Home >> NRG >> USA
 • અ’વાદી યુવાન USની હોસ્પિ.માં વેન્ટીલેટર પર, વિઝા ન મળતાં પરિવાર મૂંઝવણમાં
  અમદાવાદ/ન્યુજર્સી: અમેરિકાના ન્યુજર્સી શહેરમાં 36 વર્ષીય અમદાવાદી યુવક વિનોદ પટેલનો અકસ્માત સર્જાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. યુવકને કોઇ કારણોસર ગંભીર ઈજાઓ પહોંચતા તેને હાલ અમેરિકાની હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે. પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના સમાચાર સાંભળી ચિંતાતુર થયેલો અમદાવાદી પરિવાર મદદ માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને એમ્બેસીનો સંપર્ક સાધી ચૂક્યો છે, છતાં તેમને કોઇપણ પ્રકારની મદદ કે જવાબ મળ્યો નથી. - ઘટનાથી અજાણ હતો અમદાવામાં રહેતો પરિવાર...
  March 27, 08:19 PM
 • મહેસાણી પટેલ ભાઈઓનો USમાં ડંકો, ‘પટેલ બ્રધર્સ’ના નામે ખોલ્યા 55 ગ્રોસરી સ્ટોર્સ
  એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતા ગુજરાતીઓ અનેક ક્ષેત્રમાં સફળ થયા છે. અમેરિકામાં મોટાભાગની મોટેલ, હોટેલ અને સ્ટોર્સના માલિકો ગુજરાતી છે. પણ 1968માં મહેસાણાના નાના એવા ગામથી અભ્યાસ માટે અમેરિકા ગયેલા મફતભાઈ પટેલ અને તેમના ભાઈ તુલસીભાઈએ સ્ટોર્સ ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. અમેરિકામાં ગુજરાતી અને ભઆરતીય લોકોની કરિયાણાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી મફતભાઈ ભાઈ તુલસી સાથે મળીને શરૂ કરેલા પટેલ બ્રધર્સ સ્ટોર્સની સંખ્યા આજે 55 પર પહોંચી છે. એટલું જ નહીં પોતાની બ્રાન્ડ અને ગ્રોસરી સ્ટોર્સ દ્વારા...
  March 27, 06:24 PM
 • ભુજના બે યુવાનાનો હોલુવડમાં ડંકો, Emma Watsonએ પહેર્યો ‘ગુજરાતીનો ડ્રેસ’
  અમદાવાદ: 17 માર્ચના રોજ રિલીઝ થયેલી બ્યૂટી એન્ડ ધ બિસ્ટ ફિલ્મએ એક વિકમાં જ ખાસી એવી ચર્ચા જગાવી છે. ડિઝ્ની નિર્મિત આ ફિલ્મમાં પોતાની હોટ અદાઓથી જાણીતી અભિનેત્રી ઈમા વોટસને ભુજના બે ભાઈઓની હસ્તકળાથી તૈયાર થયેલો ડ્રેસ પહેર્યો છે. ભુજના કાસમ અને જુમા બંધુઓ દ્વારા તૈયાર કરાયેલો ડ્રેસ હોલિવૂડની બીગ બજેટ ફિલ્મમાં સ્થાન પામતા હવે ફરી એક વાર કચ્છીકળાનો ડંકો આંતરરાષ્ટ્રીય સ્તરે વાગ્યો છે. કાસમે હસ્તકળા દ્વારા તૈયાર કરાયેલા આ ડ્રેસ અંગે divyabhaskar.com સાથે વિગતે વાતચીત કરી હતી. 15 દિવસમાં તૈયાર કરાયો...
