Home >> Saurashtra >> Latest News >> Porbandar
 • પોરબંદરમાં કમલાબાગ નજીકના પાર્કમાં ગાંધીજીની પ્રતિમા ધૂળધાણી
  પોરબંદરનગરપાલિકા દ્વારા બાગબગીચાના નવિનીકરણ માટે કરોડો રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ તંત્રની બેદરકારીને કારણે કમલાબાગ નજીક આવેલા પાર્ક બિસ્માર હાલતમાં જોવા મળી રહેલ છે. પોરબંદર શહેરમાં આવેલા બાગબગીચાના નવિનીકરણ માટે નગરપાલિકા કરોડો રૂપીયાની ગ્રાન્ટ ફાળવે છે જેમાં કમલાબાગ નજીક આવેલો પાર્ક બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. પાર્ક અગાઉ એક સંસ્થાના હસ્તક હોવાથી પાર્ક બિસ્માર બની ગયો છે તો પાર્કની કોઈ સાફસફાઈ પણ કરવામાં આવતા કચરાના ગંજ ખડકાઈ ગયા છે તેમજ પાર્કમાં આવેલા...
  03:15 AM
 • પાતા-ચિકાસા કોસ્ટલ કેનાલના મુદ્દે ઘેડ વિસ્તારના આગેવાનોની બેઠક મળી
  પોરબંદરનાઘેડ વિસ્તાર માટે જીવાદોરી સમાન પાતા-ચિકાસા કોસ્ટલ કેનાલ ઉપર પુલીયા બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે પરંતુ કામગીરીનો હજુ પ્રારંભ થયો નથી. ઉપરાંત મટીયાણા ગામે અમીપુરના ડેમના પાણી માટે સરખા લેવલ સ્ટ્રક્ચર બનાવવાની માંગણી ઘણા લાંબા સમયથી થઈ રહી છે. બન્ને પ્રશ્નોના ઉકેલ માટે બળેજ ખાતે એક બિનરાજકીય સંગઠન બનાવીને ઘેડ પંથકના ગામોના આગેવાનોની એક બેઠક માતાજીના મઢ ખાતે મળી હતી જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, બળેજના ભુવાઆતા જેઠાઆતા, ગામના આગેવાન અને પૂર્વ સરપંચ...
  03:15 AM
 • પોરબંદરશહેરમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરી છેલ્લા 3 વર્ષથી ચાલી રહી છે, જેની પીડામાંથી પ્રજા હજુ મુક્ત થઈ હતી ત્યાં પી.જી.વી.સી.એલ. દ્વારા અન્ડરગ્રાઉન્ડ વિજવાયરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કામગીરીને લઈને પણ ફરી મુશ્કેલી સર્જાઈ છે તેવા સમયે કામગીરી ટેન્ડરના સ્પેશીફીકેશન મુજબ કરવામાં આવતી નથી તેવા સીધા આક્ષેપો કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે. આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરાએ તકેદારી આયોગ તેમજ સીએમને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે, પી.જી.વી.સી.એલ. દ્વારા શહેરમાં અન્ડરગ્રાઉન્ડ વિજવાયર...
  03:15 AM
 • પોરબંદરનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા તેમજ અન્ય કામગીરી સહિતના કામો માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં નગરપાલિકાના કુલ 61 વાહનોમાં એક માસમાં રૂા. 7 લાખથી પણ વધુ ડિઝલ-પેટ્રોલ પાછળ ખર્ચ થાય છે તો નગરપાલિકામાં આવેલ હાઉસટેક્સ સહિતના ભંડોળોમાંથી વાહનોના ડિઝલ-પેટ્રોલનો ખર્ચ કરવામાં આવે છે. પોરબંદર નગરપાલિકા હંમેશા વાદ-વિવાદમાં રહે છે. પાલિકા પાસે પૂરતું ભંડોળ હોવાને કારણે નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને બે બે માસ સુધી પગારવિહોણા રહેવું પડે છે. ત્યારે પાલિકા દ્વારા વાહનોના...
