

ભારતીય મૂળના ક્રિકેટર સામે વંશીય શોષણ કરવાના આરોપ સર 10 વિક્ટોરિયન ક્રિકેટર સામે તપાસના આદેશો આપવામાં આવ્યા છે.
વોઉર્ન પોન્ડ્સ ક્રિકેટ ક્લબ તરફથી વિરોધી ક્લબ થોમસન સામે ફરિયાદ દાખલ કરાતા ધ ગ્રીનલોગ ક્રિકેટ એસોસિયેશને એક તપાસ સમિતિની રચના કરી છે, તેમ ધ ગ્રીનલોગના એડવર્ટાઈઝર અહેવાલમાં જણાવાયું છે.
આ ફરિયાદમાં વોઉર્ન પોન્ડ્સના છ ખેલાડીઓ સામે ભારતીય મૂળના ખેલાડી સામે...
દુબઇના માધ્યમોમાં આજે પ્રસિદ્ધ થયેલા અહેવાલોમાં જણાવાયું હતું કે ત્યાંની જેલોમાં મોતની સજા પામેલા 24 જેટલા કેદીઓ તેમને અપાયેલી સજામાં વિલંબ થવાથી જેલમાં સબડી રહ્યા છે. આ 24 કેદીઓમાંના સાત જેટલા ભારતીય છે.
આ સાત ભારતીય કેદીઓમાં પોલ જ્યોર્જ નાદિર અત્યારે 64 વર્ષના થયા છે અને તેઓ 1985થી અહીંની સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેઓ અમિરાત દેશમાં મોતની સજા ફટકારાઇ હોવા છતાં જેલમાં સૌથી...

લંડનમાં મહિલાનું પર્સ ચોરી કરીને ભાગેલા ચોરો દ્વારા તેમની પાછળ દોડેલા ભારતીય સુખવિંદર સિંહની હત્યા કરવામાં આવી હતી. જેમાં પોલીસે બે તરુણોની ધરપકડ કરી હોવાનું સ્કોટયાર્ડ લંડન દ્વારા જણાવવામાં આવ્યું છે. સુખવિંદર સિંહની હત્યા 8 જાન્યુઆરીએ હત્યા નિપજાવવામાં આવી હતી.
જો કે પોલીસે પકડાયેલા બન્ને તરૂણોના નામ જાહેર કર્યા નથી. આ પહેલા જાન્યુઆરીમાં ત્રણની ધરપકડ કરવામા આવી હતી....

23 વર્ષીય ભારતીય યુવકને બ્રિટિશ કોર્ટે નવ વર્ષની સજા ફટકારી છે. આ યુવકે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં એક ટિનેજર પર બળાત્કાર ગુજાર્યો હતો.
ઈસ્લેવર્થ ક્રાઉન કોર્ટે જગદિપ ચહાલને બળાત્કારના કેસમાં દોષિત જાહેર કર્યો છે. તેણે પોતાના ગુનો કબૂલ કર્યો હતો.
કોર્ટે કહ્યું હતું કે, 8 એપ્રિલ 2009ના રોજ જગદિપે બસ સ્ટોપ પરથી 18 વર્ષીય પીડિત યુવતીઓનો પીછો કર્યો હતો. ત્યારબાદ તેની પર બળાત્કાર...

યુએસમાં તાહોય બીચ પર ભારતીય દંપતિ પર થયેલા હુમલામાં એક અમેરિકન કપલની દોષિત જાહેર કરવામાં આવ્યા છે. 2007માં ઘટેલી ઘટનાની સુનવણી ફેડરલ કોર્ટમાં કરવામાં આવી હતી. જેમા અમેરિકન કપલને દોષિત ગણાવી સજા ફટકારવામાં આવી છે.
ફરિયાદેએ જણાવ્યું હતું કે, 56 વર્ષિય જોશેફ સિલ્વા અને તેમની 52 વર્ષિય પત્ની જોર્જિયા યેલ્લેડએ વિશાલ વાધવા અને તેમની પત્ની પર જુલાઈ 2007માં લેક તાહોય બીચ પર વંશિય હુમલો...


અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આજે જણાવ્યું હતું કે તેઓ ઇમિગ્રેશન ક્ષેત્રે વ્યાપક સુધાર કરવા માટે તત્પર છે. આ સુધારાનો સીધો લાભ અમેરિકામાં ગેરકાયદે રીતે વસતા ભારતીયોને મળે તેવી શક્યતા છે. લાંબા સમયથી અમેરિકામાં રહેતા પરંતુ સ્થાયી નિવાસ (પરમેનન્ટ રેસિડેન્સી) ન મેળવી શકેલા ભારતીયોને પણ આ સુધારાઓથી લાભ થશે.
ઓબામાએ દ્વિપક્ષિય સેનેટરોના એક જૂથ સાથે ઇમિગ્રેશનમાં સુધારાઓ...

બ્રિટનમાં પીએચડીમાં અભ્યાસ કરી રહેલા બે ભારતીય વિદ્યાર્થીઓ કાર વેચાણ કૌભાડમાં સંડોવણી બદલ જેલમાં સજા કાપી રહ્યા છે. ૩૩ વર્ષના યુવાનોને ૧૮૦૦૦ પાઉન્ડનો દંડ ભરવા કહેવામાં આવ્યું છે. સજા પૂરી થતાં બંનેને ભારત હદપાર કરવામાં આવશે.મળતા અહેવાલ મુજબ ઝુબૈર અન્સારી અને શરીફઉદ્દીન લોબોગ યુનિવર્સિટી ખાતે પીએચડી અભ્યાસક્રમમાં નોંધાયેલા હતા .
આ બંને યુવાનોએ પૂર્વ મિલિન્દ ખાતે કાર...