  March 25, 07:33 PM
 • ગુજરાતીની બહાદુરી: USમાં પટેલે લૂંટારુને લાકડીએથી ઉભી પૂંછડીએ ભગાડ્યો
  અમેરિકાઃ જેક્શન કાઉન્ટી ઈન્ડિયાનામાં આવેલા એક ગુજરાતીના માર્કેટમાં લૂંટની ઘટના બની હતી. લૂંટારુ માર્કેટમાં ઘૂસી ગયો હતો અને મહિલા કર્મચારીના હાથ પકડીને રોકડની માંગણી કરી રહ્યો હતો. આ દરમિયાન માર્કેટનો માલિક આવી ગયો અને લાકડી લઈને તેની પાછળ દોડ્યો હતો. બાદમાં તેને પાર્કિંગમાં જ દબોચી લીધો હતો અને લાકડીના ફટકા માર્યા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તેની ધરપકડ કરી હતી. શું છે સમગ્ર ઘટના? જેક્શન કાઉન્ટી ઈન્ડિયાનાના સીમૌર શહેરમાં બુધવારે કનેક્ટિકટના એક લૂંટારાએ લૂંટનો પ્રયાસ...
  March 25, 02:54 PM
 • USA:ગુજરાતી યુવતીઓના લમણે તાકી બંદૂક, જણાવી ધ્રુજાવી દેનારી આપવીતી
  અમેરિકાઃ બ્રિસ્ટોલ કાઉન્ટીના સૈકોનકમાં આવેલા સબવેમાં બુધવારે બંદૂકની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી. માસ્ક પહેરીને આવેલા બે લૂંટારાઓએ સબવેમાં કામ કરનાર ગુજરાતી કર્મચારી નિધિ અને નિર્વિ પટેલ સામે બંદૂક રાખી હતી અને કાઉન્ટરમાંથી તમામ રોકડ ઉપાડી ગયા હતા. જોકે હજુ સુધી આ સંદિગ્ધોની ઓળખ થઈ શકી નથી. સબવે રેસ્ટોરાંમાં કામ કરતી બન્ને યુવતીઓ સશસ્ત્ર લૂંટના સંદિગ્ધોની જોડી સાથે થયેલી અથડામણનું વર્ણન કરે છે, જ્યારે પોલીસ સંદિગ્ધોની ઓળખ માટે જનતા પાસે મદદ માંગી રહી છે. બ્રેક લઈ રહી હતી બન્ને...
  March 25, 02:48 PM
 • આ ગુજરાતી 20 હજાર કરોડની સંપત્તિ સાથે USAના સૌથી ધનાઢ્ય ભારતીય
  કેલિફોર્નિયા: 20 માર્ચના રોજ વિશ્વ વિખ્યાત મેગેઝીન ફોર્બ્સે વિશ્વના 2043 સૌથી ધનિકોની બહાર પાડેલી યાદીમાં ભારતીય મૂળના સાત ધનાઢ્યોને સ્થાન મળ્યું છે. જેમાં 660મા સ્થાન સાથે રોમેશ વાધવાણીએ અમેરિકાના સૌથી અમીર ભારતીયનું બહુમાન મેળવ્યું છે. અંદાજે 20 હજાર કરોડના માલિક રોમેશ વાધવાણી સિમ્ફની ટેક્નોલોજી ગ્રુપના ચેરમેન છે. 69 વર્ષીય વાધવાણીનું ગ્રુપ ડેટા, ટેક્નોલોજી, હેલ્થકેર અને એનાલિટિક્સ સહિતની 18 કંપનીઓનું સંચાલન કરે છે. કરાંચીમાં જન્મેલા અને મુંબઈ આઈઆઈટીમાં ભણેલા વાધવાણી બિઝનેસની સાથે...
