Home >> Saurashtra
 • સિંધુ દર્શન યાત્રા માટે સરકાર 25 લાખની ગ્રાન્ટ ફાળવણી કરશે: રૂપાણી
  રાજકોટ: શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલના મંદિરોમાં ચેટીચાંદની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. બુધવારે પ્રભાત ફેરી, સ્કૂટર રેલી, શોભાયાત્રા, આતશબાજી, ભક્તિ સંગીત, આજીડેમ ખાતે જ્યોત વિસર્જન સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સાંજે વિજય રૂપાણી પણ રાજકોટ આવી પહોંચ્યા હતા અને ઝુલેલાલ મંદિરમાં દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમના પત્ની અંજલીબેન સાથે જોડાયા હતા. વિજય રૂપાણીએ રાજકોટ ખાતે સિંધી સમાજ માટે પવિત્ર ગણાતી સિંધુ દર્શન યાત્રા માટે 25 લાખની ફાળવણીની જાહેરાત...
  11:16 AM
 • રાજકોટ: MBAની સ્ટુડન્ટે પ્રેમી, બેનની મદદથી ભાભીના 10 લાખ લૂંટ્યા
  રાજકોટ: લક્ષ્મીવાડીમાં SBIમાં વિધવા ભાભી સાથે નાણાં ઉપાડવા આવેલી MBAની વિદ્યાર્થિનીને બુકાનીધારી શખ્સ છરી બતાવીને રૂ.10 લાખ રોકડ ભરેલો થેલો લૂંટી લીધો હતો. શંકાસ્પદ જણાતા આ બનાવનો ક્રાઇમબ્રાંચે ભેદ ઉકેલી એમબીએની વિદ્યાર્થીની, તેની બહેન અને પ્રેમી સહિત 4ને 2 લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા.સોરઠિયા પ્લોટમાં રહેતા વિધવા રતનબેન નવીનભાઇ રાઠોડે મારવાડી કોલેજમાં MBAનો અભ્યાસ કરતી નણંદ ડિમ્પલ પ્રેમજીભાઇ રાઠોડ સાથે ભાગીદારીમાં મોરબી રોડ પર 24 લાખનો ફ્લેટ બુક કર્યો હતો. બિલ્ડરને પૈસા આપવાના હોવાથી...
  10:45 AM
 • ભાવનગર | તળાજાના મહુવા રોડ પર રહેતા ભદ્રેશભાઇ ધીરૂભાઇ કાપડીયા (ઉ.વ.21)એ પોતાની વાડીમાં કોઇ અકળ કારણસર ઝેરી દવા પી લિધી હતી, જેની જાણ થતા તુરંત તેઓને ભાવનગર ખાતે ખસેડાયા હતા, જ્યા તેનું સર ટી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
  09:35 AM
 • તળાજા બ્યુરો | રોયલ ચોકડી પાસે ઘનશ્યામસિંહ ચંદુભા સરવૈયાની િક્રષ્ના પાનવાડીની કેબિનમાં ગત રાત્રિના તસ્કરોએ ત્રાટકી રૂ.6,700ની કિંમતનો મુદ્દામાલ ચોરી નાસી છૂટ્યા હતા. જ્યારે શોભાવડ ગામના લાલજીભાઇ િવઠ્ઠલભાઇ સરકારી હોસ્પિટલ પાસેથી શેરડીનો રસ પીતા હતા ત્યારે પલકવારમાં કોઇ ગઠીયો ર.6,500 રોકડા વાળુ પાકીટ ઉઠાવી નાસી છૂટ્યો હતો.
  09:35 AM
 • ગોંડલ: વિચિત્ર ટ્રિપલ અકસ્માત, કાર સાથે અથડાતા બે બાઇકમાં ભભૂકી આગ
  રાજકોટ: ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે બીલિયાળા ગામના પાટિયા પાસે ગઇકાલે સાંજના સુમારે કાર અને બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જેઓને સારવાર માટે પ્રથમ ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ બંને મોટરસાઇકલ સળગી ઉઠયા હોય ફાયર ફાઇટરે દોડી જઈ આગ બૂઝાવી હતી. આગ ક્યાં કારણોસર લાગી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ગરમીના કારણે આગ લાગી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. બે વ્યક્તિને ઇજા પહોંચી પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે ઉપર...
