Home >> NRG >> USA
 • USA:બોયન્ટન બીચ પાસે છે ભવ્ય સ્વામિ. મંદિર, આ કારણે છે અન્ય મંદિરોથી અલગ
  એનઆરજીડેસ્કઃ દેશ વિદેશોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક ભવ્ય મંદિરો આવેલા છે. આ ભવ્ય મંદિરોમાં એક મંદિર છે ફ્લોરિડાના બોયન્ટન બીચ પાસે આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર. અમેરિકામાં ફ્લોરિડાના મિયામીમાં બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)નું શ્રી સ્વામિનારાયણ મંદિર હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. બોયન્ટન બીચ પાસે આવેલા આ મંદિરનું બાંધકામ તેને અન્ય મંદિરો કરતા અલગ પાડે છે. આ મંદિરનું બાંધકામ કોઈ વૈભવી બંગલા જેવું કરવામાં આવ્યું છે. જેથી ફ્લોરિડા...
  January 12, 12:38 PM
 • USA: ન્યૂ યરના દિવસે સ્વામિનારાયણ મંદિર ખાતે ઈનડોર કાર્નિવલનું આયોજન, તસવીરો
  ન્યુજર્સીઃ અમેરિકામાં મોટી સંખ્યમાં વસતા ભારતીયો દિવાળી સહિતના તહેવારોની ભવ્ય ઉજવણી કરતાં હોય છે. ન્યૂજર્સી રાજ્યમાં આવેલા સેકૌકસ ખાતેના સ્વામિનારાયણ મંદિર ખાતે ન્યુ યરની ભવ્ય ઉજવણી અને મંદિરના કોમ્યુનિટી હોલ ખાતે ઈનડોર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. 400થી વધારે લોકોએ એકઠા થઈને મજા માણી હતી. 14 પરંપરાગત, કાર્નિવલ ગેમ્સ જેવી કે, હુપ શોટ, ફર્સ્ટ ડાવન, પુટપુટ ગોલ્ફ, બીન ટોસ, રીંગ ટોસ, અને અન્ય ઘણી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના વોલિન્ટિયર્સ દ્વારા કોટન કેન્ડી અને...
  January 12, 11:34 AM
 • એટલાન્ટા કોન્સ્યુલેટ જનરલ ઓફિસ ખાતે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી, તસવીરો
  એટલાન્ટા-યુએસએ (રુચિતા પટેલ દ્વારા): બેંગ્લોર ખાતે તારીખ 7-9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેવામાં જે પ્રવાસી ભારતીયો બેંગ્લોર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નથી તેઓ માટે વિદેશમાં તેમના શહેરમાં આ દિવસની ઉજવણી કરવાનું પીએમઓ કાર્યાલય અને વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું. તમામ મહાવાણિજ્ય દૂતાવાસના કાર્યાલયોએ પોતાના શહેરમાં આ દિવસને સંયુક્ત રૂપે એકઠા થઈને મનાવ્યો હતો. વિવિધ ભારતીય સંગઠનોની મદદથી આ આયોજન કરવામાં આવ્યું હતું....
  January 11, 07:32 PM
 • આ 'કાઠિયાવાડી ભાભા'નો USમાં પડે છે વટ, છોકરીઓ ફેરવે છે દાઢીમાં હાથ
  ટેનિસિ-યુએસએ: કહેવાય છે ને કે જેટલા માણસો એટલી સ્ટોરી. તમામ લોકોની કોઈને કોઈ અલગ સ્ટોરી હોય છે પણ આજે આપણે વાત કરીશું એ વ્યક્તિની સ્ટોરી થોડીક અલગ છે. આપણે વાત કરી રહ્યાં છીએ હિમ્મતલાલ જોશીની. હાલ અમેરિકાના ટેનિસિ સ્ટેટના મોરિસટાઉન ખાતે રહેતા 96 વર્ષના હિમ્મતલાલ જોશીની જીવનની રસપ્રદ સ્ટોરી જાણવામાં તમને જરૂર રસ પડશે. જુનાગઢના નાના એવા દેશીંગા ગામમાં જન્મ બાદ અમદાવાદમાં આર્મી અને પોલીસમાં નોકરી અને પછી અમેરિકા તરફ પ્રયાણ કરનાર હિમ્મતલાલ જોશીની ચપળતા યુવાનોને શરમાવે એવી છે. પોતાની...
