Home >> NRG >> USA
 • અમેરિકામાં ભારતીય ડોક્ટરની ગોળી મારીને હત્યા, કારમાંથી મળી લાશ
  અમેરિકાઃ મિશિગન રાજ્યમાં શંકાસ્પદ પરિસ્થિતિઓમાં એક કારમાં ભારતીય અમેરિકી ડોક્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હેનરી ફોર્ડ હોસ્પિટલમાં યૂરોલોજી વિભાગમાં કાર્યરત રાકેશ કુમારનો મૃતદેહ ગુરુવારે મોડી રાત્રે ડેટરોયટથી અંદાજે 90 કિલોમીટરના અંતરે એક કારમાં પેસેન્જર સીટ પરથી મળ્યો હતો. પોલીસ તેના મોતના કારણ જાણવા તપાસ કરી રહી છે. કુમારના પરિવારજનોનું કહેવું છે કે, તેમને કોઈના પર શંકા નથી. તેઓએ આ હેટ ક્રાઈમ હોવાનુંમાનવાનો પણ ઈનકાર કરી દીધો છે. અત્યંત પ્રભાવી સંગઠન અમેરિકન એસોસિએશન...
  May 9, 11:31 AM
 • USAના રસ્તા પર ગુજરાતીઓએ કરી ગરબાની જમાવટ, લગ્નમાં આવો હતો માહોલ
  અમેરિકાઃ નાચેઝની હોમોટોટીટો સ્ટ્રીટ ખાતે શનિવારે પરંપરાગત રીતે ગુજરાતીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન દરમિયાન વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં મહેમાનોએ મન મૂકીને ગરબા રમ્યા હતા. આ ઉપરાંત ડાન્સ, મ્યૂઝિક તથા સ્વાદિષ્ટ વ્યંજનોની મજા પણ માણી હતી. વરઘોડો જોવા માટે સ્થાનિકો રસ્તા પર આવી ગયા હતા. 2014માં બાય ચાન્સ થઈ હતી મુલાકાત ડિનલીએથ હિસ્ટોરિક ઇન દ્વારા શનિવારે પૂનવી પટેલ અને અર્જીત મહેતાના લગ્નને ડાન્સ, મ્યૂઝિક અને પરંપરાગત ભારતીય રિવાજો સાથે રાખવામાં આવ્યા હતા. પૂનવી...
  May 7, 03:06 PM
 • USAમાં પટેલ બન્યો પોલીસ ઓફિસર, ગુજરાતીમાં સંબોધન કરી માન્યો આભાર
  અમેરિકાઃ ન્યુજર્સીના રોસેલે પાર્કમાં રહેતા અને સહાયક રોઝેલ પાર્ક પોલીસ અધિકારી અવસર પટેલને સર્વસંમતિથી કાઉન્સિલ દ્વારા બરોના પોલીસ ઓફિસર તરીકે નિમવામાં આવ્યા છે. ઠરાવ 135-17 હેઠળ પટેલને પ્રોબેશનરી પોલીસ અધિકારીના પદે છ મહિના સુધી નિમણૂક કરવામાં આવી, બાદમાં તે સંપૂર્ણ રોઝેલ પાર્ક પોલીસ વિભાગ (આરપીપીડી) અધિકારી બની જશે. બરોના પ્રથમ ભારતીય અમેરિકન પોલીસ અધિકારીએ જ્યારે ભારતીય સમુદાયના સભ્યોને સંબોધ્યા ત્યારે તેમણે કહ્યું કે, તમારો સપોર્ટ જે મને મળ્યો છે, એનો ખુબ આભાર. શું કહ્યું અવસર...
