Home >> Saurashtra >> Latest News >> Amreli
 • અમરેલીમાંગત તા.26ના રોજ હનુમાનપરા દેનાબેંક પાસે આવેલ નોનવેજની દુકાનમાં ચકા કોળી અને દેવા કોળી નામના બે શખ્સો જમવા માટે ગયા હતા. જમવાના પૈસા પ્રશ્ને દુકાનદાર કાસમભાઇ શેખ સાથે બોલાચાલી થતા તેમના પત્ની મેમુદાબેન વચ્ચે પડતા ચકા કોળી અને દેવા કોળી નામના બે શખ્સોએ મળીની મેમુદાબેનને ગંદી ગાળો આપીને કાસમભાઇ સાથે ઝપાઝપી કરીને કાસમભાઇની દુકાનમાં તોડફોડ કરતા કાચનો એક ટુકડો કાસમભાઇને હાથના ભાગે લાગી જવાથી ઇજા થઇ હતી. આથી મેમુદાબેન શેખે અમરેલી સી.ટી પોલીસ સ્ટેશનમાં ચકા કોળી અને દેવા કોળી સામે...
  30 mins ago
 • અમરેલી |ડો.જીવરાજ મહેતાસંસ્થાપિત શ્રીમતિ શાંતાબેન હરીભાઇ ગજેરા ઉ.મા.શાળાના કોમર્સ વિભાગનાં વિદ્યાર્થીઓને 12 પછી શું માટેનો કારકીર્દી સેમીનાર રાખવામાં આવ્યો હતો. કારકીર્દી સેમિનાર અંતર્ગત વિદ્યાર્થીઓને સારા ભવિષ્ય અને સારી ફેસીલીટી પસંદગી માટે કાર્યક્રમ ખાસ સંસ્થાના વ્યવસ્થાપક હસમુખભાઇ પટેલ હાજર રહ્યા હતા. વ્યવસ્થાપક દ્વારા વિદ્યાર્થીઓને ધો.12 પછી કેવી ફેકલ્ટી પસંદ કરવી કેવી સંસ્થા તથા જીવનમાં કેવી બાબતોનો ખ્યાલ રાખવો તે બાબતનું માર્ગદર્શન પેરૂ પાડવામાં આવ્યુ હતુ. અમરેલી સંકુલમાં...
  30 mins ago
 • જિલ્લામાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહી છે તસ્કર ગેંગ લીલીયાતાલુકાના આંબા ગામે પણ ગઇરાત્રે તસ્કરોએ તરખાટ મચાવી આપાગીગાની જગ્યા, જૈન દેરાસર સહિત સાત સ્થળોએ ત્રાટકી 1.08 લાખની મતા ચોરી ગયા હતાં. મંદિરના કોઠારીએ બારામાં લીલીયા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ચોરીની ઘટના લીલીયા તાલુકાના આંબા ગામે ગઇરાત્રે બની હતી. આપાગીગાની જગ્યાના કોઠારી નરશીભાઇ ભીખાભાઇ ક્યાડાએ બારામાં લીલીયા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે જુદા જુદા સાત સ્થળે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. આપાગીગાના મંદિરની...
  30 mins ago
 • વન વિભાગે 15 હજારનો દંડ વસુલ કર્યો અમરેલીપંથકમાં પક્ષીઓના શિકાર અને તેને કેદ કરવાની પ્રવૃતિ અવાર નવાર સામે આવે છે ત્યારે આજે લીલીયાના ક્રાંકચ રાઉન્ડના ખારા ગામની સીમમાં બે શખ્સો કેદ કરેલા ત્રણ તેતર સાથે ઝડપાતા વન વિભાગે તેને ઝડપી લઇ રૂા. 15 હજારનો દંડ ફટકાર્યો હતો અને તેતરને મુક્ત કરી દીધા હતાં. લીલીયાના ક્રાંકચ પંથકમાં સાવજોનો વસવાટ હોય વન વિભાગની પણ વિસ્તારમાં ચાંપતી નઝર રહે છે. ત્યારે આજે ક્રાંકચ રાઉન્ડના ખારા ગામની સીમમાં વન કર્મચારીઓની ટુકડીએ બે શખ્સોને ત્રણ તેતર સાથે ઝડપી લીધા હતાં....
