Home >> Saurashtra >> Latest News >> Jamnagar
 • જામનગર | મહાનગરપાલિકાના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર દ્વારા વેલનાથજી કોમ્યુનિટી હોલ ખાતે રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં કુલ 112 લાભાર્થી દર્દીઓએ સારવાર લીધી હતી. જેમાંથી 2 નવા ડાયાબિટીસ અને 3 દર્દી હાઇપર ટેન્શન વાળા હતા જેમને જી જી હૉસ્પિટલ ખાતે રિફર કરેલ હતા 29 જેટલી સગર્ભાની સ્થળ ઉપર તપાસ કરીને આર્યન ફોલિક અને કેલ્શિયમ ની ગોળીઓ આપવામાં આવી હતી. કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડૉ. કાજલબેન ચૌહાણ તેમજ જયંતભાઈ ત્રિવેદી પંકજભાઈ તેમજ સર્વે પેરામેડિકલ સ્ટાફ આશા...
  03:10 AM
 • જામનગર | તા.29નાચેટીચાંદની જાહેર રજા હોવાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.29ના રોજ ધો. 12ની સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની લેવાનાર તમામ વિષયોની પરીક્ષા તા.28ના જે તે સમયે અને સ્થળે યોજાશે. જેની સંબંધીત પરીક્ષાના ઉમેદવારો, વાલીઓ, સ્થળ સંચાલકો, આચાર્યઓ તથા વિદ્યાર્થીઓને જાણ થાય તે હેતુથી જિલ્લા શિક્ષણાધિકારી, જામનગરની અખબારી યાદીમાં જણાવાયુ છે. ધો. 12ની બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર
  03:10 AM
 • જામનગર | સંચારીરોગચાળા અટકાયત માટે જિલ્લા રોગ અટકાયત અને જીલ્લા સર્વેલન્સની કામગીરી બેઠક કલેકટર આર.જે.માકડિયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. બેઠકમાં શહેર તથા ગ્રામિણ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળા અટકાયત, નિયંત્રણ કામગીરી સમિક્ષા કરવામાં આવેલ હતી. ત્યારબાદ કલેકટરએ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પંડયા, જીલ્લા આરોગ્ય અધીકારી બથવાર તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જિલ્લામાં સંચારી રોગચાળા...
  03:10 AM
 • જામનગરજિલ્લા પંચાયત હસ્તક જિલ્લામાં આવેલી 62433 ફૂટ ગૌચરની જમીનમાં દબાણ હોવાનું ખુદ પંચાયતના ચોપડે બોલી રહયું છે. ગામડાઓમાં અધિકારીઓની મીઠી નજરથી દબાણકારોને છુટો દોર મળી ગયો હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. ગામડાઓ પંચાયતના તલાટી કાર્યરત હોવા ઉપરાંત હવે 7 થી 8 ગામો વચ્ચે મહેસૂલ તલાટી મુકાયા છે.આ તલાટીઓએ સમયાંતરે સરકારી પડતર તથા ગૌચરની જમીનોની સ્થળ ચકાસણી કરી દબાણ શોધવા,હદ-દીશા ચકાસવા તથા જો સરકારી જમીનો પર દબાણ થયા હોય તો તાલુકા વિકાસ અધીકારીને દબાણનો રીપોર્ટ આપવાનો રહે છે.તલાટીઓએ દર...
  03:10 AM
 • જામનગરશહેર તથા જિલ્લામાં વૃક્ષોનું પ્રમાણ ઘટી રહયું છે જેમાં મોટાવૃક્ષો ધરાશાયી થઇ રહયા છે અને અાવા વૃક્ષોના નાશથી પાણીની અછત ઉભી થઇ છે. જેથી વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવું જોઇએ અને વૃક્ષોના જતનથી પાણીની ઉદ્દભવતી અછતનો દુર થઇ શકે છે તેમ હેતુથી આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિતે દ્વારકાના ભીમરાણાની સેન્ટ મેરી સ્કુલના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. સેન્ટ મેરી સ્કુલના 410 વિદ્યાર્થીઓ દ્વારા સ્કુલના ગ્રાઉન્ડમાં 300 વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં દરેક વિદ્યાર્થીઓને...