  May 7, 02:47 PM
 • USA: પટેલ પર છરી વડે તૂટી પડ્યો લૂંટારુ, CCTVમાં કેદ થયા દ્રશ્યો
  અમેરિકાઃ ટેનેસીના ગેસ સ્ટેશનમાં કામ કરતા એક ગુજરાતી કારકૂન પર છરી વડે અચાનક હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં લૂંટારુ એકાએક ગેસ સ્ટેશનના કારકૂન સતીશ પટેલ પર તૂટી પડ્યો હતો. હુમલો કર્યા બાદ લૂંટારુ સિગારેટનું બોક્સ અને અમુક રોકડ ઉપાડીને ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે પીછો કરી આ લૂંટારુને ઝડપી લીધો હતો. સર્વેલન્સ કેમેરામાં કેદ થઈ ઘટના ટેનેસીમાં આવેલા ગેસ સ્ટેશનના સર્વેલન્સમાં કેદ થયેલી આ ઘટનામાં જોવા મળે છે કે, કારકૂન સતીશ પટેલ ગ્રાહકની સેવા પૂરી કરીને કાઉન્ટર પાછળ...
  May 6, 03:15 PM
 • USમાં ભારતીય કપલની તેમની પુત્રીના Ex-બોયફ્રેન્ડે ગોળી મારીને કરી હત્યા
  વોશિંગ્ટનઃ અમેરિકામાં એક ભારતીય કપલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સેન જોસમાં સિલિકોન વેલીમાં કામ કરતા નરેન પ્રભુ અને તેમની પત્નીની ઘરમાં જ હત્યા કરવામાં આવી છે. પોલીસ પ્રમાણે, બદલો લેવાના ઈરાદા સાથે આવેલા મિર્ઝા ટાટલિક નામના એક શખ્સે આ ઘટનાને અંજામ આપ્યો છે. મિર્ઝાને અથડામણ દરમિયાન પોલીસે મારી નાખ્યો છે. હત્યારો કપલની પુત્રીનો જૂનો બોયફ્રેન્ડ હતો. હત્યારો હતો પુત્રીનો જૂનો બોયફ્રેન્ડ - CBC સાન ફ્રાન્સિસ્કોના અહેવાલ પ્રમાણે, સેન જોસ પોલીસ ચીફ એડી ગ્રેશિયાએ કહ્યું કે,...
  May 6, 01:34 PM
 • અમેરિકાના ભારતીય સીનિયર સિંગલ્સને જીવનસાથી મળશે
  ન્યુયોર્ક: અમેરિકામાં વસવાટ કરતા ભારતીય સમુદાયના એકાકી જીવન વ્યતીત કરતા સીનિયર્સ સિંગલ્સને માટે ઢળતી ઉંમરે સાથીદાર મેળવવા માટે સિંગલ્સ મીન્ગલ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નોર્થ અમેરિકાના પ્રતિષ્ઠિત મહિલા અગ્રણી રાજુલ પ્રકાશ શાહ અને અમેરિકન સીનિયર્સ ઓર્ગનાઇઝેશન ઓફ ન્યૂ જર્સીના સંયુક્ત ઉપક્રમે શનિવારે 6 મે 2017ના રોજ કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતાં અમેરિકન સમાજકારણ અને રાજકારણમાં છેલ્લા 35 વર્ષથી અત્યંત સયિતાથી આમેજ થઇને ભારતીય અને ગુજરાતી સમુદાયનું પ્રતિનિધિત્વ...
  May 6, 02:34 AM
 • અમેરિકા હોય કે જાપાન, જુઓ બાહુબલી-2 જોવા કેવી થઈ રહી છે પડાપડી
  એનઆરજી ડેસ્ક: બાહુબલી-1ની સફળતા અને કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?ના સૌથી મોટા અને રહસ્યમય સવાલ પરથી 28 એપ્રિલે બાહુબલી-2ના રિલીઝ થતા પડદો ઉઠી ગયો છે. જો કે બાહુબલી-2 રિલીઝ થઈ એ પહેલા અને ત્યારબાદ અનેક રેકોર્ડ તોડીને આ ફિલ્મે નવા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. ભારત જ નહીં વિદેશમાં પણ બાહુબલી-2 જોવા માટે ફેન્સે પડાપડી કરી મુકી છે. અમેરિકા, જાપાન સહિત અનેક દેશોમાં પ્રભાસ અને બાહુબલીના ફેન્સે ફિલ્મને દમદાર કહી છે. વિદેશમાં સિનેમામાં બાહુબલી-2ના પોસ્ટર પાસે તસવીરો લઈને લોકો શેર કરી રહ્યાં છે. એટલુ જ...
