-કીડી પર છાંટવા કેરોસીન માંગતાં પુત્ર-પુત્રવધૂ વૃદ્ધા પર તૂટી પડ્યા -એસઆરપી ટ્રેનીંગ સેન્ટરનાં સિનીયર ક્લાર્ક સામે પોતાની જ માતાએ માર માર્યાની ફરિયાદ નોંધાવી જૂનાગઢનાં ઝાંઝરડા ગામે રહેતી એક વૃદ્ધાએ બે દિવસ પહેલાં પોતાની પુત્રવધૂ પાસે કીડીઓ પર છાંટવા કેરોસીનની માંગણી કરી હતી. પરંતુ પુત્રવધૂએ કેરોસીન આપવાને બદલે સાસુ પર હાથ ઉઠાવ્યો હતો. અને પુત્રએ માતાને બદલે પત્નીનો સાથ આપવાનું પસંદ કરતાં આખરે માતાએ બંને સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાંથી પ્રાપ્તવીગતો મુજબ, જૂનાગઢનાં...