બ્રિટનમાં ઈમિગ્રેશન અધિકારીઓએ રેડ પાડની ગેરકાયદે કામ કરી રેહલા 13 ભારતીયો સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીઓએ હીથરોવના ફ્રેઈટ વેરહાઉસમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન સ્કેનવેલ ફ્રેઈટ સર્વિસમાં કામ કરી રહેલા લોકોને તેમની પાસે યુકેમાં કામ કરવાના અધિકાર છે કે નહીં તે અંગે પુછપરછ કરવામાં આવી હતી.
જ્યાં આઠ ભારતીયોની ધરપકડ કરવામા આવી હતી. અને તેઓ ક્યાં રહે છે. તે...

મલેશિયાના દક્ષિણી રાજ્ય જોહારમાં બુધવારના રોજ એક કપડાંની દુકાનમાં આગ લાગવાથી ચાર ભારતીય નાગરિકોના મોત નિપજ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસને આશંકા છે કે કેટલાંક અજાણ્યા હુમલાખારો બે માળની દુકાનમાં પેટ્રોલ લઈને ઘુસ્યા હતા અને બહાર નીકળતા સમયે પેટ્રોલ છાંટીને આગ લગાડી દીધી હતી.
રાજ્યના અગ્નિશામક દળના ઉપનિર્દેશક સુકોહ સૈની હાશિમે કહ્યું હતું કે, લગભગ એક...


ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર થતા હુમલાઓ ચિંતાજનક બની રહ્યા છે ત્યાં દેશની શિક્ષણવ્યવસ્થા પર બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે વિદેશી સ્ટૂડન્ટ્સ પાસેથી નાંણા કમાતી મોટાભાગની પ્રાઇવેટ કોલેજો વિદેશી વિદ્યાર્થીને પરમેનેન્ટ રેસિડેન્સી આપવાની ફેક્ટરી બની ચૂકી છે.
આ રિપોર્ટ બનાવનારા ભૂતપૂર્વ લિબરલ એમપી બ્રુસ બિયર્ડે જણાવ્યું હતું કે, આપણા દેશમાં...
![Australia-Flag-02[1]211](/2010/03/09/images/Australia-Flag-02[1]211_b.jpg)
અમેરિકામાં જાન્યુઆરીમાં લાપતા થયેલી ભારતીય મૂળની મહિલાનો મૃતદેહ અહીં એક નદીમાંથી મળી આવ્યો હતો. પોલીસ અધિકારીઓને આશંકા છે કે આ મહિલાએ આત્મહત્યા કરી હતી.
કૂક કાઉન્ટી શેરિફની કચેરીના પ્રવકતા સ્ટવી પેટર્સને મંગળવારે જણાવ્યું હતું કે સંગીતાબેન પટેલ(૩૨)નો મૃતદેહ ડેસ પ્લેન્સ નદીમાંથી રવિવારે મળ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી માલુમ પડ્યું હતું કે...


મેલબોર્નના પરામાંથી ત્રણ દિવસ પહેલા મૃત હાલતમાં મળી આવેલા ત્રણ વર્ષીય ભારતીય બાળકના કિસ્સામાં ઓસ્ટ્રેલિયાની પોલીસે આજે 23 વર્ષના એક ભારતીય વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
સ્થાનિક માધ્યમોના જણાવ્યા અનુસાર ધિલ્લોન ગુરસેવક પર ગુનાહિત બેદરકારી દાથવી હત્યા નિપજાવવાના આરોપ ઘડવામાં આવ્યા છે અને તે સેન્ટ કિલ્ડા રોડ પોલીસ કોમ્પલેક્સમાં હાજર થયો હતો..
અહેવાલોમાં એમપણ...


ઓસ્ટ્રેલિયામાં થોડા દિવસ પહેલા જ ત્રણ વર્ષના ભારતીય માસૂમ બાળકની હત્યા થઈ હતી. જો કે હવે આ આખી ઘટનાને નવો જ વળાંક આપવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર ગુરશાન સિંહ ચન્નાની હત્યાની તપાસ કરી રહેલા ઓસ્ટ્રેલિયન અધિકારીઓનું માનવું છે કે આ ઘટનાનો વંશીય હુમલાઓ સાથે કોઈ જ સંબંધ નથી.
મીડિયા અહેવાલો અનુસાર ઓસ્ટ્રેલિયન તપાસ અધિકારી આ ઘટનાને જુદી જ...


ઓસ્ટ્રેલિયામાં ત્રણ વર્ષીય ભારતીય બાળક ગુરશન સિંહના રાહ જોવાઇ રહેલા પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં પણ તેની મોતના કારણોનો ખુલાસો થઇ શક્યો નથી. આ બાળક પોતાના ઘરેથી ગાયબ થઇ ગયા બાદ મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.
વિક્ટોરિયાના અધિક પોલીસ કમિશનર સર કેન જોન્સે જણાવ્યું હતું કે,”પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ સ્પષ્ટ નથી થઇ રહ્યું.” તેમણે કહ્યું હતું કે બાળકના માતાપિતાની પણ...

![kevin-rudd[1]2](/2010/03/05/images/kevin-rudd[1]2_b.jpg)

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ભારતીય-અમેરિકી સિનિયર એકઝીકયુટીવ સંજય ગુપ્તાની ર૦૧૦ના યંગ ગ્લોબલ લીડર્સના સમુદાયમાં પસંદગી કરાઇ છે.
સંજય ગુપ્તા અમેરિકાની ટોચની ફાર્માસ્યુટીકલ કંપની એબ્રેકસીસ બાયોસાયન્સમાં વાઇસ પ્રેસિડન્ટ તથા એડવાઈઝરના પદ પર છે. યંગ ગ્લોબલ લીડર્સમાં સ્થાન મેળવવા અંગે સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે ર૦૧૦ના યંગ ગ્લોબલ લીડર્સમાં સ્થાન પામવા બદલ હું ખુબજ...

