Home >> Saurashtra >> Latest News
 • રાદડિયા સામે રોષઃ 'ભાજપના કાંગરા ખેરવી ન દીધાં તો પટલાણીના પેટના નહીં'
  રાજકોટ: ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન બુધવારે બીજેપી સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ કહ્યું હતું કે હાર્દિક પટેલ લેઉઆ નથી. અમારા સમાજ સાથે તેને શું લેવાદેવા? કડવા અને લેઉઆ પાટીદારો વચ્ચે રાદડિયા મતભેદો ઊભા કરવા માંગે છે તેવું હાર્દિકના સમર્થકોનું માનવું છે. આ નિવેદનના કારણે લોકોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. પોતાનો ગુસ્સો વ્યક્ત કરતી ઓડિયો ક્લિપ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં રાદડિયા સામે વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. એક ક્લિપમાં તો રાદડિયાને પડકાર ફેંકવામાં આવ્યો કે, 2017ની...
  45 mins ago
 • હવનમાં દોઢ લાખનું 1 કિલો એવું સાડા સાત કિલો ચંદન, 1 લાખનું 1 કિલો તુલસી મધ
  રાજકોટ: ખોડધલામમાં 21 કુંડી યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે કાલે એટલે શુક્રવારે 1008 કુંડી યજ્ઞનું આયોજન છે. આ હવનમાં લાખો રુપિયાની મોંઘી વસ્તુઓ વપરાય છે. ગણપતિ-કુળદેવીના પૂજન સહિતની વિધિઓ થઇ રહી છે. જેમાં દોઢ લાખનું એક કિલો એવા સાડા કિલો ચંદનના લાકડા(કાષ્ટ) અને 1 લાખની કિંમતનું 1 કિલો તુલસીના મધનો ઉપયોગ થઇ રહ્યો છે અને આવતીકાલે પણ થશે. કુલ 11 લાખ 25 હજારના ચંદનના કાષ્ટ વપરાશે. શું કહે છે આચાર્ય શાસ્રી આચાર્ય કૌશિકભાઇએ જણાવ્યું હતુ કે, આજે એટલે કે ગુરુવારે સવારે દેવ પ્રબોધન વિધિ, ગણપતિ વગેરે...
  12:23 PM
 • ખોડલધામ મહોત્સવ: 21 કુંડી યજ્ઞમાં ત્રીજા દિવસે પણ બેઠા 21 ઉદ્યોગપતિ
  રાજકોટ: ખોડલધામ મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે. આજે પણ 21 કુંડી હવન યોજાઇ રહ્યો છે. સવારના 8થી 5 વાગ્યા સુધી હવન યોજાશે. 21 કુંડી હવનમાં ગઇકાલે બેઠેલા 21 ઉદ્યોગપતિઓ ફરી આજે યજમાની કરી રહ્યા છે. આ યજ્ઞમાં ખોડલધામના નરેશ પટેલ, નિરમાના કરસનભાઇ પટેલ સહિતના ઉદ્યોગપતિઓના પરિવારો જોડાયા છે. દરેક યજ્ઞકુંડ દીઠ બે બ્રાહ્મણ અને બે સ્વયંસેવક ખોડલધામ મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે. આજે 21 કુંડ હવનનો શાસ્ત્રોક્ત વિધિથી સવારના 8 વાગ્યાથી આરંભ કરવામાં આવ્યો છે. મુખ્ય 21 યજમાનો પરિવાર સાથે હવનમાં બેઠા છે. હવનની...
  11:30 AM
 • ખોડલધામમાં સેલ્ફી ઝોન, મંદિર સાથે લોકો લઇ રહ્યા છે સેલ્ફી
  રાજકોટ: ખોડધામમાં પાંચ દિવસીય મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે. બે દિસવ સુધીમાં 30 લાખ લોકોએ આ મંદિરની મુલાકાત લીધા હોવાનું ટ્રસ્ટીઓ દાવો કરી રહ્યાં છે. લોકો મંદિરના અને નરેશ પટેલ સાથે સેલ્ફી લેવાનો આગ્રહ કરી રહ્યાં છે. ત્યારે આજે ખાસ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સેલ્ફી ઝોન ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ખોડલધામ નરેશનું મોટો ફોટો રાખવામા આવ્યો છે અને એક સેલ્ફી સ્ટીક રાખવામાં આવી છે. લોકોને ચોક્કસ જગ્યા નક્કી કરી ત્યાંથી મંદિર અને નરેશ પટેલના ફોટા સાથે સેલ્ફી લેવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. લોકો પણ...
