Home >> NRG >> USA
 • અન્ય મંદિરથી અલગ તરી આવે છે વિદેશનું આ સૌથી વિશાળ BAPS મંદિર, જાણો વિશેષતા
  અમેરિકાઃ દેશ વિદેશોમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના અનેક ભવ્ય મંદિરો આવેલા છે. આ ભવ્ય મંદિરોમાં એક મંદિર છે એટલાન્ટામાં રોકબ્રિજ રોડ અને લોરેન્સવિલ હાઈવેને સાંકળતા ક્રોસરોડ્સ પાસે 30 એકર જમીનમાં પથરાયેલું સ્વામીનારાયણ મંદિર. અમેરિકામાં જ્યોર્જિયાના એટલાન્ટામાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)નું સ્વામિનારાયણ મંદિર હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. વિશાળ જગ્યામાં પથરાયેલું આ મંદિર તેને અન્ય મંદિરો કરતા અલગ પાડે છે....
  March 21, 06:29 PM
 • US: બેગમાંથી મળી 6 મહિનાથી ગુમ વાઈન શોપના ગુજરાતી માલિકની લાશ
  ટેનિસીઃ કોરોનેરની ઓફિસે 13 માર્ચના રોજ ગ્રામીણ વિસ્તારમાંથી ઓક્ટોબર મહિનાથી ગુમ ગુજરાતી મૂળના અમેરિકી બિઝનેસમેન સંજય સેમ પટેલના મૃતદેહની ઓળખાણ કરી લીધી છે. સંજય પટેલ 3 ઓક્ટોબર, 2016ની સાંજે મેમ્ફિસ, ટેનેસીમાં આવેલી પોતાની લીકર શોપ પરથી તેમના કાયમી ગ્રાહક માર્ક્સ પેરીની કારમાં ગયા ત્યારબાદથી ગુમ હતા. પટેલ 20 વર્ષ પહેલા મહેસાણાના આખજ ગામથી અમેરિકા સ્થાયી થયા હતા. જાન્યુઆરીથી બેગ પડી હતી ખેતરમાં બારટેલેટ, ટેનેસી પોલીસ વિભાગના એક રિપોર્ટ પ્રમાણે, 6 મહિનાથી તેઓ સંજય પટેલના ગુમ થયા મામલે...
  March 19, 04:53 PM
 • આ ગુજરાતીની શોધે બદલી નાખી દુનિયા, કરોડો લોકો વાપરે છે તેમની પ્રોડક્ટ
  અમેરિકાઃ વિશ્વમાં આજે 10 અબજથી વધારે USB(યુનિવર્સલ સીરિયલ બઝ)નો ઉપયોગ કરવામાં આવે છે. આજે લગભગ કોઈ પણ ગેજેટ્સનો ઉપયોગ કરવા માટે યુએસબી એક આવશ્યક માધ્યમ બની ગયું છે, પરંતુ શું તમે જાણો છો કે તેની શોધ કોણે કરી હતી? જી હા, આજે અમે જણાવી રહ્યા છીએ યુએસબીની શોધ સાથે સંકળાયેલા કમ્પ્યૂટર આર્કિટેક્ટ અજય ભટ્ટ વિશે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલા અજય ભટ્ટે આ ક્રાંતિકારી ઉપકરણની શોધ કરી હતી. 26 વર્ષ સુધી કમ્પ્યૂટર જાયન્ટ ઇન્ટેલ કંપની સાથે સંકળાયેલા ગુજ્જુ...