ઓસ્ટ્રેલિયન પોલીસને ભારતીય બાળક મૃતઅવસ્થામાં મળી આવ્યો છે. આ બાળક હજી હવે ચાલતા શીખ્યો હતો. આ ભારતીય બાળક છ કલાક પહેલા જ ગુમ થઈ ગયું હતું. આ બાળકની લાશ તેના ઘરથી 20 કિમી દૂરથી મળી આવી હતી.
3 વર્ષીય ગુરશાન સિંહ કૌરચન્ના પોતાના માતા પિતા સાથે રહેતો હતો. તેઓ ઓસ્ટ્રેલિયાના લાલોરમાં રહે છે. ઓસ્ટ્રેલિયન સમય મુજબ તેની ગુરશાનની માતા સ્નાન કરતી હતી અને ગુરશાન ઘરમાં રમતો હતો.
માતા...

ભારતીયો પર વંશીય હુમલા થયાનો ઓસ્ટ્રેલિયાનો એકરારઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર કરવામાં આવી રહેલા વંશીય હુમલાથી ભારતીયોમાં ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠા ખરડાઇ છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પરના કેટલાક હુમલા વંશીય પ્રકારના હોવાનો પણ ભારતના પ્રવાસે આવેલા ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન સ્ટીફન સ્મિથે સ્વીકાર કર્યો છે.
સ્ટીફન સ્મિથે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયાની અગ્રણી ક્રિમિનલ રીસર્ચ...



ભારતીય મુળના પ્રકાશકની દક્ષિણ નેપાળમાં સોમવારે અજાણ્યા બંધુકધારીઓએ ગોળી મારીને હત્યા નિપજાવી છે. નેપાળી દૈનિક જનકપુર ટુડેના પ્રકાશક અરૂણ સિંધાનિયા (50) પર હુમલાખોરોએ સોમવારે સાંજે ગોળી ચલાવી હતી જ્યારે અરૂણ હોળી રમીને ઘરે જઇ રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરો મોટરસાઇકલ દ્વારા આવ્યા હતા અને અરૂણ પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી છોડી હતી. હુમલાખોરો દ્વારા ત્રણ...

દારૂ પીધેલા ૨૫ લફંગાઓ ઘરમાં ઘૂસી ગયા, ગાળ દઈને હુમલો કર્યો
ઓસ્ટ્રેલિયામાં એશિયનો પર નવેસરથી હુમલા શરૂ થઈ ગયા છે, જેમાં એક શ્રીલંકન પુરુષ અને તેની ભારતીય પત્ની પર તેમના ઘર પાસે જ દારૂ પીધેલી હાલતમાં એક જૂથે વંશીય હુમલો કર્યો હતો.
દારૂ પીધેલા ૨૫ ઠગ યુવાનોનું એક જૂથ રવિવારે સવારે ૬૦ વર્ષીય રણજિત સુહાશ્રનમ અને તેમની ભારતીય મૂળની પત્ની અગલ્યા સુહશ્રનમ પર અહીંના...

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ને ભારતીય વિદ્યાર્થીઓની મુલાકાત લઇ તેમની સાથે સમય ગાળ્યો હતો. એટલું જ નહીં વોર્ને ભારતીય વ્યંજનનો આનંદ પણ ઉઠાવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં છેલ્લાં કેટલાક સમયથી ભારતીય વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના કારણે ખરડાયેલી પ્રતિષ્ઠાને સુધારવાના ભાગરૂપે વોર્નની આ મુલાકાત હતી.
સમગ્ર અહેવાલ માટે અહીં ક્લિક...



ગયા વર્ષે ઓક્ટોબર માસ દરમિયાન ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયાની સિમા વિસ્તાર પરથી મળી આવેલો મૃતદેહ ભારતીયનો હતો.
મળતી માહિતી પ્રમાણે, મૃતદેહ 33 વર્ષના પ્રદીપ કુમારનો છે. જે ફળો ઉતારવાનો કોન્ટ્રાક્ટ રાખતો હતો. તે ગત સપ્ટેમ્બર માસથી લાપતા હતો અને તેનો મૃતદેહ ઓક્ટોબર માસમાં મિલદુરાના મોનાકમાંથી મળી આવ્યો હતો.
પોલીસે મૃતદેહના ડીએનએના આધારે પ્રદીપકુમારને ઓળખ્યો હતો....

વિદેશમંત્રી એસ.એમ.કૃષ્ણાએ બુધવારે સંસદમાં કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 14 મહિનામાં 153 ભારતીય વિદ્યાર્થીઓ અને ટેક્સી ડ્રાઈવર પર હુમલા થયા છે.
લોકસભામાં કૃષ્ણાએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં થઈ રહેલ ભારતીયો પર હુમલાને લઈને ભારત સરકાર વધુ ચિંતિત છે.
તેમણે કહ્યું હતું કે ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી ઓસ્ટ્રેલિયન સરકારે લીધી છે.
ભારતીય...

બ્રિટનની ક્વિન્સ યુનિવર્સિટી બેલફાસ્ટ(ક્યૂયુબી) નોબેલ વિજેતા અમર્ત્ય સેન અને ભારત સ્થિત બ્રોડકાસ્ટર માર્ક તુલીને ડોક્ટરેટની માનદ પદવી આપી તેમનું સન્માન કરશે. યુનિવર્સિટી દ્વારા કુલ ૧૬ મહાનુભવોનું સન્માન કરવામાં આવશે. અમર્ત્ય સેન ઈકોનોમી ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન બદલ ડોક્ટરેટની પદવી અપાશે જયારે તુલીને પ્રસારણક્ષેત્રે સેવા બદલ ડી લીટની પદવી અપાશે.




ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર કરવાના પ્રયાસ બદલ નેપાળ પોલીસે 14 વર્ષીય ભારતીય કિશોરની ધરપકડ કરી છે. કિશોર ભારતના બિહાર રાજ્ય સાથે સંપર્ક ધરાવે છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે નેપાળના મોરાગ જિલ્લામાંથી આ કિશોરની ધરપકડ કરવામાં આવી હતી. કિશોરે ત્રણ વર્ષની બાળકી પર બળાત્કારનો પ્રયાસ કરતા પાડોશીઓએ આ અંગેની જાણ પોલીસને કરી હતી, તેમજ બાળકીને હવસનો શિકાર બનતા બચાવી લીધી હતી. કિશોર...

બ્રિટનમાં યોર્કશાયરના હુડરેસફિલ્ડમાં ભારતીય મૂળના જાણીતા વેપારી પર ટીનએજ ગેંગે હુમલો કર્યો હતો. ત્યારબાદ તેઓને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યુ હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારના રોજ સાંજે હુમલાખોરો ગુરમેલ સિંહની દુકાનમાં ઘુસી જઈને મારામારી હતી. તેમાં 63 વર્ષીય ગુરમેલ સિંહને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી....


મથુરાસિંહના ગળા, છાતી, નિતંબ અને પગ પર પૌલ બ્રિસ્ટોલે છરીના ઘા ઝીંક્યા
લંડનમાં ભારતીય મૂળની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેમિલે મથુરાસિંહ (૨૭)ની તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ પૌલ બ્રિસ્ટોલ (૨૪)એ કરપીણ હત્યા કરી હતી. પોતાની પ્રેમિકાને પામવા માટે ત્રિનિદાદથી લંડન આવેલા બ્રિસ્ટોલે તેની સાથે દગો કરીને મથુરાસિંહે અન્ય કોઇ પુરુષ સાથે પ્રેમ સંબંધો બાંઘ્યા હોવાનું શોધી કાઢયા બાદ...

ઓસ્ટ્રેલિયાની કોર્ટે ભારતીયોના સમુહ પર થયેલા એક કેસની સુનાવણી હાથ ધરી હતી. જેમાં આરોપી ભાઇઓને છોડી દેવાનો ઓસ્ટ્રેલિયાની કોર્ટે આદેશ કર્યો છે.
વિક્ટોરિયાની કાઉન્ટી કોર્ટના જજ ક્રિસ્ટિન થ્રોન્ટનને સ્વીકાર્યું હતુંકે. બંને ભાઇઓની 12 માસની અટકાયત અપૂરતી હતી. (જે બાળ અદાલત દ્વારા સુનાવવામાં આવી હતી. ) હાલ આરોપી ભાઇઓ 17-18 વર્ષના છે. તેમની સજાની સામે અપીલ કરવામાં મોડું થયું છે. જો...


ધી બહરિન ફાઇનાન્સિયલ એક્સેચેન્જ (BFX) માચે સૌપ્રથમ વખત મલ્ટી એસેટ એક્સચેન્જમાં મિડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકા માટે ભારતીય રાષ્ટ્રીયતા ધરાવતા અરશદ ખાનની મેનેજિંગ ડિરેકટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કરીકે નિમણૂક કરાઇ છે.
બીએફએક્સમાં ખાનની જવાબદારી વેપારનું વિસ્તણ કરવાની રહેશે. ખાને એક્સચેન્જને પ્રોફેશનલની સાથો સાથ બહારના બજારોમાં તેનો વિકાસ થાય તે જોવાનું કહેશે.
તેઓ...

પુણેમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં જો પાકિસ્તાનનો હાથ હોવાનું બહાર આવશે તો પાકિસ્તાનના વિરોધમાં અમેરિકામાં વસતા ભારતીયો પણ પાકિસ્તાનનો વિરોધ કરવાની તૈયારી કરી રહ્યા છે.
અમેરિકાના હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આ માટે અહીં વસતા ભારતીયોને એકજૂથ થવા અપીલ કરી છે. આ સંગઠને જણાવ્યું હતું કે જો પુણે હુમલામાં પાકિસ્તાન કનેકશન હશે તો તેઓ ભારતીય અમેરિકન સમુદાયોને અપીલ કરશે કે અમેરિકન...

યુકેની અગ્રણી કોર્ટે ભારતીય ઉદ્યોગપતિના પક્ષમાં ચુકાદો આપતા ગુજરાતી જયેશ શાહ 33 કરોડ ડોલરનો દાવો જીતી ગયા. એચએસબીસીની વિરૂદ્ધમાં શાહે મની ટ્રાન્સફર બાબતે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
જયેશ શાહે ઇંગ્લિશ કોર્ટમાં દાવો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બેન્કના નિયમો પ્રમાણે આ કેસ ચલાવામાં આવ્યો હતો.
અંગ્રેજી કોર્ટે શાહના કેસમાં તેમના પક્ષમાં ચુકાદો આપીને એચએસબીસીને 33 કરોડ...

ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર થઇ રહેલા હુમલાઓના વિરોધમાં ઇન્ટરનેટ પર ચળવળ ચલાવવામાં આવી રહી છે. જેમાં દસ હજાર લોકો આ અભિયાનમાં જોડાયા છે અને તેમનું સમર્થન વ્યક્ત કર્યું હતું.
આશ્વર્યની વાત છેકે, આ ચળવળ ઓસ્ટ્રેલિયન દંપતિ દ્વારાહાથ ધરવામાં આવી છે. મીયા નોર્થરોપ નામની આ મહિલાને આશા છેકે, 24 ફેબ્રુઆરીના 15,000 લોકો ભારતીય રેસ્ટોરન્ટોમાં જમીને ભારતીય સમુદાય પ્રત્યેનું સમર્થન...

ભારત સહિત વિશ્વભરના અલગ અલગ દેશોમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ રાજ કર્યુ હતું. આ કંપનીને એક ભારતીયે ખરીદી લીધી હતી અને હવે તે ફરીવાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીને શરૂ કરશે.
મુંબઈમાં જન્મેલા સંજીવ મહેતા એક મહિનાની અંદર ઈસ્ટ ઈન્ડિયા કંપની શરૂ કરશે. સંજીવે વર્ષ 2005માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકાર ખરીદ્યા હતા.
એક સમય હતો કે જ્યારે વિશ્વભરના બિઝનેસ પર ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો એકચક્રી શાસન...

અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીય મૂળના મુસ્લિમ વકીલ રાશિદ હુસૈનની ઓઆઇસીમાં વિશેષ દૂત તરીકે નિમણૂક કરી છે.
મુસ્લિમ દેશો સાથે પોતાના સંબંઘો સુધારવાના હેતુથી અમેરિકાએ આ પગલું ભર્યું છે. ઇસ્લામિક દેશો સાથે બહેતર સંબંધ ઓબામાની વિદેશ નીતિનો મહત્વનો ભાગ રહ્યો છે.
ઓબામાએ જણાવ્યું હતું કે મુસ્લિમ દેશો સાથે સંબંધો વધારા માટે વ્હાઇટ હાઉસમાં વકીલ રાશિદ હુસૈનની આ પદ પર...

ભારતીય મૂળની કેટલીય બ્રિટિશ યુવતીઓને યૌન સ્વાસ્થય, ગર્ભાવસ્થા અને ગર્ભ નિરોધક જેવા મામલામાં ભારતીય અથવા એશિયન ફેમિલી ડોક્ટરોની સલાહ લેવામાં સાવધાની રાખે છે. તેમને એ વાતનો ભય લાગી રહ્યો છે કે આમ કરવાથી તેમની ખાનગી વાતો તેમના પરિવાર અને સમુદાયના લોકો સુધી પહોંચી શકે છે.
અશિયન ડોક્ટરોની સલાહ લેવામાં ભારતીય મહિલાઓ એટલી બધી ડરી રહી છે તેનાથી બ્રિટિશ સ્વાસ્થ્ય અધિકારીઓ...

બ્રિટનના મીડલેન્ડ્સમાં ગેરકાયદે વસતા અથવા કામ કરતા નવ ભારતીય અને ચીની ઈમિગ્રન્ટ્સની પોલીસે ધરપકડ કરી છે.
યુકેની બોર્ડર્સ એન્ડ ઈમિગ્રન્ટસ એજન્સીના અધિકારીઓએ સ્થાનિક પોલીસ સાથે હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં અહીં ગેરકાયદે વસતા સાત પુરુષો અને બે મહિલાઓ ઝડપાયા છે. ઝડપાયેલામાં ચાર ભારતીયો અને પાંચ ચીની નાગરિકો છે.

પહેલી માર્ચથી તમામ પ્રતિબંધ ઉઠાવી લેવાશે : હજારો વિદ્યાર્થીઓને રાહત
ઉત્તર ભારતના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા પર મૂકેલો પ્રતિબંધ આંશિક ઉઠાવી લેવાની જાહેરાત બ્રિટને શનિવારે કરી છે. જેના કારણે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે અગ્ર તબક્કે પહોંચી ગયેલા હજારો સાચા વિદ્યાર્થીઓમાં રાહતનું મોજું ફરી વળ્યું છે.
બિઝનેસ, ઇનોવેશન એન્ડ સ્કીલ્સ મંત્રી પેટ...


મહિલા પ્રોફેસરને એકસટેન્શન ન અપાતાં અંધાધૂંધ ગોળીબાર કર્યો, ભારતીય પ્રોફેસર સહિત ત્રણનાં મોત
અમેરિકાના હન્ટ્સવિલે ખાતે અલબામા યુનિવર્સિટીમાં એક મહિલા પ્રોફેસરે ફેકલ્ટી મીટિંગ દરમિયાન જ ગોળીબાર કરતા એક ભારતીય પ્રોફેસર સહિત ત્રણનાં મોત નીપજવાની સનસનાટીભરી ઘટના બની હતી. આ મહિલા પ્રોફેસરનો નોકરીનો કાર્યકાળ પૂરો થતો હોવાથી તેને વધુ એકસટેન્શન ન અપાતાં તેણે ગોળીબાર...




વિક્ટોરિયાના મેલબોર્નમાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર અવારનવાર વંશીય હુમલાઓ થઇ રહ્યાં છે ત્યારે હવે સિડનીએ ન્યૂ સાઉથ વેલ્સ ને સલામત રાજ્ય તરીકે પ્રમોટ કરવાનું શરૂ કર્યું છે.
એનએસડબલ્યુના પ્રિમિયર ક્રિસ્ટિના કેનેલીના કહેવા પ્રમાણે તેઓ એક પ્રધાનને ભારત મોકલશે અને તેમનું રાજ્ય સલામત રાજ્ય છે તેવી ખાતરી ભારતના શિક્ષણ જગતના પ્રતિનિધિઓને કરાવશે.
આના કારણે બંને રાજ્યોના...

બ્રિટનની યુનિવર્સિટીને દહેશત છે કે ભારતીય વિદ્યાર્થીઓ માટેના સખત વિઝા નિયમોના કારણે તેઓની રેવન્યુને માઠી અસર થઇ શકે છે. કેમ કે, આ સૌથી વધુ ફી ચૂકવનારાઓમાં આ ભારતીય વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
બ્રિટિશ યુનિવર્સિટીઓને માત્ર ફી ગુમાવવાની દહેશત છે એમ નથી, પણ તેઓને એવી પણ ચિંતા છે કે આ વિદ્યાર્થીઓ અન્ય આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાં તરફ વળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે...