  May 5, 05:51 PM
 • અમેરિકાના સ્ટુડન્ટ વિઝા માટે જરૂરી છે આ ડોક્યુમેન્ટ, જાણો ફી અને પ્રોસેસ
  સવાલ:અમેરિકાના વિઝા માટે એપ્લાય કરવું છે તો કયાં ડોક્યુમેન્ટ્સ જોઈએ અને કેટલી ફી થાય? ક્યાં એપ્લાય કરવું પડે? લાંબા સમય સુધી એપ્લાય કરવું જોઈએ? અમેરિકામાં મારાં કોઈ સગાં રહેતાં નથી તો વિઝા મળે ખરા? જવાબ: જો વિઝિટર વિઝા લેવા હોય તો હાલમાં વિઝિટર વિઝાની ફી 160 ડોલર છે અને જેમાં કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર નથી. સ્ટુડન્ટ વિઝાની ફી 160 ડોલર છે. અમેરિકામાં તમારાં સગાં રહેતાં હોય તેની પણ જરૂર નથી. જો સ્ટુડન્ટ વિઝા લેવા હોય તો અમેરિકાની કોલેજ કે યુનિવર્સિટીમાં એપ્લાય કરી એડમિશન લઈ I-20 મેળવવું જરૂરી છે....
  May 5, 03:46 PM
 • ગુજરાતીઓને થેપલા વગર ના ચાલે! પ્લેનમાં પણ મોજથી લહેજત માણતા ગુજ્જુઓ
  અમદાવાદ: ફૂડ અને ગુજરાતીઓનો નાતો જ કંઈક અલગ છે. એમાંય થેપલા, ફાફડા, ગાંઠીયા અને ઢોકળાની વાત આવે એટલે તરત ગુજરાતીઓની યાદ આવે. પણ થેપલા-ફાફડા ખાતા ગુજરાતીઓ આજે વિશ્વના દરેક ખૂણે વ્યવસાય કરી પોતાનું નામ ઉજાગર કરી રહ્યાં છે. ગુજરાતીઓ પોતાના રહેણી-કરણીથી અન્ય લોકો વચ્ચે પોતાની છાપ અલગ ઉભી કરે છે. વિદેશમાં વસતા કે વિદેશના પ્રવાસે જતા મોટાભાગના ગુજરાતીઓ એરપોર્ટ પર કે પ્લેનમાં થેપલા-ફાફડા ખાતા જોવા મળે છે. પ્રવાસ દરમ્યાન ફાઈવસ્ટાર હોટેલના ફૂડને અવગણી થેપલાની મજા માણી પોતે ગુજરાતી હોવાનો ગર્વ...
  May 5, 02:08 PM
 • અમેરિકામાં 109 વર્ષના ગુજરાતી દાદીમાનું વર્કઆઉટ, યુવાનોને પણ આવશે શરમ
  અમેરિકાઃ કોઈક વ્યક્તિ ચાલીસ-પચાસ વર્ષની ઉંમરે પણ વૃદ્ધ જેવી દેખાવા લાગે તો કોઈક વ્યક્તિ 80 વર્ષે પણ તંદુરસ્ત હોય છે. અમુક લોકો માટે તેમની ઉંમર માત્ર એક આંકડાથી વધારે કંઇ જ નથી હોતી. તેઓ ગમે તે ઉંમરે ગમે તે કામ કરવા માટે સક્ષમ હોય છે અને છેલ્લા સમય સુધી શૂરવીર લડવૈયાની જેમ જીવે છે. તેવા જ એક 109 વર્ષની ઉંમરના ગુજરાતી માજીની વાત અમે કરી રહ્યા છીએ. અમેરિકામાં પરિવાર સાથે રહેતા દિવાળીબેન પટેલની તંદુરસ્તી આજે યુવાનોને શરમાવે તેવી છે. તેઓ આજે પણ વર્કઆઉટ કરતા જોવા મળે છે. અમેરિકાના બિઝનેસમેન નિક પટેલે...