  09:22 AM
 • રાજકોટ | રાજકોટજિલ્લા સરકારી શિક્ષણ સંઘ દ્વારા વર્ષ 2017-18 અને વર્ષ 2018-19ના વર્ષ માટે પ્રમુખ અને મંત્રીની ચુંટણી જિલ્લા શિક્ષણાધિકારી રાજકોટ દ્વારા જાહેર કરાઇ હતી. જેમાં કરણસિંહજી હાઇસ્કૂલના શિક્ષક સિધ્ધરાજસિંહ ઝાલાની પ્રમુખ પદે બીન હરીફ વરણી કરાઇ હતી. એમ.બી.ઠોરીયા મંત્રી નિમાયા હતા. શિક્ષકોના પ્રશ્નોને હલ કરવામાં આગાવી કામગીરી કરવાની બાહેધરી બન્ને હોદ્દેદારોએ આપી હતી. જિલ્લા સરકારી શિક્ષણ સંઘના પ્રમુખ પદે
  09:20 AM
 • સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ડો. અર્જુનસિંહની નિમણૂંક
  સ્વર્ણીમગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં રાજકોટની મહિલા કુંડલિયા કોલેજના પ્રિન્સિપાલ ડો. અર્જુનસિંહ રાણાની બોર્ડ મેમ્બર તરીકે ત્રણ વર્ષ માટે નિમણુંક કરવામાં આવી છે. ડો. રાણા ઉપરાંત સ્પોર્ટ્સ ઓથોરિટીના ડાયરેક્ટર જનરલ, પ્રોફેસર જમનાદાસ સાવલિયા અને ડો. રુસ્તમ નરીમાન સાદરીની પણ બોર્ડ મેમ્બર તરીકે વરણી કરાઇ છે. ભારતની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફિજીયોથેરાપીસ્ટ અને સ્પોર્ટ્સ પર ડબલ પીએચડી કરનાર ડો. અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે સ્પોર્ટ્સ હોસ્ટેલ બંધ હાલતમાં છે તે ફરી શરૂ...
  09:20 AM
 • તડકાથી ત્રાહિમામ્ પોકારી ગયો સુરેશ રૈના
  આઇપીએલ5 એપ્રીલથી શરૂ થઇ રહ્યો છે. રાજકોટમાં પ્રથમ મેચ ગુજરાત લાયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાવાની છે. ગુજરાત લાયન્સના મોટાભાગના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા છે. બુધવારે સુરેશ રૈના સહિતના ખેલાડીઓએ ખંઢેરી સ્ટેડિયમ ખાતે આકરા તાપમાં પણ નેટ પ્રેકટિસ કરી હતી. સુરેશ રૈના તડકાથી ત્રાહીમામ પોકારી ગયો હતો. માથા પર ટુવાલ રાખીને અનેક વખત પરસેવો લુછવો પડ્યો હતો. મોટાભાગના ખેલાડીઓને દર 15 મિનિટે એનર્જી ડિક્સ અને પાણી પીવુ પડતુ હતું. ગુજરાત લાયન્સનો પ્રથમ મેચ બળુકી કહી શકાય તેવી કોલકાતા નાઇટ...
  09:20 AM
 • 100થી વધુ ગેરલાયક શિક્ષકને 
 પેપર ચકાસણીના ઓર્ડર અપાયા
  ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12 સાયન્સની પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઇ છે અને કોમર્સની પરીક્ષાઓ પણ પૂર્ણતાના આરે છે ત્યારે પેપરોની ચકાસણી જોરશોરથી શરૂ કરી દેવાઇ છે અને રાજકોટ જિલ્લામાં ધો.12 સાયન્સનું ફિઝિક્સ, ગણિત, કેમિસ્ટ્રી, અંગ્રેજી, કોમર્સમાં આંકડાશાસ્ત્ર, એકાઉન્ટન્સી, તત્ત્વજ્ઞાન અને ધો.10માં ગણિતના પેપરોનું એસેસમેન્ટ શરૂ થઇ ગયું છે ત્યારે લાયકાત વગરના શિક્ષકોને શિક્ષણ બોર્ડ દ્વારા ઓર્ડર આપી દેવાતા અંદાજે 100થી વધુ શિક્ષકોને લીલાતોરણે પરત વળાવી દેવાયા છે અને...
  09:20 AM
 • રાજકોટ | પ્રોજેક્ટલાઇફ દ્વારા સંચાલિત લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા 31 માર્ચને શુક્રવારે વડીલો સિનિયર સિટિઝનો માટે નિ:શુલ્ક યોગ શિબિર યોજાશે. શિબિર સાંજે 6.30 થી 7.30ની રહેશે. આધ્યાત્મિક, શારીરિક, માનસિક સઘળી સમસ્યાઓમાં યોગ, ધ્યાન વર્તમાન સમયમાં જરૂરી બની ગયા છે. સાથો સાથ ઋતુચક્રમાં અમુક યોગ ક્રિયાઓ શરીર, મનને શાંતિ આપતું હોય ઉપરોક્ત યોગ શિબિરનું વડીલો માટે યોજવામાં આવી છે. તંદુરસ્ત રહેવા માટે જીવનમાં યોગનું કેટલ મહત્વ છે. તેના વિશે પણ તજજ્ઞ તરફથી માહિતી આપવામાં આવશે. વધતી ઉંમર સાથે...