ઈર્ષ્યાની આગમાં સળગતી ભારતીય મૂળની એક મહિલાએ તેના પ્રેમીને ઝેર આપીને મારી નાખ્યો હોવાના ગુનામાં દોષિત ઠરાવવામાં આવી છે અને તેને આજીનવ કેદની સજા થાય તેવી શક્યતા છે.
45 વર્ષીય લખવિર સિંહ કે જેણે લખવિન્દર લકી ચીમાની હત્યા કરી હતી. કેમ કે તેનો પ્રેમી કોઈ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરે તે તેનાથી સહન થતું નહોતું.
39 વર્ષીય ચીમાએ ગયા વર્ષે વેલેન્ટાઈન ડેના દિવસે 21 વર્ષીય ગુરજી ચૂંઘ...

વિક્ટોરિયા પોલીસના વડા સિમોન ઓવરલેન્ડના કહેવા પ્રમાણે વિક્ટોરિયામાં ભારતીયો પરના હુમલાઓના આંકડા બહાર પાડી શકાય નહીં. કારણકે, તેનું 'ખોટું અર્થઘટન' થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.
ઓવરલેન્ડે તેમના નિર્ણયના બચાવમાં એવું જણાવ્યું હતુંકે, આંકડાઓમાં દક્ષિણ એશિયાઇ દેખાવ એવી શ્રેણી હેઠળ ભારતીયોને આવરવામાં આવ્યા છે. પરંતુ દક્ષિણ એશિયાઇ દેશોમાં નેપાળ, પાકિસ્તાન અને...


અમેરિકામાં બે લાખ ભારતીયો ગેરકાયદે રહેતા હોવાનો ગેરકાનૂની નિવાસીઓ અંગેના વર્ષ ૨૦૦૯ના એક સત્તાવાર અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોની સંખ્યામાં એક જ વર્ષમાં ૪૦,૦૦૦નો વધારો થયો છે. વર્ષ ૨૦૦૮માં અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોની સંખ્યા ૧,૬૦,૦૦૦ હતી જ્યારે ૨૦૦૯ના વર્ષમાં આ આંકડો વધીને બે લાખ થઇ ગયો છે.
૨૦૦૯ના વર્ષમાં અમેરિકામાં...

અમેરિકન એરલાઇન્સ પ્રવાસીઓ પાસેથી ધાબળા અને ઓશિકાં માટે પણ ચાર્જ વસૂલ કરશે. ફ્લાઇટમાં ધાબળા અને ઓશિકાંના એક સેટ માટે પ્રવાસીઓને પહેલી મેથી આઠ ડોલર (૩૭૨ રૂપિયા) વધુ ચૂકવવા પડશે.
ધાબળા અને ઓશિકાં માટેના ચાર્જ તમામ ઘરેલું ફ્લાઇટ્સના કોચ કલાસ અને મેકિસકો, કેનેડા, હવાઇ, કેરેબિયન અને સેન્ટ્રલ અમેરિકાના રૂટ પરના બે કલાકથી વધુ સમયના પ્રવાસ માટે કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં...

ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોએ શિવસેનાને અપીલ કરી છે કે તે ઈન્ડિયન પ્રિમિયર લીગ-3માં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો વિરોધ કરવાનું બંધ કરે. તેમને ડર છે કે શિવસેનાનું આવું વલણ ઓસ્ટ્રેલિયામાં તેમના માટે જોખમરૂપ સાબિત થશે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન સ્ટુડન્ટ ઓફ ઓસ્ટ્રેલિયાએ નક્કી કર્યુ છે કે તેઓ શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેને પત્ર લખીને અપીલ કરશે કે તેઓ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને વિરોધ કરવાનું...


![Stephen-Smith[1]31](/2010/02/10/images/Stephen-Smith[1]31_b.jpg)

લેઈસ્ટરમાં ભારતીય મૂળના એક ટેક્સી ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો છે. રાતના ભારતીય ટેક્સી ડ્રાઈવરે પોતાની ટેક્સીમાં બે પેસેન્જર્સને બેસાડ્યા હતા. તેઓએ ડ્રાઈવર પર હુમલો કર્યો હતો.
48 વર્ષીય ભરત ઉપાધ્યાય છેલ્લાં ચાર મહિનાથી ટેક્સી ચલાવી રહ્યો છે. તેના ચહેરા પર ઉઝરડા અને કાપાના નિશાન છે અને તેને ગળા પર પણ વાગ્યું છે. તેની ટેક્સીમાં એક મહિલા અને એક પુરૂષ બેઠા હતા. શનિવારના રોજ...

'ગરીબ દેખાવ' નિવેદન પર ચોમેરથી ઘેરાયેલી વિક્ટોરિયન પોલીસે ખુલાસો કર્યો છે. તેના કહેવા પ્રમાણે પોલીસ વડાએ આપેલી સલાહને નિર્દોષપણે કરવામાં આવેલા સૂચન તરીકે લેવામાં આવે. સલામતિ માટે તેમણે આપેલી સલાહને પૂર્વાપરના સંબંધ વિના લેવામાં આવી છે. આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા વિક્ટોરિયા પોલીસના પ્રવકતાએ ઉપરોક્ત વાત કરી હતી.
વિક્ટોરિયન ઇમિગ્રેટ એન્ડ રેફ્યુજી વિમેન્સ કોએલિશનના...



કિંમતી સાધન-સામગ્રી અને ઝવેરાતોનો દેખાડો ન કરો, મોડીરાતે જોખમી વિસ્તારોમાં જાહેર ટ્રાન્સપોટર્નો ઉપયોગ ન કરો, ભારતીય સમુદાયે પોલીસવડાની આ સલાહને હાસ્યાસ્પદ ગણાવી નકારી
હુમલાઓથી બચવા માટે લો પ્રોફાઇલ રહેવા અને ગરીબ જેવા દેખાવા માટે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને વિક્ટોરિયન પોલીસ વડા સિમોન ઓવરલેન્ડે સલાહ આપી છે. જોકે આ સલાહને...

ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર થઇ રહેલા હુમલાથી ઉભી થયેલી માનસિક્તા ભુસવા માટે એક ડીવીડી. બનાવવામાં આવી રહી છે. આ ડીવીડી ઓસ્ટ્રેલિયામાં રહેતા વિદ્યાર્થીઓ તૈયાર કરી રહ્યા છે. ડીવીડીમાં બતાવવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયાનું જે રીતે વંશીય દેશ તરીકે ચિત્ર ઉભું કરવામાં આવી રહ્યું છે, તેના કરતાં વાસ્તવિક પરિસ્થિતિ તદ્દન અલગ છે.
ઓસ્ટ્રેલિયામાં રહેતાં અનુસ્નાતક વિદ્યાર્થીઓએ...


ન્યૂયોર્કમાં ભારતીય મૂળના એક નાગરિક પર બ્રિસ્ટોલ-માયર્સ-સ્કવીબ નામની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીનું ટ્રેડ સિક્રેટ ચોરીને તેના આધારે ભારતમાં પોતાનો બિઝનેસ શરૂ કરી દેવાનો આરોપ મુકાયો છે.
ન્યૂયોર્ક રાજ્યના સાયરેક્યુસ શહેરના રહેવાસી ૨૯૦ વર્ષીય શાલીન ઝવેરી પર આક્ષેપ છે કે તે બ્રિસ્ટોલ-માયર્સ-સ્કવીબ કંપનીમાં નોકરી કરતો હતો તે દરમિયાન તેણે બિઝનેસ રહસ્યો જાણી લીધાં હતાં...

ભારતીય મુળના શાલિન ઝવેરી પર અમેરિકાની કોર્ટમાં ખટલો માંડવામાં આવ્યો છે. તેની ઉપર આરોપ છેકે, તે બ્રિસ્ટોલ-મેયર્સ-સકિબ કંપનીમાં ટેક્નિકલ ઓપરેશન્સ એસોસિએટ હતો ત્યારે તેણે કંપનીના કેટલાક રહસ્યો ચોર્યા હતા. નવેમ્બર 2007 થી ફેબ્રુઆરી 2010 સુધી તે કંપનીમાં કાર્યરત હતો. પરંતુ આ ગાળા દરમિયાન તેણે ભારતમાં ફાર્મા યુનિટ ખોલવા માટે આ રહસ્યો ચોર્યા હતા. જેના કારણે કંપનીને નુકશાન થઇ શક્યું હોત....


ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયન પોલીસે ગુરૂવારના રોજ એક ભારતીય ટેક્સી ડ્રાઈવરની ધરપકડ કરી છે. ટેક્સી ડ્રાઈવર પર આરોપ છે કે તેણે પોતાના પેસેન્જરને માર માર્યો હતો.
પ્રાપ્ત થતા સમાચાર મુજબ 25 વર્ષીય પેસેન્જર બુધવારના રોજ રાતના 10 વાગે દક્ષિણ મેલબોર્નના એક્લેન્ડ સ્ટ્રીટ આગળ જતો હતો. ત્યારે ટેક્સી ડ્રાઈવર સાથે ઉગ્ર ચર્ચા થઈ હતી.
સાક્ષીના જણાવ્યા પ્રમાણે પેસેન્જર ચાલતો જતો હતો...

અહીંની વિકટોરિયા કોર્ટમાં એક ભારતીય વિદ્યાર્થી પર બે બાળકી સાથે જાતીય સતામણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ૨૩ વર્ષના જોન્દિરસિંઘ સામે ગયા મહિને હોર્શમમાં એક કારમાં કિશોરી સાથે જાતીય સતામણીનું કૃત્ય કર્યું હોવાનો આરોપ હતો.
તેની સામે બાળકી સાથે અઘટિત કૃત્ય કરવાનો અને સતામણીનો આરોપ લાદવામાં આવ્યો છે અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. જોગિન્દર સ્ટુડન્ટ વિઝા પર...

ઓસ્ટ્રેલિયાની પોલીસે દાવો કર્યો છેકે, જશપ્રિતસિંઘ નામના ભારતીયે વિમાના નાણાં મેળવવા માટે તેને સળગાવવા માટેનો પ્રયાસ થયો હોવાનો દાવો કર્યો હતો. જેથી તેની આર્થિક તંગી દુર થઇ શકે.
કેસની વિગતો પ્રમાણે 29 વર્ષીય જશપ્રિતસિંઘે 8 જાન્યુઆરીના દાવો કર્યો હતોકે, એક ભીડે તેને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે દાજી ગયો હતો. પોલીસનો દાવો છેકે, વિમાની રકમ પકાવવા માટે જશપ્રિતે...

ગયા મહિને એક ભારતીય યુવકના ઘર પાસે જ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેના શરીરનો થોડો ભાગ બળી ગયો હતો. જો કે આ બનાવ અંગે ઓસ્ટ્રેલિયન પોલીસે કહ્યું છે કે ભારતીય યુવક પર થયેલો હુમલો ખોટો હતો. તેણે વીમાની રકમ મેળવવા માટે આ બધું કર્યું હતું.
સ્કાય ન્યુઝના અહેવાલ અનુસાર જસપ્રીત સિંહ એસ્સેન્ડનમાં રહે છે. જ્યાં તે તેમની પત્ની સાથે ઘરે આવી રહ્યા હતા. ત્યારે તેમની પર કેટલાક...

નોબલ વિજેતા ભારતીય મુળના અમેરિકન વૈજ્ઞાનિક વેંકટરામન રામક્રિશ્નનનું કહેવું છે કે યુકેમાં તેમની સાથે જાતિવાદ કરવામાં આવ્યો છે. આઈફોનની ખરીદી વખતે વેન્કીની ક્રેડિટને ધ્યાનમાં લેવાના બદલે બ્રિટિશ મોબઈલ O2 એ ડિપોઝીટ પેટે £325ની માંગ કરી હતી. સામાન્ય રીતે ક્રેડીટ ધરાવતા લોકો પાસેથી ડીપોઝીટ માંગવામાં આવતી નથી.
વેન્કીએ કહ્યું કે હું બ્રિટિશ મોબઈલ O2 કંપનીમાંથી આઈફોનની...


