Home >> NRG >> USA
 • USA: લૂંટારુ અને પટેલ સ્ટોર માલિક બંદૂક સાથે આવી ગયા સામસામે
  અમેરિકાઃ ફ્લોરિડાના બેલેવ્યૂમાં એક પટેલના સ્ટોરમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી. સ્ટોર માલિક ગુરુવારે સાંજે જ્યારે તેમના સ્ટોરમાં કાઉન્ટર પર કંઈક કામ કરી રહ્યા હતા, તે દરમિયાન માસ્ક પહેરીને આવેલા બંદૂકધારી લૂંટારાએ પટેલ પર બંદૂક તાકી દીધી અને રોકડ આપી દેવા માટે જણાવ્યું હતું. પટેલ લૂંટારાનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને લૂંટારાને તમામ રકમ આપી દીધી હતી. પટેલનો ઈરાદો લૂંટારાને સ્ટોરમાં જ શૂટ કરી દેવાનો હતો, પરંતું પટેલે ક્યારે બંદૂકનો ઉપયોગ કર્યો નહોતો, જેથી પટેલનું માનવું...
  April 30, 10:49 AM
 • NRI હોય તે ભારતમાં આવીને પાછો રેસિડન્ટ થઈ શકે?
  સવાલ: મેં અમેરિકાના વિઝિટર વિઝા માટે 3 વખત એપ્લાય કરેલું. પહેલી વખત શાહાજહાંથી કરેલું તે સિક્યોરિટી પર્પઝનું કારણ આપી રિજેક્ટ કરેલું. બીજી વખત વિઝિટર વિઝા માટે દુબઈથી એપ્લાય કરેલું. તે પણ એ કારણ આપી રિજેક્ટ કરેલું. ત્યાર બાદ ત્રીજી વખત પણ દુબઈથી વિઝિટર વિઝા માટે એપ્લાય કરેલું તે જ કારણ આપી ફરીથી રિજેક્ટ કર્યું. મારા પાસપોર્ટમાં લાઇફટાઇમ BAN નોન રિમૂવેબલ ઇમિગ્રેશન સિસ્ટમમાં ખોટી રીતે બતાવ્યું છે, કારણ કે લેબરનું કામ કરનારે કંપનીમાં ચીટિંગ કરેલ તેના નામમાં મારો પાસપોર્ટ નંબર ભૂલથી પંચિગ...
  April 28, 03:45 PM
 • ન્યુજર્સીમાં ગુજરાતી ટીનએજર યુવતી ગુમ, પોલીસે શરૂ કરી શોધખોળ
  અમેરિકાઃ ન્યુજર્સીના સાઉથ બ્રુન્સવિકમાં એક 16 વર્ષીય ગુજરાતી ટીનએજર યુવતી ગુમ થઈ હોવાની ઘટના સામે આવી છે. સાઉથ બ્રુન્સવિક ટાઉનશિપ પોલીસ વિભાગના જણાવ્યા મુજબ, યુવતી રીના પટેલ છેલ્લે 27 તારીખે કેમ્બ્રિજ રોડ ખાતે સવારે 7 વાગ્યાની આસપાસ જોવા મળી હતી. શું કહે છે સાઉથ બ્રુન્સવિક ટાઉનશીપ પોલીસ? પોલીસના જણાવ્યા મુજબ, રીના પટેલની ઉંચાઈ 5 ફૂટ 4 ઈંચ, વજન અંદાજે 50 કિલોની આસપાસ છે. છેલ્લીવાર હ્યુડી પહેરેલ જેના પર પટેલ લખાયેલું છે તેમજ વાદળી જિન્સ અને બ્રાઉન કલરના UGGના બૂટ સાથે જોવા મળી હતી. સાઉથ...