  11:26 AM
 • ખોડલધામ: હેલિકોપ્ટરથી દરરોજ 200 ભક્તો કરે છે પુષ્પવર્ષા, રોજ 40 રાઉન્ડ
  રાજકોટ: ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંદિર પરિસર પર પુષ્પવર્ષા કરવા માટે હેલિકોપ્ટર રાખવામાં આવ્યું છે. હેલિકોપ્ટરથી ખોડલધામ આવતા ભાવિકો પર પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે. પુષ્પવર્ષા કરવા માટે એક વ્યક્તિએ 3500 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. 10 મિનિટના એવા રોજ 40 રાઉન્ડ લગાવવામાં આવે છે ખોડલધામ મહોત્સવને લઇ રાખવામાં આવેલું હેલિકોપ્ટર 10 મિનિટનો એક રાઉન્ડ લગાવે છે. રોજ આવા 40 રાઉન્ડ લાગે છે. રોજ 200 ભક્તો દ્વારા હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવે છે. રોજની 7 લાખની ફી હેલિકોપ્ટર સર્વિસ...
  11:16 AM
 • ખોડલધામનું રસોડું, છે 15000 સ્વયંસેવક, 1 કલાકમાં 70 હજાર રોટલી બને છે
  રાજકોટ: ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે પણ લાખો ભાવિકોનો પ્રવાહ ખોડલધામ તરફ આવી રહ્યો છે. લાખો ભાવિકો માટે પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવાઇ છે.ભાવિકો પણ શિસ્તપણે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. 48 વિઘામાં ભોજન શાળા ઉભી કરવામાં આવી છે. જેમાં 210 બાય 240 ફૂટનું રસોઇ ગૃહ તૈયાર કરવામાં આવ્યું છે. રસોઇ ગૃહમાં 48 ચુલા બનાવવામાં આવ્યા છે જેમાં લાકડાનો બળતણ તરીકે ઉપયોગ થઇ રહ્યો છે અને રસોઇ બનાવવામાં આવી રહી છે. રસોડામાં એક કલાકમાં 70 હજાર જેટલી રોટલીઓ તૈયાર થાય છે. 60 મીની અને...
  10:11 AM
 • વસ્તરપરાના હસ્તે થશે કાગવડ મંદિરે માં ખોડલની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા
  અમરેલી: કાગવડ ખાતે યોજાઇ રહેલા ખોડલધામ મહોત્સવમાં અમરેલી પંથકના પાટીદાર આગેવાનો મહત્વની ભુમીકામાં છે. ચમારડી સ્થિત જાણીતા દાતા ગોપાલભાઇ વસ્તરપરાએ ખોડલધામ મંદિર માટે રૂા. 11.11 કરોડનું દાન આપ્યુ હતું. અહિં 21મીએ માં ખોડલની મૂર્તિ પ્રતિષ્ઠા તેમના હસ્તે કરવામાં આવશે. 1001 દિકરીઓનું કન્યાદાન કરવાનો સંકલ્પ ધંધાર્થે સુરત સ્થાયી થયેલા ગોપાલભાઇ વસ્તરપરા મુળ બાબરા તાલુકાના ચમારડી ગામના વતની છે અને લેઉવા પટેલ સમાજના ઉત્થાન માટે લાંબા સમયથી કાર્યરત છે. સામાજીક કાર્યો માટે તેઓ સતત દાનની સરવણી...
  10:09 AM
 • ખોડલધામમાં કિર્તીદાને કરાવી મોજ, એક પણ રૂપિયો ન ઉડ્યો, જાણો શું કામ?
