પાણીનો સંગ્રહ કરીને રાજકોટ, લોધિકા તથા કોટડાસાંગાણી તાલુકાના ગામોને...
  03:15 AM
 • ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર| રાજકોટ ધ્રાંગધ્રાપાસે ડબલ ટ્રેકના કામ માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવ્યો હોય ભાવનગર-ધ્રાંગધ્રા લોકલ ટ્રેનને તેની અસર થશે. રવિવાર 26મીઅે ટ્રેન ભાવનગરથી તેના નિર્ધારિત સમય સાંજે 6.50 વાગ્યે ઉપડશે, પણ ધ્રાંગધ્રા જવાને બદલે સુરેન્દ્રનગરથી પરત ફરશે. આમ સુરેન્દ્રનગર- ધ્રાંગધ્રા વચ્ચે આંશિક રદ રહેશે એજ પ્રકારે 27મીને સોમવારે સવારે 3.40 વાગ્યે ધ્રાંગધ્રાથી ભાવનગર માટે ઉપડતી લોકલ ધ્રાંગધ્રા- સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. ટ્રેન સુરેન્દ્રનગરથી તેના...
  03:15 AM
 • રિલિજિયન રિપોર્ટર| રાજકોટ રવિવાર26 ફેબ્રુઆરીના માઘ અમાવાસ્યા તેમજ કંકણાવૃતિ સૂર્યગ્રહણ છે. જો કે, ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે પાળવાનું પણ નથી. માઘ અમાવાસ્યાનું મહત્ત્વ મહાશિવરાત્રિ જેટલું છે, કેમ કે પાતાળલોકમાં ચતુર્થ માસ માટે બલીરાજાની સુરક્ષા માટે ગયેલાશિવજી શિવરાત્રિના દિવસે પરત ફરે છે અને બ્રહ્માજી ચાર માસ માટે પાતાળલોકમાં જાય છે. શિવના બહાર આવ્યા બાદ પહેલી અમાસ હોવાથી દેવ-દેવીઓ, શિવાલયો, શિવભક્તો સહુ કોઇ દિવસે આનંદિત બની શિવપૂજન કરે છે. અમાસના દિવસે લક્ષ્મીજી પોતાના વાહન...
  03:15 AM
 • રાજકોટ | તનકી બાત ગ્રૂપ દ્વારા 26મી ફેબ્રુઆરીના રાતે 9 કલાકે મોટેલ ધી વિલેજમાં ડો.હિતેશ જાનીનો આરોગ્યલક્ષી સેમિનાર યોજાશે. રાસાયણિક ખાતર યુક્ત અનાજથી લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસરો જોવા મળે છે. અનાજ અને મસાલામાં ભેળસેળથી સ્વાસ્થ્ય બગડવાની ઘટનાઓ સમયાંતરે પ્રકાશમાં આવે છે. ઉપરોક્ત નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેમિનારમાં તબીબ દ્વારા પોષણયુક્ત આહાર ક્યા છે. તેમાં રહેલા ગુણો શરીરને કેવી રીતે મદદરૂપ બને છે. માતા, બહેનો પોતાના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે પોતે અને પરિવારને કેવો ખોરાક આપી શકે જેના...
  03:15 AM
 • 27અને 28મી ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે અપર એર સાયક્લોનીક સરક્યુલેશન સર્જાશે. જેને લીધે ચાર દિવસમાં રાજ્યનાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. શનિવારે રાજકોટ સહિત રાજ્યનાં 10 શહેરોનું લઘુતમ તાપમાન 18 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. તેમજ 11.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ અને 38.0 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ હતું.રાજ્યમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોને લીધે લઘુતમ તાપમાન 11થી 18 ડિગ્રી વચ્ચે જયારે મહતમ તાપમાન 32થી 38 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું....
  03:15 AM
 • નોટબંધીદરમિયાન મોટા પ્રમાણમાં કાળાનાણાંને ધોળા કરવા માટે અલગ-અલગ રસ્તાઓ અનેક લોકોએ અપનાવ્યા હતા. હવે ધીમે-ધીમે સંપૂર્ણ કૌભાંડ બહાર આવી રહ્યું છે. રાજકોટ આઇટી ઇન્વેસ્ટીગેશન વિભાગની ટીમને મળેલી માહિતીને આધારે રાજકોટમાં બે અને ગાંધીધામમાં એક પેટ્રોલ પંપ ઉપર સરવે હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટ આઇટી ઇન્વેસ્ટિગેશન વિંગના વડા પંકજ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ઓમ પેટ્રોલ પંપ અને કુવાડવા રોડ માલિયાસણ પાસે બંસલ પેટ્રોલ પંપમાં સરવે હાથ ધરવામાં આવ્યો છે. ઉપરાંત...