  January 10, 05:36 PM
 • પ્રિતી પટેલ-ભરત બારાઈ સહિત આઠ ગુજરાતીઓ PBD એવોર્ડથી સન્માનિત
  એનઆરજી ડેસ્ક: બેંગલોર ખાતે 7-9 જાન્યુઆરીએ યોજાયેલા 14માં પ્રવાસી ભારતીય દિવસ કાર્યક્રમમાં 8 ગુજરાતીઓ સહિત 30 પ્રવાસી ભારતીયોનું રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વિદેશોમાં રહેતા મૂળ ભારતીયોને અલગ અલગ સેવાકિય પ્રવૃતિ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં યુએસ ખાતે રહેતા ગુજરાતી મૂળના રમેશ શાહ, ડો ભરત બારાઈ, મહેશ મહેતા, નીશા દેસાઈ અને ફીઝીના વિનોદ ચન્દ્રા પટેલ તેમજ યુકે સરકારના પ્રિતી પટેલ, આફ્રિકામાં રહેતા નલિનકુમાર કોઠારી, કેનેડાના મુકંદ પુરોહિતને ભારતીય...
  January 10, 02:53 PM
 • ફ્લોરિડા: ગુજરાતીએ કરી નિયંત્રિત દવાની ચોરી, ઘરની તપાસ કરતા મળ્યા ડોલર્સ
  એનઆરજી ડેસ્ક: ફ્લોરિડામાં ગુજરાતી ફાર્માસિસ્ટ દ્વારા દવાની ચોરી કરી વેચી દેવામાં હોવાની ઘટનાનો ઘટસ્ફોટ થયો છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર, ફ્લોરીડાના કેમાર્ટ ફાર્માસિસ્ટ પર oxycodone and hydromorphone જેવી હાઈપાવર પેનકિલર દવાઓની ફાર્મસીમાંથી ચોરી કરી ગ્રાહકોને વેચી દેવાનો આરોપ છે. કેમાર્ટ દ્વારા આ અંગે સોપાયેલી તપાસમાં છેલ્લા છ મહિનાથી દવાની હેરફેર થતી હોવાનું ધ્યાને પડ્યું હતું. જેની તપાસ જતીનકુમાર પટેલ તરફ દોરી ગઈ હતી. જેણે 7000થી વધારે oxycodone દવાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. પટેલની...
  January 6, 03:01 PM
 • લોકો કેવો દુર્વ્યવહાર કરે છે એ જોવા અંધ ગુજરાતી ડૉક્ટરે કૂતરા પર લગાવ્યો કેમેરો
  એનઆરજી ડેસ્ક: આજે મોટાભાગના લોકો સ્ટેટસ અને સુરક્ષા માટે ડૉગને પાળતા હોય છે. પણ લંડનમાં રહેતા એક ગુજરાતી અંધ ડોક્ટર અમિત પટેલનો પાલતૂ ડૉગ તેમના અંધાપાની રોશની બની ગયો છે. વાત એવી છે કે લંડનમાં રહેતા અમિત પટેલે પાંચ વર્ષ પહેલા પોતાની આંખોની રોશની ગુમાવી દીધી હતી. અમિત પટેલે પોતાના અંધાપાને લઈને રસ્તા પર તેમની સાથે થતા દુર્વ્યવહારને રેકોર્ડ કરવા માટે પાલતૂ ડૉગ અને કેમેરાની મદદ લીધી છે. અમિત પટેલે પોતાના કિકા નામના પાલતૂ ડૉગ પર કેમેરો લગાવી દિવસ દરમ્યાન અને પ્રવાસ દરમ્યાન તેમની સાથે થતા...