  30 mins ago
 • અમરેલીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં શિબીર યોજાઇ જુનાગઢકૃષિ યુનિ. સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર-અમરેલી ખાતે તાલીમ યોજવામાં આવી હતી. ભારત સરકારની કૃષિ કૌશલ્‍ય યોજના હેઠળ અળસિયાનું ખાતર બનાવવાની પધ્‍ધતિ અને બીજ ઉત્‍પાદનની તાલીમ આપવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડૉ. એન.એસ. જોષીના માર્ગદર્શન હેઠળ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. કૃષિ વૈજ્ઞાનિકશ્રી ડૉ. એચ.સી. છોડવડીયાએ અળસિયાનું ખાતર બનાવવાની પધ્‍ધતિ, અળસિયાની જાતો, અળસિયાના ખાતરની ઉપયોગિતા વગેરે...
  30 mins ago
 • લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઇ ગીરનુજંગલ જાણે હવે વન્યપ્રાણીઓને ટુંકુ પડી રહ્યું હોય રેવન્યુ અને બૃહદગીર વિસ્તારમા સિંહ, દિપડા સહિતના વન્યપ્રાણીઓ વસવાટ કરવા લાગ્યા છે. અવારનવાર માર્ગ અકસ્માત કે રેલ અકસ્માત અને ખુલ્લા કુવાઓમા પડી જવાથી કે વિજ કરંટથી કે શિકાર થવાથી આવા પ્રાણીઓ મોતને ભેટી રહ્યાં છે ત્યારે વન અને વન્યપ્રાણીઓની જાળવણી માટે ઇમરજન્સી સેવા નંબર જાહેર કરવા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામા આવી છે. લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ...
  30 mins ago
 • 19 જુલાઇએ પોલીસકર્મીની હત્યા થઇ હતી ઉનામાંબનેલ દલિત અત્યાચારના મામલે અમરેલીમાં ગત 19 જુલાઇએ દલિત સમાજે રેલી કાઢી હતી. જે રેલીમાં એક પોલીસકર્મીનું મોત થયુ હતુ જેના આરોપીએ અમરેલી એડીશ્નલ ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટમાં જામીન મુક્તની અરજી કરેલ હતી. જો કે કોર્ટે તેની અરજી નામંજુર કરી હતી. અંગેની વિગતો એવા પ્રકારની છે કે ઉનામાં દલિત અત્યાચાર થયેલ બનાવમાં અમરેલીમાં ગત 19 જુલાઇએ દલિત સમાજે રેલી કાઢી હતી. રેલી શહેરના અલગ અલગ માર્ગો પર ફરી હતી. તે દરમિયાન ચિતલ રોડ પર પોલીસકર્મી પંકજભાઇ અમરેલીયાનું મોત...
  30 mins ago
 • નંબરને લઇ મુલ્યાંકન કેન્દ્રનાં નિયામકને રજુઆત કરવામા આવી રસાયણવિજ્ઞાન વિષયના મુલ્યાંકનકારના નિમણુંક નંબરમા છેલ્લા ઘણા વર્ષોથી અધુરી, ખોટી માહિતીના આધારે નિમણુંક નંબરા આપવામા આવતા હોય પ્રશ્ને મુલ્યાંકન કેન્દ્રના નિયામકને રજુઆત કરવામા આવી છે. મુલ્યાંકન કેન્દ્રના નિયામકને કરવામા આવેલી રજુઆતમા જણાવાયું છે કે માધ્યમિક વિભાગમા શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકો ફાજલ થતા તેને ઉ.મા. વિભાગમા સમાવવામા આવેલ જેઓ રસાયણ વિજ્ઞાન વિષય ભણવવાનો કે વિષયના મુલ્યાંકનકાર્યનો નહિવત અનુભવ ધરાવતા હોવા છતા...