  03:15 AM
 • છેલ્લાએક પખવાડિયાથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને હટાવી જૂના પ્રમુખને પ્રમુખ બનાવવા ગતિવિધિ ચાલતી હતી. શનિવારે યોજાયેલી કારોબારી બેઠકમાં પ્રમુખપદ અંગે કોઇ એજન્ડા નહીં હોવાથી વર્તમાન પ્રમુખને દૂર કરવા માટે સોમવારે ફરી ઇમરજન્સી બોર્ડ બેઠક બોલાવવામાં આવશે. બેઠકમાં 60 વર્ષ જૂની મહાજનોની સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વર્તમાન પ્રમુખ શિવલાલ બારસિયાને દૂર કરી હત્યા કેસના આરોપી સમીર શાહને પ્રમુખ બનાવવામાં આવશે. રાજકોટ ચેમ્બરના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ...
  03:15 AM
 • ભારતસરકારના મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા રાજકોટ અને જામનગરની પીજી મેડિકલ બેઠકમાં વધારો કરવા નિર્ણય કર્યો છે. નિર્ણયથી સરકારી હોસ્પિટલોમાં તબીબોની અછત દૂર થશે અને વિદ્યાર્થીઓને તબીબી ક્ષેત્રમાં જવાની તક મળશે. સિન્ડિકેટ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય ડો.ભાવિન કોઠારીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી મેડિકલ કોલેજ જામનગર અને રાજકોટ સરકારી મેડિકલ કોલેજમાં ક્લિનિકલ વિષયની પી.જી. બેઠકમાં વધારો કરવામાં આવશે. અંદાજે 25 બેઠક વધી જવાની સંભાવના છે. આગામી સોમવારે...
  03:15 AM
 • રાજકોટજિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક 27મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. બેઠકમાં નાણાકીય વર્ષ 2017-18ના વર્ષના અંદાજપત્રની ચર્ચા કરવા ઉપરાંત બિનખેતીના કેસને પણ મંજૂરી આપવામાં આવશે. કારોબારી સમિતિના અધ્યક્ષ અર્જુનભાઇ ખાટરિયાના જણાવ્યા મુજબ આગામી 27મી ફેબ્રુઆરીએ સવારે 11 વાગે જિલ્લા પંચાયતના સભાખંડમાં કારોબારી સમિતિની બેઠક મળનાર છે. બેઠકમાં રાજકોટ જિલ્લા પંચાયતનું સને 2016-17નું સુધારેલા બજેટ તથા સન 2017-18ના વર્ષના અંદાજપત્ર અંગે ચર્ચા કરીને તેને મંજૂરી પણ આપવામાં અાવશે. ઉપરાંત 10મી...
  03:15 AM
 • ક્રાઇમ રિપોર્ટર | રાજકોટ દાઉદનાભાઇ અનિષ ઇબ્રાહીમે જામનગરમાં રહેતા શિપિંગના ઉદ્યોગપતિ અશફાક ખત્રીની હત્યા કરવા માટે મોકલેલા ચાર ભાડૂતીમારા (શાર્પશૂટર)ને રાજકોટ પોલીસે કુવાડવા પાસે એક ગુપ્ત ઓપરેશન પાર પાડીને ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઝડપી લઇ એક 9 એમએમની પિસ્તોલ, 6 કાર્ટિસ, 2 છરી અને વાહનની એક નંબર પ્લેટ સાથે ઝડપી લીધા હતા. જામનગરના વેપારીની હત્યા કરી નાખવા માટે અનિષ ઇબ્રાહીમે ચારેય ભાડૂતીમારાઓને 10 લાખ રૂપિયાની સોપારી આપી હતી. જો કે, શાર્પશૂટરો મહારાષ્ટ્રથી ખાનગી બસમાં બેસી વાયા રાજકોટ થઇ...
  03:15 AM
 • રાજકોટમાં બનેલી ક્રાઇમ ઘટનાઓ અને ઇન્ટરનેશનલ કનેક્શન રાજકોટમાંઅત્યાર સુધીમાં ક્રાઇમની અનેક ઘટનાઓ બની ચૂકી છે. પરંતુ ઇન્ટરનેશનલ કનેક્શન નીકળ્યા હોય અને દાઉદની ગેંગ સુધી તાર પહોંચતા હોય તેવી ત્રણ ઘટનાઓ બની છે. 2000નાવર્ષમાં રાજકોટમાંથી ભાસ્કર પારેખ અને પરેશ શાહના અપહરણ થયા હતા. જેમાં કુખ્યાત ત્રાસવાદી આફતાબ અંસારી, આશીફ રઝાખા અને ફઝલ ઉર રહેમાનના નામ બહાર આવ્યા હતા. આશીફ રઝાખા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. જ્યારે આફતાબ અંસારી હાલ કોલકતાની જેલમાં સજા ભોગવી રહ્યો છે. 2000નીસાલમાં પ્રહલાદ...
  03:15 AM