  રાજકોટ: ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે બીજો દિવસ છે. સવારે 21 કુંડી યજ્ઞનું આયોજન થયું હતું. બાદમાં બપોરે 12 વાગ્યાથી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિર્તીદાન ગઢવી લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી હતી. લોકડાયરામાં એક રૂપિયા નહીં ઉડાવાની મનાઇ કરવામાં આવી હતી. લોકડાયરામાં ક્યાં ક્યાં કલાકારો આવ્યા લોકડાયરામાં લોકગાયક કિર્તીદાન ગઢવી, સાહિત્યકાર ભીખુદાન ગઢવી, ભજનીક ઉર્વશીબેન રાદડિયા, અલ્પાબેન પટેલ, ધીરૂભાઇ સરવૈયા સહિતના કલાકારોએ ડાયરાની મોજ કરાવી હતી....
  10:07 AM
 • પોરબંદરમાં ચોરી કરતા રંગેહાથ ઝડપાયો યુવાન: જાહેરમાં લોકોએ ઢીબી નાખ્યો
  પોરબંદરઃ પોરબંદરના ડ્રીમલેન્ડ સિનેમા નજીક લોકોની ભીડ વચ્ચે એક યુવાનના ખિસ્સામાંથી રૂા. 2000 ના દરની નોટો નજર ચૂકવીને તફડાવવાનો પ્રયાસ એક શખ્સ કરી રહ્યો હતો તે દરમિયાન તે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જાહેરમાં બનેલી આ ઘટનાને લઈને લોકોના ટોળા એકત્રીત થઈ ગયા હતા અને ચીલઝડપ કરનાર શખ્સની સરાજાહેર ધોલાઈ શરૂ કરી દીધી હતી. આ બનાવની જાણ થતા કીર્તિમંદિર પોલીસ તાત્કાલીક દોડી ગઈ હતી અને લોકોના ટોળાને વિખેરીને ચીલઝડપ કરનાર શખ્સને પોલીસમથક ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ યુવાનને એટલી હદે માર મારવામાં આવ્યો...
  10:06 AM
 • જાફરાબાદમાં સગીરાની અર્ધનગ્ન લાશ મળી, હત્યા કરી કુવામાંથી ફેકી દેવાઇ
  રાજુલા/ટીંબી: જાફરાબાદ તાલુકાના ભાડા ગામનાં સામતભાઇ બચુભાઇ સાંખટની પુત્રી ગીતાનું બે દિવસ પહેલા તે જ ગામના લખા હમીર વાઘેલાએ અપહરણ કર્યુ હતું. આ દેવીપૂજક યુવાને તેના ભાઇ કનુ હમીર વાઘેલા, રસા રાણીંગ વાઘેલા તથા નનુ કાળા વાઘેલાની મદદથી સગીરા કુવાકાંઠે કપડા ધોઇ રહી હતી ત્યાંથી લલચાવી-ફોસલાવી અપહરણ કર્યુ હતું. આ અંગે સામતભાઇએ નાગેશ્રી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. સગીરાની લાશ પાણીમાં તરતી મળી પોલીસ ઉપરાંત પરિવારના લોકો પણ તેની શોધખોળ કરતા હતાં. દરમિયાન આજે ગામની સીમમાં કુવામાંથી આ...
  10:04 AM
 • અમારા સમાજને હાર્દિક સાથે શું લેવા-દેવાઃ રાદડિયા; હું પાટીદાર છું- હાર્દિક
  ખોડલધામ:ખોડલધામ ખાતે ચાલી રહેલા ડાયરા પહેલા સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ વિવાદસ્પદ નિવેદન કર્યુ છે. રાદડિયાએ કહ્યું હતું કે, અમારા સમાજ સાથે હાર્દિક પટેલને શું લેવાદેવા? ખોડલધામ ઉત્સવમાં આવવું હોય તો આવે અમે તેને રોકીશું નહીં. રાદડિયાના આવા નિવેદન પર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું લેઉવા કે કડવા નથી. હું મા ઉમા-ખોડલનું પાટીદાર સંતાન છું. આ વચ્ચે સોશિયલ મીડિયામાં કેટલીક ઓડિયો ટેપ વાઇરલ થઇ છે, જેમાં વિઠ્ઠલ રાદડિયાને વળતો જવાબ આપવામાં આવ્યો છે. એક વ્યક્તિએ ઓડિયો ક્લિપમાં કહ્યું હતું...