  03:15 AM
 • પોરબંદરમાં ટ્રેન શન્ટીંગના કારણે 20 મિનીટ સુધી ટ્રાફિકજામ પોરબંદર શહેરની મધ્યે રેલ્વેસ્ટેશન આવેલું હોય અને ટ્રેન શન્ટીંગ માટે ખાસ કોઈ વ્યવસ્થા નહીં હોવાને કારણે રેલ્વેસ્ટેશનથી કુંભારવાડા સુધી ટ્રેન શન્ટીંગ થવા માટે નીકળે છે. દિવસમાં 4 થી 5 વખત ટ્રેન શન્ટીંગ થવા માટે નીકળતી હોય જેને કારણે ફાટક બંધ કરવામાં આવે છે અને 20 મિનીટ સુધી ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળે છે. તસ્વીર: કે.કે. સામાણી
  03:15 AM
 • પોરબંદરનાબગવદર ગામે પ્લોટ નજીક શૌચક્રિયા કરવાની ના પાડતા 5 શખ્સોએ ઉશ્કેરાઈ જઈ ભૂંડી ગાળો બોલી મહિલા અને તેના પરિવારને ઢીકા-પાટુનો માર મારતા મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોરબંદરના બગવદર ગામે રહેતી રાજીબેન કારાભાઈ પરમાર નામની મહિલાનો પ્લોટ ગામમાં આવેલો છે અને પ્લોટ નજીક પ્રતાપ મુરૂ નામનો યુવાન અવારનવાર શૌચક્રિયા કરતો હોય અને પ્લોટ ગંદો કરતો હોય જેને લઈને મહિલાએ યુવાનને પ્લોટ નજીક શૌચક્રિયા કરવાની ના પાડતા પ્રતાપ મુરૂ અને મહિલા વચ્ચે બોલાચાલી...
  03:15 AM
 • રાણાવાવતાલુકાના રાણાકંડોરણા નજીક બાઈક સાથે કાર અથડાતા બાઈકસવાર બન્ને યુવાનો જમીન નીચે ફંગોળાયા હતા અને રાણાવાવ તરફથી પૂરઝડપે આવતા એક ટ્રકચાલકે અકસ્માતમાં જમીન નીચે પડેલા બાઈકસવાર યુવાનના બન્ને પગ ઉપર ટ્રક ફરી વળ્યો હતો. બન્ને યુવાનોને તાત્કાલીક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો અજાણ્યો ટ્રકચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. કુતિયાણા રહેતો અરજન બચુ પરમાર અને ધોરાજીના કલાણા ગામે રહેતો હરસુખ ભગવાનજી ટાંક નામના બન્ને યુવાનો પોલીસીની એક કંપનીમાં...
  03:15 AM
 • ક્રાઈમ રીપોર્ટર | પોરબંદર રાણાવાવનાઆદિત્યાણા ગામે રહેતો નિલેષ દિનેશ અને જયેશ ગરેજા નામના બન્ને યુવાનો પોતાનું બાઈક લઈ આદિત્યાણાથી પોરબંદર કામસર આવતા હતા. તે દરમિયાન આદિત્યાણાની સીમદાદર શાળા નજીક રસ્તા ઉપર બાઈક આડે ખૂટીયો ઉતરતા બન્ને યુવાનો ફંગોળાયા હતા અને ઈજા પામતા તાત્કાલીક સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં જયેશને શરીરમાં મૂઢ ઈજા પહોંચી હતી જ્યારે નિલેષને માથામાં મૂઢ ઈજા પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રખડતા રેઢીયાળ પશુઓને લઈને...
  03:15 AM
 • 8 થી 28 મે સુધી બાળસંસ્કાર શિબિરનું આયોજન કરાયું પોરબંદર |પોરબંદરમાં હાલ વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે રામકૃષ્ણ મિશન દ્વારા આગામી તા. 8 થી 28 મે સુધી બાળસંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિયમિત સવારે 8:30 થી 11:30 ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓને વૈદિક મંત્ર, ગીતાપાઠ, સંગીત, ચિત્રકલા, રમતગમત તેમજ સર્વાંગી વિકાસ માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવશે.
  03:15 AM
 • મુળદ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતો લખમણભાઈ પાલાભાઈ મોરી નામનો યુવાન પોરબંદરથી અજાણ્યા ટ્રેક્ટરમાં રાણપર જવા માટે બેઠો હતો. તે દરમિયાન રાણપર નજીક સામેથી આવતા ટેન્કરચાલકે ટ્રેક્ટરને હડફેટે લેતા ટ્રેક્ટરમાં બેઠેલા લખમણભાઈને માથામાં ઈજા પહોંચી હતી અને તાત્કાલીક સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો ટેન્કરચાલકને ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અકસ્માત સર્જી ટેન્કરચાલક નાસી છૂટ્યો હતો. યુવાનને સારવાર માટે સિવીલ...
  03:15 AM
 • ઉનાળામાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ચામડીનાં કેસમાં વધારો
  હાલઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે અને આકરા તાપને લઈને પણ લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે, તો આકરી ગરમીને લઈને ચામડીના રોગના દર્દીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં 50 થી પણ વધુ કેસ ચામડીના રોગોના નોંધાય છે જેમાં ચામડીના રોગમાં વધુ પડતા દાદરના રોગના દર્દીઓના કેસો નોંધાય છે. લોકોમાં અમુક રોગો ઋતુ પ્રમાણે થતા હોય છે અને ઋતુ પૂર્ણ થતા તેનો અંત આવતો હોય છે તો હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે અને ઉનાળાની ગરમીને લઈને લોકોને ચામડીના રોગોમાં વધારો થતો જોવા મળતો હોય છે. તો...
