Home >> NRG >> USA
 • ગુજરાતી પટેલનો USમાં કરોડોનો મહેલ, જે જુવે એની આંખો થઈ જાય છે પહોંળી
  ફ્લોરિડા: બધાની લાઈફનું એક સપનું હોય છે કે પોતાનું એક ડ્રિમ હાઉસ હોય. તેમાં પણ ગુજરાતીઓમાં આલિશાન ઘરનો ક્રેઝ અલગ જ છે. આજે આપણે વાત કરીશું એક એવા લક્ઝુરિયસ મહેલની જેને તમામનું ધ્યાન ખેંચ્યું છે. મૂળ વડોદરાના મોટા ફોફડીયા ગામના વતની ડો. કિરણ પટેલ ટેમ્પાના કેરોલવૂડ વિસ્તારમાં 17 એકર જમીન પર આ મહેલ તૈયાર કરી રહ્યા છે. અંદાજે 1600 કરોડના માલિક ડો. કિરણ પટેલ અનેક હોટેલ્સના માલિક છે તેમજ ઈન્સ્યોરન્સ ફિલ્ડમાં પણ કાર્યરત છે. ડો. કિરણ પટેલ ડોનેશન માટે પણ એટલાં જ જાણીતા છે. ડો. કિરણ પટેલ અને પત્ની ડો. પલ્લવી...
  February 21, 10:20 AM
 • ન્યુજર્સી : જર્સીસિટીમાં 24મીએ મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન
  ન્યુજર્સી: વિદેશમાં પણ ભારતીય તહેવારોની ઉજવણી સારી કરવા માટે અવારનવાર કાર્યક્રમ યોજવામાં આવે છે. તેવી જ રીત જર્સીસિટી શ્રી સત્યનારાયણ ધામ દ્વારા 24 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શિવરાત્રીના દિવસે શ્રી સત્યનારાયણ ધામમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી પૂજન અને રૂદ્ર અભિષેક ચાલું રહેશે. મહા અભિષેક પૂજાનું સાંજે છથી સાત દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મહાઆરતી તથા ભજન સાંજે સાતથી આઠ દરમ્યાન થશે. શિવરાત્રીની આ ઉજવણીમાં મહાપ્રસાદની પણ...
  February 21, 10:03 AM
 • અમેરિકામાં આ ગુજરાતણે ખીચડી-કઢીને બનાવ્યા ફેમસ, પિતા 9 વર્ષની ઉંમરથી ઘસતા હીરા
  અમેરિકાઃ ગુજરાત મૂળની વ્યક્તિઓ પોતાના આગવા અંદાજથી દેશ વિદેશમાં ખુબ ખ્યાતિ મેળવે છે તથા વિદેશોમાં ગુજરાતીઓને ગર્વ અપાવે છે. કહેવાય છે કે, રસોઈ એ ભારતીય નારીનો અમુલ્ય ખજાનો છે. તેવી જ એક નારી છે હેતલ વસાવડા, જેણે અમેરિકામાં ગત વર્ષે 28 વર્ષેની ઉંમરે એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. હેતલે રિયાલિટી કૂકિંગ શો માસ્ટર શેફ યુએસની સીઝન-6માં સિલેક્ટ થનાર પ્રથમ ઇન્ડિયન-અમેરિકન વેજીટેરિયન સ્પર્ધક બની હતી. હેતલ વસાવડાએ દિવ્યભાસ્કરડોટકોમ સાથે વાત કરી હતી અને તેણે પોતાની સફર વિશે જણાવ્યું હતું....