  March 25, 11:27 AM
 • US: ભારતીય મહિલા એન્જિનિયર અને પુત્રની થઈ હત્યા, ઘરમાંથી મળી લાશ
  ન્યુજર્સી: અમેરિકામાં એક ભારતીય મહિલા એન્જિનિયર અને તેમના પુત્રની ઘરમાંથી લાશ મળી છે. મહિલાનો પરિવાર આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાનો રહેવાસી છે, શુક્રવારે આ ઘટના અંગે તેઓએ માહિતી આપી છે. મળતી માહિતી પ્રમાણે મા અને પુત્રનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. શું છે મામલો - જાણવા મળતી માહિતી અનુસાર ભોગ બનનાર એન.શશિકલા(40) અને તેમના સાત વર્ષીય પુત્ર અનીસની લાશ ગુરૂવારે સાંજે તેમના ન્યુજર્સી સ્થિત ઘરમાંથી મળી આવી. - શશિકલાના પતિ એન.હનુમંતરાવ ઓફિસથી ઘરે આવ્યા ત્યારે...
  March 25, 11:02 AM
 • મોતને માત આપી ગેરકાયદેસર USમાં ઘૂસેલા એક ગુજરાતીની ધ્રુજાવી દેનારી આપવીતી
  એનઆરજી ડેસ્ક: અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતથી અટપટ્ટા નિયમો અને નિવેદનોના કારણે વિવાદમાં આવી ગયા છે. અમેરિકાની બોર્ડર પાર કરીને ગેરકાયદે ઘૂસણખોરીના કારણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આકરા નિવેદનો કરી ચૂક્યાં છે. એક અનુમાન અનુસાર મેક્સિકોથી અમેરિકા ઘૂસતા લોકોની સંખ્યા વધારે હોવાથી તેઓએ અહીં લાંબી વોલ બનાવવાની વાત પણ કરી હતી. જો કે ગુજરાતીઓમાં અમેરિકા જવાનો ભારે ક્રેઝ હોય છે. એ પછી લીગલ રીતે ન જઈ શકાય તો ગેરકાયદેસર રીતે પણ અમેરિકા જવા તૈયાર થઈ જાય છે. અમેરિકા જવા ઈચ્છુક...
  March 24, 06:38 PM
 • અમેરિકા રહેતા પટેલની સરાહનીય કામગીરી, ગુજરાતની સ્કૂલોમાં પૂરું પાડે છે દૂધ-બ્રેકફાસ્ટ
  અમેરિકાઃ પોતાના વતનથી વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ તેમનો સ્વભાવ ક્યારેય છોડતા નથી. વિદેશમાં રહીને પણ પોતાના રાજ્યને કોઈ પણ રીતે મદદ કરતા રહે છે. તેમાના જ એક છે અરુણભાઈ પટેલ.Tiny smiling Faces ફાઉન્ડેશન માટે કામ કરવાની મને ઉત્કટ લાલસા રાખનારા અરુણભાઈ પાસે એક સમયે અમેરિકામાં રહેવા માટે પોતાનું ઘર સુદ્ધા નહોતું. પરંતુ સખત પરિશ્રમ થકી આજે તેઓ 43 હોટલ્સના માલિક તો છે જ પણ સાથે સાથે ઉમદા પરોપકારી વ્યક્તિ પણ છે. અરુણભાઈના પિતાના નામ હેઠળ ચાલતું ટ્રસ્ટ The Dalubhai Gopalbhai Patel Fund Inc દક્ષિણ ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં...
  March 24, 05:25 PM
 • USA:ગુજરાતીની મોટેલ ડ્રગ્સનું સેવન, ઓવરડોઝ માટે હબ? પોલીસની નજર
  અમેરિકાઃ મિડલટાઉનના ઓહિયામાં વધતી જતી માદક પદાર્થો સંબંધિત ઘટનાઓ, ડ્રગ્સની હેરફેર, ઓવરડોઝ જેવી ઘટનાઓને લઈને પોલીસે પ્રતિક્રિયા આપી છે. તેઓએ આ અંગે મિડલટાઉનની બે હોટલને જવાબદાર ઠેરવી છે જેમાં એક હોટલ જયેશ પટેલની હોવાનું જાણવા મળ્યું છે. જયેશ પટેલ પાર્કવેમાં આવેલી પાર્કવે હોટલના માલિક છે, હોટલનો મેનેજર તેમનો પિતરાઈ ભાઈ છે. શું છે સમગ્ર ઘટના? પોલીસે કહ્યું કે, છેલ્લા બે વર્ષોમાં માદક પદાર્થો સંબંધિત ઘટનાઓ, ઓવરડોઝ અને હુમલાની ઘટનાઓ 40 ગણી વધી છે. જેના માટે મિડલટાઉનની બે હોટલ્સ અંગે જવાબ...