  January 6, 01:50 PM
 • આ ગુજરાતીનું કહ્યું કરશે અમેરિકાના નવા પ્રેસિડેન્ટ, જાણો કોણ છે રાજ શાહ
  અમેરિકાઃઅમેરિકાના નવા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જીત માટે હિલેરી ક્લિન્ટન વિરોધી અભિયાનમાં મહત્વનો રોલ અદા કરનાર 30 વર્ષીય યુવા ગુજરાતી રાજ શાહને વ્હાઈટ હાઉસ ટીમમાં એક મહત્વનું પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજીવ હાલ રિપબ્લિકન નેશનલ કમિટિમાં રિસર્ચ હેડ તરીકે કાર્યરત છે. શાહના માતા-પિતા મૂળ ગુજરાતી છે. રાજીવના પિતા 1960ના દાયકામાં ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાતથી અમેરિકા ગયા હતા. ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે શપથ ગ્રહણ કરશે. કોણ છે રાજ શાહ? - ન્યૂઝ એજન્સીના જણાવ્યા...
  January 6, 10:13 AM
 • US: ગુજરાતીના શો રૂમમાંથી 40 કરોડના દાગીના ચોરાયાં, લૂંટારૂઓ CCTVમાં કેદ
  એનઆરજી ડેસ્ક: અમેરિકામાં ભારતીય વેપારીના જ્વેલરી શૉ રૂમમાં ચોરીની ઘટના સામે આવી છે. નવા વર્ષના બીજા દિવસે લૂંટારૂઓ 40 કરોડના કિંમતી દાગીનાઓ ચોરી ગયા હતા. અમેરિકાના મેનહટન સ્થિત ગ્રેગ રૂથ સ્ટોર શો રૂમમાં નવા વર્ષના બીજા દિવસે એટલે કે 2 જાન્યુઆરીની રાત્રે 10 વાગ્યાની આસપાસ લૂંટારૂઓ ત્રાટક્યા હતા. મોઢા પર માસ્ક સાથે આવેલા આ લૂંટારૂઓએ જ્વેલરી શો રૂમમાંથી આશરે 60 લાખ ડોલર(40 કરોડ રૂપિયા)ના રત્નો અને દાગીનાની ચોરી કરી હતી. મળતી માહિતી પ્રમાણે ઘટનાસ્થળથી થોડે દૂર આવેલા ટાઈમ સ્ક્વેરમાં નવા વર્ષની...
  January 5, 09:36 AM
 • ગુજરાતી યુવકને US લઈ જઈને ભણાવે છે અમેરિકન પત્ની,સાસુ-સસરાને પણ મોકલે છે ઘર ખર્ચ
  અમદાવાદ: ફાસ્ટ જમાનામાં જેટલી ઝડપથી પ્રેમ થાય છે, એટલી જ ઝડપથી બ્રેક-અપ થતા પણ જોવા મળી રહ્યા છે. સંકટ સમયમાં કપલની ખરી કસોટી થાય છે. વિકટ પરિસ્થિતિમાં સામેના પાત્રનો સાથ છોડી દેતા કપલ્સ તમને ઘણા નજરે પડશે, પણ આજે અમે જે લવ-સ્ટોરીની વાત કરીશું તે બીજા કરતાં અલગ છે. અમેરિકાની છોકરી અને બોરસદના છોકરાની આ ટ્રૂ લવ સ્ટોરી છે. અમેરિકાની છોકરીને બોરસદના સામાન્ય પરિવારના છોકરા સાથે ફેસબુક પર લવ થાય છે. છોકરી અહીં આવીને લગ્ન કરે છે. બાદમાં શરૂ થાય છે આ કપલની ખરી કસોટી. અનેક મુશ્કેલીઓ આવતી જાય છે પણ આ કપલ...