  April 28, 12:22 PM
 • USA: કરોડોના કોલ સેન્ટર કૌભાંડમાં વધુ એક દોષિત, હતું અમદાવાદ કનેક્શન
  ન્યુયોર્કઃ અમેરિકામાં વધુ એક ભારતીયને કરોડો ડોલરના કોલ સેન્ટર કૌભાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. 27 એપ્રિલના રોજ એક 28 વર્ષીય ભારતીય મૂળના નાગરિકને કોલ સેન્ટર કૌભાંડમાં પોતાની ભૂમિકા હોવા માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ સ્થિત કોલ સેન્ટરના લોકોએ બનાવટી અમેરિકી ટેક્સ અને ઈમિગ્રેશન અધિકારીઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેથી સમગ્ર અમેરિકામાં રહેતા લોકો સાથે છેતરપીંડી કરી શકે. ભારતના 50 લોકો અને 5 કોલ સેન્ટરમાં ભૂમિકા તાજેતરમાં ટેક્સાસમાં રહેતા અશ્વિનભાઈ ચૌધરીને...
  April 27, 12:01 PM
 • US: નોકરી માટે અન્ય જગ્યાએ શિફ્ટ થાય પહેલાં જ ગુજરાતીનું ફાયરિંગમાં મોત
  અમેરિકાઃ વ્હાઈટહેવેન ખાતે આવેલી અમેરિકન બેસ્ટ વેલ્યૂ ઇનની બહાર બે અશ્વેતો વચ્ચે થયેલા ક્રોસ ફાયરિંગમાં એક નિર્દોષ ગુજરાતીનું મોત થયું છે. પત્ની અને બે પુત્ર સાથે અસ્થાયી રૂપે મોટેલમાં રહેતા ખંડુ પટેલ નામના આધેડ મોટેલમાં હાઉસકીપર તરીકે કામ કરતા હતા. ફાયરિંગ થયું ત્યારે પટેલ મોટેલના બીજા માળે બાલ્કની પર હતા અને ડિનર બ્રેક લેવા માટેની તૈયારી કરી રહ્યા હતા. જો કે, ગોળીબાર કરનારા અજાણ્યા અશ્વેત શખ્સો ભાગી જવામાં સફળ રહ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનામાં હજી પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિની...
  April 26, 03:25 PM
 • USA: ડ્રિંક કરી કાર ચલાવતી મહિલાએ ગુજરાતીને લીધો અડફેટે, મોત
  અમેરિકાઃ જ્યોર્જિયામાં થયેલા એક અકસ્માતમાં ગુજરાતીનું મૃત્યું થયું હોવાની ઘટના સામે આવી છે. ડ્રિંક કરીને કાર ડ્રાઈવ કરેલી મહિલાએ પાછળથી મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ ચાલકને ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું. મહિલા કાર ચાલકે પાછળથી મારી ટક્કર જ્યોર્જિયા શહેરના કિનારાના વિસ્તાર સાવાનાહમાં શનિવારે મોડી રાત્રે એક કારે મોપેડને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ ચાલક 64 વર્ષીય અંબાલાલ પટેલને ગંભીર રીતે ઈજા થતા તેમનું...
  April 25, 12:52 PM
 • સેમસંગનો વાઈસ પ્રેસિડેન્ટ છે પાલનપુરનો આ ગુજરાતી, ચીની સેલિબ્રિટી પર આવી ગયું હતું દિલ
  એનઆરજી ડેસ્કઃ સેમસંગ કંપનીની થિંક ટીમના હેડ એવા ગુજ્જુ જીનિયસ પ્રણવ મિસ્ત્રીના ઘરે પુત્રીનો જન્મ થયો છે. આ પહેલા તેમને એક પુત્ર એવમ(AEVUM) પણ છે. પ્રણવે 19 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરી હતી. પ્રણવે પુત્રીનું નામ એઓના(AIONA) રાખ્યું છે. પાલનપુરમાં જન્મેલા પ્રણવ મિસ્ત્રીના લગ્ન ચીની સેલિબ્રિટી યિજીયા ચેન સાથે થયા છે. સેમસંગની 6 જેટલી પેટન્ટ છે ગુજ્જુ ઈનોવેટરને નામે પાલનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલ પ્રણવ મિસ્ત્રી આજે સેમસંગ કંપનીની થિંક ટીમના હેડ છે. તે સિવાય...