  March 24, 10:57 AM
 • USA: ગુજરાતી સ્ટોર માલિક પર ગોળીબાર, ત્રણ વખત કર્યા હત્યાના પ્રયાસો
  અમેરિકાઃ લૂંટના ઈરાદે આવેલા અશ્વેત યુવકોએ ગુજરાતી સ્ટોર માલિક પર હુમલો કરી હત્યાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેણે વારંવાર ગોળીબાર કર્યો અને તેના પર ત્રણ વખત હુમલા પણ કર્યા હતા. 29 વર્ષીય વ્યક્તિ પર સ્ટોરના ગુજરાતી માલિકની હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વોર્નર રોબિનના બ્રેન્ડન બુશૈ સ્મિથે હથિયારો બતાવી લૂંટ, ઇરાદાપૂર્વકના હુમલા, હથિયારો કબજો કરવા બદલા દોષિત ઠેરવવામાં આવ્યો છે. આરોપ અનુસાર, ઉતાહના બોક્સ એલ્ડર કાઉન્ટીના પેરી શહેરમાં 12 ફેબ્રુઆરીના રોજ એક સશસ્ત્ર લૂંટ દરમિયાન...
  March 23, 04:02 PM
 • ‘ગરીબ અમેરિકનો’ને પટેલનો આશરોઃ મોટેલમાં રહેતા ‘બેઘર લોકો’
  તલાહાસ્સી: અમેરિકા એક માયા નગરી છે, અહીં બધું ઔપચારિક છે. મહત્વાકાંક્ષા અને સ્પર્ધાને લીધે અમેરિકન સમાજ ગુજરાતીઓને હાઈ-એચીવર જરૂર બનાવે છે પણ ગુજરાતીઓ પોતાના માણસ માણસ વચ્ચેના ભાવાત્મક સંબંધને ક્યારેય ઘટાડતા નથી, હંમેશા અન્યોની મદદ કરવા માટે આતુર રહેતા હોય છે. અમેરિકાની એક બાજુ બાદશાહી જીવનશૈલી જીવતા લોકો છે તો બીજી બાજુ એવા પણ લોકો છે જેઓ પોતાનું ગુજરાન પણ માંડ ચલાવે છે. આવા લોકો અહીંની અફોર્ડેબલ અકોમોડેશન ગણાતી મોટેલ્સમાં રહે છે. મોટેલ્સમાં રહેતા ગરીબ અમેરિકનોની તસવીર રોમ બેઝ્ડ...
  March 23, 12:11 PM
 • અન્ય મંદિરથી અલગ તરી આવે છે વિદેશનું આ સૌથી વિશાળ BAPS મંદિર, જાણો વિશેષતા
  અમેરિકાઃ દેશ વિદેશોમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના અનેક ભવ્ય મંદિરો આવેલા છે. આ ભવ્ય મંદિરોમાં એક મંદિર છે એટલાન્ટામાં રોકબ્રિજ રોડ અને લોરેન્સવિલ હાઈવેને સાંકળતા ક્રોસરોડ્સ પાસે 30 એકર જમીનમાં પથરાયેલું સ્વામીનારાયણ મંદિર. અમેરિકામાં જ્યોર્જિયાના એટલાન્ટામાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)નું સ્વામિનારાયણ મંદિર હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. વિશાળ જગ્યામાં પથરાયેલું આ મંદિર તેને અન્ય મંદિરો કરતા અલગ પાડે છે....