  February 20, 02:42 PM
 • USA: ગુજરાતી હોટલ મેનેજર પર ગુનાખોરી કરતી ગેંગને મદદ કરવાનો આરોપ
  અમેરિકાઃ એક ભારતીય મૂળના હોટલ મેનેજર પર કથિત રીતે ગેરકાયદે ડ્રગ ઘૂસાડતી તથા કેલિફોર્નિયામાં પ્રોસ્ટીટ્યૂશનને પ્રોત્સાહન આપતી ગેંગને મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઓશિયન સીટીમાં 2 હોટેલોના મેનેજર તરીકે કામ કરતા ઉમેશ ઓઝાએ ગેરકાયદે ધંધા કરતી ગેંગને મદદરૂપ થવા હોટલોને માધ્યમ બનાવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રોસ્ટીટ્યૂશનને પ્રોત્સાહિત કરવાનો આરોપ - અમેરિકામાં ગેરકાયદે ડ્રગ્સ ઘુસાડવા જેવા ગુના કરતી ગેંગને મદદરૂપ થવા તથા કેલિફોર્નિયામાં પ્રોસ્ટીટ્યૂશનને પ્રોત્સાહિત કરવાનો...
  February 15, 03:06 PM
 • અમેરિકાઃ પટેલ મહિલા H-1B વિઝા ફ્રોડ સ્કિમમાં દોષિત, ક્લાઈન્ટને આપતી ઓફર
  અમેરિકાઃ ભારતના આઈટી બિઝનેસમેન દ્વારા મેળવાતા અમેરિકાના એચવન-બી વિઝા થકી અમેરિકાની કંપનીઓ વિશ્વ સ્તરીય બની શકી છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં ફ્રોડ વિઝા ધારકો પણ સામેલ હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો હીરલ પટેલનો. જેણે ફ્રોડ વિઝા સ્કિમની તપાસ રોકવામાં પ્રયાસો કર્યાનું કબૂલ્યું છે. પટેલની મે મહિનામાં થઈ હતી ધરપકડ - 32 વર્ષીય હીરલ પટેલ બે ટેક કંપની બાદ ત્રીજી વ્યક્તિ બની છે જે આ કૌંભાડમાં સામેલ છે. - પટેલે જૂન મહિનાથી 250,000 ડોલરનો દંડ અને પાંચ વર્ષની જેલની સજાનો સામનો કરી રહી છે. - વકીલના...
  February 15, 03:05 PM
 • અમેરિકામાં ગુજરાતીએ આ રીતે યાદગાર બનાવ્યો વેલેન્ટાઈન, જાણો એવુ તો શું કર્યું?
  એનઆરજીડેસ્કઃ વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે દુનિયાભરમાં પ્રેમની વાતો થઈ રહી છે. તેવામાં અમે એક એવા ગુજરાતી પ્રેમી જોડાની વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે પોતાના લગ્ન અનોખી રીતે કરવાનું નક્કી કર્યું છે. પરંપરાગત લગ્નમાં મોટા પ્રમાણમાં પૈસા ખર્ચ કરવાના બદલે નિશકામ મહેતા અને પૂનમ કૌશલે ગરીબ દેશોમાં ભૂખ સામે લડી રહેલા બાળકોને પૈસા દાન કરીને મદદ કરવાનું નક્કી કર્યું છે. બન્નેએ પોતાના બેકગ્રાઉન્ડનો કર્યો યોગ્ય ઉપયોગ તેઓએ વર્ષ 2016ના મધ્યભાગમાં લગ્નનું આયોજન કર્યું હતું, લોસ એન્જલસ...
  February 14, 06:21 PM
 • US:એક સમયે આ પટેલ નહોતો બોલી શકતો અંગ્રેજી,આજે રેસ્ટરટર ઓફ ધ યરનું સન્માન
  અમેરિકાઃ વિદેશોમાં વસતા ગુજરાતીઓએ પોતાના બિઝનેસના કારણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે. ઉપરાંત તેમને વર્ષના અંતે અથવા પ્રારંભે વિવિધ એવોર્ડ દ્વારા સન્માનિત પણ કરવામાં આવે છે. આવા ગુજરાતી લોકોમાં વધુ એક નામ ઉમેરાઈ ગયું છે ગૌરવ જી પટેલનું, જેમને નોર્થ કેરોલિનાના એક અસોસિએશન દ્વારા રેસ્ટરટર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગૌરવ છે 6 રેસ્ટોરાં અને બારના પ્રેસિડેન્ટ Eschelon Experiencesના ફાઉન્ડર, જેમણે રાજ્યના એક છેડેથી બીજા છેડા સુધી ત્રિકોણમાં 6 રેસ્ટોરાં અને બારનું ગ્રુપ બનાવ્યું...