  09:20 AM
 • રાજકોટ | સિસ્ટરનિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્ર રાજકોટ સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગાર્મેન્ટ મેકિંગ દ્વારા 5થી 18 એપ્રિલ અંકોડીવર્કના તાલીમ વર્ગ યોજાશે. પેચ, પડદા, હેંગિંગ, મોબાઇલ કવર, વોટરબેગ,કવરની તાલીમ અપાશે. પ્રવેશ ફોર્મ માટે સિસ્ટર નિવેદિતા શિક્ષણ કેન્દ્ર, 3-બાલમુકુંદ પ્લોટ્સ, નિર્મળા રોડ ખાતે સાંજે 4 થી 7 દરમિયાન સંપર્ક સાધવાનો રહેશે. તાલીમનું સ્થળ સિસ્ટર નિવેદિતા શિક્ષણ કેન્દ્ર રહેશે. વર્ગ | ગાર્મેન્ટ મેકિંગ દ્વારા 5મીથી અંકોડીવર્કના તાલીમ ક્લાસ
  09:20 AM
 • રાજકોટ | મનપાસંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર, કાલાવડ રોડ ખાતે નવું ત્રિમાસિક સત્ર 1 એપ્રિલથી 30 જૂન સુધીનું રહેશે. સભ્ય થવા ઇચ્છુક શીખાઉ, જાણકાર જેન્ટસ, લેડીઝ, ચિલ્ડ્રન ફોર્મ અને ફી વિશેની માહિતી ઓનલાઇન જાણી શકશે. વધુ માહિતી વેસબાઇટ WWW.RMC.GOV.IN પર ઘરે બેઠા ફી ભરી શકશે. મનપાની દરેક સિવિક સેન્ટર પરથી પણ માહિતી મળશે. આધારકાર્ડ ફરજિયાત આપવાનું રહેશે. તાલીમ | મનપા દ્વારા મહર્ષિ દયાનંદ સ્નાનાગારમાં નવું સત્ર
  09:20 AM
 • રાજકોટ | 10થી 17 વયના બાળકો માટે ગણતર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શાળામાં શીખી શક્યા હોય તેવી જીવન ઉપયોગી બાબતો ઉપરોક્ત શિબિરમાં શીખવવામાં આવશે. અંગ્રેજી, માતૃભાષા, સામાન્ય જ્ઞાન અને સંસ્કારોનું સિંચન કરવામાં આવશે. રસ ધરાવતા બાળકોના માતા, પિતાએ બ્લીસ કમ્પ્યૂટર, 16-પંચનાથ પ્લોટ, મોટી ટાંકી ચોક, સદર ખાતે સવારે 11થી 12 અને સાંજે 5 થી 6 સંપર્ક સાધવો. શિક્ષણ | નાના બાળકો માટે ગણતર શિબિરનું આયોજન
  09:20 AM
 • રાજકોટ | હજરતગેબનશાપીર ટ્રસ્ટ દ્વારા ગેબનશાપીરના ઉર્સની 12 અને 13 એપ્રિલના ઉજવણી કરવામાં આવશે. કોમી એકતાના સંમેલન બાદ રાતે 10 કલાકે દિલ્હીના જાણીતા કવ્વાલ અમીર અકબર અને સાથી કલાકારો કવ્વાલીનો કાર્યક્રમ રજૂ કરશે. 13 અેપ્રિલના ઇસ્લામિક શાપર અને આલીમોના મિલાદ બાદ રાતે 9.30 કલાકે પણ કવ્વાલી યોજાશે. ઉર્સમાં હિન્દુ મુસ્લિમ ભાઇઓ, બહેનોએ ઉપસ્થિત રહેવા ટ્રસ્ટે અનુરોધ કર્યો છે. ઉજવણી | હજરત ગેબનશાપીરના ઉર્સ નિમિત્તે કવ્વાલીનો કાર્યક્રમ
  09:20 AM
 • રાજકોટ | સુરક્ષાસેતુ સોસાયટી, રાજકોટ કેળવણી મંડળ અને કેરિયર ગાઇડન્સ એસોસિએશન દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા યુપીએસસી અને જીપીએસસીના તાલીમ વર્ગ આગામી 1 એપ્રિલથી શરૂ થશે. વર્ગ સાંજે 4 કલાકે પાંધી લો કોલેજ, ચૌધરી હાઇસ્કૂલ, કસ્તુરબા રોડ ખાતેથી રાખવામાં આવ્યો છે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓે પાંધી લો કોલેજ અને એસો.નો સંપર્ક સાધવો. સ્પર્ધાત્મક પરીક્ષા વિશે જરૂરી માર્ગદર્શન વર્ગમાં અપાશે. તાલીમ | શનિવારથી UPSC તથા GPSCના તાલીમ વર્ગ શરૂ
  09:20 AM
 • કામનાભારણને કારણે એક અધિકારીનું ચાલુ ફરજે અવસાન થતા સરકારની નીતિ સામે સૂત્રોચ્ચાર અને ધરણાં કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ઇન્કમટેક્સ ગેઝેટેડ ઓફિસર એસો. ગુજરાતના પ્રમુખ ખોડુભા જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી આઇટી કચેરીમાં મહત્ત્વની જગ્યાઓ ખાલી છે જેથી કામનું ભારણ વધુ રહે છે. ઉપરાંત સમયસર અને લક્ષ્યાંક પૂરા કરવા માટે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર ખોટી રીતે પ્રેશર કરવામાં આવે છે. રજામાં કામ કરીએ તો પણ પૂરું થાય તેમ નથી. ઇન્કમટેક્સ એમ્પ્લોયમેન્ટ ફેડરેશનના પ્રમુખ...