  09:53 AM
 • ખોડલધામ અદલ સોમનાથ મંદિર જેવું જ પણ ઊંચાઇ 10 ફૂટ કેમ ઓછી?
  રાજકોટ: ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે બીજો દિવસ છે. ખોડલધામ આવી પહોંચેલા નરેશ પટેલે divyabhskar.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરથી ખોડલધામ મંદિર 10 ફૂટ નીચુ રખવામાં આવ્યું છે. દેવાધીદેવ મહાદેવના મંદિરથી ઊંચુ કરી શકાય નહીં. ખોડલધામની જમીનથી કળશ સુધીની ઊંચાઇ 139 ફૂટ અને સોમનાથ મંદિરની ઊંચાઇ 149 ફૂટ નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ખોડલધામ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના મંદિરની ઊંચાઇથી વધુ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. દેવાધિ દેવ મહાદેવના મંદિરની...
  06:46 AM
 • રાજકોટ | રાજકોટજિલ્લા પેન્શનર અને સિનિયર સિટિઝન સમાજ દ્વારા વડીલ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં પાડવામાં આવેલા ફોટાઓ કચેરી સોમવારથી શનિવાર સાંજે 5 થી 7 મેળવી લેવાના રહેશે. ભેટ માટે નામ નોંધાવના સભ્યો કચેરીએ પહોંચ મેળવી તથા બુલેટીનના કેલેન્ડર કચેરીએથી મેળવી લેવા અને શાલ લેવા આવી શકેલ હોય તેઓએ પત્ર સાથે કચેરીનો સંપર્ક સાધવા પ્રમુખ એમ.એ.પંજાએ જણાવ્યું છે. વડીલ સન્માનના ફોટા મેળવી લેવા તાકીદ
  06:05 AM
 • રાજકોટ | સુરક્ષાસેતુ સોસાયટી અને નેચર એન્ડ એડવેન્ચર ક્લબ દ્વારા ધોળકિયા સ્કૂલમાં ચકલીના માળાનું વિતરણ કરાયું હતું. ક્લબના ભરતભાઇ સુરેજાએ વિદ્યાર્થીઓને ચકલી બચાવો અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું. ચકલીના માળા માટે વિદ્યાર્થીઓએ ઉત્સાહ બતાવ્યો હતો અને મોટી સંખ્યામાં માળા ખરીદી ચકલી બચાવો અભિયાનના સહભાગી થયા હતા. શાળામાં ચકલીના માળા વિતરીત કરાયા
  06:05 AM
 • રાજકોટ | બ્રિટીશકાઉન્સિલ પ્રોજેક્ટ અંતર્ગત જાપાનની પબ્લિક શાળાના ટિચર મીઓ હોરીયોએ જય ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લીધી હતી. તેઓએ ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓને જાપાનની સંસ્કૃતિ, પહેરવેશ વિશે માહિતી આપવા સાથે શૈક્ષણિક બાબતો વિશે પણ જણાવ્યું હતું. કાર્યક્રમમાં ડી.વી.મહેતા, એલ.આર.શાહ, ડો.અરવિંદભાઇ ભટ્ટ, ટ્રસ્ટી જયભાઇ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિદેશના ટીચરે શૈક્ષણિક આદાનપ્રદાન કર્યું
  06:05 AM
 • રાજકોટ | જગદ્દગુરુ1008 રામાનંદાચાર્ય મહારાજની 717મી જયંતીની 19મી જાન્યુઆરી ભવ્ય રીતે રામાનંદ સાધુ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવશે. રામાનંદી સાધુ સમાજની 12મીએ મળેલી બેઠકમાં પ્રમુખ પદે પ્રવીણભાઇ અગ્રાવત, ઉપપ્રમુખ રમેશભાઇ અગ્રાવત, મંત્રી રમેશભાઇ અગ્રાવત, સહમંત્રી સંદીપભાઇ અગ્રાવત અને ખજાનચી તરીકે કાંતિલાલ રામાવતની કરાઇ હતી. રામાનંદી સાધુ સમાજના હોદ્દેદારો