  January 4, 04:11 PM
 • પ્રવાસી ભારતીયો માટે વડાપ્રધાન મોદી પાસે મતદાનના અધિકારની માંગણી
  જોધપુર: ન્યુયોર્કમાં રહેનારા જોધપુરના પ્રવાસી ભારતીય અને સામાજિક કાર્યકર્તા પ્રેમ ભંડારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે દુનિયાભરમાં વસતા 1.60 કરોડ પ્રવાસી ભારતીય લોકોને પોતાના દેશમાં મતદાનની સુવિધા મળી રહે તે માટે માંગ કરી છે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી સહમતિ હોવા છતા સંસદમા સૂચિત સુધારાનો પ્રસ્તાવ હજુ સુધી લાવવામાં નથી આવ્યો. આ છે મામલો - પ્રેમ ભંડારીએ જણાવ્યુ કે, દુનિયાના વિવિધ દેશોમાં ભારતના 1.60 કરોડ નાગરિકો વસવાટ કરી રહ્યાં છે. જેની પાસે ભારતીય નાગરિકતા છે. - આ તમામ લોકોને...
  January 2, 06:59 PM
 • 19 વર્ષીય મધુ વલ્લી બની મિસ ઈન્ડિયા USA, બનવા માંગે છે 'રોકસ્ટાર'
  અમેરિકાઃ સંગીતની દુનિયામાં ઉભરતી હિપહોપ આર્ટિસ્ટ મધુ વલ્લીએ મિસ ઈન્ડિયા યુએસએ, 2016નો ખિતાબ જીતી લીધો છે. આયોજકો તરફથી બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, 19 વર્ષીય મધુ વર્જિનિયાની રહેવાસી છે. તે જ્યોર્જ મૈસન યુનિવર્સિટીમાં સંગીત અને કોમ્યુનિકેશનનો અભ્યાસ કરી રહી છે. મધુની ઈચ્છા સંગીતની દુનિયામાં આગામી સૌથી મોટી સ્ટાર બનવાની છે. અત્યાર સુધી વલ્લી એ 14 ગીતો રેકોર્ડ કર્યા છે. કોણે જીત્યો મિસિસ ઈન્ડિયા યુએસએનો તાજ? - ભારતીય-અમેરિકીઓ માટે આ બ્યૂટી કોન્ટેસ્ટનું 35મું...
  January 2, 02:02 PM
 • USA: બે ઈન્ડિયને બંદૂકધારી લૂંટારા સાથે ભીડી બાથ, ગોળી વાગી છતા પકડી રાખ્યો
  અમેરિકાઃ કેલિફોર્નિયામાં આવેલા હેવર્ડમાં સ્ટોર ધરાવતા 2 ભારતીય અમેરિકા ભાઈઓએ ખમીર દેખાડ્યું છે. પોતાનો સ્ટોર ધરાવતા બન્ને ભાઈઓએ તાત્કાલિક નિર્ણય લઈને પોતાના સ્ટોરમાં લૂંટ ચલાવવા માટે આવેલા બંદૂકધારીને પોલીસને હવાલે કર્યો છે. ઘટના 20, ડિસેમ્બરની હોવાનું જાણવા મળ્યું છે. શું છે સમગ્ર ઘટના? - સ્ટોર બેઠેલા બન્ને ભાઈઓ પૈકી એકના માથા પર બંદૂક તાકીને લૂંટવા આવેલા તરૂણની નજર ચૂકવી બીજા ભાઈએ તેને પાછળથી બથ ભરી પકડી લીધો હતો. - તરૂણે ગોળીબાર કરતા ભાઈને પગમાં ગોળી વાગી હતી તથા બીજી ગોળી...