  March 18, 07:31 PM
 • US:બરફના તોફાન વચ્ચે ગુજરાતીની મોટેલમાં ભીષણ આગ, જીવ હોમાયો
  અમેરિકાઃ મંગળવારે વહેલી સવારે ન્યુયોર્કની એક મોટેલમાં લાગેલી ભીષણ આગમાં એક ગુજરાતીનો જીવ હોમાયો છે. ફાયર ફાઈટર્સે બરફના તોફાનની વચ્ચે એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. મૃતકની ઓળખાણ ધનસુખ (ડિક) પટેલ તરીકે થઈ છે, તેઓ આ મોટેલના માલિક હતા. તેમજ અન્ય એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. શું છે સમગ્ર ઘટના? મંગળવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ન્યુયોર્કના વિસ્ટલ ગામમાં ગુજરાતીની સ્કાલ્લેક મોટેલ લોજમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં મોટેલ માલિક ધનસુખ...
  March 18, 04:31 PM
 • અમેરિકામાં માસ્ટર ડિગ્રી કર્યા પછી સહેલાઈથી જોબ મળી શકે?
  સવાલ : મેં હમણાં જ ઇલે. એન્જિનિયરિંગ ઇન્ડિયામાં કમ્પ્લીટ કર્યું છે. મારે માસ્ટર ઇન ઇલેક્ટ્રિકલ કરવા અમેરિકા જવું છે. તો ભવિષ્યમાં અમેરિકામાં શું સ્કોપ છે અને માસ્ટર ડિગ્રી મળ્યા પછી સહેલાઈથી જોબ મળી શકે? જવાબ : અમેરિકાના ઇમિગ્રેશનના કાયદામાં વર્તમાન પરિસ્થિતિમાં ઘણા ફેરફાર અને સુધારાવધારા થઈ રહ્યા છે. ઘણા સ્ટુડન્ટ્સ અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા દ્વારા જઈને અમેરિકામાં કાયમ માટે સેટલ થવાના ચાન્સીસનાં સપનાં જોવે છે, પરંતુ જો સ્ટડી પૂરો કર્યા પછી H1-B વિઝા દ્વારા સેટલ થવાનું વિચારતા હોઈ તે કામ...
  March 15, 04:52 PM
 • પાટીદાર કલ્ચર એસોસિએશન ઓફ યુએસએ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ઈવેન્ટનું આયોજન
  અમેરિકાઃ વિદેશમાં વસતા ગુજરાતીઓ પોતાની સંસ્કૃતિને લગતી ઈવેન્ટના આયોજનો કરીને પોતાની સંસ્કૃતિ જાળવી રાખતા હોય છે. પાટીદાર કલ્ચર એસોસિએશન ઓફ યુએસએ દ્વારા આ વર્ષે પણ વિવિધ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે. સમુદાયના સંકલ્પના 2 વર્ષ બાદ ઉમિયા માતાજીનું મંદિર ન્યુજર્સીમાં તૈયાર કરવામાં આવ્યું છે. 1697 ઓક ટ્રી રોડ, એડિશનમાં આ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. સાચું કામ હવે શરૂ થયું છે આશા છે કે પીસીએ સમુદાય અંત સુધી આ યોજનાની સાથે રહે. પીસીએ દ્વારા વોલીબોલ ટૂર્નામેન્ટનું પણ...
  March 14, 05:12 PM
 • 'મને 1000થી વધુ વાર SEX માટે મજબૂર કરાઈ',USમાં પટેલ મોટેલ માલિક પર આરોપ
  અમેરિકાઃ પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયા શહેરમાં પટેલની એક મોટેલમાં 2 વર્ષથી એક ટીનએજર યુવતીનું શોષણ થયું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. કાનૂની દાવો કરવામાં આવ્યો છે કે, 2 વર્ષ દરમિયાન એક ટીનએજર યુવતીને 1 હજારથી વધારે પુરુષો સાથે શારીરિક સંબંધો બનાવવા માટે મજબૂર કરવામાં આવી છે. શહેરના ઉત્તર-પૂર્વમાં આવેલી રૂઝવેલ્ટ ઈન મોટેલના માલિક છે યજ્ઞ પટેલ. જો કે, પટેલ આ મામલે અજાણ હોવાની વાત વારંવાર કરી રહ્યા છે. શું છે સમગ્ર બાબત? યુવતીના વકીલે દાવો કર્યો છે કે, ઉંમરથી મોટા પુરુષો સાથે સેક્સ...