  May 3, 03:24 PM
 • USAમાં પટેલ મોટેલ માલિક પર ગોળીબાર, રોકડ ઉપાડી લૂંટારુ ફરાર
  અમેરિકાઃ સોમવારે રાત્રે જ્યોર્જિયાના ઈસ્ટ મેકોનમાં એક ગુજરાતીની મોટેલમાં લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટારુ મોટેલની લોબીમાં અંદર ઘૂસી ગયો હતો અને બંદૂક વડે ઈશારો કરીને રોકડની માંગણી કરી રહ્યો હતો. જોકે, પટેલને આ વાત મજાક લાગી હતી. લૂંટારાએ એકાએક ફાયરિંગ કરી દેતા મોટેલ માલિક ગભરાઈ ગયો હતો. શું છે ઘટના? ઈસ્ટ મેકોનમાં આવેલી રેડ કાર્પેટન ઈનના માલિક જય પટેલે કહ્યું કે, આ એક લૂંટ હતી જ્યારે માસ્ક પહેરીને આવેલા વ્યક્તિએ મોટેલમાં સોમવારે બંદૂક ચલાવી અને પટેલને તેમની બુક બેગમાં રોકડ ભરવાની...
  May 3, 12:56 PM
 • ન્યુજર્સીમાં ભારતીયે જીવના જોખમે કરી મહિલાની મદદ, US પોલીસે બિરદાવી કામગીરી
  એનઆરજી ડેસ્ક: જીવના જોખમે એડિસન સ્ટેશન ટ્રેન ટ્રેક પર પડી ગયેલી મહિલા કો-વર્કરની મદદે આવેલા એક મૂળ ભારતીયની કામગીરીને બિરદાવતા એડિસન પોલીસ યુનિયન દ્વારા તેને 1000 ડોલરનું ઈનામ આપવામાં આવ્યું છે. શું છે ઘટના ? ઘટના અંગેની મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે સવારે સાડા સાત આસપાસ એડિસન સ્ટેશન પર ટ્રેન ટ્રેક પર મધુરી નામની મહિલા પડી ગઈ હતી. પગમાં ગંભીર ઈજા સાથે ટ્રેક પર પડેલી મધુરીની મદદ કરવા માટે જીવના જોખમે 34 વર્ષીય મૂળ ભારતીય અનીલ વન્નાવલી પહોંચી ગયા હતા. અન્ય બે વ્યક્તિઓની સહાયતાથી મહિલા...
  May 3, 11:04 AM
 • USA: પટેલ કપલે અનોખી રીતે કર્યું પ્રપોઝ, જાદૂગરે કરી દીધા ખુશખુશાલ
  પેન્સિલવેનિયા, પિટ્સબર્ગઃ પ્રેમમાં પડેલી મોટાભાગની વ્યક્તિ કંઇક અલગ રીતે પોતાના પ્રિય પાત્રને પ્રપોઝ કરવા માગતી હોય છે. આ માટે યુવક કે યુવતી કોઈ ખાસ સ્થળને પસંદ કરે છે. પિટ્સબર્ગમાં આવેલું ડ્યુક્વેન્સ ઇન્કલાઇન એક પ્રપોઝ કરવાનું ખાસ સ્થળ બની ગયું છે, અહીંયા એક ગુજરાતી કપલે એકબીજાને અનોખી રીતે પ્રપોઝ કર્યું છે. આ માટે તેઓએ એક જાદૂનો ઉપયોગ કર્યો હતો. કીર્તન પટેલ અને પ્રિયા પટેલે પિટ્સબર્ગ સ્કાયલાઈનની સામે એક સેલ્ફી લેવા માટે ડ્યુક્વેન્સ ઇન્કલાઇન ગયા હતા. અહીંયા તેઓએ પોતાની પળને...