  03:10 AM
 • પોરબંદરજિલ્લા મહેસૂલી તંત્રના નાયબ મામલતદાર સંવર્ગમાં વિપુલ મહેતા-પ્રાંત કચેરી કુતિયાણા, એમ.ટી. ધનવાણી-કલેક્ટર કચેરી જમીન શાખા, કરશનભાઈ મારૂ-સર્કલ ઓફિસર કુતિયાણા અનુક્રમે પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન મેળવ્યું હતું. ક્લાર્ક સંવર્ગમાં પ્રથમ નિલેષ મહેતા-મામલતદાર કચેરી કુતિયાણા, દ્વિતિય જીતુ ડાકી-પ્રાંત કચેરી પોરબંદર અને તૃતિય રામ રામદે કલેક્ટર કચેરી જમીન શાખા ઉપરાંત વર્ગ-4 પટ્ટાવાળામાં જનક આચાર્ય પ્રથમ, રોહિત મહેતા દ્વિતિય અને પી.એમ. વાજાએ તૃતિય સ્થાન પ્રાપ્ત કરતા સન્માનિત કરાયા હતા....
  03:10 AM
 • કુતિયાણાનાપૂર્વ ધારાસભ્ય અને મહેરસમાજના અગ્રણી ભુરાભાઈ મુંજાભાઈ જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમીતે તા. 26 એપ્રિલને બુધવારના રોજ શ્રદ્ધાંજલી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ઝવેરીબંગલો ખાતે રાત્રીના સમયે શ્રદ્ધાંજલી સમારોહ યોજાશે. તકે સંતો, મહંતો, શહેરના શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહેશે તેમજ રાત્રીના 9:30 કલાકે સૌરાષ્ટ્ર-ગુજરાતના ખ્યાતનામ કલાકાર ફરીદા મીર, અભેસિંહ રાઠોડ, જીત કેશવાલા, વિજય ઓડેદરા અને હાજી રમકડું લોકડાયરો રજૂ કરશે. શહેરના ગરીબો-જરૂરીયામંદોને અનાજનું વિતરણ કરવામાં આવશે....
  03:10 AM
 • પોરબંદરશહેરમાં જે રીતે ભૂગર્ભગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે તેના કરતા છાયા શહેરમાં લોકોને મુશ્કેલી પડે તે માટે કામગીરી ચાલી રહી છે. છાયા શહેરના રસ્તાઓના નવિનીકરણના કામોનો પ્રારંભ થઈ ગયો છે હજુ આગામી દિવસોમાં અંદાજે 30 કરોડના ખર્ચે શહેરના મોટાભાગના રસ્તાઓનું સમારકામ કરીને તેનું નવિનીકરણ કરાશે. જે સ્થળે સિમેન્ટ રોડની જરૂરીયાત છે ત્યાં સીમેન્ટ રોડ બનાવવામાં આવશે ઉપરાંત ડામર રોડ અને પેવરબ્લોકનું પણ કામ કરવામાં આવશે. છાયા નગરપાલિકાના પ્રમુખ જીવાભાઈ ભુતિયા અને ઉપપ્રમુખ હરીશભાઈ થાનકીના...
  03:10 AM
 • કવાયત | પોરબંદરમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચમાં સુરક્ષા એજન્સીઓની સફળ મોકડ્રીલ, 100 કિમી લાંબા દરિયા કિનારે બોટ સતત દોડતી રહી
  પોરબંદરસહિત ગુજરાતભરના દરિયાકિનારે આજથી ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દરિયાઈ સુરક્ષાને લઈને વિવિધ મોકડ્રીલ પણ યોજવામાં આવી હતી. પોરબંદરના સમુદ્રમાં આજે સવારથી સુરક્ષા એજન્સીઓની વિવિધ કવાયતો શરૂ થઈ ગઈ હતી. આતંકવાદીઓ ભારતીય જળસીમામાં ઘૂસે તો તેને કઈ રીતે મુંહતોડ જવાબ આપી શકાય તેને લઈને મોકડ્રીલ યોજવામાં આવી હતી. પોરબંદરના દરિયામાં 2 શંકાસ્પદ બોટ ઘૂસી હોવાના અહેવાલના પગલે કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને નેવીએ સઘન ચેકિંગ હાથ ધરી દીધું હતું. તે દરમિયાન પોરબંદરના...