  March 14, 04:29 PM
 • USA: ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટા દ્વારા હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી
  એટલાન્ટા(રૂચિતા પટેલ દ્વારા): ભારત સહિત વિશ્વભરમાં હોળીનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટા દ્વારા પણ રંગોના તહેવારનું મનભરીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 500થી વધુ લોકોએ હાજર રહી પૂજાનો લાભ લીધો હતો. ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટાના પ્રેસિડન્ટ વાસુદેવ પટેલ અને BOG ચેરમેન કિશોરભાઈ પટેલે ઉપસ્થિત તમામ લોકોનો આભાર માની આગામી સમયમાં યોજાનારા યુથ કેમ્પમાં જોડાવા હાકલ કરી હતી. કાર્યક્રમના અંતે તમામ લોકોએ ઠંડાઈ અને ટેસ્ટી ફૂડની લહેજત માણી હતી....
  March 13, 04:11 PM
 • અમેરિકામાં ઘડિયાળનો કાંટો એક કલાક આગળ આવ્યો....
  ડેલાવેર (રેખા પટેલ દ્વારા): આ વર્ષે ૧૨મી માર્ચને રવિવારે અમેરિકામાં ડે-લાઇટ સેવિંગમાં ઘડિયાળનો કાંટો એક કલાક આગળ આવ્યો. આવ્યો નથી પણ પરાણે લાવવામાં આવ્યો. સવારે આંખ ખુલી તો લાગ્યું હાશ હજુ સાત વાગ્યા છે. ત્યાં તો બાજુમાં પડેલા સેલ ફોનમાં નજર પડી ઓહ આ તો આઠ વાગી ગયા. ઓપ્સ હવે કલાક વહેલા જાગવાનું. ફટાફટ બધા કલોકના સમય બદલાઈ ગયા. સમય તો ઘડિયાળના કાંટા ઉપર ચડી દોડ્યા જ કરવાનો. હવે દોડવાનું આપણે છે તેના કહ્યા પ્રમાણે. સુરજ વહેલો ઉગી જવાનો માટે સવારે છ વાગે તો ડોકિયું કરવા આવી પહોચશે. જોકે હજુ અહી...
  March 13, 02:14 PM
 • USA: CNNના ધર્મ આધારિત શોના વિરોધમાં એટલાન્ટામાં હિન્દુ સંગઠનનું પ્રદર્શન, રાજીનામાની માંગ
  એટલાન્ટા(રૂચિતા પટેલ દ્વારા):હિંદુ ઓર્ગેનાઈઝેશન ઓફ એટલાન્ટાના 150થી વધુ સભ્યોએ CNNની ઓફિસ બહાર CNN દ્વારા 5 માર્ચ 2017ના રોજ દર્શાવાયેલા બિલીવર વીથ રેઝા અસલાન નામના શો વિરુદ્ધ દેખાવો કર્યા હતા. આ શોમાં હિન્દુઓના એક પંથ કે જે અઘોરી તરીકે ઓળખાય છે અને તે માનવ માંસ ભક્ષી હોવાનું જણાવાયુ છે. જે એકદમ પાયાવિહોણી વિધિ દર્શાવતી બાબત છે. CNNની ઓફિસ બહાર એકઠા થયેલા સભ્યોએ રેઝા અસલનના રાજીનામાની માંગણી સાથેના પોસ્ટર્સ પ્રદર્શિત કરીને શાંતિપૂર્ણ અભિયાન ચલાવ્યું હતું. ઓફબીજેપી સંગઠનના સેક્રેટરી ડો. વાસુદેવ...