  February 14, 01:01 PM
 • US: પટેલ હોટલ માલિક સામે ફરિયાદ, લશ્કરી શ્રદ્ધાંજલિના ભીંતચિત્ર દોરવાની કરે છે મનાઈ
  અમેરિકાઃ એક સ્થાનિક કલાકારને વર્જિનિયા બીચ હોટલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેને ભીંતચિત્રને રિપેઈન્ટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ભીંતચિત્ર બનાવનાર આર્ટીસ્ટ સેમ વેલ્ટીએ કહ્યું હતું કે, તેમને હોટેલ દ્વારા ગુરુવારે જણાવવામાં આવ્યું હતું કે તે ભીંતચિત્ર રિપેઈન્ટ કરી શકે છે. હોટલના માલિક એરોન પટેલ કારણ તરીકે આર્ટીસ્ટે આપેલા કોટેશન અંગે ચિંતા વ્યક્ત કરી છે. શું છે મામલો? - આર્ટીસ્ટ સેમ વેલ્ટી દ્વારા ગત નવેમ્બર માસમાં ભીંતચિત્ર લશ્કરી સમર્પિત દોરવામાં આવ્યું હતું. - જેનો આદેશ...
  February 10, 04:18 PM
 • 1998થી ગુજરાતીઓને USમાં ગેરકાયદે ઘૂસાડતા બે ગુજરાતી કોર્ટમાં દોષિત
  એનઆરજીડેસ્કઃ અમેરિકામાં લોકોને ગેરકાયદે લાવવા માટે મદદ કરવાની ભૂમિકામાં રહેલા ભારતના બે વ્યક્તિઓને સોમવારે દોષિત ઠેરાવવામાં આવ્યા છે. એટર્ની પ્રમાણે, તેઓ વ્યાપારી લાભ અને અંગત નાણાકીય લાભ માટે આવું કાવતરું રચતા હતા. આ બે ભારતીઓ થાઇલેન્ડથી ન્યુજર્સી માણસોની ગેરકાયદે હેરફેરનું કાવતરું અંડરકવર ફેડરલ એજન્ટ સાથે કરવા બદલ અમેરિકામાં બે ભારતીય નાગરિક પર આરોપ મુકાયો છે.પટેલે વાતચીત દરમિયાન સ્વીકાર પણ દીધું કે, તે 1998થી અમેરિકામાં લોકોની ગેરકાયદે હેરફેર કરે છે. જેને પૈસા ચૂકવતા તે હતો...
  February 8, 03:53 PM
 • US: ફેડરલ જજે નકાર્યા સુરેશભાઈના તમામ દાવા, પોલીસ હુમલામાં થયા'તા લકવાગ્રસ્ત
  એનઆરજીડેસ્કઃ ફેડરલ ન્યાયાધીશે સુરેશભાઈ પટેલ દ્વારા મેડિસન સિટી સામે દાખલ કરવામાં આવેલા તમામ અરજીઓ નકારી કાઢી છે. 6 ફ્રેબુઆરી 2015ના રોજ મેડિસનમાં અમેરિક પોલીસ ઓફિસરે સુરેશભાઈને પછાડી દીધા હતા. જે બાદ તેઓ પાર્શ્યલી પેરેલાઈઝ્ડ થઈ ગયા હતા. સુરેશભાઈને ઈંગ્લિશ નહોતું આવડતુ અને તેઓ ઓફિસરનો આદેશ સમજી નહોતા શક્યા. શું છે ઘટના? 6, ફેબ્રુઆરી 2015માં મેડિસન પોલીસ ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ સાથે થયેલી અથડામણમાં સુરેશભાઈ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પાર્કરને આ ઘટના બાદ સસ્પેન્ડ કરી દેવાયો છે. પાર્કર...