  April 25, 03:55 AM
 • એક સમયમાં ઘૂમલી પોરબંદરની રાજધાની ગણાતી ઘૂમલીમાં પેશવા શાસકોએ નવલખા મહેલનું 11મી સદીમાં 9 લાખનાં ખર્ચૈ નિર્માણ કર્યું હતું. જેથી મહલનું નામ નવલખી પડ્યું. કલાનું અદભુત સર્જન મહેલમાં કરવામાં આવ્યું છે. વર્ષો પછી પણ નવલખા મહેલ અડીખમ જોવા મળી રહ્યો છે જો કે તેનું જતન કરવામાં જવાબદાર તંત્ર નિષ્ફળ રહ્યું છે. ઐતિહાસિક વારસો જળવાઈ રહે તો આવનારી પેઢી માટે પણ મહેલ ગરીમાપૂર્ણ બની રહેશે. બરડાડુંગરની ટોચ ઉપરથી નવલખા મંદિરની નયનરમ્ય તસ્વીર કેદ કરવામાં આવી છે. તસ્વીર| જીતુ કારાવદરા
  April 25, 03:55 AM
 • પોરબંદરનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા તેમજ અન્ય કામગીરી સહિતના કામો માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં નગરપાલિકાના કુલ 61 વાહનોમાં એક માસમાં રૂા. 7 લાખથી પણ વધુ ડિઝલ-પેટ્રોલ પાછળ ખર્ચ થાય છે તો નગરપાલિકામાં આવેલ હાઉસટેક્સ સહિતના ભંડોળોમાંથી વાહનોના ડિઝલ-પેટ્રોલનો ખર્ચ કરવામાં આવે છે. પોરબંદર નગરપાલિકા હંમેશા વાદ-વિવાદમાં રહે છે. પાલિકા પાસે પૂરતું ભંડોળ હોવાને કારણે નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને બે બે માસ સુધી પગારવિહોણા રહેવું પડે છે. ત્યારે પાલિકા દ્વારા વાહનોના...
  April 25, 03:55 AM
 • પોરબંદરનાખાંભોદર ગામે રહેતા વૃદ્ધાએ ગઈકાલે જીંદગીથી કંટાળી જઈ પોતાની મેળે સળગી જઈ આપઘાતનો પ્રયાસ કરતા તાત્કાલીક સારવાર માટે ખસેડાયા હતા. ખાંભોદર ગામે રહેતા અને છેલ્લા 30 વર્ષથી એકલવાયું જીવન જીવતા ટમુબેન પુંજાભાઈ ચાંચીયા નામના વૃદ્ધાને શરીરમાં ગાંઠ હોવાને કારણે 7 માસ પહેલા તેમનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. પરંતુ ગાંઠને લઈને વૃદ્ધાને અવારનવાર દુ:ખાવો થતા વૃદ્ધાએ ગઈકાલે કંટાળી જઈ પોતાની મેળે સળગી જતા તાત્કાલીક સારવાર માટે તેમને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં...
  April 25, 03:55 AM
 • પોરબંદરનાગધાઈવાડાના નાકે આવેલી ભાવના ડેરી નજીક યુવાન દુકાને દાઢી કરાવવા ગયો હતો, તે દરમિયાન ત્યાં 5 શખ્સો નશો કરેલી હાલતમાં ધસી આવ્યા હતા અને યુવાનને ભૂંડી ગાળો આપી યુવાનને માર મારતા યુવાનનો ભાઈ ધસી આવ્યો હતો ત્યારે બન્ને ભાઈઓને લાકડી-પાઈપ વડે માર મારતા બન્ને યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા હાર્દિક કિશોર સોનેરી નામનો યુવાન ભાવના ડેરી નજીક દુકાને દાઢી કરાવવા ગયો હતો, ત્યારે ત્યાં અજાણ્યા 5 શખ્સો નશો કરેલી હાલતમાં...
  April 25, 03:55 AM
 • પોરબંદર |પોરબંદરના ભાટીયા બજારમાં રહેતો સંજય ગોવિંદભાઈ ચૌહાણ, ખારવાવાડમાં રહેતો સુનિલ લલીતભાઇ રાઠોડ, ઝુરીબાગમાં રહેતા મોહન ગોવિંદ વાજા, ઝુંડાળામાં રહેતો દેવશી સવદાસ મોઢવાડીયા, મફતીયા પરામાં રહેતા ભરત અશોક સોલંકી તેમજ રાણાવાવના મનસુખ હમીર અને પાતા ગામના કેશુ ગગા મોકરીયાને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. જિલ્લામાં નશો કરેલી હાલતમાં ફરતા 7 શખ્સો ઝડપાયા
  April 25, 03:55 AM