  April 23, 03:34 PM
 • આ ગુજરાતણના કામ પર ઓવારી ગઈ US સરકાર, કરી ભરપૂર પ્રશંસા
  અમેરિકાઃ વિદેશમાં વસતા ગુજરાતીઓ પોતાના સ્વભાવને છોડતા નથી. આજની યુવા પેઢીમાં અમેરિકા જવાનું સપનું હોય છે પણ તેઓ અમેરિકામાં જઈને પણ પોતાની સંસ્કૃતિને ભૂલતા નથી. તેવી જ એક ગુજરાતી યુવતીની અમેરિકી સરકારે પ્રશંસા કરી છે. ગાંધીનગર જિલ્લાની અને અમેરિકામાં એકલવાયું જીવન જીવતી ગુજરાતી મેઘના સોની પોતાના બ્યૂટી પાર્લરના આર્ટ થકી અમેરિકામાં સારી લોકપ્રિયતા ધરાવે છે. અમેરિકાની સ્થાનિક સરકારે પણ મેઘનાના વખાણ કર્યા છે અને લેટર લખીને તેના બ્યૂટી પાર્લર શોપની સ્વચ્છતા તથા કસ્ટમર સર્વિસ માટે...
  April 23, 09:35 AM
 • ગુજરાતીના લગ્ન જોઈ અમેરિકન્સ રહીં ગયા’તા દંગ, કર્યો હતો 70 કરોડથી વધુનો ખર્ચ
  એનઆરજી ડેસ્ક: ગુજરાતી લોકો લગ્ન પાછળ અઢળક ખર્ચો કરે છે, પછી તેઓ ગુજરાતમાં રહેતા હોય કે વિદેશમાં. વર્ષ 2013માં અમેરિકામાં ગુજરાતી મલાણી અને પટેલ પરિવારના આવા જ એક ભવ્ય લગ્નએ ખાસ્સી એવી ચર્ચા જગાવી હતી. લાસ વેગાસમાં યોજાયેલા આ લગ્નમાં આશરે 70 કરોડથી વધુનો ખર્ચ કરાયો હોવાનો અંદાજ હતો. અમેરિકામાં રહેતા મલાણી પરિવારના પુત્ર પંકજના પટેલ પરિવારની પુત્રી અવની સાથે 2013માં યોજાયેલા આ લગ્નમાં પ્રાઈવેટ જેટ, હાથી, શણગાર, કેક સહિતનું વસ્તુ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. (તમામ તસવીરો સૌજન્ય: Mili Ghosh) (આગળ વાંચો...
  April 23, 12:10 AM
 • US: બાળકીઓની ખતના કરવાના આરોપમાં ગુજરાતી ડો. દંપતીની ધરપકડ
  અમેરિકાઃ ભારતમાં જન્મેલા એક ડોક્ટર અને તેમની પત્નીની સુન્નત (ખતના) કરવાના મામલે ધરપકડ કરવામાં આવી છે. ભારતીય મૂળની એક અન્ય ડોક્ટરની મદદ કરવાને લઈને તેમના પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા અમેરિકામાં અપરાધની શ્રેણીમાં આવે છે. બરોડા મેડિકલ કોલેજમાંથી કર્યું છે ગ્રેજ્યુએશન એક સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે, ફેડરલ ઓફિસર્સે મિશિગન રાજ્યના 53 વર્ષીય ડોક્ટર ફખરદ્દીન અત્તર અને તેમની 50 વર્ષીય પત્ની ફરીદા અત્તરની લિવોનિયા ક્લિનિકમાં બે બાળકીની સુન્નત કરવા જમુના નાગરવાલાની...