  December 31, 04:37 PM
 • ગ્રીસના ટાપુ પર યોજાયા’તા ગુજરાતીના લગ્ન, તસવીરોમાં 3 દિવસ લગ્નનો જલસો
  અમદાવાદ: આજના સમયમાં લગ્નનું આયોજન પહેલા કરતા ઘણુ જુદુ પડે છે. એક સમયમાં ઘરના આંગણે લગ્ન કરવાની પરંપરા હતી. પણ સમયની સાથે સાથે હવે યુવાનોમાં ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેજ વધુ જોવા મળે છે. લગ્ન પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરી લગ્નના બંધનમા જોડાનાર દંપતી ડેસ્ટિનેશન વેડિંગનું પ્લાનિંગ કરે છે. ગુજરાતીઓ પણ ભારત બહારના ડેસ્ટિનેશન પર લગ્નનું આયોજન કરે છે. આવી જ રીતે વર્ષ 2015માં મૂળ ગુજરાતી અને એચડીએફસી ગૃપના નોન-એક્ઝિક્યુટીવ ચેરમેન દિપક પારેખના પુત્ર આદિત્ય પારેખે પણ ગ્રીસના Mykonos Islandમાં ત્રણ દિવસ પોતાના...
  December 28, 05:49 PM
 • USAથી આવ્યું કરોડોનું દાન, સ્કૂલના બાળકો માટે બરોડાના આ ગામમાં બનશે રસોઈઘર
  એનઆરજીડેસ્કઃ વડોદરાના નાનકડા ગામ મોટા ફોફળીયામાં અક્ષયા પત્ર ફાઉન્ડેશન યુએસએનું ટામ્પા ચેપ્ટર 2.5 મિલિયન ડોલરના ખર્ચે એક રસોઈઘર બનાવવા જઈ રહ્યું છે. અક્ષયા પત્ર વિશ્વનું સૌથી મોટી એનજીઓ સ્કૂલ મીલ પ્રોગ્રામ છે અને 13,210 સરકારી શાળામાં 1.6 મિલિયન બાળકોને સ્કૂલ મીલ પૂરું પાડે છે. જેના માટે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઈવેન્ટમાં અમેરિકામાં રહેતા ડોક્ટર્સ તથા બિઝનેસમેન દ્વારા કરોડો રૂપિયાનું ડોનેશન આપવામાં આવ્યું છે. દાનથી આરોગ્ય અને શિક્ષણ એક સાથે પૂરું પડાશે ડો કિરણ પટેલ,...
  December 23, 02:25 PM
 • વિદેશોમાં અહીંયા તમે માણી શકશો ભારતીય વ્યંજનો, વિશ્વવિખ્યાત છે આ હોટલ્સ
  એનઆરજીડેસ્કઃ ભારતીયો સામાન્ય રીતે પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે, તેઓ તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા નથી. વિદેશો ભારતીયો જ્યાં જ્યા વસ્યા છે ત્યાં ભારતીય ભોજન શોધી કાઢે છે. જો કે, વિદેશી ધરતી પર દેશી વાનગીઓ બનાવતી ભારતીય હોટલોએ વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે. ભારતીય હસ્તિઓ પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન આ હોટલોની મુલાકાત લેવાનું ચૂકતા નથી. આ રેસ્ટોરન્ટ્સનાં નામ વાંચતા જ વતનની યાદ આવી જાય છે. આજે અમે જણાવી રહ્યા છીએ ભારતીય પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકોને પણ ભારતીય સ્વાદ ચખાડનારી કેટલીક...
  December 23, 12:46 PM
 • ખરીદી હતી 1 કરોડની એક વ્હિસ્કી બોટલ, આ પટેલ પાસે છે 70 Crની 5 હજાર બોટલ
  એનઆરજીડેસ્કઃવ્હિસ્કીના સેવનથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે, પણ જો બીજી તરફ જોઈએ તો મદિરાનું એક અલગ વિજ્ઞાન છે. ઊંચ્ચ કક્ષાના દારૂ ખરીદતા તથા તેનો સંગ્રહ કરનારા શોખ રાખતા લોકો વિશ્વમાં ઘણા લોકો છે. પણ તેમાંથી એક છે અમેરિકાના ધનાઢ્ય ગુજરાતી બિલ્ડર મહેશ પટેલ. જેમણે ફોર્બ્સ પણ કહે છે કે, વિશ્વમાં વ્હિસ્કીનો મહેશ પટેલ જેવો શોખીન માણસ બીજો કોઈ જ નહીં હોય. મહેશ દારૂમાં પૈસા રોકે છે તથા તેનું યોગ્ય સમયે વેચાણ કરીને નફો કમાય છે. મહેશ પટેલ પાસે 70 કરોડ રૂપિયાની 5 હજાર બોટલ છે. મહેશ પટેલ એ શખ્સ છે જે...