  03:10 AM
 • ફલ્લામાંઆવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાંથી જામનગરના રમેશભાઇ જીવાભાઇ ગડારા તા. 18ના રૂા. 10,000 ઉપાડવા ગયા હતાં. જેમાંથી એક નોટ રૂા. 500ના દરની એક બાજુ કોરી નોટ નિકળી હતી. જે નોટ તેમને બેંકના અધિકારીને પરત કરી હતી. આમ એક નોટની એક સાઇડ કોરી નીકળતા આશ્ચર્ય સર્જાયું હતું.
  03:10 AM
 • જામનગરમહાનગર પાલિકાના કર્મચારીઓને ગાળો આપવી અને મારમારવાના બનાવ છાસવારે સામે આવતા હોય છે, જામનગરના મનપાના અધિકારીઓનું પોતાનું કહી વજૂદ છે નહીં તે વાત ફલિત કરતો વધુ કિસ્સો સામે આવ્યો છે. હાલ મનપાના કર્મચારીને મનપાની કચેરીમાં બંધબારણે ધારાસભ્યના કહેવાતા ટેકેદારે ફોન કેમ નથી ઉપાડતો તેમ કહી ગાળો આપી ઝંપાઝપી કરી માર મારતા વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. જો કે, અન્ય અધિકારીની મધ્યસ્થી મામલો થાળે પડ્યો હતો. પરંતુ કોર્પોરેશનના અધિકારીઓમાં વાત વાયુવેગે પ્રસરી જતાં ભારે રોષની અને ભયની લાગણી ફેલાઈ...
  03:10 AM
 • જિલ્લાસરકારી વકીલ તરીકે સાડા દસ વર્ષથી સેવા આપતા બિમલભાઈ એચ. ચોટાઈએ મંગળવારે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા લો સેક્રેટરી ઈલેશ વોરાને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. વર્ષ ૨૦૦૬ના ઓગષ્ટ મહિનામાં આઠમી તારીખથી જામનગરના જિલ્લા સરકારી વકીલ તરીકે ચાર્જ સંભાળનાર બિમલભાઈએ પોતાની ત્રણ વર્ષની ટર્મ પૂરી કર્યા પછી બીજી ટર્મ માટે પણ તેઓની નિમણૂક થઈ હતી ત્યાર પછી સતત બે ટર્મ માટે તેઓને ડી.જી.પી. તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા. સતત સાડા દસ વર્ષ સુધી ડી.જી.પી. તરીકે સેવા આપ્યા પછી બિમલભાઈએ...
  03:10 AM
 • જામનગર જિલ્લાના સરકારી વકીલનું રાજીનામું ગોરીયારીવિસ્તારમાં રહેતા હરિસંગભા હમીરભા માણેક (ઉ.વ.60) નામના વૃદ્ધે અગાઉ ગઢેચી વાડી વિસ્તારમાં રહેતા નાયાભા ખીરાભા સુમણિયા નામના શખ્સ સામે ફરિયાદ કરી હતી, જે ફરિયાદનું મનદુખ રાખી મંગળવારે સવારે હરિસંગભા છકડા રિક્ષામાં બેસી દવા લેવા જતાં હતા, ત્યારે શખ્સે રિક્ષા ઊભી રખાવી વૃદ્ધને ગાળો આપી ફરિયાદ નોધાવી હતી. જામનગરમાં ચાંદીબજાર જૈન ઉપાશ્રયમાં ગતવર્ષના ચાર્તુમાસમાં આચાર્ય દેવનરદેવસાગર સૂરીશ્વરજી મ.સા.અને મુનિરાજપધકિર્તી સાગરજી મ.સા.ની...