  April 22, 03:00 PM
 • US: ગુજરાતીના ઘરની સામે આવી ગયો મગર, પટેલે નીડરતાથી કર્યો સામનો
  અમેરિકાઃ ગુરુવારે સવારે ટેક્સાસ ફોર્ટ બેન્ડ કાઉન્ટીમાં ફોરેસ્ટર કેનોન લેન ડ્રાઈવ-વે પર આવેલા ગુજરાતીના મકાનની બહાર એક મહાકાય મગર જોવા મળ્યો હતો. ગુજરાતી મકાન માલિકનો પુત્ર જ્યારે સ્કૂલે જવા સવારે ઘરની બહાર નીકળ્યો ત્યારે તેણે મહાકાય મગર જોયો અને તેના પિતાને જાણ કરી. પિતાએ આ અંગે ફોર્ટ બેન્ડ કાઉન્ટી શેરિફને જાણ કરાતા ગેટર સ્ક્વોર્ડ પહોંચી ગઈ હતી. બાદમાં ભારે જહેમત બાદ મગરને શાંત કરીને લઈ જવામાં આવ્યો હતો. શું છે સમગ્ર ઘટના? અમેરિકાના ટેક્સાસમાં ફોર્ટ બેન્ડ કાઉન્ટીમાં ફોરેસ્ટર...
  April 22, 02:17 PM
 • USમાં ગુજરાતી પટેલે ગણતરીની સેકન્ડમાં જ આ રીતે પાડી દીધો હતો પત્નીનો ખેલ
  અમેરિકાઃ 2 વર્ષ પહેલાં અમેરિકાના હેનોવરમાં મૂળ અમદાવાદના ઘાટોલોડિયામાં રહેતી પલક પટેલની હત્યા થઈ હતી. પલકની હત્યા બાદથી તેનો પતિ ગાયબ છે. જેના આધારે એફબીઆઈએ શંકા વ્યક્ત કરી છે કે, પલકના પતિ ભદ્રેશ પટેલે જ તેની હત્યા કરી હોવી જોઈએ. જેના કારણે ભદ્રેશને 10 મોસ્ટ વોન્ટેડ લોકોના લિસ્ટમાં રાખ્યો છે અને તેના અંગે માહિતી આપનારને 1 લાખ ડોલરનું ઈનામ આપવામાં આવશે. એફબીઆઈએ જાહેર કરેલા વીડિયો પ્રમાણે, ભદ્રેશે ગણતરીની સેકન્ડમાં જ પલકનું ઢીમ ઢાળી દીધું હોવાનું જણાય છે. પતિ-પત્ની એ દિવસે ડંકીન ડોનટ્સ...
  April 21, 10:51 AM
 • US: પત્ની સાથે મારઝૂડ કરનાર ભારતીય મૂળના CEOને એક મહિનાની જેલ
  ન્યુયોર્કઃ સિલિકોન વેલીમાં કામ કરતા ભારતીય મૂળના સીઈઓને એક મહિનાની જેલની સજા થઈ શકે છે. 38 વર્ષીય અભિષેક ગટ્ટાની પર ભારતીય-અમેરિકન 36 વર્ષીય પત્ની નેહા રસ્તોગીએ ઘણા વર્ષો સુધી મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટમાં પ્લિયા ડીલ ઓફર કર્યા બાદ ગટ્ટાનીની સજા ઘણી ઓછી થઈ શકે છે. નેહા રસ્તોગીએ કહ્યું કે, હું પહેલા મારા પતિ અને હવે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનો શિકાર બની છું. 6 મિનિટનો વીડિયો રેકોર્ડ કરાયો - ન્યૂઝ પેપર ધ ડેલી બીસ્ટમાં આવેલા અહેવાલો પ્રમાણે, અભિષેકે સાંતા ક્લારા સુપીરિયર કોર્ટમાં...