  March 21, 06:29 PM
 • US: બેગમાંથી મળી 6 મહિનાથી ગુમ વાઈન શોપના ગુજરાતી માલિકની લાશ
  ટેનિસીઃ કોરોનેરની ઓફિસે 13 માર્ચના રોજ ગ્રામીણ વિસ્તારમાંથી ઓક્ટોબર મહિનાથી ગુમ ગુજરાતી મૂળના અમેરિકી બિઝનેસમેન સંજય સેમ પટેલના મૃતદેહની ઓળખાણ કરી લીધી છે. સંજય પટેલ 3 ઓક્ટોબર, 2016ની સાંજે મેમ્ફિસ, ટેનેસીમાં આવેલી પોતાની લીકર શોપ પરથી તેમના કાયમી ગ્રાહક માર્ક્સ પેરીની કારમાં ગયા ત્યારબાદથી ગુમ હતા. પટેલ 20 વર્ષ પહેલા મહેસાણાના આખજ ગામથી અમેરિકા સ્થાયી થયા હતા. જાન્યુઆરીથી બેગ પડી હતી ખેતરમાં બારટેલેટ, ટેનેસી પોલીસ વિભાગના એક રિપોર્ટ પ્રમાણે, 6 મહિનાથી તેઓ સંજય પટેલના ગુમ થયા મામલે...
  March 19, 04:53 PM
 • આ ગુજરાતીની શોધે બદલી નાખી દુનિયા, કરોડો લોકો વાપરે છે તેમની પ્રોડક્ટ
  અમેરિકાઃ વિશ્વમાં આજે 10 અબજથી વધારે USB(યુનિવર્સલ સીરિયલ બઝ)નો ઉપયોગ કરવામાં આવે છે. આજે લગભગ કોઈ પણ ગેજેટ્સનો ઉપયોગ કરવા માટે યુએસબી એક આવશ્યક માધ્યમ બની ગયું છે, પરંતુ શું તમે જાણો છો કે તેની શોધ કોણે કરી હતી? જી હા, આજે અમે જણાવી રહ્યા છીએ યુએસબીની શોધ સાથે સંકળાયેલા કમ્પ્યૂટર આર્કિટેક્ટ અજય ભટ્ટ વિશે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલા અજય ભટ્ટે આ ક્રાંતિકારી ઉપકરણની શોધ કરી હતી. 26 વર્ષ સુધી કમ્પ્યૂટર જાયન્ટ ઇન્ટેલ કંપની સાથે સંકળાયેલા ગુજ્જુ...
  March 18, 07:31 PM
 • US:બરફના તોફાન વચ્ચે ગુજરાતીની મોટેલમાં ભીષણ આગ, જીવ હોમાયો
  અમેરિકાઃ મંગળવારે વહેલી સવારે ન્યુયોર્કની એક મોટેલમાં લાગેલી ભીષણ આગમાં એક ગુજરાતીનો જીવ હોમાયો છે. ફાયર ફાઈટર્સે બરફના તોફાનની વચ્ચે એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. મૃતકની ઓળખાણ ધનસુખ (ડિક) પટેલ તરીકે થઈ છે, તેઓ આ મોટેલના માલિક હતા. તેમજ અન્ય એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. શું છે સમગ્ર ઘટના? મંગળવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ન્યુયોર્કના વિસ્ટલ ગામમાં ગુજરાતીની સ્કાલ્લેક મોટેલ લોજમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં મોટેલ માલિક ધનસુખ...
  March 18, 04:31 PM
 • વિદેશી યુવતીએ BMWનું એક્સિલેટર દબાવતાં ગુજરાતીના સ્ટોરમાં ઘૂસી લક્ઝુરિયસ કાર
  અમેરિકાઃ ગુરુવારે જ્યોર્જિયાના કોબ કાઉન્ટીમાં એક અનોખી ઘટના બની હતી, જેમાં પટેલ સ્ટોર માલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા બચી ગયો હતો. એસયુવી કાર ચાલક મહિલાએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર સીધી સ્ટોરમાં ઘૂસી ગઈ અને દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે. શું કહે છે પોલીસ? પોલીસના જણાવ્યા પ્રમાણે, ઈસ્ટ પોઈન્ટમાં બુધવારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક રેસ્ટોરાંની બારીના માધ્યમથી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયા હતા. આ ઘટનમાં ચાલકને બેદરકારીપૂર્વક વાહન...