  03:10 AM
 • જામનગરની મનપાની કચેરીમાં અધિકારીઓને દબાવવાનો વધુ કિસ્સો સામે આવ્યો છે, વર્ષની શરૂઆતમાં વિપક્ષી નેતા દ્વારા એસ્ટેટ શાખાના ડેપ્યુટી એન્જિયર અને ડેપ્યુટી કમિશનરને કાનમાં કીડા પડી જાય તેવી ગાળો આપવામાં આવી હતી, જેના પગલે એસ્ટેટ શાખાના એન્જિ. પી.એલ.વસાણિયાને છાંતીમાં દુંખાવો ઉપાડતાં સારવારમાં ખસેડાયા હતા. તે ઘટનાની સાહી હજુ ભુસાઈ નથી. ત્યા વધુ એક કર્મચારીને મારમારવાનો કિસ્સો સામે આવતા ભારે ચકચાર સાથે અનેક સવાલો ઊભા થયા છે. વિપક્ષી નેતાએ પણ એન્જિનિયરને ગાળો આપી હતી
  03:10 AM
 • જામનગર,જામજોધપુરઅને ખંભાળીયામાં સોમવારે બપોર બાદ રાજકોટ અને જામનગર તથા દ્રારકા જિલ્લાના આયકરના અધીકારીઓએ મેગા સર્વે હાથ ધરી 15 પેઢીઓમાં તપાસ હાથ ધરતા ભારે ચકચાર જાગી હતી.જેમાં જામજોધપુરની પેઢીઓ દ્રારા 6 થી 10 લાખનું ડીસ્કલોઝર કરાયું હતું.જયારે ખંભાળીયાની એગ્રો પેઢી દ્રારા રૂ.10 લાખની છૂપી આવક જાહેર કરી છે. જામનગરના ટોચના ઉધોગપતિ રામગોપાલ મહેશ્વરીના સીયારામ મેટલ નામના કારખાના પર આયકર વિભાગે દરોડા પાડયા હતાં.અચાનક આઇટીના દરોડાથી કાર઼ખાના કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જયારે અન્ય...
  03:10 AM
 • જિલ્લાજેલમાં મંગળવારે અમદાવાદથી ધસી આવેલી જેલના પોલીસ મહાનિર્દેશકની કચેરીની વિજીલન્સ ટૂકડીએ સરપ્રાઈઝ ચેકીંગ કરતા જેલની અંદર આવેલા પાસા યાર્ડના શૌચાલયમાં પાણીના ટાંકાની અંદર કોથળીમાં વીંટી સંતાડેલો એક મોબાઇલ મળી આવતા ભારે ખડભડાટ મચી ગયો હતો. હાલ મોબાઇલ કબ્જે લીધા બાદ સિટી-એ ડિવિઝનમાં રાબેતા મુજબ અજાણ્યા કેદી સામે ગુનો નોધાવવામાં આવ્યો હતો. જામનગરની જિલ્લા જેલમાં અવારનવાર સ્થાનિક પોલીસ તથા ગાંધીનગરથી આવતી વિજીલન્સ ટૂકડી દ્વારા કરાતા ચેકીંગમાં કેટલીક પ્રતિબંધિક વસ્તુઓ મળી આવતી...
  03:10 AM
 • જામનગરની એક શિપિંગ કંપનીને રિલાઇન્સમાથી કોલસો લીધા બાદ રોજીબંદર પર આવેલી રૂચિ જેટીએ પહોચડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. દરમિયાન છેલ્લા ત્રણ બે માસમાં એક ડ્રાઇવર દ્વારા ત્રણ વખત કોલસો ભરેલો ટ્રક બારોબાર વેચી માર્યો હોવાનું કંપનીના ધ્યાને આવતા તે અંગેની તપાસ કરી હતી. જે તપાસના અંતે કંપનીના ચાર કર્મચારીની મદદથી કારસ્તાન આચરાયું હોવાનું સામે આવતા ત્રણ કર્મચારી સહિત નવ શખ્સો સામે બેડીમરીન પોલીસમાં ફરિયાદ નોધવાઇ હતી જેથી હરકતમાં આવેલી પોલીસે તમામ આરોપીના સગડ દબાવી તમામની અટકાયત કરી હતી....
  03:10 AM
 • ગોકુલનગરરડાર રોડ શેરી નં. 14માં રહેતા ઉદયસિંહ નવલસિંહ વાળાના 30 વર્ષીય પત્ની શોભનાબાને માનસિક બિમારી લાગુ પડી ગઈ હોય, જ્યારે લગ્નના દસ વર્ષ બાદ પણ સંતાન હોવાથી ગત સોમવારે સવારે તેના ઘરે તેમણે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. જેથી તેમને સારવારમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજયું હતું.