  April 20, 06:14 PM
 • આ ગુજરાતીના કામ પર ઓવારી ગયું અમેરિકા, આપી ખાસ સિટીઝનશીપ
  અમેરિકાઃ ગુજરાતનો ભૂતપૂર્વ રણજી ખેલાડી તિમિલ પટેલ અમેરિકા માટે અત્યાર સુધી ક્રિકેટ ભલે રમી રહ્યો હોય પરંતુ અત્યાર સુધી તે માત્ર એક કોટામાં જ ક્રિકેટ રમી શકતો હતો. આ કોટા એવા પ્લેયર્સ માટે હોય છે જે બિન-નાગરિક હોય છે, પરંતુ હવે તેનો રસ્તો સરળ થઈ ગયો છે. ગુજરાતી મૂળના તિમિલ કૌશિક પટેલને નેચરલાઈઝેશન દ્વારા નાગરિકતા આપવામાં આવી છે. જેથી તેણે અમેરિકન ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન નક્કી કરી દીધું છે. 100 દેશોના 3800 ઈમિગ્રન્ટ્સ સાથે મળી નાગરિકતા કેલિફોર્નિયાના 33 વર્ષીય પટેલે 100 દેશોના 3800...
  April 20, 01:09 PM
 • USAમાં મહાવીર જયંતીની થઈ ભવ્ય ઉજવણી, હેલિકોપ્ટરમાંથી કરવામાં આવી પુષ્પવર્ષા
  અમેરિકાઃ મહાવીર જયંતી એ જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણવામાં આવે છે અને આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે આવે છે. વિદેશમાં વસતા જૈન ધર્મના અનુયાયીઓ પણ આ તહેવારની ધામધુમથી ઉજવણી કરે છે. અમેરિકાના એટલાન્ટામાં પણ મહાવીર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જૈન સમાજના અનેક લોકો એટલાન્ટામાં આવેલા જૈન મંદિર ખાતે એકઠા થયા હતા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણીમાં ભાગ લીધો હતો. મંદિર પરિસર ભગવાન આદિનાથના જય જય કારથી ગૂંજી ઉઠ્યું હતું. ઉજવણીના અંતમાં હેલિકોપ્ટરથી મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી...
  April 20, 10:25 AM
 • USમાં 30 વર્ષમાં ખરીદી 70 હોટેલ્સ, આવી રીતે ગુજ્જુ બન્યો 9000 કરોડનો માલિક
  એનઆરજી ડેસ્કઃ અમેરિકાને લેન્ડ ઓફ ઓપર્ચ્યુનિટી કહેવાય છે. મુંબઇમાં એમજે માર્કેટમાં હોલસેલ ક્લોથ મર્ચન્ટના દીકરા હસુ શાહે 19 વર્ષની વયે 1963માં અમેરિકા જવાનું નક્કી કર્યું. અમેરિકામાં એક પણ વ્યક્તિ પરિચિત ન હોવા છતાં હસુભાઇ અજાણ્યા દેશમાં આવ્યા. જો કે, તેમના પિતાની ઇચ્છા દીકરાને અમેરિકામાં માત્ર ભણાવવાની જ હતી અને પપ્પાની ઇચ્છા અનુસરીને હસુભાઇએ પણ ભણવાનું કમ્પ્લીટ કરીને સ્વદેશ આવીને પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કરવાના હતા. 19 વર્ષે અમેરિકાના ન્યૂ મેક્સિકો સ્ટેટની કોલેજમાં...
  April 18, 06:37 PM
 • અમેરિકામાં પટેલની બહાદુરી, 14 જગ્યાએ લૂંટ કરનારને ઊભી પૂંછડીએ ભગાડ્યો
  અમેરિકાઃ ન્યુયોર્કની નાસાઉ કાઉન્ટી પોલીસ એક એવા વ્યક્તિની શોધ કરી રહી છે, જેણે લોન્ગ આઈલેન્ડ પર અત્યાર સુધી એક ડઝનથી વધારે સ્ટોરને છરીની અણીએ લૂંટ્યા છે અથવા લૂંટવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ શનિવારે વાત કંઈક અલગ જ બની હતી. લૂંટારો પટેલના સેન્ડવીચ સ્ટોરમાં લૂંટ ચલાવવા માટે પહોંચી ગયો હતો, પણ પટેલની બહાદુરીથી તે લૂંટ તો ન કરી શક્યો પણ તેને સ્ટોર છોડીને ભાગી જવું પડ્યું હતું. શું છે સમગ્ર ઘટના? શનિવારે રાત્રે લિનબ્રુકમાં TCBYમાં તેની લેટેસ્ટ લૂંટ પહેલા, નોર્થ મેરિકમાં 6 માઈલ દૂર આવેલા એક...