  February 8, 11:38 AM
 • ગુજરાતી 16 હજાર કરોડ રૂપિયાના ખર્ચે અમેરિકામાં બનાવશે આઠ ક્રિકેટ સ્ટેડિયમ
  એનઆરજી ડેસ્ક: અમેરિકામાં બિઝનેસ કરતા મૂળ ગુજરાતી ક્રિકેટ ઉત્સાહી જીજ્ઞેશ(જય) પંડ્યાએ 2.4 બિલિયન ડોલર(16 હજાર કરોડ રૂપિયા)ના ખર્ચે અમેરિકામાં આઠ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી છે. સ્પોટ્સ ડેવેલપમેન્ટ કંપનીના ચેરમેન જીજ્ઞેશ પંડ્યાએ 26000 લોકોની કેપેસિટિ ધરાવતા આઠ સ્ટેડિયમ ન્યુયોર્ક, ન્યુજર્સી, Washington DC, જ્યોર્જિયા, ફ્લોરિડા, ટેક્સાસ, કેલિફોર્નિયા અને Illinoisમાં બનાવવાનું જણાવ્યું છે. અમેરિકામાં આ ક્રિકેટ સ્ટેડિયમ દ્વારા આશરે 17800થી વધારે લોકોને રોજગારી મળી રહેશે. ગુજરાતમાં જન્મેલા અને...
  February 3, 11:50 AM
 • US: પટેલ ડૉક્ટરે 7 દિવસમાં પૂર્ણ કરી 7 ખંડની 7 મેરેથોન, - 30 ઠંડીથી ને 90 ડિગ્રી સુધીની ગરમી
  એનઆરજીડેસ્કઃ સામાન્ય રીતે ગુજરાતીઓની એવી છાપ રહી છે કે તેઓ વિદેશોમાં જઈને પૈસા કમાવવાનું જ ઈચ્છે છે પણ અહીં વાત કંઈક અલગ છે. અમેરિકાના ઓક્લાહોમના ટલ્સામાં રહેતા ગુજરાતી ડેન્ટિસ્ટ રાજ પટેલે વર્લ્ડ મેરેથોન ચેલેન્જ 2017માં ભાગ લીધો અને કુલ 31 સ્પર્ધકોમાં તેઓ 8માં નંબરે આવી આ ચેલેન્જ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. આ ચેલેન્જમાં સ્પર્ધકને સાત દિવસમાં સાત ખંડોમાં સાત મેરેથોન કરવાની હોય છે. આ પાછળ તેણે 33 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. મેરેથોન દરમિયાન તેમણે માઈનસ 30 ડિગ્રીની ઠંડીથી માંડીને 90 ડિગ્રી...
  February 3, 09:40 AM
 • USના એરપોર્ટ પર પકડાયેલો ગુજરાતી જામીન પર મુક્ત, આતંક ફેલાવવાનો આરોપ
  ન્યુજર્સીઃ અમેરિકાના નોર્થ ડાકોટા સ્ટેટના ગ્રાન્ડ ફોર્કસ એરપોર્ટ આતંક ફેલાવવાના આરોપસર પકડવામાં આવેલા વડોદરાના બિઝનેસમેન અને એનર્જી કન્સલટન્ટ પરમાન રાધાક્રિષ્નનને સોમવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને બોન્ડ પર(જામીન પર) મુક્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે કોર્ટે જ્યાં સુધી કેસ ચાલશે ત્યાં સુધી રાધાક્રિષ્ણનને ફોર્ક કાઉન્ટીમાં જ રહેવાનો આદેશ આપ્યો છે. 6 ફેબ્રુઆરીએ થશે સુનાવણી - અમેરિકાના નોર્થ ડાકોટા સ્ટેટના એરપોર્ટ પર બોમ્બની ધમકી આપી આતંક ફેલાવવાના...