  December 22, 01:12 PM
 • USAના BAPS મંદિરોમાં બાપાના 96માં જન્મદિવસની ઉજવણી, યોજાયા ખાસ કાર્યક્રમ
  અમેરિકા(સૂર્યકાંત જાદવા દ્વારા):7 ડીસેમ્બરના રોજ બીએપીએસના પ્રમુખ સ્વામી મહારાજના 96મી જન્મજ્યંતિની ભારત સહિત વિદેશમાં પણ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નોર્થ અમેરિકા સહિતના મંદિરોમાં Thank you Swamibapa થીમ પર આગવી રીતે બાપાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશ સહિત વિદેશમાં પણ આધ્યાત્મિકતા, વિનમ્રતા અને નિસ્વાર્થ સેવાના કારણે પ્રમુખસ્વામી મહારાજ કરોડો ભક્તોની પ્રેરણા બન્યા હતા. ભારત, યુરોપ, નોર્થ અમેરિકા અને આફ્રિકાના પારંપરિક હિન્દુ મંદિર અને કેન્દ્રોના માધ્યમથી કરોડો...
  December 22, 11:38 AM
 • USAમાં પણ બિરાજમાન છે અંબાજી માતા, ભક્તોની મનોકામના થાય છે પૂર્ણ
  અમદાવાદઃ ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે ખૂબ જ વિખ્યાત યાત્રાધામ અંબાજીનું ધામ આવેલું છે તેવી જ રીતે અમેરિકામાં પણ એટલાન્ટા જ્યોર્જિયા ખાતે અંબાજી શ્રી શક્તિ મંદિર આવેલું છે. અંબાજી યુએસએ સંસ્થા દ્વારા સંચાલિત મંદિરે દરરોજે મોટાપ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે અને દર્શન, આરતી તથા મહાપ્રસાદનો લાભ લે છે. હાલ આ મંદિરના ભવ્ય ગેટનું નિર્માણ કાર્ય ચાલું છે. આ સગવડો પૂરી પાડે છે સંસ્થા - અંબાજી યુએસએ એક હિન્દૂ ધાર્મિક સંસ્થા છે, જેનો મુખ્ય હેતુ...
  December 21, 03:45 PM
 • રસપ્રદ વાત: સંતના જાહેરમાં કરાયેલા સૂચનથી પ્રખ્યાત ડૉક્ટરે બંધ કરી ખાનગી પ્રેક્ટિસ
  અમદાવાદ: બીજી ફેબ્રુઆરી, 2003ના રોજ રાજકોટમાં સૌરાષ્ટ્રની પ્રથમ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલનું વિશાળ બિલ્ડિંગ નિર્માણ પામ્યું. વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા સ્વામી સચ્ચિદાનંદે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. જનમેદની સમક્ષ તેમણે કહ્યું કે, અમારા જેવા ભગવાધારીઓનાં દર્શન ખૂબ કર્યાં, જે લોકો પોતાનું સર્વસ્વ છોડીને સમાજ માટે કામ કરે છે, તેમનાં દર્શન કરો. આ પ્રસંગે તેમણે કિડની હોસ્પિટલના પાયાના પથ્થર જેવા ડૉક્ટર પ્રદીપ કણસાગરાને કહ્યું કે, તમે મોટું કામ હાથ પર લીધું છે. એક બાજુ ડૉક્ટર તરીકે તમારી...
  December 21, 09:42 AM