  30 mins ago
 • ઢોરના અતિક્રમણથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન અમરેલીશહેરના નગરપાલિકા વિસ્‍તારમાં આવતા જુદાં-જુદાં સ્‍થળોએ લીલો ઘાસચારો વેચનારાઓ દ્વારા જાહેર રસ્‍તા અને જાહેર ઉપયોગની જગ્યાઓ પર પોતાની સાથે ઘાસચારાના જથ્થા લઇ વેચાણ અર્થે ઉભા રહે છે. જેના કારણે જાહેર માર્ગો પર રખડતા ઢોરના અતિક્રમણ જોવા મળે છે.અને તેનાથી જાહેર રાહદારીઓને અને ટ્રાફિકને ભારે અડચણ-અટકાયત ઉભી થાય છે. ઢોરના મળમૂત્રના કારણે ગંદકી ફેલાતી હોય તેનાથી સમાજની તંદુરસ્‍તી અને શારીરિક સુખાકારીને નુકશાનકારક છે. રાહદારીઓને...
  30 mins ago
 • અમરેલી |ખાંભાના ચક્રાવાપરામાંરહેતા ભીખુબેન કાળાભાઇપીઠાભાઇ ચુડાસમા જે પોતાના ઘરે હતા તે દરમ્યાન ખોડુભાઇ સોમાતભાઇ, ભુપતભાઇ ચકુભાઇ, કૈલાસબેન ભુપતભાઇ, કાજલબેન ખોડુભાઇ રહે.તમામ ચક્રાવાપરા નામના શખ્સોએ ભીખુબેનના ઘરે જઇ તેના ઘરના કૂંડાળીયા કાઢતા ભીખુબેને તેમ કરવાની ના પાડતા ઠપકો આપતા સારૂ નહી લાગતા ભીખુબેનને ઘરે આવી ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારવાની ફરિયાદ ખાંભા પોલીસ સ્ટેશનમાં થવાપામી હતી. ખાંભાનાં ચક્રાવારામાં મહિલાને ઢીકાપાટુનો મારમાર્યો
  30 mins ago
 • અમરેલીમાં તસ્કરોનો તરખાટ: બે મંદિરો સહિત 10 જગ્યાઓએ ચોરી, લોકોમાં રોષ
  અમરેલી: અમરેલી જીલ્લામાં ગઇ એક રાતમાં જ તસ્કરોએ તરખાટ મચાવી જુદા જુદા બે મંદિરો સહિત દસ સ્થળે ત્રાટક્યા હતાં. સાવરકુંડલાના જીરામાં પાંચ સ્થળે ચોરી થઇ હતી. જ્યારે નાગેશ્રીના ટીંબીમાં પણ પાંચ સ્થળે તસ્કરો ત્રાટક્યા હતાં. તસ્કરો રૂા. એકાદ લાખનો મુદામાલ ચોરી ગયાનું કહેવાય છે. શહેરની વિસ્તારની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ તસ્કરોની ભારે રંજાડ શરૂ થતા લોકોમાં આ મુદે રોષ જોવા મળી રહ્યો છે. મંદિરમાં પણ તસ્કરોએ તાળા તોડી મુદ્દામાલ ઉઠાવી ગયા સાવરકુંડલાના જીરા ગામે બે મંદિર તથા ત્રણ બંધ...