  06:05 AM
 • રાજકોટ | બેંકઓફ બરોડાના કાર્યપાલક નિર્દેશક મયંક મહેતાએ બેંક ઓફ બરોડા રાજકોટ ક્ષેત્રિય કાર્યલાયની મુલાકાત લીધી હતી. રાજકોટ ક્ષેત્રની અલગ અલગ શાખાઓમાંથી આવેલા શાખા પ્રબંધકોની હાજરીમાં ક્ષેત્રિય કાર્યાલયના આયોજના અધિકારી દ્વારા બેંકની શાખાઓની કામગીરી પ્રગતિ વિશે માહિતી આપી હતી. ગ્રાહકોની સારી સુવિધા મળી રહે તેના માટે સંવાદ યોજવા અનુરોધ કર્યો હતો. BOBના અધિકારી રાજકોટ બેંકની મુલાકાતે
  06:05 AM
 • રાજકોટ | કોઠારિયાનાકા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિ:શુલ્ક સીવણ વર્ગમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થી બહેનોને અપીલ કરાઇ છે. સીવણ વર્ગ કિશોરસિંહજી શાળા નં-1, રાજકોટ ખાતે સવારે 10 થી 12 ચાલે છે. પ્રવેશ ફોર્મ સમય દરમિયાન 20 જાન્યુઆરી સુધીમાં મેળવી લેવાના રહેશે. સીવણ અંગેનું અને બહેનોને ગૃહ ઉદ્યોગ ઉપયોગી સીવણનું જ્ઞાન આપવામાં આવશે. કોઠારિયા નાકા સીવણ વર્ગમાં પ્રવેશ અપાશે
  06:05 AM
 • રાજકોટ | ઓજસ્વીનીફાઉન્ડેશન રાજકોટ દ્વારા 22મી જાન્યુઆરીને રવિવારના રોજ સવારે 9 થી 1 ઓજસ્વીની ફાઉન્ડેશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોલિટી એજ્યુકેશન, સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન, 9-જલારામ પ્લોટ-2, યુનિવર્સિટી રોડ રાજકોટમાં ચક્ષુદાન, ફોટોગ્રાફીનું પ્રદર્શન યોજાશે. વી.જી.સાપોવાડીયા ટ્રસ્ટના સહકારથી ચક્ષુદાન માટે નોંધણી કરાશે. શહેર જિલ્લાના જાણીતા ફોટોગ્રાફર્સના ફોટાઓ પ્રદર્શનમાં મુકાશે. ચક્ષુદાન માટે લોકોને પ્રેરણા મળે તે હેતુથી કાર્યક્રમ ફાઉન્ડેશન દ્વારા યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા હેમલબેન...
  06:05 AM
 • ખોડલધામમાં ભક્તિનો દરિયો: 21 કુંડી હવનમાં 12 લાખથી વધુ શ્રદ્ધાળુ ઊમટ્યા
  રાજકોટ | કાગવડ ખાતે પ્રારંભ થયેલા ઐતિહાસિક ખોડલધામ મહા મહોત્સવમાં બુધવારે ભક્તિનો દરિયો ઘૂઘવાયો હતો અને 12 લાખથી વધુ શ્રદ્ધાળુઓ 21 કુંડી હવનમાં ભક્તિભાવપૂર્વક ઊમટી પડ્યા હતા. શાસ્ત્રીજી કૌશિકભાઇ ત્રિવેદીની ટીમે તમામ યજમાનોને 21 કુંડી મહાયજ્ઞની વિધિ કરાવી હતી ત્યારે વાતાવરણ ધર્મમય બની ગયું હતું. ખોડલધામ ખાતે તૈયાર કરાયેલા વિશાળ ડોમમાં બેસવાની જગ્યા મળતા લોકોએ ખુલ્લામાં મૂકેલા સ્ક્રીન પર ભરતડકામાં લોકડાયરાના કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. (સંલગ્ન અહેવાલઆજે મા ખોડલની આરાધના વાંચો પાના નં....
  06:05 AM