  May 3, 09:56 AM
 • USA: લૂંટારુ અને પટેલ સ્ટોર માલિક બંદૂક સાથે આવી ગયા સામસામે
  અમેરિકાઃ ફ્લોરિડાના બેલેવ્યૂમાં એક પટેલના સ્ટોરમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી. સ્ટોર માલિક ગુરુવારે સાંજે જ્યારે તેમના સ્ટોરમાં કાઉન્ટર પર કંઈક કામ કરી રહ્યા હતા, તે દરમિયાન માસ્ક પહેરીને આવેલા બંદૂકધારી લૂંટારાએ પટેલ પર બંદૂક તાકી દીધી અને રોકડ આપી દેવા માટે જણાવ્યું હતું. પટેલ લૂંટારાનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને લૂંટારાને તમામ રકમ આપી દીધી હતી. પટેલનો ઈરાદો લૂંટારાને સ્ટોરમાં જ શૂટ કરી દેવાનો હતો, પરંતું પટેલે ક્યારે બંદૂકનો ઉપયોગ કર્યો નહોતો, જેથી પટેલનું માનવું...
  April 30, 10:49 AM
 • NRI હોય તે ભારતમાં આવીને પાછો રેસિડન્ટ થઈ શકે?
  સવાલ: મેં અમેરિકાના વિઝિટર વિઝા માટે 3 વખત એપ્લાય કરેલું. પહેલી વખત શાહાજહાંથી કરેલું તે સિક્યોરિટી પર્પઝનું કારણ આપી રિજેક્ટ કરેલું. બીજી વખત વિઝિટર વિઝા માટે દુબઈથી એપ્લાય કરેલું. તે પણ એ કારણ આપી રિજેક્ટ કરેલું. ત્યાર બાદ ત્રીજી વખત પણ દુબઈથી વિઝિટર વિઝા માટે એપ્લાય કરેલું તે જ કારણ આપી ફરીથી રિજેક્ટ કર્યું. મારા પાસપોર્ટમાં લાઇફટાઇમ BAN નોન રિમૂવેબલ ઇમિગ્રેશન સિસ્ટમમાં ખોટી રીતે બતાવ્યું છે, કારણ કે લેબરનું કામ કરનારે કંપનીમાં ચીટિંગ કરેલ તેના નામમાં મારો પાસપોર્ટ નંબર ભૂલથી પંચિગ...
  April 28, 03:45 PM
 • ન્યુજર્સીમાં ગુજરાતી ટીનએજર યુવતી ગુમ, પોલીસે શરૂ કરી શોધખોળ
  અમેરિકાઃ ન્યુજર્સીના સાઉથ બ્રુન્સવિકમાં એક 16 વર્ષીય ગુજરાતી ટીનએજર યુવતી ગુમ થઈ હોવાની ઘટના સામે આવી છે. સાઉથ બ્રુન્સવિક ટાઉનશિપ પોલીસ વિભાગના જણાવ્યા મુજબ, યુવતી રીના પટેલ છેલ્લે 27 તારીખે કેમ્બ્રિજ રોડ ખાતે સવારે 7 વાગ્યાની આસપાસ જોવા મળી હતી. શું કહે છે સાઉથ બ્રુન્સવિક ટાઉનશીપ પોલીસ? પોલીસના જણાવ્યા મુજબ, રીના પટેલની ઉંચાઈ 5 ફૂટ 4 ઈંચ, વજન અંદાજે 50 કિલોની આસપાસ છે. છેલ્લીવાર હ્યુડી પહેરેલ જેના પર પટેલ લખાયેલું છે તેમજ વાદળી જિન્સ અને બ્રાઉન કલરના UGGના બૂટ સાથે જોવા મળી હતી. સાઉથ...