  03:10 AM
 • ધ્રોલતાલુકાના હાડાટોડા ગામમાં રહેતા જગદીશસિંહ મનુભા જાડેજા (ઉ.વ.32)ની હજામચોરના માર્ગે વાડી છે. 81500નો મુદામાલ પડ્યો હતો. ગત તા.18ના રાત્રિના સમયે પ્રવેશેલા તસ્કરોએ ઓરડીનું તાળું તોડી તમામ મુદમાલની ચોરી કરી હતી. પોલીસે જગદીશભાઈની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે આઇપીસી કલમ 457, 380 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  03:10 AM
 • જામનગરમાં સિનિયર સિટિઝન્સનું સન્માન થશે જામનગર | ઔદિચ્યખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ તરફથી જામનગરમાં વસતા 70 વર્ષની ઉમરના ભાઇઓ તથા બહેનોના સન્માન તા. 16ના સાંજે 5 વાગ્યે શાંતાવાડી જ્ઞાતિની વાડીમાં યોજવામાં આવશે. જેમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે બાદમાં સમુહજ્ઞાતિ ભોજન લેવામાં આવશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયાજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.
  03:10 AM
 • જામનગરનાડિવિઝનના ડી-સ્ટાફ દ્વારા મંગળવારે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન પો.કો. નરેન્દ્રસિંહ ખુમાનસિંહ, શિવભદ્રસિંહ તથા ફિરોઝ ગુલમામદભાઈને બાતમી મળી હતી કે એક શખ્સ ચોરાઉ બાઈક સાથે પસાર થવાનો છે. બાતમીના આધારે પીઆઈ કે.આર. સકસેનાના માર્ગદર્શન હેઠળ અને પીએસઆઈ પી.એન. જાડેજાના વડપણ હેઠળ ગોઠવવામાં આવેલી વોચ દરમ્યાન લાખોટા મિગ કોલોની વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા જીજે-1૦-બીકે 5081 નંબરના એક હીરો મોટરસાયકલને આંતરી તેના ચાલક ગુરૂદ્વારા ચોકડી પાસેના રાધા-કૃષ્ણનગરમાં રહેતા...
  03:05 AM
 • ગોકુલપુરી-મુંગણીગામ પાસે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મુકેશ પરમારના બાઇકની તલાશી લીધી હતી. શખ્સ પીધેલી હાલતમાં જણાતા મુકેશ સામે ફરિયાદ નોંધાવી હતી, જ્યારે કેશિયાના પાટિયા પાસેથી પોલીસે મંગળવારે રાત્રે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના શેરૂભાઈ જુવાનસિંહ મહેડા નામના આદિવાસી શખ્સને પીધેલી હાલતમાં પકડી પાડી તેના વિરૂદ્ધ જોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
  03:05 AM
 • જામનગરનાજોડિયા-ભૂંગામાં આવેલા મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 11નેે પકડી પાડી 20હજારની મતા જપ્ત કરી હતી. જામનગરના બેડી વિસ્તાર પછી આવેલા જોડિયા-ભૂંગામાં એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી મંગળવારે પીઆઈ એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ બેડી પોલીસ ચોકીના પીએસઆઈ ડી.બી. ગોહિલ તથા સ્ટાફે ઈસ્માઈલ ઈબ્રાહીમ જામના મકાનમાં દરોડો પાડયો હતો. મકાનમાં ઈસ્માઈલને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમી રહેલા નિયાઝખાન દાઉદ ચાવડા, શબ્બીર ઈસ્માઈલ વાઘેર, જુસબ કાસમ જાબરિયા, સલીમ જુસબ...
  03:05 AM
 • ધ્રોલતાલુકાના હાડાટોડા ગામમાં તસ્કરોએ વાડી વિસ્તારની ઓરડીમાં ખાતર પાડ્યું હતું. જેમાં કપાસ,એરંડાના પાક સહિત તાલપત્રી, ઇલેક્ટ્રીક જટકા મશીન સહિત રૂ.81500ના મુદામાલનો ચોરી થઈ હતી. હાડાટોડા ગામમાં રહેતા જગદીશસિંહ મનુભા જાડેજાની વાડીની ઓરડીમાં રૂ.22500ની કિમતનો 20 મણ કપાસનો પાક, રૂ. 13500ની કિમતના 15 મણ ચણા, રૂ.32000ની કિમતના 40 મણ એરંડા તથા રૂ.10 હજારની કિમતની ઇલેક્ટ્રીક જટકા મશીન, રૂ.4000ના કિમતની ટ્રકની મોટી તાલપત્રી સહિત 81500નો મુદામાલ હતો. તા.18ના રાત્રિના તસ્કરોએ ઓરડીનું તાળું તોડી મુદ્દામાલની ચોરી કરી હતી....
  03:05 AM