  April 18, 04:51 PM
 • USA: માસૂમ પૌત્રીએ બેડ પર પેશાબ કરતા દાદાએ આપ્યા ડામ, પટેલ એરેસ્ટ
  અમેરિકાઃ 5 એપ્રિલના રોજ એલિઝાબેથટાઉનમાં આવેલી એક મોટેલમાં ગરમ ચપ્પુથી એક 5 વર્ષની પૌત્રીને દઝાડવાના આરોપ હેઠળ પોલીસે 58 વર્ષીય તેના દાદાનીની ધરપકડ કરી છે. પૌત્રીએ બેડ પર પેશાબ કરીને ભીનો કરી દેતા દાદાએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જાણવા મળ્યું છે. શું છે સમગ્ર ઘટના? એલિઝાબેથ ટાઉન પોલીસ ડિપાર્ટમેન્ટના ધરપકડના રિપોર્ટ અનુસાર સોમવારે, 10 એપ્રિલના રોજ પોલીસને 616 E, ડિક્સિ એવન્યૂ ખાતે આવેલી Etown મોટેલ પર બોલાવવામાં આવી હતી. પોલીસને કોઈ બાળકી સાથે દુર્વ્યવહાર થયો હોવા અંગેની...
  April 18, 11:06 AM
 • USA: કેન્સરના દર્દીની મદદ કરવા 'પટેલ'ની અનોખી પહેલ, ડોગ્સનો લીધો સહારો
  અમેરિકાઃ કેન્સરના દર્દીઓ માટે એક ગુજરાતીએ અનોખી પહેલ શરૂ કરી છે. પાર્થ પટેલ બાર્ક્સ ફોર લાઈફ નામનું અભિયાન ચલાવી રહ્યો છે જેના થકી એકઠા કરવામાં આવેલા ભંડોળનો લાભ અમેરિકન કેન્સર સોસાયટીને મળશે. ટેક્સાસ ટેક યૂનિવર્સિટી હેલ્થ સાયન્સ સેન્ટર સ્કૂલ ઓફ ફાર્મસી દ્વારા ડોગ્સ સાથીદાર સાથે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જોન સ્ટિક પાર્કમાં યોજાયેલી આ ઈવેન્ટનું નામ બાર્ક્સ ફોર લાઈફ રાખવામાં આવ્યું, જેમાં ડોગ્સને એકઠા કરવામાં આવ્યા હતા, જે કેન્સર સામે લડી રહેલા તેમના માલીકો સાથે ઉભા...
  April 16, 03:49 PM
 • અમેરિકાના આ શહેરમાં છે ભવ્ય BAPS મંદિર, ઉંચાઈ માટે મળી છે ખાસ છૂટ
  અમેરિકાઃ લોસ એન્જલસમાં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રેરણા મળી અને કેટલાક હરિભક્તોએ 1970ના દાયકામાં અને 1980ના દાયકાના ઉતરાર્ધમાં સાપ્તાહિક સમ્મેલનોનું આયોજન કરવાનું શરૂ કર્યું. 1984માં સ્વામીજીએ લોસ એન્જલસની બહાર એક નાના ઉપનગર વ્હિટીઅરે, કેલિફોર્નિયામાં પહેલું બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં સ્વામીજીના આશીર્વાદ અને માર્ગદર્શન સાથે અમુક પરિવારો તથા મજબૂત જૂથો આધ્યાત્મિક વિકાસ માટે સેવામાં પરોવાયા હતા. ઉંચાઈ અધિનિયમન ધારામાં આ મંદિરને ખાસ છૂટ આપવામાં આવા છે....
  April 16, 09:58 AM