  April 28, 12:22 PM
 • USA: કરોડોના કોલ સેન્ટર કૌભાંડમાં વધુ એક દોષિત, હતું અમદાવાદ કનેક્શન
  ન્યુયોર્કઃ અમેરિકામાં વધુ એક ભારતીયને કરોડો ડોલરના કોલ સેન્ટર કૌભાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. 27 એપ્રિલના રોજ એક 28 વર્ષીય ભારતીય મૂળના નાગરિકને કોલ સેન્ટર કૌભાંડમાં પોતાની ભૂમિકા હોવા માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ સ્થિત કોલ સેન્ટરના લોકોએ બનાવટી અમેરિકી ટેક્સ અને ઈમિગ્રેશન અધિકારીઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેથી સમગ્ર અમેરિકામાં રહેતા લોકો સાથે છેતરપીંડી કરી શકે. ભારતના 50 લોકો અને 5 કોલ સેન્ટરમાં ભૂમિકા તાજેતરમાં ટેક્સાસમાં રહેતા અશ્વિનભાઈ ચૌધરીને...
  April 27, 12:01 PM
 • US: નોકરી માટે અન્ય જગ્યાએ શિફ્ટ થાય પહેલાં જ ગુજરાતીનું ફાયરિંગમાં મોત
  અમેરિકાઃ વ્હાઈટહેવેન ખાતે આવેલી અમેરિકન બેસ્ટ વેલ્યૂ ઇનની બહાર બે અશ્વેતો વચ્ચે થયેલા ક્રોસ ફાયરિંગમાં એક નિર્દોષ ગુજરાતીનું મોત થયું છે. પત્ની અને બે પુત્ર સાથે અસ્થાયી રૂપે મોટેલમાં રહેતા ખંડુ પટેલ નામના આધેડ મોટેલમાં હાઉસકીપર તરીકે કામ કરતા હતા. ફાયરિંગ થયું ત્યારે પટેલ મોટેલના બીજા માળે બાલ્કની પર હતા અને ડિનર બ્રેક લેવા માટેની તૈયારી કરી રહ્યા હતા. જો કે, ગોળીબાર કરનારા અજાણ્યા અશ્વેત શખ્સો ભાગી જવામાં સફળ રહ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનામાં હજી પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિની...
  April 26, 03:25 PM
 • USA: ડ્રિંક કરી કાર ચલાવતી મહિલાએ ગુજરાતીને લીધો અડફેટે, મોત
  અમેરિકાઃ જ્યોર્જિયામાં થયેલા એક અકસ્માતમાં ગુજરાતીનું મૃત્યું થયું હોવાની ઘટના સામે આવી છે. ડ્રિંક કરીને કાર ડ્રાઈવ કરેલી મહિલાએ પાછળથી મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ ચાલકને ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું. મહિલા કાર ચાલકે પાછળથી મારી ટક્કર જ્યોર્જિયા શહેરના કિનારાના વિસ્તાર સાવાનાહમાં શનિવારે મોડી રાત્રે એક કારે મોપેડને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ ચાલક 64 વર્ષીય અંબાલાલ પટેલને ગંભીર રીતે ઈજા થતા તેમનું...
  April 25, 12:52 PM
 • સેમસંગનો વાઈસ પ્રેસિડેન્ટ છે પાલનપુરનો આ ગુજરાતી, ચીની સેલિબ્રિટી પર આવી ગયું હતું દિલ
  એનઆરજી ડેસ્કઃ સેમસંગ કંપનીની થિંક ટીમના હેડ એવા ગુજ્જુ જીનિયસ પ્રણવ મિસ્ત્રીના ઘરે પુત્રીનો જન્મ થયો છે. આ પહેલા તેમને એક પુત્ર એવમ(AEVUM) પણ છે. પ્રણવે 19 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરી હતી. પ્રણવે પુત્રીનું નામ એઓના(AIONA) રાખ્યું છે. પાલનપુરમાં જન્મેલા પ્રણવ મિસ્ત્રીના લગ્ન ચીની સેલિબ્રિટી યિજીયા ચેન સાથે થયા છે. સેમસંગની 6 જેટલી પેટન્ટ છે ગુજ્જુ ઈનોવેટરને નામે પાલનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલ પ્રણવ મિસ્ત્રી આજે સેમસંગ કંપનીની થિંક ટીમના હેડ છે. તે સિવાય...
  April 23, 03:34 PM