  12:57 AM
 • ગુજરાતસરકાર સંચાલિત રોજગાર અને તાલીમ દ્વારા કૌશલ્ય વર્ધન કેન્દ્રમા ફેકલ્ટીની નિમણુંક કરવા માટે ખાનગી એજન્સીને કામ સોંપવામા આવ્યું હોય પરંતુ એજન્સી દ્વારા ભરતી પ્રક્રિયામા ગેરરિતી આચરવામા આવી હોવાના આક્ષેપો સાથે અરજદારો દ્વારા રજુઆત કરવામા આવી છે. કૌશલ્ય વર્ધન કેન્દ્રમા અલગ અલગ કોર્ષમા ફેકલ્ટી તરીકે પાંચ વર્ષનો અનુભવ ધરાવતા અરજદારોને અન્યાય થતો હોય રજુઆત કરવામા આવી છે. કેવીકેમા આઉટ સોર્સિગથી એક ખાનગી એજન્સીને નિમણુંક માટે કામગીરી સોંપવામા આવી હતી. એજન્સી દ્વારા અરજદારોને જુનાગઢ...
  March 28, 02:35 AM
 • બાકી નિકળતા પૈસા પ્રશ્ને બનાવ બન્યો લાઠીતાલુકાના ભીંગરાડમાં રહેતા યુવાને લાઠીના યુવાન પાસેથી ફોરવ્હિલ લીધી હતી. જે ફોરવ્હીલના રૂ.10 હજાર બાકી નિકળતા હતા. પૈસાની ઉઘરાણી પ્રશ્ને યુવાનને ચાર શખ્સોએ મળીને ઢીકાપાટુ વડે માર મારવાની ફરિયાદ લાઠી પોલીસ સ્ટેશનમાં થતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી. લાઠી તાલુકામાં આવેલ ભીંગરાડમાં રહેતા મનજીભાઇ લક્ષ્મણભાઇ પરમાર (ઉ.વ.48) નામના યુવાને લાઠીના છભાડીયામાં રહેતા વિજય નામના શખ્સ પાસેથી ફોરવ્હીલ લીધેલ હતી. જેથી વિજય નામના શખ્સે મનજીભાઇ પાસે દસ...
  March 28, 02:35 AM
 • અમરેલી| તા.૨૬એપ્રિલ-૨૦૧૭ના રોજ મામલતદાર કચેરી-અમરેલી ખાતે અમરેલી તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદારે, તા.૧૦ એપ્રિલ-૨૦૧૭ સુધીમાં મામલતદાર કચેરી-અમરેલીને રૂબરૂ અથવા પોસ્‍ટ મારફતે મોકલી આપવાની રહેશે. અરજીમાં તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે, તેમ મામલતદાર-અમરેલીની યાદીમાં જણાવાયું છે. સ્વાગત કાર્યક્રમ માટે તા.૧૦ એપ્રિલ સુધીમાં અરજી કરવી
  March 28, 02:35 AM
 • અમરેલી| રાજયમાંગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યુ હોવાને કારણે આગામી બે દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારે તથા અન્ય સ્થળોએ હીટવેવની સંભાવના હોવાથી જનતાના માર્ગદર્શન માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા ઉપરાંત હીટવેવ દરમિયાન લોકોએ તકેદારીના શું પગલા લેવા જોઇએ તેની યોગ્ય જાણકારી અપાય તે પ્રમાણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. બજારમાં મળતા ખાદ્યપદાર્થ-વસ્તુઓ પર ગરમીને કારણે અસર થતી હોય છે. રાજ્યમાં ગરમીના દિવસોમાં પૂરતી તકેદારી રાખી કાળજી લેવી
  March 28, 02:35 AM
 • ખોડલધામ સમિતી અને સ્વામીનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર દ્વારા આયોજન અમરેલીશહેરમા હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ઉનાળામા લોકોને વિનામુલ્યે છાશ મળી રહે તે હેતુથી અમરેલી જિલ્લા ખોડલધામ સમિતી દ્વારા વિનામુલ્યે છાશ કેન્દ્રનો પ્રારંભ કરવામા આવ્યો છે. અમરેલી જિલ્લા ખોડલધામ સમિતી તેમજ શ્રી સ્વામીનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર કેરીયારોડ દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ વિનામુલ્યે છાશ વિતરણ કેન્દ્રનો આરંભ કરવામા આવ્યો છે. પ્રસંગે વસંતભાઇ મોવલીયા, સુરેશભાઇ દેસાઇ, દકુભાઇ ભુવા, કાળુભાઇ સુહાગીયા,...