  February 1, 11:23 AM
 • અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા, ત્રણ સંતાનોએ પિતા ગુમાવ્યા
  કેલિફોર્નિયા: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાના સમાચાર આવ્યા છે. કેલિફોર્નિયા સ્ટેટના મોડેસ્ટો સિટીમાં અજાણ્યા શખ્સોએ ત્રણ સંતાનના પિતાની ગત શુક્રવારે વહેલી સવારે ગોળી મારી હત્યા નિપજાવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ મોડેસ્ટો સિટીના ઓર્ટેગા ડ્રાઈવ વિસ્તારમાં 39 વર્ષીય કાલ (કલ્પેશ) પટેલ ઈજાગ્રસ્ત અવસ્થામા મળી આવ્યા હતા. જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અજાણ્યા શખ્સો કાલ પટેલ પર ગોળી વરસાવી ભાગી છૂટ્યા હતા. આ અંગે કાલ પટેલના મિત્ર જેસી સસ્ટેને એક ન્યુઝ ચેનલ સાથે...
  January 31, 05:24 PM
 • અમેરિકામાં ગુજરાતી ટીચરે ટ્રમ્પને ‘ગન’થી કર્યા ટાર્ગેટ, વીડિયો વાઈરલ થતા સસ્પેન્ડ
  એનઆરજી ડેસ્ક: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા પ્રમુખ બનતા જ વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. જેમાં ટેક્સાસના ડલાસ શહેરની Adamson હાઈસ્કુલની ગુજરાતી મૂળની એક શિક્ષિકા પાયલ મોદીએ અલગ રીતે જ ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે આ વિરોધનો વીડિયો વાયરલ થતા તેને સ્કુલ ઑથૉરિટિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી છે. ટ્રમ્પના વિરોધમાં વાયરલ થયેલા આ વીડિયો પ્રમાણે, ડોનાલ્ડ ટ્રમ્પના શપથનો વીડિયો વ્હાઈટબોર્ડ પ્રોજેક્ટર પર દર્શાવાઈ રહ્યો હતો. જેમાં ટ્રમ્પની તસવીર આવતા જ ટેક્સાસના ડલાસના શહેરની Adamson...
  January 30, 03:10 PM
 • વડોદરાના બિઝનેસમેનની USના એરપોર્ટ પર અટકાયત, આતંક ફેલાવવાનો આરોપ
  ન્યુજર્સી: અમેરિકાના નોર્થ ડાકોટા સ્ટેટના એરપોર્ટ પર બોમ્બની ધમકી આપી આતંક ફેલાવવાના આરોપમાં વડોદરાના બિઝનેસમેન પરમાન રાધાક્રિષ્નનની શનિવારે અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ ભારત સરકારે આ અંગે કોઈ માહિતી હોવાનો ઈનકાર કર્યો છે. પરમાન રાધાક્રિષ્નનના પરિવારજનોએ ટ્વિટર પર આ અંગે સુષ્મા સ્વરાજને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. પરમાન રાધાક્રિષ્નનની પુત્રીએ ફેસબુક પર પોસ્ટ મૂકી પોતાના પિતાને ખોટા ચાર્જમાં ફસાવવામાં આવ્યાનું જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ નોર્થ ડાકોટા સ્ટેટના...
  January 30, 01:34 PM
 • US: દાયકાથી ફરાર ગુજરાતી એરેસ્ટ, GFના ડ્રિન્કમાં ગોળી નાખી કરાવ્યો હતો ગર્ભપાત
  ન્યુયોર્કઃ અમેરિકી-કેનેડિયન બોર્ડર પરથી યુએસ બોર્ડ પેટ્રોલ દ્વારા એક ગુજરાતીની ધરપકડ કરવામાં આવી છે. અંદાજે એકાદ દાયકાથી ભાગતા ફરતા મનિષકુમાર પટેલ પર ઈરાદાપૂર્વક મનુષ્યવધનો ચાર્જ લાગેલો છે. મનિષ પટેલ તેના બોન્ડ પોસ્ટિંગ પછીથી ફરાર થઈ ગયો હતો. વકીલનું કહેવું છે કે, મનિષ પટેલે તેની ગર્લફ્રેન્ડના ડ્રિંકમાં એબોર્શનની ગોળી નાખી દીધી હતી, કારણ કે તે તેનો ગર્ભપાત કરાવવા માંગતો હતો. કયા આરોપો લાગ્યા છે મનિષ પર? - નવેમ્બર 2007માં આઉટગેમી કાઉન્ટીમાં આરોપો ફાઇલ કરવામાં આવ્યા હતા. - પટેલ અનેક...