  March 17, 04:14 PM
 • અમેરિકામાં માસ્ટર ડિગ્રી કર્યા પછી સહેલાઈથી જોબ મળી શકે?
  સવાલ : મેં હમણાં જ ઇલે. એન્જિનિયરિંગ ઇન્ડિયામાં કમ્પ્લીટ કર્યું છે. મારે માસ્ટર ઇન ઇલેક્ટ્રિકલ કરવા અમેરિકા જવું છે. તો ભવિષ્યમાં અમેરિકામાં શું સ્કોપ છે અને માસ્ટર ડિગ્રી મળ્યા પછી સહેલાઈથી જોબ મળી શકે? જવાબ : અમેરિકાના ઇમિગ્રેશનના કાયદામાં વર્તમાન પરિસ્થિતિમાં ઘણા ફેરફાર અને સુધારાવધારા થઈ રહ્યા છે. ઘણા સ્ટુડન્ટ્સ અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા દ્વારા જઈને અમેરિકામાં કાયમ માટે સેટલ થવાના ચાન્સીસનાં સપનાં જોવે છે, પરંતુ જો સ્ટડી પૂરો કર્યા પછી H1-B વિઝા દ્વારા સેટલ થવાનું વિચારતા હોઈ તે કામ...
  March 15, 04:52 PM
 • પાટીદાર કલ્ચર એસોસિએશન ઓફ યુએસએ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ઈવેન્ટનું આયોજન
  અમેરિકાઃ વિદેશમાં વસતા ગુજરાતીઓ પોતાની સંસ્કૃતિને લગતી ઈવેન્ટના આયોજનો કરીને પોતાની સંસ્કૃતિ જાળવી રાખતા હોય છે. પાટીદાર કલ્ચર એસોસિએશન ઓફ યુએસએ દ્વારા આ વર્ષે પણ વિવિધ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે. સમુદાયના સંકલ્પના 2 વર્ષ બાદ ઉમિયા માતાજીનું મંદિર ન્યુજર્સીમાં તૈયાર કરવામાં આવ્યું છે. 1697 ઓક ટ્રી રોડ, એડિશનમાં આ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. સાચું કામ હવે શરૂ થયું છે આશા છે કે પીસીએ સમુદાય અંત સુધી આ યોજનાની સાથે રહે. પીસીએ દ્વારા વોલીબોલ ટૂર્નામેન્ટનું પણ...
  March 14, 05:12 PM
 • 'મને 1000થી વધુ વાર SEX માટે મજબૂર કરાઈ',USમાં પટેલ મોટેલ માલિક પર આરોપ
  અમેરિકાઃ પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયા શહેરમાં પટેલની એક મોટેલમાં 2 વર્ષથી એક ટીનએજર યુવતીનું શોષણ થયું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. કાનૂની દાવો કરવામાં આવ્યો છે કે, 2 વર્ષ દરમિયાન એક ટીનએજર યુવતીને 1 હજારથી વધારે પુરુષો સાથે શારીરિક સંબંધો બનાવવા માટે મજબૂર કરવામાં આવી છે. શહેરના ઉત્તર-પૂર્વમાં આવેલી રૂઝવેલ્ટ ઈન મોટેલના માલિક છે યજ્ઞ પટેલ. જો કે, પટેલ આ મામલે અજાણ હોવાની વાત વારંવાર કરી રહ્યા છે. શું છે સમગ્ર બાબત? યુવતીના વકીલે દાવો કર્યો છે કે, ઉંમરથી મોટા પુરુષો સાથે સેક્સ...
  March 14, 04:29 PM