  March 13, 12:17 PM
 • USA:ગુજરાતીનો સ્ટોર સળગાવવાનો પ્રયાસ, વૃદ્ધ માલિકને સમજી બેઠો હતો મુસ્લિમ
  અમેરિકાઃ ફ્લોરિડામાં ગુજરાતીના સ્ટોરને સળગાવી દેવાના પ્રયાસનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપી સ્ટોર માલિકને મુસ્લિમ સમજી બેઠો અને તેણે સ્ટોર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમયસર પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા સ્થિતિ થાળે પાડી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. હેમંત પટેલ છે સ્ટોરના માલિક પોલીસે ટ્રેઝર કોસ્ટના એક વ્યક્તિને એક ગુજરાતીના સ્ટોરમાં આગ લગાડવાના આરોપસર શુક્રવારે સવારે દબોચી લીધો હતો. આ વ્યક્તિ સ્ટોર માલિકને મુસ્લિમ સમજી રહ્યો હતો જેથી તેણે સ્ટોરને સળગાવવાના...
  March 11, 12:41 PM
 • કેનેડામાં સ્વામિનારાયણ મંદિરના સાધુએ યુવતી પર આચર્યું દુષ્કર્મ
  ટોરેન્ટો: કેનેડાના ટોરેન્ટોમાં સોખડા સ્વામિનારાયણ મંદિરના સાધુએ એક ગુજરાતી યુવતી સાથે પાપલીલા આચરી દુષ્કર્મ કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા ટોરેન્ટો પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, હરિધામ સોખડાના કોઠારી સ્વામીએ આવી કોઇ ઘટના બની હોવાનો સાફ ઇનકાર કરી સંસ્થાને બદનામ કરવાનું કાવતરુ ગણાવ્યું હતું.સાધુ સુગ્નેયેઆ આક્ષેપો ખોટા હોવાનું કહી સામે લડત આપવા તા.6 માર્ચે ભગવા ત્યજી દીધા હોવાનું જણાવ્યું હતું. 14 મહિના બાદ થઈ પોલીસ ફરિયાદ કેનેડામાં રહેતી 30...
  March 11, 11:52 AM
 • UK બાદ USAમાં પટેલોનો દબદબો, આ બાબતે TOP-20માં મારી એન્ટ્રી
  અમેરિકાઃ અમેરિકામાં વસતા ભારતીયોમાં પટેલો અને સિંહનો દબદબો છે! 10 વર્ષના એક રસપ્રદ રિસર્ચ બાદ જે નિર્ણય સામે આવ્યો છે તે ગુજરાતીઓ માટે ઘણો ચોંકાવનારો અને ગૌરવ આપનારો છે. 10 વર્ષના રિસર્ચ બાદ એવું જાણવા મળ્યું છે કે, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં પટેલ અને સિંહ સરનેમ ટોચની 15 સરનેમની યાદીમાં સામેલ થઈ છે. એટલે કે, અમેરિકામાં આ સરનેમ ધરાવતા લોકોની વસ્તી વધી રહી છે. જો કે, ભારતીયો માટે ગર્વ લેવા જેવી બાબત છે કે, વિદેશમાં પણ ભારતીયો પોતાનો ઝંડો લહેરાવી રહ્યા છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સેન્સસ...
  March 10, 04:45 PM
 • USA:ગુજરાતીએ મિનેસોટામાં કરી 200 Crની ડીલ, ખરીદી આલીશાન હોટલ મેરિયોટ
  અમેરિકાઃ ટેમ્પાના પરોપકારી અને WellCare Health Plans Inc.ના સ્થાપક ડો. કિરણ પટેલે બ્રુકલીન પાર્કમાં આવેલી મિનેપોલિસ મેરિયોટ નોર્થવેસ્ટ હોટલ 200 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. મૂળ વડોદરા જિલ્લાના મોટા ફોફડિયા ગામના વતની ડૉ. પટેલની આ ડીલ મિનેસોટાની પ્રથમ ડીલ છે. નોંધનીય છે કે ફ્લોરિડામાં ડો. કિરણ પટેલ અને પત્ની ડો. પલ્લવી પટેલ પાવર કપલ તરીકે ઓળખાય છે. ડો. પટેલે એક સમયે નુકસાની કરતાં બિઝનેસને આજે રૂપિયા 6600 કરોડથી સુધી પહોંચાડ્યો છે. રિયલ એસ્ટેટ પટેલનો સાઈડ બિઝનેસ બોસ્ટનના લોન્ગ વ્હાર્ફ રિયલ એસ્ટેટ...