  January 26, 12:30 PM
 • અ’વાદમાં પ્રથમવાર NRG ગરબા, સંસ્કૃતિનું જતન કરનાર NRGનું કરાશે અભિવાદન
  અમદાવાદ: વૈશ્વિક ગુજરાતી સંગઠનના ઉપક્રમે 28 જાન્યુઆરી, 2017નાં રોજ અમદાવાદમાં એનઆરજી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નારણપુરા વિસ્તારમાં આવેલા નવદીપ હોલમાં સાંજના છથી દસ વાગ્યે યોજાનારા ગરબા મહોત્સવમાં આશરે 500થી વધારે એનઆરજી ભાઈ-બહેનો ભાગ લે તેવી શક્યતા છે. આ મહોત્સવમાં જેમણે દરિયાપાર ગરબાની સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કર્યું છે, તેવા વિશિષ્ટ એનઆરજીઓનું અભિવાદન પણ કરવામાં આવશે. જાણીતા ગાયક પાર્થ ઓઝા અને સંજય ઓઝાની જોડી આ રાસ-ગરબામાં પરફોર્મ કરશે. આ વિશિષ્ટ પ્રતિભાનું અભિવાદન કરાશે...
  January 21, 05:29 PM
 • ભારતીય યુવતીએ USમાં જીત્યો સૌંદર્ય ખિતાબ, બની ‘​Miss Silicon Valley 2017’
  એનઆરજી ડેસ્ક: 9 જાન્યુઆરીએ અમેરિકામાં યોજાયેલી મિસ સિલીકોન વેલ્લી 2017 સ્પર્ધામાં અનેક યુવતીઓને પછાડીને 23 વર્ષીય ઈન્ડિયન-અમેરિકન સબાના ચૌધરી વિજેતા બની છે. ટેલેન્ટ, લાઈફ સ્ટાઈલ, ઈન્ટરવ્યુ, વસ્ત્રો, ફિટનેસ સહિત સ્પર્ધામાં સમાવાયેલા અલગ અલગ પાસાને પાર કરીને 23 વર્ષીય આ ભારતીય યુવતીએ બ્યુટી ક્વિનનું બિરૂદ પોતાના નામે કર્યું હતું. કેલિફોર્નિયામાં નવમી જાન્યુઆરીના રોજ સાન્તા ક્લારામાં આવેલા મિશન સિટી સેન્ટર ફોર પર્ફોમીંગ આર્ટ્સ ખાતે મિસ સિલીકોન વેલ્લી 2017 સ્પર્ધા યોજાય હતી. સ્પર્ધામા...
  January 21, 01:36 PM
 • હાથમાં હતા ફક્ત 4 લાખ રૂપિયા, આ ગુજરાતીએ ખરીદી લીધી 40 કરોડની કંપની
  અમદાવાદ: દેશ-વિદેશમાં પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા મોટાભાગના લોકો કંપની બંધ કે વેચાવાની તૈયારીમાં હોય ત્યારે અન્ય જગ્યાએ સેફ નોકરીની શોધ શરૂ કરી દેતા હોય છે. પણ મૂળ સુરેન્દ્રનગરના રાહુલ શુક્લા આ બાબતે જરા અલગ તરી આવે છે. ગુજરાતમાંથી અભ્યાસ કરી ન્યુજર્સીની એસ એસ વ્હાઈટ ટેકનોલોજી કંપની સાથે કામ કરતા રાહુલ શુક્લાએ પોતાની પાસે છ હજાર ડોલર હોવા છતા SSWT કંપનીને 60 લાખ ડોલરમાં ખરીદી લીધી હતી. જો કે આજે તેઓ અરબો રૂપિયાના માલિકની સાથે SSWTનાં પ્રેસિડન્ટ અને સીઈઓ છે. ગુજરાતથી અમેરિકા ગયેલા રાહુલ...
  January 20, 08:04 PM