  09:20 AM
 • ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|રાજકોટ ગોંડલડેપોમાં ફિક્સ પગારથી ફરજ બજાવતા મહિલા કંડક્ટર સ્નેહલ કુહાડિયાને રાજકોટ ડિવિઝનલ કન્ટ્રોલર ડી. એમ. જેઠવાએ 6 મહિનાથી ફરજ પર હાજર થવા સંદર્ભે સસ્પેન્ડ કર્યા છે. મહિલા કંડક્ટર ફિક્સ પગારમાં ફરજ બજાવતા હતા, તેમને ફરજ પર હાજર થવા અંગે નોટિસ આપવા છતાં તેઓ નોકરી પર હાજર થયા નહોતા કે કોઇ ખુલાસો પણ કર્યો નહોતો, આખરે તેમને સસ્પેન્શનનો હુકમ પકડાવી દેવાયો હતો.
  09:20 AM
 • જંકશન પ્લોટના વેપારીઓને વીજજોડાણ આપી કનડગત
  એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ રેલવેજંકશન સામે દુકાન ધરાવતા 45 થી 50 જેટલા વેપારીઓને વીજ કનેક્શન આપવાના મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરોની આગેવાની હેઠળ વેપારીઓએ પીજીવીસીએલના એક્ઝિક્યૂટિવ એન્જિનિયરને મીટરો આપી બિનજરૂરી કનડગત કરવાના મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, અમો રેલવે જંક્શન સામે 45 થી 50 વેપારીઓએ આપની કચેરી દ્વારા ફોર્મ ભરીને મીટર આપવાનું કહી મીટરો ફાળવવામાં આવેલા નથી અને બિનજરૂરી કનડગત કરવામાં આવે છે. ગત રાતે પણ હેરાનગતિ કરવામાં આવી છે. અમારી...
  09:20 AM
 • રાજકોટ | સાંગણવાપ્રાથમિક શાળા દ્વારા વાર્ષિક સમારોહનું 21 માર્ચના રોજ
  રાજકોટ | સાંગણવાપ્રાથમિક શાળા દ્વારા વાર્ષિક સમારોહનું 21 માર્ચના રોજ આયોજન કરાયું હતું. થનગનાટ 2017 શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. બાળકોને પ્રોત્સાહિત કરવા લેખક શૈલેષભાઇ સગપરીયા, વકતા લલિત ચંદે અને દાતાઓ, સરપંચ, સેવા સહકારી મંડળ, દૂધ સહકારી મંડળીના પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક શાળાનો વાર્ષિક સમારોહ યોજાયો
  09:20 AM
 • { જયમલંગદાદા સમસ્ત મકવાણા ફફલ પરિવાર ટ્રસ્ટ રાજકોટ દ્વારા 1 એપ્રિલને શનિવારે સુરાપુરા મલંગદાદા મુકામ ખાનપર જિ.મોરબીમાંમલંગદાદાના નૈવેદ્ય, ધ્વજારોહણ, આરતી પૂજનનો કાર્યક્રમ સવારે 10 કલાકે અને બપોરે 12 કલાકે બટુક ભોજનનો કાર્યક્રમ યોજાશે. સર્વે મકવાણા ફફલ પરિવારે ખાનપરમાં ઉપસ્થિત રહેવા ટ્રસ્ટે અનુરોધ કર્યો છે. { બ્રહ્માનંદસંસ્કૃત વેદ પાઠ શાળા, કામનાથ મહાદેવ મંદિર, બેડીનાકા રાજકોટમાં બ્રાહ્મણોને કર્મકાંડ, વૈદિકજ્ઞાન નિ:શુલ્ક ધોરણે અપાય છે. રસ ધરાવતા ભુદેવોએ સાંજે 6 થી 8 દરમિયાન સંપર્ક સાધવો....
  09:20 AM