  March 28, 02:35 AM
 • સાંસદ કાછડીયા દ્વારા પ્રશ્નોના ઉકેલ માટે માંગ અમરેલીનાસાંસદ નારણભાઇ કાછડીયાએ લોકસભાગૃહમાં વૃધ્ધો, ગરીબો, વિકલાંગો, અને વિધવા મહિલાઓના પ્રશ્નોને વાચા આપી સરકાર સુધી તેઓની માંગણી પહોંચાડેલી છે. સાંસદે લોકસભાગૃહમાં કેન્દ્ર સરકાર દ્વારા વૃધ્ધો, વિકલાંગો, અને વિધવા મહિલાઓને સુપેરે પેન્શનની સુવિધા મળી રહે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આવા લોકોએ પેન્શન યોજનાનો લાભ લેવા માટે તેઓની પાસે બી.પી.એલ. કાર્ડ હોવું જરૂરી છે. જો તેઓની પાસે બી.પી.એલ.કાર્ડ હોય તો તેઓને પેન્શન યોજનાથી...
  March 28, 02:35 AM
 • જૂનાગઢડિવિઝન પીઆઇ આર.એલ રાઠોડ અને સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમિયાન દાતાર રોડના સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ પાસેથી શબીર ઉર્ફે ભુરીયા નુરમહમદ મકરાણીને ઝડપી લીધો હતો. શખ્સની પુછપરછ કરતા જિલ્લા મેજિસ્ટ્રેટે શબીરને જૂનાગઢ ગીરસોમનાથ,અમરેલી અને રાજકોટમાંથી બે વર્ષ માટે તડીપાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે શખ્સ સામે ગેરકાયદે પ્રવેશી કરી હદપારી હુકમનો ભંગ કરવા અંગ પોલીસે ગુન્હો નોંધ્યો હતો.
  March 28, 02:35 AM
 • અમરેલીમાંઆવેલી પટેલ સંકુલ દ્વારા 21મી સદીમાં એજ્યુકેશન પરસ્વેક્ટીવ પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં સંસ્થાના નિયામક મનસુખભાઇ ધાનાણીના માર્ગદર્શન હેઠળ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વિજ્ઞાન શાખાના ડીન ડો. ગીરીશભાઇ ભીમાણી, કેમ્પસ ડાયરેક્ટર ચતુરભાઇ ખુંટની ઉપસ્થિતિમાં તથા કમાણી સાયન્સ કોલેજનાં પ્રિન્સીપાલ ડો. અતુલભાઇ પટેલ તથા અતિથી વિશેષની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ તથા સંશોધકોએ સેમિનારમાં રસપ્રદ રીસર્ચ પેપર્સ રજૂ કર્યા હતા. અમેરલીની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રીમતિ...
  March 28, 02:35 AM
 • ઉનાળાનીશરૂઆત થઇ ચુકી છે અને અમરેલી પંથકમાં અચાનક તાપમાનનો પારો ઉંચકાઇને આસમાનને આંબી રહ્યો છે. આજે અમરેલી શહેરનું મહત્તમ તાપમાન 43 ડીગ્રીને આંબી ગયુ હતું. જેને પગલે ચાલુ ઉનાળામાં પ્રથમ વખત અમરેલી શહેર જાણે અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયુ હતું. બપોરના સમયે ગરમ લુ ફુંકાવાની શરૂઆત થઇ ગઇ હતી અને શહેરના માર્ગો સુમસામ બની ગયા હતાં. ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસો આવી પહોંચ્યા છે. અમરેલી પંથકમાં આમ તો છેલ્લા કેટલાક દિવસથી તાપમાનનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે. પરંતુ છેલ્લા બે દિવસથી તો ગરમીમાં અચાનક ભારે ઉછાળો...
  March 28, 02:35 AM