  March 9, 06:28 PM
 • ‘ગ્લેમર નગરી’માં ધૂમ મચાવી રહી છે આ પટેલ છોરી, ગુજરાતમાં પિતા હતા જજ
  એનઆરજીડેસ્ક: ગુજરાતના અનેક સ્ટાર્સ હાલ બોલિવૂડમાં અભિનય દ્વારા સારી નામના ધરાવે છે, પણ હોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ગણ્યા-ગાઢ્યા ગુજરાતીઓ સ્થાન ધરાવે છે. એમાંનુ એક નામ એટલે એલિસા ક્રિસ પટેલ. મૂળ ગુજરાતી અને ગોધરા, રાજકોટ, ભરૂચ અને વડોદરામાં ઉછરેલી એલિસા હાલ હોલિવુડમાં અભિનેત્રી ઉપરાંત પ્રોડ્યુસર તરીકે કામ કરી રહી છે. છ-સાત હોલિવુડ ફિલ્મમાં ચમકી ચૂકેલી આ ગુજરાતીએ ટીવીના ટ્રાવેલ શોથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. એલિશાના પિતા ગુજરાતમાં જજ તરીકે ફજાવતા હતા, જો કે હાલ તેઓ નિવૃતિનું જીવન...
  March 8, 06:27 PM
 • મોદીએ ઈંગ્લીશમાં અમેરિકન્સને રાખ્યા પાછળ, ઉજાળ્યું ગુજરાતનું નામ
  અમેરિકાઃ સામાન્ય રીતે એવી માન્યતા રહી છે કે ગુજરાતીઓને ઈંગ્લીશ બોલવામાં અથવા લખવામાં ઘણી તકલીફો પડે છે પણ ગુજરાતની એક છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી નાયસા મોદીએ આ માન્યતાને ખોટી પાડી દીધી છે. મોદીએ સતત ત્રીજા વર્ષે નેશનલ સ્પેલિંગ બી સ્ક્રિપ્સ સ્પર્ધા જીતી લીધી છે. ઓચીટા જુનિયર હાઇ સ્કૂલ ખાતે શુક્રવારે યોજાયેલા ઓલ પેરિશ સ્પેલિંગ્સ બીમાં નાયસાએ tabardના સ્પેલિંગ બાદ 39માં રાઉન્ડ જીતી લીધો હતો. આ પહેલા મોદી આ સ્પર્ધામાં 2015 અને 2016માં પણ પ્રથમ ક્રમાંકે રહી હતી. 16 લોકોએ 37માં રાઉન્ડ સુધી નહોતી...
  March 8, 05:24 PM
 • USA: ભારતીયો પર થયેલા હુમલાનો ઠેર ઠેર વિરોધ, 3 ઘટનાઓથી ફફડાટ
  એનઆરજીડેસ્કઃ અમેરિકામાં વિદેશથી આવેલા લોકોમાં ખાસ કરીને ભારતીયો પર વંશીય હુમલાની ઘટના કોઈ નવી વાત નથી પરંતુ અહીંયા સત્તા પરિવર્તન બાદ વધી રહેલી આવી ઘટનાઓ ખરેખર ચિંતા પેદા કરનારી છે. તાજેતરમાં થોડા દિવસોના ગાળામાં જ બનેલી ત્રણ ઘટનાઓથી માત્ર ભારતીયો જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશના લોકો પણ આઘાતમાં આવી ગયા છે. જો ઝડપથી વંશીય હુમલાને લઈને ટ્રમ્પ પ્રશાસન તરફથી કોઈ નક્કર પગલા લેવામાં નહીં આવે તો આ અમેરિકા માટે નવી મુશ્કેલી પેદા કરી શકે છે. વંશીય ભેદભાવનો શિકાર બનેલા ભારતીયોને લઈને...