ભારતીય મૂળની 14 વર્ષીય ઉમા જ્હાએ સિડનીમાં યોજાયેલી ન્યૂરોસાયન્સ સ્પર્ધા જીતીને ઓસ્ટ્રેલિયામાં સૌથી બુદ્ધિશાળી વિદ્યાર્થીનો ખિતાબ જીત્યો છે.
ઉમા જ્હા પર્થની શેન્ટન કોલેજની વિદ્યાર્થિની છે. ઓસ્ટ્રેલિયામાંથી આશરે 4000 જેટલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી ઉમા મોખરે રહી હતી.
હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહેલા ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓમાં યાદશક્તિ,...

ન્યૂઝીલેન્ડમાં ભારતીય ટેક્સી ડ્રાયવરના હુમલામાં વપરાયેલી છરી પોલીસને મળી આવી છે. ઓકલેન્ડ શહેરમાં કરવામાં આવેલી આ હત્યાને ન્યૂઝીલેન્ડની પોલીસ આવેશમાં આવીને કરેલો હુમલો ગણાવી રહી છે.
હિરેન મોહિનીની રવિવારે ઓકલેન્ડ શહેરમાં છરી વડે ઘાતકી હત્યા કરવામાં આવી હતી. પોલીસ માની રહી છે કે હત્યા ટેક્સીમાં સવાર પેસેન્જર દ્વારા કરવામાં આવી હતી.
આ અંગે ડિટેક્ટિવ હેવલ જોન્સે...

કેનેડાના વડાપ્રધાન સ્ટિફન હાર્પરે ભારતની સાથે આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રના સંબંધોમાં મજબુતી લાવવા પર ભાર મુક્યો છે.ભારતના પ્રજાસત્તાક દિવસના અનુસંધાને યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા હાર્પરે જણાવ્યું હતુંકે, કેનેડા એ ભારતનું સ્થિર અને વિશ્વાસુ મિત્ર હતું અને રહેશે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો પ્રવર્તે છે. જેને વધુ અર્થપૂર્ણ અને મજબુત બનાવવાની જરૂર...

![website[1]1](/2010/02/01/images/website[1]1_b.jpg)

હિરેન મોહિની નામના ટેક્સીડ્રાઇવરને અજાણ્યા શખ્સે પેટમાં તીક્ષ્ણ હથિયાર માર્યું
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં અજાણ્યા હુમલાખોરોએ ભારતીય મૂળના ટેક્સીડ્રાઇવર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો અને આ ટેક્સીડ્રાઇવર ટેકસીની અંદર જ મૃત્યુ થયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેની ટેકસી પણ રોડ પર ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી હતી.
સ્થાનિક સમય ૧.૩૦ કલાકે એક વૃક્ષ સાથે આ ટેકસી અથડાઇ...

ઓસ્ટ્રેલિયામાં છેલ્લાં કેટલાંક સમયથી ભારતીયો પર હુમલાના બનાવો વધતા ગયા છે. શા માટે ભારતીયો પર હુમલા થાય છે. એક ભારતીય વિદ્યાર્થી લોહિત શાન્દલિયા કે જે ઓસ્ટેલિયામાં રહે છે તેના મતે ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર હુમલો કરવો સૌથી સરળ બાબત છે.
હું મેલબોર્નમાં છેલ્લાં સાત વર્ષથી વસવાટ કરૂં છું. આ વાતમાં કોઈ શંકા નથી કે હાલમાં ભારતીયો માટે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ભારતમાં જ્ઞાતિવાદ...

ભારતીય મૂળના એક વેપારીની કેનેડાના પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પરે સેનેટ તરીકે નિમણૂક કરી છે. બિઝનેસમેન વિમ કોચર આવતા અઠવાડિયે શપથ લે તેવી શક્યતા છે. હાર્પરે જે છ લોકોની સેનેટમાં નિમણૂક કરી છે તેમાંથી એક ભારતીય બિઝનેસ મેન વિમ કોચરનો સમાવેશ થાય છે.
1967માં કોચર કેનેડા આવ્યાં હતાં અને તેમને ટેક્સાસ યૂનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હતી તથા 1974માં કેનેડિયન નાગરિક બન્યાં હતાં. કોચર...



અમેરિકામાં વસતા મૂળ ભારતીય નાગરિક પ્રદીપ શ્રીવાસ્તવે ખોટા ટેકસ રિર્ટન ભરી આવકવેરામાં ૧.૬ કરોડ ડોલરથી વધારે રકમની કરચોરી કરવા બદલ સ્થાનિક કોર્ટે તેને ૪૬ મહિનાની જેલની સજા ફટકારી છે. પ્રદીપે ૧૯૯૮ અને ૧૯૯૯ના વર્ષમાં કરચોરી કરી વર્ષ ૨૦૦૦માં આવકવેરાનું ખોટું રિર્ટન ભર્યું હોવાનું અદાલતમાં પુરવાર થયું હતું.
યુએસ ડિસ્ટ્રીક્ટ જજે મેરિલેન્ડના રહેવાસી પ્રદીપને કરચોરીની રકમ...

ભારતીયો પર હુમલા અટકાવવા માટે કડક પગલાં ભરવામાં આવ્યાં હોવાનો ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હોવા છતાં ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર હુમલા ચાલુ છે. બ્રિસ્બેન અને કવીન્સલેન્ડમાં વધુ ચાર ભારતીયો પર હુમલા કરવામાં આવ્યા છે.
ચાર ભારતીયોમાં ત્રણ ટેક્સી ડ્રાઇવર અને એક પિઝા ડિલિવરી બોયનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયામાં ચાલુ મહિનામાં જ ભારતીયો સામે કુલ ૧૦ હુમલા...


Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