  March 8, 05:12 PM
 • Women Day Special: શું કહે છે USમાં એકલી રહેતી આ ‘ગુજ્જુ ગર્લ’
  એનઆરજીડેસ્ક: આજના યુવાઓને અમેરિકા જવાનું સપનું હોય છે. અમેરિકાની ભપકાદાર લાઈફસ્ટાઈલ જોઈ યુવાઓ કેવી રીતે અમેરિકા જવું તે અંગે સતત વિચારતા હોય છે. અમેરિકામા અનેક ગુજરાતીઓ પોતાની જાત મહેનતે આગળ આવ્યા છે, પણ આજે મહિલા દિવસના ભાગરૂપે divyabhaskar.com અમેરિકામાં એકલી રહેતી ગુજરાતી ગર્લ વિશે જણાવી રહ્યું છે. મૂળ ગાંધીનગર જિલ્લાની સોની મેઘના પોતાના બ્યુટીપાર્લરના આર્ટ થકી અમેરિકામાં સારી એવી નામના ધરાવે છે. મેઘનાએ અમેરિકામાં હાર્ડ વર્કિંગ વુમન ઉપરાંત પોતાના અંગે વિગતે વાતચીત કરી હતી. આગળ વાંચો શું...
  March 8, 03:13 PM
 • USમાં ગુજરાતી પતિને હતું લવ અફેર, પૈસા આપી કરાવી’તી પત્નીની ઘાતકી હત્યા
  અમેરિકાઃ કેલિફોર્નિયામાં 1991માં એક ગુજરાતીએ તેની પત્નીની ઘાતકી હત્યા કરી હતી અને તેની લાશ કારની ડેકીમાં રાખી હતી. 25 વર્ષ પહેલા કરવામાં આવેલી પત્નીની ઘાતકી હત્યા બદલ શુક્રવારે શંકર છગનભાઈ પટેલને પેરોલની શક્યતા વગર આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. શું છે સમગ્ર ઘટના? ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ એટર્ની જોહ્ન મોનેગન પ્રમાણે, 19 નવેમ્બર, 1991ના રોજ પોતાની 7 વર્ષની બાળકીને સ્કૂલેથી લઈને ઉષા પટેલ તેમના ગેરેજમાં એન્ટર થયા હતા. આ દરમિયાન એકાએક હુમલાખોરે 29 વર્ષની ઉષા પર હુમલો કરી દીધો હતો. તેના ગાલ અને...
  March 6, 07:09 PM
 • આ છે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીનો દૌહિત્ર, વોલસ્ટ્રીટમાં નોકરી કરી હાલ ચલાવે છે કરોડોની કંપની
  અમદાવાદ: અમેરિકામાં હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝ અને રીટેલ સેક્ટરમાં તમને અનેક સફળ ગુજરાતીઓ જોવા મળશે. સામાન્ય માન્યતા પણ એવી છે કે આઈટી સેક્ટરમાં ગુજરાતીઓનું ગજુ નહીં પણ આ વાત ખોટી છે. અમેરિકામાં પણ ઘણાં ગુજરાતીઓએ ટેકનોલોજીમાં કાઠું કાઢ્યું છે. આવા જ એક ગુજરાતી એટલે દિવ્યાંગ દવે. વર્ષ 1984થી અમેરિકામાં સેટલ થયેલા દિવ્યાંગ દવેએ વોલસ્ટ્રીટમાં 9 વર્ષ ઉચ્ચ હોદ્દા પર નોકરી કર્યાં બાદ પોતાની આઈટી કંપની ચાલુ કરી હતી. દિવ્યાંગ દવેની સૌથી મોટી સિદ્ધિએ છે કે તેમણે પોતાના આઈટી બિઝનેસમાં ભારતીય...
  March 5, 02:51 PM